ટ્રુથ બિહાઇન્ડ લવ
પ્રકરણ-25
શ્રૃતિ ધર્મેશસરને ઇન્ટરવ્યુ આપીને બહાર નીકળી. બહાર નીકળીને સંતોષનો શ્વાસ લીધો. હાશ... ઇન્ટરવ્યુ સારો જ ગયો છે. પાકુ જ સમજું અને એનાં આવવાથી નીકળવા સુધીની બધી જ પ્રક્રિયા અંદર બીજી કેબીનમાં બેઠેલાં મુંજાલ ધાવરીએ ડીટેઇલમાં જોઇ અને મનમાં કંઇક વિચારીને મલકાઇ રહ્યો.
શ્રૃતિ-સીધી જ ઓફીસે જ પ્હોંચી તો કોઇ જ નહોતું એટલે ત્યાંથી ઘરે આવી. માં-પાપા હીંચકે બેઠેલાં... અને એણે જાળી ખોલીને અંદર પ્રવેશી પોર્ટેબલ હીંચકા પર માં પાપાને જોઇ દોડીને વળગી ગઇ માં મારો ઇન્ટવ્યુ મસ્ત ગયો છે લગભગ તો કામ નક્કી જ. ઓફીસે જવું હોય જવાનું બાકી ઘરે કે ઓફીસ બેસીને પણ કરી જ શકું.
પ્રણવભાઇએ કહ્યું "અરે બેટા હવે તો સસ્પેન્સ ખોલ... જતાં તો ટોકી નહોતી.. શું કામ કરવાનું છે એ તો સમજાવ. જેના માટે તું આમ દોડીને ગઇ હતી.
શ્રૃતિએ કહ્યું "સમજાવું છું પાપા બધુ જ કહુ છું. પાપા મેં છાપામાં એક એડ વાંચી હતી. એની ડીટેઇલ્સ વાંચીને મને થયુ આ સરસ કંપની લાગે છે અને એમાં બધુ કામ બુકીંગ ઓનલાઇન જ કરવાનું હતું. આ મરીનલાઇન્સ પર મલ્ટીસ્ટોરીડ બીલ્ડીંગનાં 18માં માળે ઓફીસ છે નવરત્ન ઇન્ટરનેશનલ્સ પ્રા.લી. નામ છે.
પાપા એલોકોની ઘણી કન્ટ્રીસમાં રેસ્ટોરાં ચેઇન છે. અને ખાસ ટુર-ટ્રાવેલ્સનું કામ છે અને મની એક્ષ્ચેન્જનું કામ છે દેશમાં દરેક મોટી સીટીમાં ઓફીસીસ છે. ઘણું મોટું કામ છે. આપણ ઘરે કે ઓફીસ બેસીને બુકીંગ લાવીને આપવાનાં આપણને કમીશન મળે. જ્યારે મીટીંગ હોય ત્યારે જવાનું. પહેલાં પંદર દિવસની ટ્રેઇનીંગ છે પછી ટેસ્ટ લેવાશે અને પછી કન્ફર્મ કરશે. અત્યારે મને આટલી ખબર છે. એમ તો મને રશ્મીકા કરીને રીશેપનીસ્ટ છે એણે બધી જ માહિતી આપી છે સ્ટાફ જાણે હું સીલેકટ થઇ ગઇ હોઊં... અને એમ બોલી હસવા લાગી.
પ્રણવભાઇએ કહ્યું "ઓકે તારાં બોસ કોણ છે એમનું શું નામ છે ? ઇન્ટવ્યુમાં શું પૂછ્યું ? તે શું જવાબ આપ્યા ?
શ્રૃતિએ કહ્યું "કહું છું બધુ પાપા હવે અહીં મારો બીજો ઇન્ટરવ્યુ.... કહીને હસી પછી અચાનક યાદ આવ્યું હોય એમ બોલી અરે પણ દી... ક્યાં છે ? દેખાતી નથી... હું ઓફીસ થઇને આવી ત્યાં કોઇ નહોતું.
પ્રણવભાઇએ કહ્યું "એ અહીં અને ઓફીસ નથી તો ક્યાં હોય ? ચબરાક શ્રૃતિએ કહ્યું "ઓહો જીજુ આવ્યા લાગે છે તો જ દી... ઘર ઓફીસમાં ના દેખાય. ઓકે.. કેટલી લૂચ્ચી છે દીદી કોઇને કહેતી પણ નથી. મને તો એમાં કંઇ ખબર જ ના હોય.
પાપાએ કહ્યું "અરે બેટા એને જ ખબર નહોતી કે સ્તવન આવવાનો છે. એ તને ક્યાંથી કહે ? અને તું તો મળવા ગઇ હતી..
માં એ કહ્યું "સ્તવન પહેલાં ઘર આવેલો પણ તું એકલી જ હતી પાપા-સ્તુતિ-ઓફીસે મેં એડ્રેસ સમજાવ્યું અને ઓફીસ ગયો એણે ઓફીસ ક્યાં જોઇ હતી ?
પાપા કહે હું બહારથી ઓફીસે પહોંચ્યો એ લોકોને બેઠેલા વાતો કરતાં જોઇ પાછો વળી ઘરે આવી ગયો અને કહ્યું તમે ઓફીસ બંધ કરીને આવજો અને સ્તવન રાત્રે ઘરે આવે એમ કહેજો. હવે બધી વાત મળી ગઇને ? શાંતિ ?
શ્રૃતિએ હસ્તા હસ્તાં કહ્યું "હાંશ શું કહું મને બધું જાણ્યા વિના ચેન જ ના પડે. આમ પણ મને પંચાત બહુ ગમે એમ કહીને હસવા માંડી. પછી કહ્યુ હવે આગળ મારું પુરાણ પુરુ સાંભળી લો એટલે તમને અને મને બંન્ને ને શાંતિ.
શ્રૃતિ હવે અવિરત બોલતી રહી. પાપા આ કંપનીનાં ચેરમેન ધર્મેશસર છે એમની સરનેમ ભૂલી ગઇ છું મારો ઇન્ટરવ્યુ એમણે જ લીધો. આલીશાન ઓફીસ છે એમનાં મેનેજીંગ ડાયરેક્ટર કોઇ મુંજાલ ધાવરી છે જેને હું મળી નથી બીજા પણ બધાં છે બધાંના નામ યાદ નથી મારે કામ કરવાનું આવશે મુંજાલ સરનાં હાથ નીચે મારી ટ્રેઇનીંગ 15 દિવસની થશે પછી સીલેકશન એ સમયે અને બધી ખબર પડી જશે. બુકીંગ માટેની લીડ એ લોકો આપશે અને બુકીંગ થશે તો મને 20% નું કમીશન મળશે કમીશન માહિતીની દસ દસમી તારીખે મારાં એકાઉન્ટમાં જમા થશે. ત્યાં રીશેપ્નીસ્ટ રશ્મીકા મેમ છે સારાં લાગે છે સ્વભાવમાં... બસ આટલી જાણકારી મળે છે મેં તમને આપી. હવે આગળ કંપનીમાંથી બુલાવો આવે પછી ખબર પડે.. કેવું લાગે છે પાપા તમને ?
પ્રણવભાઇ સાંભળીને થોડીવાર શાંત રહ્યાં જાણે શ્રૃતિએ કહેલી બધી વાત ચાવીને મનન કરી રહ્યાં હતાં. કેટલીયે વાર વિચાર કર્યા પછી માત્ર એટલું બોલ્યા "આગળ જોઇએ શું થાય છે ટ્રેઇનીંગ વિગેરેમાં શું કરાવે છે ? પછીવાત પણ... દીકરા આપણી ઓફીસમાં જ એટલું કામ રહેશે તારે કોઇનાં માટે કામ કરવાની શી જરૂર છે ? આપણો આગવો પ્રોફેશન ડેલપ થઇ રહ્યો છે બીજી ખાસ વાત કે મારે જે કંપનીમાં વાત ચાલતી હતી એ લોકોનું જોબવર્ક પણ નક્કી થઇ ગયું છે. હવે તો કામ જ કામ રહેશે.
શ્રૃતિએ કહ્યું "પાપા પણ તમે અને દીદી કરશોને કામ આપણે ત્રણે એ કામ કરીશું તો આપણને શું મળશે ? મારે ક્યાં એ લોકોની ઓફીસે જવાનું છે ? હું પણ આપણી ઓફીસ બેસીને જ કામ કરીશને ? આમ ત્રણેનાં હાથમાં અલગ અલગ કામ હશે તો આવક વધારે થશે.
પ્રણવભાઇ અને અનસુયાબહેન બંન્ને જણાએ એક સાથે કહ્યું "ઠીક છે એવું કરશું. પણ હજી આગળ જોઇએ કેવી રીતે થાય છે બધું.
શ્રૃતિએ કહ્યું "છોડો પડશે એવા દેવાશે. માં ચાલને પીરસ ખૂબ ભૂખ લાગી છે દીદીનું હવે ઠેકાણું નહીં. એ હવે જમી કરી તે રાત્રે જ આવશે.
અનસુયાબહેનએ કહ્યું "જા હાથ પણ ધઓ ફ્રેશ થઇ જા અને આપણે ત્રણે સાથે જ બેસી જઇએ ફીઝમાં આઇસ્ક્રીમ છે ને ? નહીંતર શ્રૃતિનાં પપ્પા તમે લઇ આવો. સંકલ્પને આઇસ્ક્રીમ જોઇશે.
શ્રૃતિએ કહ્યું "વાહ જમાઇ રાજાનો જમાઇ બન્યા પ્હેલાં જ વટ છે ને કાંઇ... માં હું નાહીને જ આવુ એમ કહી રૂમમાં ગઇ.
જમી પરવારીને મહેતા કુટુબ ટીવી જોવા બેઠું જાત જાતનાં ન્યૂઝ આવી રહેલાં. પ્રણવભાઇ રસથી જોઇ રહેલાં. શ્રૃતિને રસ નહોતો એ મોબાઇલમાં બીઝી હતી. માં વટાણાં ફોલવા બેઠેલાં અને ડોરબેલ વાગ્યો.
શ્રૃતિ એકદમ જ ઉઠી અને દી.. જીજા આવ્યા છે ચોક્કસ અને દરવાજે સ્તુતિ અને સ્તવન જ હતાં. શ્રૃતિએ સ્તવનને જોઇને કહ્યુ "હાય જીજુ... કેમ છે બેંગ્લોર વાસી ? ફાવી ગયું જીજુ ? સ્તવને હસતાં હસતાં કહ્યું એકદમ ફાવી ગયું છે મુંબઇની યાદ પણ નથી આવતી... વાતો કરતાં કરતાં સોફા પર જમાવી.
સ્તુતિ કીચનમાં ગઇ એમની પાછળ અનસુયાબહેન ગયાં. સ્તુતિ કંઇક જુદી જ લાગી રહી હતી એમણે થોડાં આશ્ચર્ય સાથે કહ્યું શું વાત છે દીકરા એકદમ આનંદમાં તું જણાય છે. સ્તુતિએ હા પાડતાં કહ્યું "અરે માં આનંદમાં જ હોઊંને સ્તવન આવ્યા છે વળી આજે પાપાએ જો કેટલી મોંઘી અને સરસ ગીફ્ટ આપી છે. એમ કહીને મલમલનાં બોક્ષમાંથી ડાયમંડનાં બ્રેસલેટવાળી ઘડીયાળ બતાવી.
ઓમાં આટલી મોંઘી ઘડીયાળ આપી ? આપણે તો સ્તવને કંઇ હજી આપ્યું જ નથી.. માં બોલી ઉઠી.. સ્તુતિ કહે મે લેવાની ના જ પાડી તો કહે હવે તું આ ઘરની જ છે. કેમ અચકાય ? એ મારાં અને સ્તવન બંન્ને માટે સેટની મેચીંગ ઘડીયાળ લાવ્યા રીસ્ટ વોચ. માં એ કહ્યું કંઇ નહીં સમય આવ્યે આપણે પણ કંઇક કરીશું જા તારાં પાપાને શ્રૃતિને બતાવ.
"હાં માં.. સ્તુતિએ કહ્યું અને એ બોક્ષ લઇને બહાર નીકળી અને શ્રૃતિ અને પાપાને રીસ્ટવોચ બતાવી. શ્રૃતિ તો જોઇને ઉછળી જ પડી વાહ આતો ડાયમંડ બ્રેસલેટમાં છે દીદી.. મસ્ત છે કોણે આપી ? જીજુએ એમ કહીને સ્તવન તરફ ડોળા કાઢી જોયું સ્તવન કહ્યું "આમ કેમ જુએ ? મેં નહીં પાપાએ અમને બંનેને આપી છે. શ્રૃતિ કહે આ સારું એકબીજાને આપ્યા કરવાનું હું તો સાવ રહી જ ગઇ એમ કહીને ઉદાસ થઇ ગઇ.
પ્રણવભાઇએ કહ્યું "અરે કેમ નાના છોકરાં વેડા કરે છે ? સ્તવનનાં પાપાએ આપી છે મેં નહીં.. હું તને પણ લાવી આપીશ.
શ્રૃતિએ કહ્યું "અરે પાપા મજાક કરુ છું યાર.. તમે પણ શું આમ ? દીદીતો ફાવી ગઇ છે વર એકમદ હેન્ડસમ ફસાવ્યો અને સસરો માલદાર પછી કહેવું જ શું ? અને હસી પડી.
અનસુયા બ્હેને કીચનમાંથી આવીને કહ્યું "શું જેમતેમ બોલે છે ? બોલવાની રીત છે આવી ?
સ્તુતિ કહે "ઐય મને કેમ આમ ગણે ? હું પણ મેનકા જેવી સુંદર અને ભણેલી ગણેલી છું કંઇ કમ નથી. સ્તવને ઝગડો નીપટાવતા કહ્યું "તમે ખૂબ સુંદર છો એટલે જ પસંદ કર્યા છે અને સાળાવેલીતો સ્હેવી પડે એટલી સુંદર છે બસ ?
શ્રૃતિ કહે "હવે બોલ્યા એ સાચું અમે પણ કંઇ કમ નથી. હું ક્યાં પરણવાની છું તો ગીફ્ટની આશા રાખું ? દીદી પરણી એટલે બસ આપણે તો બિન્દાસ જીવવાનાં... સ્વતંત્ર એકદમ..
સ્તવને કહ્યું સુંદરતા ઢાંકેલી વધુ સુંદર દેખાય અને સ્ત્રીનું ઘરેણું શરમ ગણાય. શ્રૃતિએ કહ્યું "જીજુ એ બધું દીદી આપશે જ હું બિન્દાસી આપીશ કહી હસી પડી.
વધુ આવતા અંકે - પ્રકરણ-26