Mari sher-shayario ane kavita in Gujarati Poems by Maitri Barbhaiya books and stories PDF | મારી શેર-શાયરીઓ અને કવિતા

Featured Books
Categories
Share

મારી શેર-શાયરીઓ અને કવિતા

વિચારે વિચારે માણસ જુદો છે, તો આશા કેમ રખાય કે આપણા વિચારો એકસરખા આવે લોકો જોડે?
*************
અજાણ્યા લોકો મળે છે ક્યાંક જાણીતા રાહ પર,
અને જાણીતા થયા બાદ છોડી દે છે ક્યાંક અજાણ્યા રાહો પર!
***********
છે આપણી પાસે રહેવાને ઘર,
તો છીએ આપણે ઇશ્વરના આભારી,
ઠૂઠવતી ઠંડીથી બચવા છે ગરમ કપડાં આપણી પાસે,
તો છીએ આપણે ઇશ્વરના આભારી,
તપતા ઉનાળામાં જો હોય આપણી પાસે AC,
તો છીએ આપણે ઇશ્વરના આભારી,
ચોમાસાથી રક્ષણ મેળવવા માટે છે આપણી પાસે છત,
તો છીએ આપણે ઇશ્વરના આભારી,
જો હોય આપણી પાસે પ્રાથમિક સુવિધાઓ,
તો છીએ આપણે ઇશ્વરના આભારી,
જો આવતી હોય નિરાંતની ઊંઘ,
તો છીએ આપણે ઇશ્વરના આભારી,
અને નથી જે લોકો પાસે પ્રાથમિક સુવિધાઓ,
તો ઈશ્વર એમની દરેક મહેચ્છા પૂર્ણ કરે,
આપજે પ્રભુ એમને સ્વમાન ભર્યું જીવન,
જેથી એમને ન ઝૂકવું પડે કોઇની સમક્ષ!
*************
ફરીયાદ ન કરી ક્યારેય કોઈ માટે,
પણ મારા માટેની ફરીયાદ સાંભળી ઘણી!!
*********
કારણ આપ્યા વિના જ એ આમ જતા રહ્યા,
કાશ! કારણ આપ્યું હોત તો ફરી મોહબ્બત થઈ શકી હોત!
***********
જીવનની બનતી દરેક ઘટમાળ હોય છે પ્રેરણાદાયી,
બસ આપણે જિંદગી માટેનો દ્રષ્ટીકોણ બદલીને લેવાની હોય છે એમાંથી પ્રેરણા!
*************
હક્ક છે આપણને રીસાવાનો‌ આપણા પોતાના લોકો સાથે,
પણ એ રીસામણા એટલા પણ ન હોવા જોઈએ કે કાયમના અબોલામા પરિવર્તિત થઈ જાય!
************
ખામોશીથી કરેલા કામોનું પરિણામ જ કંઈક અલગ હોય છે!
****************
કોઈ જો પૂછે મને પ્રશ્ન,
તો આપું જવાબ કે આ મારા વિષય બહારનો સવાલ છે,
પણ જો તું આવીને પૂછે માત્ર 'કેમ છો',
એમાં પણ તારા દરેક સવાલો થઈ જાય સમાવેશ મારા વિષયમાં!!
*************
અઢળક અરમાનો સાથે પૂરું થયું આ સાલ,
અને અનુભવો પણ ઘણા મળ્યા,
હવે શરૂ થયું આ વર્ષ બીજા નવા અરમાન અને આશા સાથે,
આવ્યું ફરીથી એક હજુ વર્ષ આપણા માટે જુદા જ અનુભવો લ‌ઈને,
અને સંકલ્પ લ‌ઈએ આપણે કે જિંદગી સામે આપીએ એક એવી લડત,
કે એને પણ અફસોસ થાય ખોટા વ્યક્તિ સાથે પંગો લેવાનો!
**************
આ વર્ષે એવી ઈચ્છા ધરીએ કે લોકો સાથે વેર-ઝેર, ઇર્ષા, નફરત મટીને થાય પ્રેમનો દિપક પ્રજ્વલિત!!
*************
નવું વર્ષ આપણા માટે ઘણું બધું લઈને આવશે,
જેમ કે કોઈને ખુશી આપવા માટે આપણી ક્ષમતા,
દરેક જણ માટે પ્રેમ અને સંપની ભાવના વિકસે આપણામાં,
કોઇને પ્રેરણા આપવાની સાર્મથ્ય!!
****************
છે નવું વર્ષ તો આપણા માટે સંઘર્ષ પણ નવો જ હોવાનો,
અને એની સામે ઝઝૂમવા માટે બનીએ આપણે ગત વર્ષ કરતાં વધુ પણ શક્તિશાળી!
*************

આજે રાત આવીને કહી ગ‌ઇ મને કાનમાં,
તું છો કવિ અને જાણે છે શબ્દોની રમત બખૂબી,
બસ એજ શબ્દો દ્રારા રજૂ કરજે તારી દરેક વાત!
****************
ટાળી શકાય લોકોના સવાલોને, પણ દિવસના અંતે તો આપણું મન પૂછતું હોય છે ઘણા સવાલો,
ભ્રમમાં રાખી શકાય લોકોના સવાલોને જવાબ આપીને,
પણ ક્યાં સુધી આપણા મનને ભ્રમિત રાખીશું?
***************
આ વર્ષ સામે આવીને પૂછે મને કે તૈયાર છે'ને નવા જોખમો ખેડવા?
અને જવાબ આપું હું કે તૈયાર છું જિંદગીના પડકારોને જીતવા માટે!
***************
મહેફિલ પોતે ચાલીને આવી પૂછે કવિના હાલ,
કવિ એનો દોસ્ત તો ખોટું કેમ બોલી શકાય?
***************
વર્ષ આ ભલે નવું શરૂ થયું,
પણ યાદો તો હજી પણ જૂની જ છે!!
**************
સોશ્યલ મીડિયાને બાજુએ મૂકીને,
ચાલોને થ‌ઈએ ફરી એક વખત આપણે વાંચન અને પુસ્તક-પ્રેમી!
***************
મંઝિલ નથી એટલી પણ કઠીન,
બસ એમાં આપણી મહેનત મોખરે હોવી જોઈએ!
************
રડવું જો આવે તો રડી લેજો,
પણ એમાં દોસ્તોની યાદનું કારણ નિમિત્ત હોવું જોઈએ!
**************
સોશ્યલ મીડિયાને બાજુએ મૂકીને,
ચાલોને ફરી એક વખત આપણે થ‌ઈએ વાંચન અને પુસ્તક-પ્રેમી!
*****************
સાંભળવો જો હોય મનનો અવાજ,
તો જોઈએ પ્રથમ શાંત મન,
અંતરનાદ માટે આપણી ચૂપકીદી પણ હોય છે જરૂરી!
*****************
તું જો આવે તો વસાવું તારી યાદોનું એક શહેર!