Hatasha in Gujarati Human Science by Komal Mehta books and stories PDF | હતાશા

Featured Books
Categories
Share

હતાશા

હતાશા...!!!

ક્યારે આપણા મન માં પણ હતશા નાં બીજ આપણે પોતેજ વાવતા હોઈએ છે.કોઈ કારણવશ આપણે હતાશ થઈ જઈએ, આપણે તો સાલું આવું વિચાર્યું હતું ને આ શું થઈ ગયું.

વ્યાખ્યા : હતાશા એટલે કે જ્યારે મન કે તમને હવે કઈજ નઈ થઈ શકે મારાથી. અને આપણે દુઃખી થઈ જઈએ.બધી આશા પર પાણી ફરી વળે છે, ત્યારે જન્મ થાય છે હતાશાનો !

આપણાં બધાં નાં જીવન માં એવો સમય આવતો જતો રહે છે. કે જ્યારે આપણાં માંથા ઉપર હતાશા નાં વાદળો છવાઈ જતા હોય છે.અને આપણને થોડો સમય લાગે છે, આ હતાશા માંથી બહાર આવવાનો!🤟

"આપણું જીવન આપણા કર્મ નાં પર આધારિત છે", કોઈને દુઃખી કરી આપણે ખુશી નથી પામી શકતા. જીવન માં જ્યારે કપરી પરિસ્થિતિ આવે ત્યારે આપણે હતાશા અનુભવીએ છીએ. હવે શું થશે, મારા જીવનમાં !! જીવન માં કઈ પણ પરિસ્થિતિ માં લડી લેવું રડી લેવું, પણ હતાશા નાં બીજ નાં બોવાના .

અગર હું મારી વાત કરું તો ઘણી વાર હું પણ હતાશ થઈ જતી હોઉ છું.મારું હતાશ થવાના કારણો પણ સાવ નકામાં હોય છે.પણ જ્યારે હું જોઉં છું, આપણા પાસે બધું છે ને પણ હતાશ થઈએ છે.અને એવા લોકો જેમનામાં જન્મજાત કોઈ ઉણપ હોય છે, આવા લોકો મે જોયા છે, એટલી મહેનત કરે છે. એમની અે મહેનત મને હિંમત ભરી દે છે. જ્યારે કોઈ ની નોકરીમાં માં કોઈ એવી પરિસ્થિતિ આવે કે આપણે છોડવું હોય અહીંયા થી અને બીજે પણ નાં જઈ શકતાં હોઈએ, ત્યારે આવી પરિસ્થિતિમાં લોકો હતાશા અનુભવે છે. આ હતાશા એમને ડિપ્રેશન માં પણ ધકેલે છે, પણ અે અનુભવી નથી શકતાં.

એક દિવસ કોઈ કારણસર હું વિચારમાં બેસી હતી. કઈક વિચારી રહી હતી. ત્યારે એક પોસ્ટમેન આવ્યો અોફિસ માં જે સાંભળી નથી શકતો અને બોલવાનું બહુ થોડું આવડે છે, અને મે જોયુ અે માણસ નાં ચહેરા પર ખુશી હતી. અે જાતે મહેનત કરે છે, એના ચહેરા પર, એની હસી માં એક હકારાત્મક વલણ હતું. પછી બીજા દિવસે મને બીજો માણસ નો અનુભવ થયો ! અે માણસ બોલવામાં બરાબર હતો પણ સાંભળી નતો શકતો. અે કઈ આપવા આવેલો મારા અોફીસ માં કોઈ ભાઈ ને કઈક ! અે વસ્તુ માં ગડબડ હતું કદાચ ? તો ઓફિસ વાળા ભાઈ એના પર ગુસ્સે થયા.મને ખરેખર નાં ગમ્યું, એવું વર્તન એમનું. અને હું બોલી અે ભાઈ સાંભળી નથી શકતા. ત્યારે મે અે ભણેલા ગણેલા માણસ નાં વિચારો કેટલા નાના છે અે મે જોયુ કે " અે ફોન કરી ને કે છે, આવા લોકો ને કામ પર શું કામ રાખો છો?, અને પાછી હું વચ્ચે બોલી કે, બધા એમ કેશે આવા લોકોને કામ નાં આપવું જોઈએ તો એમનું ગુજરાન કઈ રીતે ચાલશે. એવો વિચાર આવ્યો છે ખરો તમને ક્યારેય." આપણે આવા લોકો ને કામ નઈ આપે જે અે બખૂબી સારી રીતે કરી શકે એવું, તો એમના પાસે પણ ભીખ માગવા શિવાય કોઈ ચરો નઈ રે. પછી મે અે સામે વાળા બહેરા માણસ નાં ચહેરા પર એક હસી જોઈ, અે મને કે છે, મેડમ હમ લોગ રોજ સુન્ન તે હે!!! અબ ફરક નઈ પડતાં, અસર હિ નઈ કરતા. અે ભાઈ પાસે થી મે એક વાત સિખી કે આપણે આપણું કામ બરાબર કરવાનું બાકી કોઈ શું બોલે છે, આપણાં કામ વિશે એના પર ધ્યાન નાં આપવું. અને મને મારા ઓફિસ નાં અે ભાઈ ની માનસિકતા નાં ગમી.

હતાશા જેવું કશું નથી હોતું, આપણું મન થાકે એટલે આપણે થાક અનુભવીએ છીએ. મન ને મજબૂત રાખો એને નાં થાકવા દો, કોઈ પણ પરિસથિતિ માંથી જલદી બહાર આવી જશું.જો મન અડીગ હશે તો.!

મન માં જ્યારે કોઈ એવો ભાવ આવે ત્યારે વિચારો જે લોકો પાસે આપણા જેવું નથી, કઈક ને કઈક વધારે કમી છે, અે લોકો નાં જીવન પર થોડીક ધ્યાન આપીશું ! તો સમજશે કે આપણે કેમ કઈ નાં કરી શકીએ.