નમસ્તે મિત્રો કેમ ઼છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિત અને કરણ બંગલા નો ગેટ ખોલી ને અંદર જવા માંગે છે પણ ગેટ ખુલતો નથી. કરણ સામે એક ચા ની દુકાન બાજુ જોવે છે અને મોહિત ને એની પાસે જઈને બંગલા મા જવા ના બીજા રસ્તા વિશે પુછવાની વાત કરે છે. મોહિત અને કરણ એ દુકાન બાજુ જાય છે. હવે જોઈએ આગળ. . . .
મોહિત અને કરણ એ દુકાને પહોંચે છે . દુકાને એક ઉમરલાયક કાકા હોય છે.
કાકા : બોલો ભાઈ શુ જોઈએ છે, ચા, કોફી, નાસ્તો.
કરણ : કાકા કંઈનય જોઈતુ બસ ખાલી સામે પેલા બંગલા મા જવુ છે પણ ગેટ ખૂલતો નથી અંદર જવા નો કોઈ બીજો રસ્તો હોય તો કહો.
કાકા : તમારે અંદર શુ કરવા જવુ છે મારુ માનો તો ના જશો નય તો તમે પણ અંદર થી જીવતા પાછા નય આવો, આ બંગલા મા જે પણ જાય છે એ જીવતો પાછો નય આવતો.
મોહિત : કાકા તમને બે હાથ જોડી વિનંતિ કરુ છુ અંદર જવાનો બીજો રસ્તો હોય તો કહો મારી પત્ની અંદર છે હુ મારી ગભરામણ મા એને અંદર જ ભુલી ને આવતો રહ્યો જો અને કંઈ થઈ જશે તો હુ મારી જાત ને કોઈ દિવસ માફ નય કરી શકુ.
કાકા : ભાઈ ભગવાન નો આભાર માનો કે તમે સલામત રીતે મોત ના મોઢામાથી પાછા આવી ગયા, તમારી પત્ની નુ શુ થશે ખબર નય હવે.
મોહિત : કાકા જે થવાનુ હોય એ થાય પણ મહેરબાની કરી ને અંદર જવાનો બીજો રસ્તો હોય તો કહો.
કાકા : જેવી તમારી ઈચ્છા ભાઈ તમારે મરવુ જ હોય તો હુ શુ કરી શકુ. પાછળ ના ભાગ મા તમે જશો તો એક વડ નુ ઝાડ છે એની નીચે એક મોટો પથ્થર છે એ પથ્થર હટાવશો તો એક નાના બખોલા જેવુ છે એની અંદર જશો કે તરત જ એક હોલ નો દરવાજો આવશે એ દરવાજો ખોલી ને અંદર જશો તો સામે એક દાદર છે , એ દાદર સીધો બંગલા ના એક રુમ મા જાય છે બરાબર છે હવે જઈ શકો છો.
મોહિત : તમારો આભાર કાકા. કરણ ચાલ જલ્દી.
મોહિત દોડી ને બંગલા ની પાછળ ની બાજુ જાય છે કરણ પણ એની પાછળ આવે છે.
કરણ : મોહિત ઉભો રહે પેલા કાકા ના કહેવા પ્રમાણે જે અંદર જાય છે એ પાછુ નય આવતુ વિચારી લે.
મોહિત : મે વિચારી લીધુ છે કરણ હુ અંદર જઈશ પ઼છી જે થવાનુ હશે એ થશે. હા પણ તુ ના આવીશ તારા વગર તારી પત્ની શુ કરશે? હુ મારા લીધે તારો જીવ જોખમ મા નાંખવા નય માંગતો.
કરણ : દોસ્ત મુસીબત મા તારો સાથ આપ્યા વગર જતો રહુ તો દોસ્તી શુ કામ ની?
મોહિત : મને ગર્વ છે કે મને તારા જેવો સાચો મિત્ર મળ્યો. પણ તને આપણી દોસ્તી ના સોગંધ છે તુ અંદર નય આવે. હા મને અંદર તારી જરુર પડશે તો હુ તને ફોન કરીશ ત્યારે તુ આવજે ત્યા સુધી અહી ઉભો રહે અને જો સાંજ સુધી પાછો ના આવુ તો સમજી જજે કે હુ આ દુનિયા મા નથી.
કરણ : ના દોસ્ત એવુ ના બોલીસ તુ જરુર પાછો આવીશ.
મોહિત પ઼છી અંદર જાય છે, પેલા કાકા ના બતાવ્યા પ્રમાણે એ બંગલા મા પ્રવેશી જાય છે. બંગલા મા આવીને એ રજની ને શોધે છે. બેડરુમ મા જાય છે રજની ત્યા નય હોતી ઉપર ટેરેસ પર જાય છે ત્યા પણ નય હોતી, નીચે આવી રસોડા મા જાય છે ત્યા પણ નય હોતી. મોહિત ને ચિંતા થાય છે કે રજની ક્યા ગઈ હશે? પેલી આત્મા એ એને કંઈ નુકશાન તો નય પહોંચાડ્યુ હોય ને ! અચાનક એને યાદ આવે છે કે એ હોલ મા તો ગયો જ નહી એ હોલ મા જાય છે કે સામે રજની ને જમીન પર પડેલી જોવે છે. મોહિત રજની ને ઉઠાડે છે પણ રજની ઉઠતી નહી અને પ઼છી એ રજની પર થોડુ પાણી છાંટે છે રજની ધીરે ધીરે હોશ મા આવે છે. રજની મોહિત ને જોતા જ એને બાઝી પડે છે.
રજની : તમે ક્યા ગયા હતા મોહિત મને છોડી ને ?
મોહિત : રજની મને માફ કરી દે હુ ઉતાવળ મા કરણ ને લેવા જતો રહ્યો હતો પણ તારી બાજુ ધ્યાન ના આપી શક્યો.
રજની : પણ તમે બહાર ગયા કેવી રીતે ? ગેટ ની બહાર તો એક અદ્રશ્ય દિવાલ હતી ને ?
મોહિત : હા હતી પણ ખબર નય કેમ હુ ગયો ત્યારે કશુ જ મને નડ્યુ નય હુ નીકળી ગયો. પણ તુ બહાર હતી અહી કેવી રીતે આવી?
રજની : તમે ફોન પર વાત કરતા કરતા આગળ નીકળી ગયા ત્યારે મને આપણા દિકરા નો અવાજ સંભળાયો હુ અંદર આવી તો આપણો દિકરો સામે જ હતો હુ જેવી એની નજીક જવા ગઈ કે એ આપણા દિકરામાંથી પેલી આત્મા બની ગઈ.
મોહિત : રજની તને ખબર છે કે આપણો દિકરો નહી રહ્યો તો પણ તુ આવી નાદાની કેવી રીતે કરી શકે છે? તને કશુ થ઼ઈ ગયુ હોત તો હુ આખી જિંદગી પોતાની જાત ને માફ ના કરી શક્તો.
રજની : મને માફ કરી દો પણ હુ એક મા છુ ને એટલે મારી મમતા મને અંદર ખેંચી લાવી.
મોહિત : સારુ ચાલ જલ્દી નય તો પેલી આત્મા આવી જ઼શે તો આપણે બંન્ને ફસાઈ જઈશુ.
બંન્ને જણ નીકળવા જ જાય છે કે સામે થી બીજી રજની આવે છે. મોહિત એને જોઈને ચોંકી જાય છે. મોહિત ને લાગે છે કે આ પેલી આત્મા જ છે.
રજની-2 : મોહિત તમે એની સાથે શુ કરો છો તમારી રજની હુ છુ. એ પેલી આત્મા છે તમે જલ્દી મારી પાસે આવતા રહો
રજની-1: ના મોહિત હુ તમારી રજની છુ એ ખોટુ બોલે છે, મારો વિશ્વાસ કરો .
રજની-2 : હુ રજની છુ સવારે તમે ઉપર આવ્યા તો હુ હિંચકા પર બેઠી હતી ને, યાદ છે ને તમને.
રજની-1 : એ ખોટુ બોલે છે એ હુ હતી તમને યાદ છે ને કે તમે મને જોઈને કહ્યુ હતુ કે મારી પહેલા રસોડામાથી ઉપર કેવી રીતે આવી?
રજની-2 : ના એ હુ હતી તમે મને કહ્યુ હતુ કે મે તમને ઉઠાડ્યા ને ચા નાસ્તો અને જમવાનુ બધુ જ તૈયાર છે.
રજની-1 : જા ચુડૈલ ખોટુ ના બોલ રજની હુ છુ તુ એક આત્મા છે મોહિત તમે મારો વિશ્વાસ કરો.
રજની-2 : હુ નહી ચુડૈલ તુ છે મોહિત રજની એ નહી હુ છુ. આ લો ચાકુ ને મારી નાંખો એને.
રજની-1 : ના મોહિત એવુ ના કરતા હુ તમારી રજની છુ તમે એને મારી નાંખો.
રજની-2 : હુ રજની છુ એને મારી નાંખો.
એમ બંન્ને બોલતા બોલતા મોહિત ની ગોળ ગોળ ફરવા લાગે છે. મોહિત ને સમજણ નય પડતી કે કોણ સાચુ છે ને કોણ ખોટુ છે. મોહિત કંટાળી ને એક રજની ને ધક્કો મારી દે છે જે ટેબલ પાસે અથડાઈ ને બેભાન થઈ જાય છે.
રજની : મોહિત સારુ કર્યુ તમે એને ધક્કો મારી દીધો ચાલો જલ્દી અહી થી એ ઉઠે એની પહેલા જતા રહીએ.
બંન્ને જણ બંગલાની બહાર નીક઼ળી ને કરણ પાસે પહોંચે છે કરણ, મોહિત અને રજની ત્રણેય જણ કરણ ના બંગલા પર જાય છે. કરણ ની પત્ની જેનુ નામ નિશા હોય છે એ ક્યારની કરણ ની રાહ જોઈ ને બેઠી હોય છે. કરણ ને જોતા જ એ દોડી ને એની પાસે જાય છે એ એને બાઝવા જ જતી હોય છે કે પાછળ મોહિત અને રજની ને જોતા રોકાઈ જાય છે અને એ લોકો ઘરમા આવે છે.
નિશા : કરણ બોવ મોડુ થયુ હુ ક્યારની તમારી રાહ જોવ છુ
કરણ : થોડી લાંબી વાત છે હુ પછી શાંતિ થી કહુ છુ હમણા બોવ ભૂખ લાગી છે પહેલા જમી લઈએ.
નિશા : જમી તો લઈએ પણ જમવાનુ આપણા બે જણ નુ જ બનાવેલુ છે મને ક્યા ખબર હતી કે તમારા મિત્ર અને એમના પત્ની પણ આવવાના છે.
કરણ : હા બરાબર છે હુ તો તને કહેવાનુ જ ભૂલી ગયો હતો
નિશા : વાંધો નય તમે થોડીવાર બેસો હુ ફટાફટ બનાવી દઉ છુ પછી આપણે બધા જમી લઈએ.
રજની : હુ પણ તમારી મદદ કરુ જલ્દી બની જશે.
નિશા : અરે ના તમે તો અમારા મહેમાન છો અમારા થી તમારી પાસે કામ થોડુ કરાવાય?
મોહિત : ભાભી હુ તો કરણ ને મારો ભાઈ જ માનુ છુ પણ લાગે છે તમે અમને પારકા જ માનો છો?
નિશા : અરે ના એવુ કંઈ નથી.
મોહિત : તો પછી રજની ને કામ કરવાની કેમ ના પાડો છો?
નિશા : અરે પણ તમે સમજતા નથી.
રજની : સમજવાની વાત છોડો ચાલો આપણે ફટાફટ જમવાનુ બનાવી દઈએ.
મોહિત અને કરણ સાથે જે આવી શુ એ જ સાચી રજની છે કે પછી એ પેલી આત્મા જયા છે. શુ મોહિતે જેને ધક્કો માર્યો એ જયા હતી? અને જો એ જયા હશે તો આગળ શુ કરશે? કદાચ જે મોહિત ની સાથે આવી એ જયા હશે તો મોહિત, કરણ અને નિશા નુ શુ થશે? જાણો આવતા ભાગ મા આવજો. . . . . . . . .