Salaah bhare padi in Gujarati Short Stories by Amit vadgama books and stories PDF | સલાહ ભારે પડી

Featured Books
Categories
Share

સલાહ ભારે પડી

હાસ્યરસમાં ઘણી વખત વાત વાતમાં કહેવાતું હોય છે કે, સલાહ દેવી ગમે ને રૂપિયા લેવા ગમે..

આમ તો સલાહ એક એવી વસ્તુ છે જેનું કોઇ મૂલ્ય નથી પણ અમૂલ્ય છે... દુનિયામાં માં સસ્તાં માં સસ્તી અને મોંઘા માં મોંઘી કોઈ ચીજ કે વસ્તુ હોય તો એ છે સલાહ... કારણ કે આમાં વિકટ પરિસ્થિતિ હોય તો એમાં ગાંડો પણ સલાહ આપી ને જાય એવી છે સલાહ.. આમ નહીં ને આમ કરો તો આમ થાય એવી મોટી મોટી સલાહ આપતો હોય જાણે લાગે કોઈ મોટો વિદ્વાન હોય ને જોઈ તો બાંકડે બેઠો બેઠો બીડી ટટકારતો હોય... આમ સાચી વ્યક્તિ સલાહ આપે તો ખોટી અથવા વિકટ પરિસ્થિતિ પણ સારી થઈ જાય જેણે આપણે expert advice પણ કહીયે છીએ પણ જો ખોટી વ્યક્તિ ને સલાહ આપાય જાય તો શું પરિણામ આવે ?? ચાલો એક વાર્તા સ્વારૂપે જોઈ કે સલાહ કેવી રીતે ભારે પડે છે..

એક શહેર ના બસ સ્ટેન્ડ પાસે એક ભિખારી રોજ ભીખ માગે ને પોતાનો દિવસ કાઢે. એમાં એક વ્યક્તિ રોજ એને જોવે ને વિચારે કે આવો હટ્ટો કટ્ટો માણસ ને ભીખ માંગે તો કેમ ચાલે.??. એને સીધો રસ્તો બતાવો જોઈએ અને ભીખ માંગતા અટકાવી ને મેહનત કરતો કરવો જોઈએ... પણ એને સમજાવે કોણ... એ વ્યક્તિ રોજ જોબ કરવા બહાર ગામ up down કરે.. સાવરે જાય ને સાંજે આવે... બીજે દિવસે સવારે એ ભિખારી એ પહેલાં વ્યક્તિ પાસે આવી ને કહ્યું, "માણસાઈ ના નામે કંઈક પૈસા આપો"..પછી એ વ્યક્તિ એ હિંમત કરી ને ભિખારી ને સમજાવ્યું, જો ભાઈ તું આટલો હટ્ટો કટ્ટો માણસ ને આવી રીતે અહીં ભીખ માંગે તે કેમ ચાલે... તારે ભીખ માંગવાનું છોડી દેવું જોઈએ તારે હવે મેહનત કરી ગુજરાન ચલાવું જોઈએ.. એ વ્યક્તિ એ એવી રીતે સમજાવ્યું કે જાણે એની આંખ ખુલી ગઈ હોય.. પરન્તુ એ વ્યક્તિ ને ખબર નહતી કે એની સલાહ ની અસર ભિખારી પર કંઈ રીતે થશે?? એ તો સલાહ આપી ને જતા રહ્યા પણ પહેલા વ્યક્તિ નો ચહેરો યાદ રાખી રાખી લીધો.. બીજા દિવસ ની સવારે એ ભિખારી દેખાયો નહીં એટલે પહેલા વ્યક્તિ એ વિચાર્યું કે નક્કી એને આપેલી સાચી સલાહ ની સકારાત્મક અસર થઈ હશે પણ એણે સાચી હકીકત ની ખબર નહતી... રાત્રે એ વ્યક્તિ જોબ કરી ઘરે જતો હતો ત્યારે પહેલો ભિખારી સામે મળ્યો... એ વ્યક્તિ એ ખુશ થઈ ને બોલ્યો, વાહ ભલા માણસ તે આજથી ભીખ માંગવાનું છોડી મેંહનત કરતો થઈ ગયો પણ મને એ જણાવ કે તે કયો ધંધો ચાલુ કર્યો?? થોડી વાર તો ભિખારી એ વ્યક્તિ સામે જોઈ રહ્યો, એટલે એ વ્યક્તિ ને આશ્ચર્ય થયું કે કદાચ ભૂલી ગયો હશે એટલે એને ગયા સવારનું યાદ કરાવ્યું... ભિખારી કહે મને યાદ છે સાહેબ પણ... પણ શું?? ત્યાં ભિખારી એ ખિસ્સામાંથી ચાકુ કાઢ્યું, ને સામે રાખી ને કહ્યું, ખિસ્સા માં જેટલા પૈસા હોય તે કાઢી ને આપી દો નહીંતર જીવ લઇશ તમારો... એક તો એ હટ્ટો કટ્ટો એમાં એ વ્યક્તિ ભિખારી નો આવો અંદાજ જોઈ ઘભરાઈ ગયો અને ખિસ્સા માં 500 રૂપિયા જ હતા તે પહેલાં ભિખારીને આપી દેવા પડ્યા... ભિખારી ચાકુ સામે જોઈ ને એ વ્યક્તિ સામે હસ્યો અને બોલ્યા સાહેબ કાલે સવારે જ્યારે તમે મારી સામે પસાર થયા ત્યારે મેં 1રૂપિયો માંગ્યો હતો ને તમે સલાહ આપી ને જતા રહ્યા પણ મેં એ સલાહ ને વ્યર્થ જવા નથી દીધી જોવો હું ચાકુ લઇ આવ્યો ને તમને બતાવ્યું તો ખિસ્સા માં હતા એટલા આપી દેવા પડ્યા બીક ના લીધે... સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર સલાહ આપવા બદલ....ત્યારે એ વ્યક્તિ ને એમ થયું કે સલાહ આપવી. ભારે પડી....
જોયું મિત્રો સલાહ આપવી કેટલી સહેલી હતી પણ તેનું પરિણામ તો વ્યક્તિનું વ્યક્તિત્વ જ નક્કી કરે છે...