Junu Ghar - 8 in Gujarati Horror Stories by Divyesh Labkamana books and stories PDF | જૂનું ઘર - ભાગ ૮

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

જૂનું ઘર - ભાગ ૮



આગળ ના ભાગ માં ખુબ સારો સપોર્ટ કરવ માટે ધન્યવાદ
*****************

આ ભાગ થોડો મોડો આવ્યો એ બદલ હું માફી ચાહું છુ

*****************

આગળના ભાગમાં જોયું કે અમે મુનિવર નો આશીર્વાદ લઈને તે ગુફામાંથી નીકળીએ છીએ
હવે આગળ.......

હવે અમે બધા એ ચિંતામાં હતા કે હવે શું કરવું

માનવ તો ગુફામાંથી બહાર નીકળીને જ બોલી ગયો"આપણાથી આ ન થાય"

મેં કહ્યું"તારી વાત તો સાચી છે પરંતુ આના સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન નથી
એટલે વિચારવાનું આવતુ જ નથી"

સહદેવે કહ્યું"દિવ્યેશ ની વાત સાચી છે હવે જે થશે તે રાત્રે જોયું જશે"

અમે બધા એક ડર ભરેલા અવાજ માં વાત કરી રહ્યા હતા

અમે બધા અમારા ગામ તરફ ચાલતા થયા
બસ મળી ગઈ તે સારું થયું
બસ માં પણ બધા ડરેલા હતા આથી કંડક્ટરે તો મને પૂછી લીધું કે શું થયું કોઈ તફલિક છે.

પરંતુ મે તેમને ના માં મો હલાવી ને જવાબ આપ્યો

અમે ઘરે પહોંચ્યા તો રોજ ની વાર્તા હજી દાદી નહોતા આવ્યા એટલે અમે તેમની રાહ જોઈ

બધા ખૂબ ડરેલા હતા

માનવે મને પૂછ્યું"આપણે દાદી ને તો બે ત્રણ દિવસ ની પિકનિક નું કહ્યું હતું પણ હવે શું જવાબ આપીશું"

મેં તેને થોડું વિચારી ને કહ્યું " હા....પણ આપણે કહી દઈશું કે તે પ્રોગ્રામ જ કેન્સલ થઈ ગયો દાદી ક્યાં અહીં હતાં કે એમને ખબર પડશે કે આપણે ક્યાં ગયા હતા"

પછી અમે બધા અંદર ના રૂમ માં જઈ ને બેઠા

કોઈ ના માં કઈ બોલવા ની હિંમત જ નહોતી એટલે અમે બધા પોતાની રીતે કાંઈક વિચારતા હતા

હું મોબાઈલ માં નેટ પર પેરાનોર્મલ એક્સપર્ટ ના વીડિયો જોઈ રહ્યો હતો તેમાં તેઓ એવું કહી રહ્યા હતા કે ભૂત વગેરે નેગેટિવ એનર્જી થી આપણે જેટલા ડરીએ તેટલી તેમની શક્તિ વધી જાય છે.

મેં આટલું જોયું ત્યાં દાદી નો આવાજ આવ્યો અને મને અચાનક કંઇક યાદ આવતા હું દાદી પાસે દોડી ગયો

મારી પાછળ બધા આવ્યા હું કઈ દાદી ને પૂછું એ પહેલાં તો દાદી એ એમને જોઈ ને કહ્યું કે"અરે!! તમારા લોકો ની પિકનિક નું શું થયું"

હું જેવો જવાબ આપવા ગયો તરત દાદી એ બીજો પ્રશ્ન પૂછી નાખ્યો કે તમે બધા આટલા બધા ગભરાયેલા કેમ છો.
સહદેવે કહ્યું"દાદી એમાં એવું છે ને અમારી પિકનિક વધારે ગરમી ના લીધે કેન્સલ કરવાંમાં આવી છે."

પછી મેં કહ્યું"દાદી એ બધું જવા દો અને તમે આજે બપોરે સુ કર્યું અને અત્યારે ક્યાં હતા એ તો કહો"

આ સાંભળી દાદી ઊંડા વિચાર માં પડી ગયા અને તેમણે પરસેવો આવી ગયો.

મને થયું હવે દાદી ને વધારે તફલીક નથી આપવી એમ પણ મમ્મી પપ્પા નથી એટલે એમણે કામ નો બોજ વધારે હોય છે.પછી મેં એ વાત ને ટાળવા માટે કહ્યું કે ચાલો દાદી એ બધું ભૂલી જાવ પણ હવે જમવા નું શું છે એ તો કહો.

કવિતા એ કહ્યું "હા દાદી ખૂબ ભૂખ લાગી છે."

દાદી એ કહ્યું "હવે જો નવ વાગી ગયા છે તો હું તમને થેપલા અને ચા બનાવી આપુ ચાલશે ને...."

અમે બધાએ હા પાડી દીધી

કવિતા એ કહ્યું કે"પણ દાદી જલ્દી બનાવજો ખૂબ ભૂખ લાગી છે."

દાદી એ તેનો કાન પકડી ને કહ્યું કે "તું પણ એક છોકરી છે મારી મદદ નહિ કરે"


એટલું કહી દાદી તેને કાન પકડી ને રસોડા માં લઈ ગયા

અમે બધા બધું ભૂલી ને હસવા લાગ્યા

એટલી જ વાર માં માનવ રૂમ માં થી બહાર આવ્યો અને મને મોબાઈલ આપતા કહ્યું"લે ભઈલા તરો મોબાઈલ"

ત્યારે મને યાદ આવ્યું કે હું મોબાઈલ તો રૂમ માં જ મૂકી ને આવ્યો હતો

ને મોબાઈલ લેતા કહ્યું"અરે માનવ આત્યર સુધી રૂમ માં શું કરતો હતો.

તેને મારા સવાલ ને વધારે મહત્વ ન આપતા ના માં મો હલાવી દીધું

મેં પણ આ ટેન્શન ના લીધે વધારે મગજમારી ન કરી

પછી થોડીવાર માં દાદી એ બૂમ પાડી" એ છોકરાઓ ચાલો જમી લ્યો"

એમને પણ આખા દિવસ ના થાક ને લીધે ખૂબ ભૂખ લાગી હતી આથી અમે પણ બીજું બધું ભૂલી ને જમવા માટે ગયા.
અમે બધા જમતા હતા કે દાદી એ અચાનક પૂછી લીધુ" તમે લોકો કેમ આટલા બધા ટેન્શન માં છો નહિતર તો એક બીજાની મશ્કરી જ કરતા હોય છો.

શિવ કાઈ વિચાર કર્યા વગર બોલી ગયો"આજ રાત્રિ નું ટેન્શન છે."

આ સાંભળીને દાદી પણ ગભરાઈ ગયા

પરંતુ સહદેવે કહ્યું કે "તે તો મચ્છર રાત્રે વધારે હોય છે છત પર એનું કહે છે"

મેં કહ્યું"હા દાદી તમે ચિંતા ન કરો"

દાદી મારી પાસે આવ્યા અને પછી મને ગળે લગાવી ને કહ્યુ કે " બેટા,એક દીકરા ની ચિંતા દાદી ને ન હોય તો બીજા કોને હોય તું મને તારા પપ્પા કરતા પણ વધારે વહાલો છે દીકરા "

બધા દાદી ને ગળે લગાવ્યા અને આખ માથી ઝાંળઝરીયા આવી ગયા

પછી દાદી એ મને કહ્યું કે"દિવ્યેશ, મારી સાથે આવ મને તું ઉપર થી મચ્છરદાની ઉતારી દે હું તમને બાંધી આપુ અને હા હવે સૂઈ જજો મોડે સુધી જાગતા નહિ"

અમે બધાએ હસી ને હા પાડી

પછી અમે બધા ધાબા પર ગયા અનેદડી એ પણ મચ્છરદાની લગાડી દીધી પછી અમે બધા બેઠા પણ બધા મારી સમુ જોય ને જ બેઠા


મે કહ્યુ ગભરાવ નહિ પછીએ તેમણે મુનીવરે જે માળા આપી હતી તે આપી ને કહ્યું કે"આ પોતાના કાંડા પર બાંધી લ્યો અને હું ના કહું ત્યાં સુધી આને કોઈ નહિ ઉતારે"

કવિતા એ કહ્યું કે"દિવ્યેશ દિવસે તે ઘર તેટલું ખતરનાક છે તો રાત્રે જતા તો મને ખૂબ બીક લાગે છે."

મે કહ્યુ "કવીતા તું ચિંતા ન કરીશ આપડી પાસે તે મુનિવર ની માળા છે પછી શું ચિંતા"

એટલીજ વાર માં કોઈક આવાજ આવ્યો" શું હું પણ તમારી સાથે આવી શકું"

આ સાંભળી ને થોડી પર તો હું સ્તબ્ધ બની ગયો હું એ અવાજ ઓળખી ગયો તે અમારી એક classmate
અલ્પા નો આવાજ હતો.

એણે મને કહ્યું"દિવ્યેશ મે તમારી બધી વાતો સાંભળી લીધી છે તો તમે મને પ્લીઝ સાથે આવી શકું"

તે સ્વભાવ માં એકદમ સરળ છોકરી હતી અને પરંતુ કોઈ રાજકુમારી અથવા પરી થી તેની સુંદરતા વધારે હતી આમ તો તે અમારી જ્ઞાતિ ની જ હતી પણ હું તેને પહેલે થી ઓળખતો નહોતો પણ friendship Day
ના દિવસે તેને મને મિત્રતા માટે પૂછેલું ત્યારે મે તેને હા પાડેલી અને તેની અમારા બધા સાથે સારી ટ્યુનિંગ છે
પરંતુ મારી દિદી કવિતા સાથે ખૂબસૂરતી ના લીધે નાની મોટી નોકજોખ ચાલુ હોય અને એ પણ ફેન્સી ડ્રેસ માં બંને ના પ્રથમ નંબર આવ્યો ત્યાર થી આ લડાઈ થોડી ઓછી થઈ પણ આમ તો અમે બધા મિત્ર જ પરંતુ અલ્પા ને મારી સાથે વધુ બને

કવિતાએ કહ્યું"હા હા કેમ નહિ તું અમારી સાથે જરૂર આવી શકે"

મે કહ્યુ અલ્પા તું અમારી સાથે આવી શકે પણ તું કાલે સવારે ચાર વાગ્યા સુધી માં ગયાં થઈ જઈશ"

એણે મને કહ્યું કે "એટલી વાર માં તો આપડું કામ થઈ જશે"

એટલે મેં એને હા પાડી અને તેને બધી વાત વિસ્તાર પૂર્વક કહી અને તેને એ પણ પૂછ્યું કે તું દિવસ દરમ્યાન ક્યાં જાય છે તને કાઈ ખબર નથી"

એણે ઘણું વિચાર્યું પણ પછી એણે ના માં મો હલાવી દીધું

પછી મેં શિવ ને કહ્યું "કે દાદી પાસે થી આપડી ગુરુજી કંઠી લય આવ"

તે કંઠી લઈ ને આવ્યો તે અમે છ એ બાંધી લીધી

પછી મેં મારી માળા કાંડા માથી કાઢી ને અલ્પા ને આપી દીધી

કવિતા એ મને કહ્યું" ભાઈ આની તારે વધારે જરૂર છે.

મે કહ્યુ મારી પાસે કંઠી છે ચાલશે

બધાએ મને કહ્યું સારું હવે શું કરવા નું છે

મે કહ્યુ કે બસ હવે દાદી સુવે એટલી વાર છે


*******************************


વધુ આવતા અંશે.......