Kalyugna ochhaya - 40 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | કળયુગના ઓછાયા - ૪૦

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

કળયુગના ઓછાયા - ૪૦

બધાના મગજ ચકરાવે ચઢી જાય છે બધી જ બાજુ આત્મા દેખાય છે એક સરખી.... શ્યામ પણ હવે આગળ શું કરવું વિચારી રહ્યો છે.

જ્યારે એ આત્મા તો વધારે શક્તિશાળી બનતી હોય એમ તે અટહાસ્ય કરી વાતાવરણ ને વધારે ભયાનક બનાવી રહી છે....

શ્યામ અત્યારે એક જભ્ભો અને લેગો પહેરીને આવેલો છે...તે ઝબ્ભાના ખિસ્સામાંથી એક નાનકડો અરીસો કાઢે છે....અને સાથે એક ચમકતો પથ્થર..... અનેરીને તે ઈશારો કરીને એ પવિત્ર જળ છાંટવાનું કહે છે....તે પાણી છાંટવા જાય છે....એ પહેલાં જ એ આત્મા આવીને પાછળથી અનેરીને પકડે છે....

શ્યામ અનેરીનો હાથ પકડીને મંત્રો બોલવાનુ શરૂ કરે છે.અને એના હાથમાં રહેલો અરીસો જે ચમત્કારી હોય છે.જે નાનકડો હોવા છતાં એમાં આત્મા જ્યાં પણ અથવા જે વ્યક્તિમાં હોય તે એમાં તેની આંખો એકદમ સફેદ અને એકદમ ચમકતો બીહામણો ચહેરો દેખાય છે.....અને તે અરીસો ભલે નાનો હોવા છતાં બધુ બિલોરી કાચની જેમ મોટું દેખાય...

આટલા બધા સમાન ચહેરા વચ્ચે સાચી આત્માને ઓળખવા તે એ એ અરીસાને ચારે દિશામાં ફેરવે છે અને સાથે જ તેની પાસે એ ચમકતો પથ્થર પણ ફેરવે છે જેનો પ્રકાશ એટલો વધારે હોય છે કે આત્મા એ સહન ન કરી શકે !!!

આ પ્રકાશ અને અરીસાના ફેરવવાથી એક પણ જગ્યાએ કોઈ  જ અસર થતી નથી. શ્યામ વિચારે છે આની અસર તો મે પણ જોરદાર જોઈ છે.... ત્યાં જ એનુ ધ્યાન અક્ષત પર જાય  છે  કે તે ઈશારામાં કહી રહ્યો છે કે તેની પાછળ કંઇક છે ત્યારે એને એકદમ મગજમાં ચમકારો થાય છે કે અનેરીને પકડનાર એ જ સાચી આત્મા છે....

એ વખતે જ તે સમયસુચકતા વાપરીને ઝડપથી એક ઝાટકા સાથે અરીસો અને પથ્થર એના ચહેરા પર કરે છે.... એમાં એ આત્મા સ્પષ્ટ દેખાય છે પણ એ આ પ્રકાશ સહન ન કરી શકતા તેની પકડ ઢીલી પડી જાય કે અને તે અનેરીને છોડી દે છે એ સાથે જ અનેરી તેના હાથમાં રહેલુ જળ એ આત્મા પર છાંટી દે છે અને એ સાથે એક પ્રકાશપુંજ બહાર નીકળી જાય છે.....અને ફરી સ્વરા તેના સામાન્ય સ્વરૂપમાં આવી જાય છે....અને જમીન પર ઢળી પડે છે...અને એ બધા જ એકસરખા ચહેરાઓ ગાયબ થઈ જાય છે.

ફરી રૂમમાં એક નીરવ શાંતિ છવાઈ જાય છે. અનેરી બહાદુર હોવા છતાં અત્યારે થોડી ગભરાઈ ગઈ હતી... શ્યામ તેને પકડીને તેની પાસે બેસાડે છે અને કોઈને કંઈ નહી થાય...તેને મજબૂત બનવા માટે કહે છે....

શ્યામ : અક્ષત આ જ સમય છે કે હમણાં કમ સે કમ વીસ મિનિટ સુધી એ આત્મા સક્રિય નહી થાય. આ સમયનો આપણે ઉપયોગ કરીને ફટાફટ બધુ તૈયારી  કરી દઈએ.......અને અક્ષત ,શ્યામ, અને અનેરી બધી તૈયારી કરવા લાગે છે.

                    ******************

આસ્થા બાજુમાં રૂહીને જોવા માટે જાય છે.....રૂહી અત્યારે જાગતી હતી. મીનાબેન તેને પાણી આપી રહ્યા છે.

આસ્થા : રૂહી તને કેવું છે ??

રૂહી : સારૂ છે.પણ હજુ દુખાવો થાય છે. ત્યાં શું થયું ?? કંઈ વિધિ શરૂ થઈ કે નહીં??

આસ્થા : અરે બહુ થઈ ગયું...પણ હવે વિધિ શરૂ કરે છે...પણ એમાં સફળ થવું અઘરું છે...

રૂહી : હુ ત્યાં આવું છું...

આસ્થા : પણ તને સારૂં છે?? નહિતર હું જાઉં છું.તુ અહીં રહે.અને પેલુ સ્પ્રેયર સ્વરા લાવી હતી એ અહીં છે ??

રૂહી : ના હું આવું છું.

સ્વરાની રૂમમેટ : રૂહી અહીં છે એના કબાટમાં. એમ કહીને એને એ આપે છે.

બધું લઈને રૂહી અને આસ્થા એના રૂમમાં પાછા જાય છે. આખું વિધિ માટેનુ તૈયાર કરેલું છે... એકબાજુ શ્યામ મોટું પુસ્તક લઈને બેઠો છે...અને સામે અનેરી બેઠેલી છે... બીજું એની પાસે જે પુસ્તક હતુ તે લઈને...વચ્ચે સ્વરા સુતેલી છે...

એકદમ જ આસ્થાનું ધ્યાન અનેરીના વાળ પાસે જાય છે...તે રૂહીને ઈશારાથી બતાવે છે...

રૂહી : અનેરીના કપાળમાં સિંદુર ??

આસ્થા : ધીમે બોલ...પણ બાજુમાં જ હોવાથી બધાનુ ધ્યાન ત્યાં જાય છે.

અક્ષત : રૂહી ચુપ રહે પછી હું તને કહું છું...હવે કંઈ પણ થાય અહીંથી આપણામાંથી કોઈએ ઉભા થવાનું નથી... એમાં પણ ખાસ અનેરી અને શ્યામ તો જરા પણ નહીં. એટલે એમનું ધ્યાન જરા પણ ભટકે એવું કંઈ કરવાનું નથી.

બસ હવે વિધિ શરૂ જ થાય છે...અને શ્યામ વિધિ શરૂ કરે છે... શ્યામના સમજાવ્યા મુજબ અનેરી પણ મંત્રો બોલવાનું શરૂ કરે છે..

લગભગ અડધો કલાક થવા આવ્યો છે‌...હજુ સુધી કંઈ થયું નથી... શાંતિથી વિધિ ચાલી રહી છે... એકાએક પવન જોરદાર ફુકાવા લાગે છે...બહાર વીજળીના કડાકા સાથે જોરદાર વરસાદ વરસવા લાગે છે

લાઈટો તો હજુ સુધી ચાલુ છે એટલું સારું છે. બંને ફટાફટ વિધિ પતે એવી કોશિશ કરી રહ્યા છે. પણ આમાં ઉચ્ચારણમાં જરા પણ ભુલ થાય તો આખો અર્થ બદલાઈ જાય એટલે થોડું સાચવીને કરવું પડે એમ હતું. ત્યાં વચ્ચે ચાલતો એક દિવો પવનના કારણે બુઝાવા જાય એમ લાગી રહ્યું છે એ જોઈને રૂહી અને અક્ષત ત્યાં સાઈડમાં હાથ રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

છેલ્લે બસ વિધિ પુરી થવાની પાંચ મિનિટની જ વાર છે...અને એકાએક એક ઝબકારા સાથે લાઈટ બંધ થઈ ગઈ... અક્ષત અને રૂહી ફટાફટ મોબાઈલની લાઈટ શરૂ કરે છે...અને બંને જણા ધીમે-ધીમે વિધિ પુર્ણ કરે છે.....

આખરે છેલ્લે વિધિ પુર્ણ થતાં બધા આંખો બંધ કરીને એક મંત્ર બોલે છે.....અને પછી આંખો ખોલે છે...તો સ્વરા ત્યાંથી ગાયબ હતી...બધા આજુબાજુ જોવા લાગ્યા.... ત્યાં એમને સ્વરા આસ્થા ના બેડ પર નોર્મલ રીતે બેઠેલી દેખાઈ....પણ વચ્ચે જ્યાં સ્વરા સુતી હોય છે ત્યાં એક નાનું પતંગિયા જેવું પડેલું દેખાયું..... એમાં ચમકારો થઈ રહ્યો છે‌....

અક્ષત : આ શું થયું ?? આત્માને મુક્તિ મળી કે નહીં?? અને આ શું છે વચ્ચે ??

શ્યામ : આ વિધિ તો બરાબર છે...પણ કાંતો કંઈ ચુક થઈ છે અથવા એ આત્મા મુક્ત થવા માટે હજુ બીજું કંઈ ઈચ્છે છે...

અનેરી : તો હવે એ કેમ ખબર પડે ??

શ્યામ : આ પુસ્તકમાં બધુ જ છે..પણ આટલું જાડું પુસ્તક અત્યારે વાંચવું શક્ય નથી..‌હુ મારા જે ગુરૂ છે જેમની પાસેથી હુ આ બધુ શીખ્યો છું એમને એક વાર પુછી જોઉ....જો તેમની સાથે વાતચીત થાય તો....

શ્યામ તેમને ફોન લગાડે છે.....

                  *.      *.      *.       *.       *.

રૂહી અને આસ્થા સ્વરા પાસે જાય છે તેના ગળાના ભાગથી નખના નિશાન અત્યારે એકદમ ગાયબ છે... મતલબ એ અત્યારે આત્માથી મુક્ત છે....

સ્વરા : શું થયું ?? તમે બધા અહીં શું કરો છો ??

આસ્થા : તને કંઈ ખબર નથી ??

સ્વરા: ના હુ તો હાલ હજુ ઉઘીને ઉઠી છું...મને શું ખબર હોય...

રૂહી સમજી જાય છે કે સ્વરાને કંઈ જ ખબર નથી... એટલે કહે છે, કંઈ વાંધો નહીં ચાલ તારા રૂમમાં જઈને ફ્રેશ થઈ જા પછી બધી વાત કરીશું...અને એ સ્વરાને રૂમમાં મોકલે છે.

                *.       *.       *.       *.       *.

શ્યામે ફોન કર્યો પણ તેમના એક ખાસ વ્યક્તિ એ ઉપાડ્યો. પહેલાં તો એ નથી એમ કહી ના પાડી. પણ શ્યામનુ નામ સાંભળતા તેણે કહ્યું કે ભાઈ સાહેબજી તો ભારતયાત્રા માં નીકળેલા છે. કદાચ એ તમારા ગુજરાત પણ આવવાના છે એવું કહેતા હતા.

પણ બે ત્રણ દિવસથી વાત નથી થઈ અત્યારે એ ક્યાં છે એ ખબર નથી...તમને હું નંબર આપું...પણ કંઈ ખાસ કામ હોય તો જ ફોન કરજો.બાકી એમણે અત્યારે કોઈને પણ એમનો આ નંબર આપવાની ના પાડી છે.આ તો તમને આપું છું કારણકે કે અહીં આવી ગયેલા બધામાંથી તમે જ એક એવા વ્યક્તિ છો જેમને તે હજુ સુધી અને દિલથી યાદ કરે છે.તમે ફોન કરશો તો એ નારાજ નહીં થાય.

શ્યામ : તે જર્મન ભાષામાં આભાર કહીને ફોન મુકે છે...અને એ આપેલા નંબર પર ફોન કરે છે......પણ કોઈ ઉપાડવું નથી... એટલે થોડીવાર પછી ફરીથી ફોન કરતાં સામેથી એક એક થોડો જાડો, ધેરો, એક પુરૂષ નો અવાજ સંભળાય છે.....ભોલે ભોલે...

શું શ્યામની એના ગુરૂજી સાથે વાત થશે કરી ?? જો વાત થશે તો આનુ કંઈ નિરાકરણ એમના પાસેથી મળી શકશે ?? શું તેનાથી કંઈ ભુલ થઈ હશે કે એ આત્મા બીજું કંઈ ઈચ્છે છે હજુ પણ મુક્ત થવા માટે ??

અવનવા વળાંક અને રોમાંચ માણવા વાંચો, કળયુગના ઓછાયા - ૪૧

બહુ જલ્દીથી...... મળીએ એક નવા ભાગ સાથે.......