સાવિત્રીની નવી નવી જ સગાઈ થઈ હતી. સગાઈમાં ગિફ્ટમાં મળેલો ફોન રાજ ને પુરે પૂરો જાણવાનું એક માત્ર માધ્યમ હતો. Long distance relationship માટે અત્યારનાં સમય પ્રમાણે આ નવો રિવાજ જ હતો. બંને રોજ કામકાજમાંથી સમય કાઢી ફોનમાં વાત કરતાં અને એક બીજાને જાણતાં હતાં. અને એ જરૂરી પણ છે, જે વ્યક્તિ સાથે તમે જીવન વિતાવવા માંગતાં હો એને જાણવી તો જરૂરી છે. આવી વાતો માં એક દિવસ સાવિત્રીને જાણવાં મળ્યું કે રાજને ગરબા રમતાં નથી આવડતું, નથી આવડતું મતલબ ગરબા નો 'ગ' પણ નહીં. ત્યારે તો આ વાત હસી મજાકમાં નીકળી ગઈ.
થોડાં દિવસો બાદ રાજ સાવિત્રીને મળવાં આવવાનો હતો, સાવિત્રી બગીચામાં બેઠી તેની રાહ જોઈ રહી હતી. શાયદ પહેલીવાર મુલાકાત થવાની હશે! કેટલીક પળો બાદ રાજ દરવાજામાં દાખલ થયો. સાવિત્રીના ચહેરા પર એક હલકું શું સ્મિત બાઝી ગયું, પણ જેમ જેમ રાજ નજીક આવ્યો તેમ તેમ તેને જોયું કે રાજ પહેલાં કરતાં ઘણો fatty થઈ ગયો છે. પણ પોતાનાં આ અવલોકનને ખંખેરી તે પ્રિયતમની સાથેની મુલાકાતમાં પરોવાઈ ગઈ.
થોડા દિવસોમાં જ લગ્નની શરણાઈઓ નજીક સંભળાવાં લાગી. નવાં ટ્રેન્ડ પ્રમાણે રાજ અને સાવિત્રી માટે વડીલોએ pre-wedding photoshoot રખાવ્યો. રાજ અને સાવિત્રીએ matching color ના અલગ અલગ ડ્રેસ પહેરીને અલગ અલગ મુદ્રામાં ફોટો પડાવી રહ્યાં હતાં. બંનેનાં મિત્રો હસી મજાક કરી રહ્યાં હતાં, ફોટોગ્રાફર પણ બહું મજાકિયો હતો, નવાં નવાં પેતરાં કરાવી રહ્યો હતો. એક pose દરમિયાન સાવિત્રીએ જોયું કે આટલી નાની ઉંમરે રાજ ને ટાલ પડવા લાગી છે અને પહેલાં કરતા વધું fatty પણ થઈ ગયો હતો. હવે તેને થોડું અળગું લાગ્યું, તે ફોટોશૂટ જલ્દી પતાવીને પાછી જતી રહી. અગ્નિને સાક્ષી રાખી બંને એકબીજાના હમસફર બન્યાં.
થોડાં દિવસ બાદ બંને સાથે બેસીને પોતાનાં લગ્નનો આલ્બમ જોતાં હતાં. પેલો pose નજરે ચડતાં સાવિત્રી પાછી હતાશ થઈ ગઈ. રાજે ચહેરાનો આ ફેરફાર જોયો. તેને સાવિત્રીના ગાલ પર હાથ ફેરવતાં કીધું,-"તું કંઈ કહેવા માગે છે, પણ કહેતી નથી. શું વાત છે? કંઈક ફોડ પાડ તો ખબર પડે." સાવિત્રીને લાગ્યું હવે કહી દેવું જોઈએ, આ સાચો સમય છે. તે બોલી,-"રાજ, વાત જાણે એમ છે કે આમ તું perfect છે મારાં માટે પણ..." રાજ,-"પણ શું??? બોલ તું, ડર નહીં, બિન્દાસ બોલ." એમ કહી તેનો હાથ પોતાનાં હાથમાં લીધો. હવે સાવિત્રીને હિમ્મત આવી, "રાજ, તું જ્યારે પહેલીવાર મને મળ્યો હતો ત્યારે તું કેટલો ફિટ હતો, સગાઈ થઈ ત્યારે પણ ફિટ હતો, પણ લગ્ન આવ્યાં ત્યાં સુધીમાં તું બહું fatty થઈ ગયો જ્યારે હું તો એવીને એવી જ છું. આ સગાઈના અને લગ્નના ફોટોમાં કેટલો ફરક પડી ગયો." રાજ હસીને બોલ્યો, "એ બદલી જશે, બીજું કાંઈ?" સાવિત્રીને થયું આજ કહી દઉં જે મનમાં છે," બીજું એ કે આટલી નાની ઉંમરે તારા માથે ટાલ પડતી જાય છે તે ક્યારેય નોંધ લીધી??" રાજ બેડ પરથી ઉભો થઈને અરીસામાં જોવા લાગ્યો. પછી સાવિત્રીની સામે જોઈને બોલ્યો, "વાત તો સાચી છે તારી. ચાલ એનું પણ કંઈક કરીશ. બીજું કાંઈ મેડમ?" સાવિત્રી રાજના ગાલ પર હળવેકથી થપકી મારતાં, "હાં, મેઈન ફરિયાદ તો હવે છે. તમને ગરબા રમતાં સાવ નથી આવડતું. (ગર્વ કરતાં) હું કોલેજમાં ગરબાક્વીન હતી. પણ હવે શું થાય..." આ સાંભળીને રાજ વિચારમાં પડી ગયો. સાવિત્રીને લાગ્યું કે કંઈ વધું પડતું કહેવાય ગયું, પણ તે કંઈ બોલે તે પહેલાં જ રાજ બોલ્યો, "ચાલો એ પણ આવડી ગયાં એમ જ સમજ તું. બીજું કંઈ???" સાવિત્રીએ હરખમાં રાજ સાથે આલિંગન કર્યું અને બંને રાતના નશામાં ખોવાય ગયાં.
થોડાં દિવસોમાં જ રાજે ગરબા ક્લાસ ચાલું કર્યા, gymમાં જોડાયો અને વાળ માટે પણ સારવાર ચાલું કરી દીધી. થોડાં જ મહિનામાં સાવિત્રીની ત્રણેય ફરિયાદોનું નિવારણ થઈ ગયું. બંને ખૂબ ખુશ હતાં, સાવિત્રીને હવે પોતાની જોડી perfect જોડી લાગવા લાગી હતી, પણ બધાં દિવસો સરખાં ન હોય.
થોડાં દિવસો બાદ સાવિત્રી ડિપ્રેસનમાં જવા લાગી કેમકે તેનું મિસકેરેજ થઈ ગયું હતું. રાજ તેને સમજાવાની ને સંભાળવાની પુરી કોશિશ કરતો હતો પણ સાવિત્રી ધીરે ધીરે શરીર પર ધ્યાન ન રાખતાં બુલિમિયા નર્વોસા નામના માનસિક રોગનો ભોગ બની. તે હવે રાજ કરતાં પણ વધું fatty થઈ ગઈ. પણ રાજ તેની સાથે પહેલાં જેવો જ હતો.
સાવિત્રીની માનસિક સ્થિતિ વધું કથળતી જતી હતી, એક દિવસ તે રસ્તા પર બેધ્યાનપણે ચાલી રહી હતી ત્યાં અચાનક એક કાર તેને રસ્તાની બીજી બાજું ફેંકીને ચાલી ગઈ. જ્યારે આંખો ખુલી ત્યારે તે હોસ્પિટલમાં હતી, નાકમાં, ગળામાં, મોંમાં નળીઓ જ નળીઓ હતી. સામે રાજ ઉભો હતો, આંખોમાં આંસુ હતાં, હકીકત સાંભળ્યાં પછી તૂટી પડેલો રાજ સાવિત્રીની સામે ફરીથી ઉભો થવા કોશિશ કરતો હોય એમ સાવિત્રીનું માથું ચુમતા બોલ્યો,"બધું ઠીક થઈ જશે..." હકીકત બહું કડવી હતી, ડોક્ટર એ કહ્યું, "લૂક મી.રાજ તમારાં વાઈફને મલ્ટિપલ ઈંજુરીસ થઈ છે, જીવ બચ્યો એ બહું કહેવાય, પણ તમારે હવે હિંમત રાખવી પડશે. જે હું કહેવા જઈ રહ્યો છું એ સાંભળીને તમારે તમારી જાતને સાંભળવા પડશે. તમારાં વાઈફના સ્પાઈનલ કોર્ડમાં ઈંજરી થઈ હોવાથી તેનાં બંને પગ પેરેલાઇઝ્ડ થઈ ગયાં છે. હવે બધું ભગવાન પર છે. તમે હિંમત રાખજો, આપણે બનતી કોશિશ કરીશું..."
(થોડાં દિવસો બાદ)
સાવિત્રીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી, તે હવે વ્હીલચેર ની મદદથી ઘરમાં હરવા ફરવા લાગી હતી, એક દિવસ તે લગ્નનો આલ્બમ જોતી હતી ત્યારે તેને રાજને કિધેલી બધી વાત યાદ આવી, રાજે તેની બધી ફરિયાદ દૂર કરી હતી. તે વાત સમજતાં તેની આંખમાં ખુશીના આંસુ આવી ગયાં, પણ અચાનક જ કંઈક યાદ આવતાં તે વ્હીલચેર અરીસા સામે લઈ ગઈ અને ખુદને જોવાં લાગી, ન તો હવે તે ગરબા રમી શકતી હતી, ન તો તે ચાલી શકતી હતી, શરીર પણ જાડું થઈ ગયું હતું અને વધુંમાં હેવી ડોઝની દવાના કારણે તેના બધાં વાળ પણ ખરી પડ્યાં હતાં. તેને પોતાના પર જ ઘૃણા થઈ, મન ચીસો પાડી પાડીને કહી રહ્યું હતું, "ખુદને જો, કેવી થઈ ગઈ!!! રાજ હજું તેવોને તેવો જ છે. હવે એ ફરિયાદ કરશે તો??? શું કરીશ તું??? ક્યાં જઈશ???..." સાવિત્રી હિબકાભેર રડી પડી, સાંજ સુધી પોતાનાં રૂમમાં રડતી રહી. સાંજે રાજને આ વાતની જાણ થતાં તે જમવાનું લઈને રૂમમાં ગયો. રાજને જોતાજ તે રડી પડી, રાજ બેડ પર બેસી તેનું માથું પોતાનાં ખોળામાં લીધું અને પ્રેમથી હાથ ફેરવવા લાગ્યો. થોડીવાર બાદ સાવિત્રી રડતી બંધ થઈ ત્યારે તેને બેસાડતાં કહ્યું, "થોડું જમી લે પછી વાત કરીશું." સાવિત્રી ના ન બોલી શકી, રાજે પોતાનાં હાથે તેને જમાડી. જમી લીધાં પછી બેડના ટેકે રાજના ખભે માથું રાખીને સાવિત્રી બેઠી હતી, ફરીથી પેલાં મનની ચીસો સંભળાય રહી હતી. પોતે કંઈ બોલે તે પહેલાં જ રાજે પૂછ્યું, "શું વાત છે?? આજ મારી સવું કેમ રડી પડી??" સાવિત્રીએ આ સાંભળી આંખમાં આવતાં રોકી, રાજની સામે જોઈને બોલી, " રાજ, એક વાત મને હવે અંદરને અંદર ખાયે જાય છે. જ્યારે મેં તને તારાં શરીર વિશે, ગરબાની વાત અને ટાલ બાબતે કહ્યું હતું તો તે એ ફરિયાદ દૂર કરી પણ જો હવે હું જ અપંગ અને અસહાય થઈને બેઠી છું, તો તને મારાં જેવી ફરિયાદ નથી થતી???" રાજે મીઠું હસતાં કહ્યું,"ચાલ હવે બહું મોડું થઈ ગયું છે, સુઈ જા નહીંતો તું આવાં જ વિચાર કરીને રડતી રહીશ." સાવિત્રીને સુવડાવી, ચાદર ઓઢાડી પોતે બાજુમાં સુઈ ગયો. થોડીવાર પછી સાવિત્રીના મોબાઈલમાં msg આવ્યો. Msg રાજનો હતો, લખ્યું હતું,"Nothing Is Permenant, but Love Is... I Love U Forever...."
(The End)
Written by-
રવિકુમાર અઘેરા