Kyarek to madishu - 16 in Gujarati Love Stories by Chaudhari sandhya books and stories PDF | ક્યારેક તો મળીશું - ભાગ ૧૬

Featured Books
Categories
Share

ક્યારેક તો મળીશું - ભાગ ૧૬

જશવંતભાઈ વસુધાબહેનને કહે છે "પ્રથમ માટે મેં એક યુવતી શોધી છે."

વસુધાબહેન :- "શું નામ છે એ યુવતીનું?"

જશવંતભાઈ:- "મૌસમ."

વસુધા ખુશ થતા બોલે છે "ઑહ મૌસમ કેટલી સુંદર છે અને આપણા સ્ટેટસ વાળી જ છે. અને એમનો બિઝનેસ તો આપણા કરતા પણ વધારે છે. મૌસમ મોદીને હું ફોન કરીને ખુશ ખબરી આપી દઉં."

જશવંતભાઈ:- "હું મૌસમ મોદીની નહીં મૌસમ પાઠકની વાત કરું છું."

વસુધાબહેન:- "કોણ મૌસમ પાઠક? પેલી મિડલ ક્લાસ છોકરી. ન તો એ સુંદર છે ન તો એ આપણા સ્ટેટસ વાળી."

જશવંતભાઈ:- "મૌસમમાં કોઈ ખામી નથી. મૌસમમાં એ બધાં ગુણ છે જે એક કૂળવધૂમાં હોવા જોઈએ."

જશવંતભાઈ મૌસમના ઘરે જાય છે અને ભારતીબહેનને મળે છે. પ્રથમ અને મૌસમના લગ્ન માટેની વાત કરે છે.

મલ્હારે મનમાં જ કહ્યું "કાજળ નજર ના લાગે એટલે કરે છે કે નજર ના હટે એટલે..."

એટલામાં જ વીજળી અને વાદળોનો ગડગડાટ થયો. વરસાદ વરસવા લાગ્યો. મલ્હારે મૌસમનો હાથ પકડ્યો અને બંન્ને લીમડાના વૃક્ષ નીચે ઉભા રહ્યા.

મલ્હાર જેકેટ કાઢીને કહે છે " જેકેટ ઓઢીને સામે નાની હોટલ છે ત્યાં જઈએ."

મૌસમ અને મલ્હાર બંન્ને જેકેટ માથા પર ઓઢી હોટલમાં પહોંચે છે.

મલ્હાર:- "કંઈક ઓર્ડર કરીએ? શું ખાવું છે?"

મૌસમ:- "કંઈ પણ...ગરમાગરમ..."

મલ્હાર બે ડીશ લોચો મંગાવે છે.

બંન્ને કોર્નર પરના ટેબલ પર બેઠા હતા.

મલ્હારને કૉલેજના દિવસો યાદ આવી ગયા. મલ્હાર મરક મરક હસી રહ્યો હતો.

મૌસમે થોડા સંકોચથી પૂછ્યું "કેમ હસે છે?"

મલ્હાર:- " કંઈ નહીં બસ એમજ."

મૌસમ:- "ના તારે મને કહેવું જ પડશે."

મલ્હાર:- "બાંકડા પર બેઠા ત્યારે કેવી શરમાતી હતી અને અત્યારે કેવી જીદ કરીને બોલે છે."

મૌસમ:- "સારું મારે કંઈ પૂછવું નથી."

મલ્હાર:- "કૉલેજના દિવસો યાદ આવી ગયા. આપણે કેટલું ઝઘડતા હતા નહિં?"

મૌસમ:- "હા આપણે બહું ઝઘડતા હતા. ખબર નહીં કેમ હું તારા સાથે ઝઘડતી હતી."

મલ્હાર:- "કેમ કે આપણાં બંન્નેનો અહમ ઘવાયો હતો. તું મને ભાવ નહોતી આપતી. કૉલેજની દરેક યુવતી મારા તરફ આકર્ષાઈ હતી. ફક્ત તું જ મારા તરફ ખેંચાઈ નહોતી. એટલે મારા ઈગોને ઠેસ પહોંચી હતી. અને તું તો પહેલેથી જ અભિમાની હતી.

મૌસમ:- "એવું નહોતું મલ્હાર...ખરેખર તો હું પણ તારા તરફ આકર્ષાઈ હતી. પણ મારી કહેવાની હિમંત જ નહોતી. અને મને લાગતું હતું કે બધા યુવકો એક જેવા જ હોય છે. પપ્પાને લીધે મારો પ્રેમ અને લગ્ન પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. એટલે મનની વાત મનમાં જ રહેવા દીધી. અને તે જ્યારે પ્રેમનો ઈઝહાર કર્યો ત્યારે પણ મને વિશ્વાસ નહોતો આવ્યો. એટલી બધી ખુશ છું કે અત્યારે પણ તારી સાથે બેઠી છું તો પણ વિશ્વાસ નથી આવતો. એમ લાગે છે કે હું કોઈ સપનું જોઈ રહી છું."

મલ્હાર:- "ઑહ તો તું મને કૉલેજમાં જ પસંદ કરતી હતી. ક્યાંક તું જેલીસી થઈ મારી સાથે તો ઝઘડા નહોતી કરતી ને?"

મૌસમ:- "હું શું કામ જેલીસ થવાની?"

મલ્હાર:- "તારા સિવાયની બધી યુવતીઓ સાથે ફરતો હતો એટલે..."

મૌસમ:- "એવું કંઈ જ નથી. મને કોઈ ફરક નહોતો પડતો."

મલ્હાર:- "Are you sure કે મને બીજી કોઈ યુવતી સાથે ફરતા જોય તો તને ઈર્ષા નહિ આવે. તને કોઈ ફરક નહિ પડે."

મૌસમ:- "ના મને કોઈ ફરક નહિ પડે."

મલ્હાર:- "ઑકે તો હું કાલે માહેરાને લઈને ફરવા જઈશ. એમ પણ માહેરા મારી આગળપાછળ ફર્યાં જ કરતી હોય છે."

મૌસમ:- "કૉલેજની વાત અલગ હતી. ત્યારે તો આપણે એકબીજાના મનની વાત નહોતી જણાવી. પણ અત્યારે તો આપણે એકબીજાના મનની વાત જણાવી દીધી છે ને! તને શું લાગે છે હું તને માહેરા સાથે ફરવા દઈશ? અને એ ચીપકુ માહેરાને તો બે થપ્પડ લગાડીશ જો એ તારી નજીક આવવાની કોશિશ કરશે તો."

મલ્હાર:- "ઑહ મારા માટે પઝેસિવ...I like it... પણ હું તો બસ તને ચીડવી રહ્યો હતો. મજાક કરી રહ્યો હતો."

મૌસમની આંખ સ્હેજ ભીની થઈ જાય છે.

મલ્હાર:- "ઑહ હેલો શું થયું?"

મૌસમ:- "પ્લીઝ મલ્હાર આવી મજાક હવે ન કરતો. હું જીંદગીમાં પહેલી વાર આટલી ખુશ થઈ છું. અને એ ખુશીનું કારણ તું છે... તું મારા જીવનમાં છે એટલે તો હું બહું ખુશ છું. અને હું તને કોઈપણ સંજોગોમાં ખોવા નથી માંગતી."

મલ્હાર:- "હું પણ તને કોઈપણ સંજોગોમાં ખોવા નથી માંગતો."

મલ્હાર અને મૌસમ નાસ્તો કરીને બહાર નીકળે છે.
મલ્હાર મૌસમને ઘરે મૂકી આવે છે.

મૌસમ ઘરે પહોંચે છે.
ભારતીબહેન ખૂબ ખુશ જણાતા હતા.

મૌસમ:- "મમ્મી શું વાત છે? આજે તો બહું ખુશ છો ને?"

ભારતીબહેન:- "ખુશીની જ તો વાત છે. તારા બોસના પિતાજી આવ્યા હતા. એમણે પોતાના દિકરા માટે તારી પસંદગી કરી છે. બેટા તને કોઈ વાંધો તો નથી ને?"

મૌસમ:- "તમે ખુશ તો હું પણ ખુશ..."

મૌસમ મનમાં જ વિચારે છે "મલ્હારે જીતેશ અંકલને મોકલ્યા હશે."

બીજા દિવસે મૌસમ ઑફિસે જવા નીકળે છે.

પંક્તિ:- "Didu હું પણ આવું છું તમારી સાથે."

મૌસમ:- "કેમ કૉલેજ નથી જવાનું આજે?"

પંક્તિ:- "didu જવાનું છે પહેલો લેક્ચર ફ્રી છે. તો અડધો કલાકમાં તો પહોંચી જઈશ. પણ મારે પ્રક્ષેશનું કામ છે."

મૌસમ:- "શું કામ છે?"

પંક્તિ:- "મારાથી ભૂલથી પ્રક્ષેશની ઈન્સલ્ટ થઈ ગઈ હતી. એટલે મારે માફી માંગવી છે."

મૌસમ:- "પ્રક્ષેશ ખૂબ સારો છોકરો છે અને તે એની ઈન્સલ્ટ કરી તે ઠીક ન કર્યુઁ."

પંક્તિ:- "એટલે જ તો સૉરી કહેવા જાઉં છું."

મૌસમ:- "સારું..."

પંક્તિ અને મૌસમ થોડી જ વારમાં ઑફિસ પહોંચી જાય છે.

મૌસમ:- "પ્રક્ષેશ એની કેબિનમાં બેઠો હશે. તું મળી લે. મારે બહું કામ છે."

પંક્તિ પ્રક્ષેશને મળવા જાય છે.

પ્રક્ષેશ:- "ઑહ તું અહીં? હજી પણ કંઈ સંભળાવવાનું બાકી રહી ગયું હતું કે શું?"

પંક્તિ:- "સૉરી પ્રક્ષેશ...મને તારા વિશે ગેરસમજ થઈ હતી. વાંક તારો નહોતો."

પ્રક્ષેશ:- "તને કેવી રીતે ખબર પડી?"

પંક્તિ:- "મેં કૉલેજમાં વીકી અને સોહમની વાત સાંભળી. એ લોકોએ મારા કપડાં ફાડ્યા હતા.
પણ મેં તારા પર આરોપ લગાવ્યો."

પ્રક્ષેશ સોહમ અને વીકીનું નામ સાંભળીને વિચારવા લાગ્યો "સોહમ વીકી સાથે રહી રહીને બગડી ગયો છે. સોહમે આવી ચીપ હરકત કરી."

પંક્તિ:- "પ્રક્ષેશ ક્યાં ખોવાઈ ગયો? તે મને માફ કર્યું ને?"

પ્રક્ષેશ:- "હા માફ કર્યું. હવે ચાલ મારી સાથે."

પ્રક્ષેશ પંક્તિનો હાથ પકડી લઈ જાય છે.

પંક્તિ અને પ્રક્ષેશ બાઈક પર બેસી જાય છે.

પંક્તિ:- "પ્રક્ષેશ આપણે ક્યાં જઈએ છીએ?"

પ્રક્ષેશ કંઈ ન બોલ્યો. એક ઘરે બાઈક ઉભી રાખી.

પંક્તિ:- "આ કોનું ઘર છે? અને મને અહીં શું કામ લાવ્યો છે?"

પ્રક્ષેશે બાઈક પરથી ઉતર્યો અને ઘરમાં ગયો.
પંક્તિ પણ પાછળ પાછળ ગઈ.

વીકી અને સોહમ બેઠાં બેઠાં ટીવી જોતા હતા.
પ્રક્ષેશે વીકીના શર્ટનો કૉલર પકડ્યો. અચાનક પ્રક્ષેશ આવી રીતના આવ્યો એટલે વીકી અને સોહમ હેબતાઈ ગયા. પ્રક્ષેશે વીકીને એક થપ્પડ મારી.

પ્રક્ષેશ:- "તારી હિંમત જ કેમ થઈ પંક્તિ સાથે આવી ચીપ હરકત કરવાની? અને તારી સાથે સાથે તું સોહમને પણ બગાડે છે?"

પ્રક્ષેશે સોહમને પણ એક થપ્પડ મારી.

પ્રક્ષેશ:- "મલ્હારભાઈને ખબર પડશે તો? આવી ચીપ હરકત કરતાં એમની આબરૂનો જરાય ખ્યાલ ન આવ્યો તને?"

પંક્તિ તરફ જોતા પ્રક્ષેશ વીકી અને સોહમને કહે છે
"તમે બંન્ને પંક્તિ ને સૉરી બોલો."

વીકી અને સોહમ બંન્ને પંક્તિ ને 'સૉરી' કહે છે. એટલામાં જ રાઘવ ગિફ્ટ અને થોડા ફૂલો લઈને આવે છે.

રાઘવ:- "hi પ્રક્ષેશ..."

"રાઘવ બને ત્યાં સુધી તું અને સોહમ સુધરી જાવ...ઑકે?" એમ કહી પંક્તિને લઈને બાઈક પર જતો રહ્યો.

રાઘવ:- "શું થયું અહીં?"

વીકીએ બધું સવિસ્તર જણાવ્યું.

રાઘવ:- "તમે ચિંતા ના કરો હું આ પંક્તિ અને મૌસમનું કંઈક કરીશ. પણ અત્યારે તો કૉલેજ જઈએ. માહીને થોડી જેલીસ કરવી છે."

રાઘવ રિચાને ફોન કરીને કંઈક સમજાવે છે અને કૉલેજ આવવા કહે છે.

પંક્તિ:- "મને કૉલેજ પર ઉતારી દેજે."

થોડી જ વારમાં પ્રક્ષેશ પંક્તિને કૉલેજ પર ઉતારી દે છે.

પંક્તિ પ્રક્ષેશને Bye કહીને જતી હોય છે કે પ્રક્ષેશ એને રોકતા કહે છે "પંક્તિ એક મિનીટ."
પંક્તિ પ્રક્ષેશ પાસે જાય છે.

પંક્તિ:- "શું થયું?"

પ્રક્ષેશ shake hand કરતા કહે છે "ફ્રેન્ડસ?"

પંક્તિ પણ હાથ મિલાવતા કહે છે "ok ફ્રેન્ડસ..."

પ્રક્ષેશ ઑફિસ તરફ બાઈક હંકારી મૂકે છે અને પંક્તિ પોતાના ક્લાસ તરફ જાય છે.

રાઘવ,સોહમ અને વીકી પણ કૉલેજ પહોંચે છે.

રાઘવ:- "Hi માહી..."

માહી:- "Hi રાઘવ..."

રાઘવ:- "માહી મારું એક કામ કરીશ?"

માહી:- "શું કામ છે?"

રાઘવ:- "આ ગિફ્ટ રિચાને આપી દઈશ?"

માહી:- "સારું...પણ રાઘવ એ તો તું પણ આપી શકે છે ને?"

રાઘવ:- "આવી રીતના હું ડાયરેક્ટ કેવી રીતે જાઉં? પ્લીઝ આ આપી આવ."

માહી:- "સારું હું આપવા જાઉં છું."

રાઘવ:- "એક મિનીટ માહી. આ કાર્ડ પણ આપવાનો છે."

માહીએ કાર્ડ લીધો અને રિચાને ગિફ્ટસ અને કાર્ડ આપ્યા.

સાંજે પણ રાઘવ રેડ રોઝનો બુકે લઈ માહી પાસે આવ્યો.

રાઘવ:- "આ રોઝનો બુકે..."

રાઘવની વાત વચ્ચેથી કાપતા માહીએ કહ્યું
"બુકે રિચાને આપવાનો છે ને..! આપી દઈશ."

માહીએ બુકે લઈ લીધો.

રાઘવ:- "આ બુકે રિચા માટે નથી સ્ટુપિડ...તારા માટે છે... હું તારા માટે લાવ્યો છું. Because I love you..."

માહી:- "ઑ પ્લીઝ રાઘવ મજાક ન કર."

રાઘવ:- "મજાક નથી કરતો I really love you... હું તને ખરેખર ચાહું છું."

માહી:- "હું પણ તને ચાહું છું."

ક્લાસમાં કોઈ નહોતું હોવાથી રાઘવ માહીને આલિંગન આપે છે.

માહી:- "તો પેલા ગિફ્ટસ અને કાર્ડ..."

રાઘવ:- "ઑહ એ તો રિચાને આજે જ કોઈ યુવક પ્રપોઝ કરવાનો હતો તો તે યુવકે મારા દ્રારા એ ગિફ્ટ અને કાર્ડ મોકલાવ્યા હતા."

માહી રાઘવથી અળગી થતા કહે છે "ચાલ હવે મારે ઘરે જવું પડશે...bye..."

રાઘવ:- "ઑકે bye..."

રાઘવ અને સોહમ ઘરે પહોંચે છે.

રાજન બેઠક રૂમમાં જ બેઠો હોય છે.

રાજન:- "ઉભો રહે સોહમ..."

રાજન સોહમની નજીક આવે છે અને સોહમને પૂછે છે "તારા હોઠ પર શું થયું? અને તારા ગાલ પર આંગળાના નિશાન...કોણે તારા પર હાથ ઉઠાવ્યો?"

"ભાઈ કંઈ નહીં થયું. મારી જ ભૂલ હતી."
આટલું કહી સોહમ પોતાના રૂમમાં જતો રહ્યો.

રાઘવ:- "રાજનભાઈ આ બધું જે અમારી સાથે થઈ રહ્યું છે તે મૌસમ અને એની બહેનોને લીધે થઈ રહ્યું છે."

સાક્ષી તૈયાર થઈને બેઠક રૂમમાં આવે છે.

રાજન:- "સાક્ષી આટલી રાતના ક્યાં જાય છે?"

સાક્ષી:- "chill bro... હું પ્રક્ષેશ સાથે ડાન્સ પાર્ટીમાં જાઉં છું."

રાજન:- "bro bro શું લગાવી રાખ્યું છે? હું તારો મોટો ભાઈ છું."

સાક્ષી હાથ જોડતા કહે છે "ભ્રાતાશ્રી જો આપશ્રીની આજ્ઞા હોય તો હું નૃત્યકાર્યક્રમમાં જઈ શકું."

એટલામાં જ પ્રક્ષેશ આવે છે અને સાક્ષી પ્રક્ષેશ સાથે નીકળી જાય છે.

માહી,પંક્તિ,મૌસમ અને રાહી બેઠક રૂમમાં હોય છે.
માહી આજે ખૂબ ખુશ હોય છે. કારણ કે રાઘવે આજે પોતાના પ્રેમનો ઈઝહાર કર્યો હતો. માહીને પોતાના સપનાનો રાજકુમાર મળી ગયો હતો. માહીને Song સાંભળવાનું મન થયું. માહીએ મોબાઈલમાં પોતાની પસંદગીનું Song વગાડ્યું.

ओ मेरे सपनों के सौदागर
मुझे ऐसी जगह ले जा
मैं चाहती हूं मेरे हमसफ़र
मुझे परियों की दुनिया दिखा
प्यार ही प्यार हो जिस जगह
मुझे ऐसा जहाँ दिखा
ओ मेरे सपनो के सौदागर
मुझे ऐसी जगह ले जाओ

चंदा के रथ पे वो आएगा एक दिन
मुझे साथ लेके वो जायेगा एक दिन
मेरी मांग भर देगा तारों से वह
बनाएगा दुल्हन मुझे

મૌસમ અત્યારે મલ્હાર સાથે ગાળેલી મુલાકાત યાદ કરવા લાગી અને મૌસમ પણ માહી પાસે જઈ આ Song સાંભળવા લાગી. પંક્તિના મનમાં પણ પ્રક્ષેશને લઈને કંઈક આવી જ લાગણી હતી. તે પણ આ song સાંભળવા માહી પાસે ગઈ.

ત્રણેય બહેનોની મનઃસ્થિતિ અત્યારે આ song સાથે પરફેક્ટ મેચ થઈ રહી હતી.

રાહી:- "ઑહો આજે તમને બધાને શું થઈ ગયું છે. તમારે ત્રણેયને ગીત સાંભળવું હોય તો બહાર જાઓ અને મને શાંતિથી વાંચવા દો."

પંક્તિ:- "ઑહ રાહી તું પણ શું વાંચવામાં પડી છે. અત્યારે તો પ્રેમની મૌસમ ચાલી રહી છે.

માહી:- "અને આ પ્રેમની મૌસમ...પ્રેમની દુનિયા જ અલગ હોય છે."

મૌસમ:- "પ્રેમની અનુભૂતિ જ એવી હોય છે કે આપણને એવો અહેસાસ થાય છે કે જાણે કે બધું જ મળી ગયું."

રાહી:- "લાગે છે કે તમને ત્રણેયને તમારા સપનાનો રાજકુમાર મળી ગયો છે."

પંક્તિ:- "મળી ગયો છે એવું તો ન કહેવાય પણ મને વિશ્વાસ છે કે જરૂર મળશે."

રાહી:- "તારા સપનાનો રાજકુમાર કેવો હશે?"

પંક્તિ:- "હેન્ડસમ,રિચ, ડેશિંગ,cool and hot...મારી બધી ખ્વાહીશ પૂરી કરવાવાળો. યુવતીઓ એ રાજકુમારની પાછળ હોય અને એ રાજકુમાર મારી પાછળ. અને માહી તને કેવો જોઈએ?"

માહી:- "મારા સુખ દુઃખમાં સાથ આપે તેવો."

ત્રણેયે મૌસમ તરફ નજર કરી.

મૌસમ:- "પ્રેમાળ અને સમજદાર...હજારોની ભીડમાં હોય પણ મારી જ સાથે હોય એવો."

માહી:- "હવે રાહીનો વારો. તું બોલ તને કેવો રાજકુમાર જોઈએ છે?"

રાહી:- "અરે મે તો આ વિશે કંઈ વિચાર્યું જ નથી."

પંક્તિ:- "હંમેશા પુસ્તકોમાં જ ડૂબેલી હોય છે. પછી ક્યાંથી આવું બધું વિચારે."

મૌસમ:- "તમે બંન્ને રાહીને વાંચવા દો. હજી એની ઉંમર નથી આ બધું વિચારવાની."

રાહી ઊંઘવા પડી. રાહીને પણ મનમાં લાગ્યું કે કેવો હશે પોતાના સપનાનો રાજકુમાર... ક્યાં હશે એ અત્યારે...?શું કરતો હશે...? અમે પણ ક્યારેક તો મળીશું...!

ક્રમશઃ