આપણે આગળ જોયું કે... સચી ને લઈને કાર આગળ વધી રહી છે .વિહાન એની કારનો નંબર નોટ કરી રાખ્યો હોયછે અને સચી કારમાં ચિલ્લાઈ રહી હતી્્પણ એનું કંઈ ચાલ્યું નહીં અને કાર મનાલીથી કોઈક અજાણ્યા રસ્તેથી બાર જઈ રહી હતી. સચીની કાર સાથે બીજી ચાર પાંચ કાર પણ આગળ પાછળ હતી્ સચી વચ્ચેની કારમાં હતી આગળ આગળ પહોંચ્યા રોડ પર તો જોવે છે કે ખૂબ જ પેટ્રોલિંગ હોય છે.
બધા ? બધા વાહન ચેક કરતા હોય છે એટલે પછી લોકોની કાર દૂરથી જ પાછળ રહી ગઈ અને એ લોકો જંગલના રસ્તે થી આગળ વધી રહ્યા હોય છે. પણ એ લોકોને ખબર હોય છે કે આપણે ગમે ત્યારે પકડાઈ જઈશું એટલે એ લોકો વહેલી તકે એરપોર્ટ ઉપર પહોંચવા માગતા હોય છે . હરિયાણાના એરપોર્ટ ઉપર પહોંચવાનું નક્કી કરે છે. પણ હવે લોકો મૂંઝાયા પણ હોય છે ..એટલે સચી ને કેવી રીતે લઈ જવી એનો વિચાર કરતા હોય છે. એમનો મેઈન બોસ હોય છે એ બીજા દ્વારા સૂચના આપ્યા કરતો હોય છે અને એણે એવું કહ્યું કે તમે લોકો ગાડી મુકીને પર્વત પર ટ્રેકીંગ કરીને સચીને તમે સેફલી લઇ આવો અને અહીંયા હું બધું સંભાળી લઈશ .હરિયાણા સુધી પહોંચવાનું હતું અને પોલીસને missguided કરવાની હતી. આ બાજુ મેઈન બોસ બધી વ્યવસ્થા કરી રાખે છે .જ્યાં લોકો પર્વત ઉતરે ત્યાં થી તરત ગાડી તૈયાર રાખી હોય છે અને અને એ પોતાનો પ્લાન બદલી નાખે છે... અને કોઈ ટેક્સીમાં સચીને લઈને દિલ્હી પહોંચવાનું હોય છે .અને દિલ્હી થી મુંબઈ દરિયા માટે લન્ડન પહોંચવાનું હોય છે .અને એ લોકો કંઈક અંશે સફળ પણ થાય છે ..કેમકે એ લોકો પાસે બધી જ વ્યવસ્થા હોય છે .જ્યારે જ્યારે એ લોકો અટવાયા ત્યાં એમના માણસો મદદ કરવા આવી જાય .દરેક વખતે નવા નવા માણસો અને આગળ જતા પણ નવા માણસો સચીને લઈને
હરિયાણા આજ રીતે પહોંચી જાય છે. હરિયાણાના એરપોર્ટ ઉપર અંદર જવાય એવુંહતું નહીં એટલે એ લોકો ગાડી વાટેદિલ્હી પહોંચ્યાં અને ત્યાંથી એ લોકો મુંબઈ પહોંચવાનું પ્લાન કરી રહ્યા હોય છે .એમના એક એક મિનિટનું પ્લાનિંગ એવું હોય છે કે દિલ્હીમાં વધુ રહેવું નથી અને જલ્દી મુંબઈ પહોંચી જવું છે .આ બાજુ સચી સાવ હેલ્પલેસ હોય છે .હવે એને આશા પણ નથી કે પાછળ કેવી રીતે કોણ આવશે?? અને એ ફરી આ બધાને મળશે કે કેમ ?અને પોતાના મમ્મી-પપ્પાને યાદ કરીને રડી રહી હતી.. તે લોકોને શું થશે જ્યારે એમને ખબર પડશે !!!!હું શું કરું તો અહીંથી નીકળું ?એમ વિચારી વિચારીને થાકીને સૂઈ જાય છે.________________________ તો આ બાજુ લવ ;પંડ્યા સર અને શેખર ને એ કોઈ જ ખબર પડતી નથી કે અંદર શું થઇ રહ્યું છે .અને હા સિક્યુરિટી ગાર્ડની વેશમાં આપણને આ લોકો કેમ બચાવે છે ..અને બહાર કેમ મોકલે છે ?આ બધું શું થઇ રહ્યું છે?? હવે સવાર પડી ગઈ હોય છે .સવાર પડતાં તો જાણે એવું જ લાગે કે અહીંયા કંઈ જ નથી ...અને દિવસ ચઢતો પણ જાય છે .આ બાજુ જે માણસો તથા સિક્યુરિટીને દિલ્હી પોલીસના હોય છે .અને એ લોકો બધાને બધી વાત કરી લે છે. દિલ્લી પોલીસ ને જે બાતમી મળી એના આધારે એ લોકો ખૂબ પેહલે થી પ્લાનિંગ કરતા હતા. દિલ્લી નો બાહોશ ઓફિસર આ કેસ ને હેન્ડલ કરી રહયો હતો.
કમશઃ