લખાની આત્મા ફરી જંગલ તરફ પાછી ફરી હતી. આ તરફ હેરી આ કેશની મુખ્ય કડી શોધી રહ્યા હતા. લખા ને કઈ રીતે રોકી શકાય? લખા ની આત્માને કાબુમાં કઈ રીતે કરવી? ખરેખર તોહ, હવે લખાની આત્મા હેરી થી દુર-દુર ભાગી રહી હતી.
"આ આત્માને કઈ રીતે રોકવી? એને રોકવાનો કોઈ તોહ, રસ્તો હશે ને?" અમાયરા એ કહ્યું.
"ખરેખર કહું તોહ, એ અંગે મારે પણ વિચારવાની જરૂરત છે. એક બેકાબુ આત્માને કઈ રીતે રોકવી? એ આત્માને કાબુમાં કઈ રીતે લાવવી? આ બધું જ વિચારવાની જરૂરત છે. એ આત્મા શાંત રહેવાની નથી. લોકો ને મારી નાખવામાં એને શુકુન મળી રહ્યો છે. આપણે ખરેખર લખા ના પરિવાર સાથે વાત કરવી જોઈએ."
"પરંતુ, એ લોકો ક્યાં છે? ના કોઈ એડ્રેસ, ફોન નંબર કઈ રીતે શોધીશું એમને?"
"કોઈ ક તોહ, જાણતું હશે ને? ગામમાં કોઈ ક વ્યક્તિ તોહ, હશે ને એવી? એવી વ્યક્તિ આપણને શોધવાની છે. હા! બચુ! બચુ હોટેલ વાળો! હું જ્યારે, ગામમાં શોધ કરવા નીકળ્યો ત્યારે એ મને મળ્યો હતો. કઈ રહ્યો હતો કે, આ કેશ અંગે ની સાચી જાણકારી જોઈતી હોય! તોહ, આવો મારી હોટેલ પર. ત્યારે ગામવાસીઓ મારી સાથે હતાં. અને એમણે બચુ ને ગાંડો છે! એવું કહી ત્યાં થી, ભગાડી મુક્યો. હવે, એ જ વ્યક્તિ આપણી છેલ્લી ઉમ્મીદ છે."
"પરંતુ, એવા વ્યક્તિ પર ભરોસો કરી શકાય? લોકો તોહ, એને ગાંડો ગણે છે."
"કોઈક પર તોહ, વિશ્વાસ કરવો પડશે ને? કદાચ, એજ વ્યક્તિ આ લોકરની ચાવી નીકળે!"
હેરી રાત્રી સમયે! બચુ ની હોટેલ તરફ નીકળી ગયા. રાત્રે એ તરફ લોકો ઓછી સંખ્યામાં મળતા. કારણ કે, લખાની આત્માનો ડર! અને એ તરફ જંગલ પણ હતું. માટે, લોકો કોઈ પણ સમયે ત્યાં જવાનું ટાળતા. હેરી એ બચુની હોટેલમાં પ્રવેશ કર્યો.
"સાહેબ! તમે? અત્યારે? આવો! આવો! શું લેશો? ચા કે કોફી? કોફી લાઉ છું. થોડી વાર રાહ જુઓ."
"બચુ! મને કંઈ નથી જોઈતું. મને માત્ર જાણકારી જોઈએ છે. એ સાચી જાણકારી! જે વિષે તું વાત કરી રહ્યો હતો."
"જરૂર! જરૂર! તમે, બેશો હું બધી જ વાત કરું છું. લખો મારો ભાઈ હતો. મામા નો પુત્ર હતો. પરંતુ, આ વાત ની ગામ વાસીઓ ને ખબર નથી. હું લખાનું સમર્થન કરું છું! માટે જ, મને ગાંડો ગણે છે. પરંતુ, લખા એ કંઈ કર્યું જ નહોતું. એ તોહ, સીધો સાદો વ્યક્તિ હતો. સરપંચએ લખા ને જાણી જોઈને ફસાયો છે. કારણ કે, આ બધી ઘટનાની પાછળ એ સરપંચ નું હાથ હતું. એ બાળકો નું અપહરણ કરવાનું કાર્ય કરી રહ્યો હતો. અને એવું પણ કહી શકાય કે, કરી રહ્યો છે. એણે લખા ને ફસાવ્યો. અને એની મૃત્યુ બાદ, પણ અપહરણ કાર્ય રોક્યું નહીં. કારણ કે, એ ગામ ને એવું દેખાડવા માંગે છે. કે, લખો એક મોટી ગેંગ નો લીડર હતો. અને આ બધું એની જ ગેંગ કરી રહી છે. આમ, લોકો નો શક લખા પર બન્યો રહે! અને એ અપહરણ કાર્ય કરતો રહે! માટે જ, આવી ખોખલી યોજના ઘડી. અને એમા, એ કામિયાબ પણ થઈ રહ્યો છે. અને એ રાત્રે! જ્યારે, એ વૃદ્ધ એ લખા ને કોઈ બાળક સાથે જોયો હતો. જે, પરથી જ એને મોતની સજા કરવામાં આવી. એ બાળક બીજું કોઈ નહીં! એનો જ પુત્ર હતો. હવે તમે, સમજ્યા? એક નિર્દોષ ને સજા કરવામાં આવી હોય! એ વ્યક્તિમાં જીવ નહોતું? એ વ્યક્તિ ને જીવવાનું હક નહોતું? પરંતુ, સરપંચ છે ને! કંઈ પણ કરે! કોઈ પણ આરોપ લગાવે! એ આરોપ બધાય માટે માન્ય ગણાય. અંતે, છે તોહ સરપંચ ને? હવે, તમે જ કહો! કે, એવા લોકો ને ભગવાન પણ માફ કરવાનો છે? હવે, તમે જ કંઈક કરી શકો છો. તમે જ, લખા જેવા કેટલાક નિર્દોષો ને બચાવી શકો છો. અને તમે જાણતા જ હશો કે, તમને શું કરવાનું છે!"
"બચુ! તે તોહ, મારી મુશ્કેલીઓ જ મારી મૂકી છે. તું તોહ, કામ નો વ્યક્તિ નીકળ્યો. આ માહિત બદલ, આભાર. હવે, મારે શું કરવાનું છે! એ હું જાણું છું."
આ તરફ હેરી આ કેશની તપાસ કરી રહ્યા હતા. અને આ તરફ લખા એ ફરી એક હત્યા કરી હતી. એ સાઈકલ પર જતાં વ્યક્તિ ને, સાઈકલ નું હેન્ડલ આંખોમાં ખૂંચી ગયું હતું. એની આંખો ફૂટી ગઈ હતી. સાઈકલ ની ચેન વળે ગળું દબાવવામાં આવ્યું હતું. અને એ ચેન વળે, એ વ્યક્તિ ને વૃક્ષ પર લટકાવી નાખેલો. પરંતુ, પ્રશ્ન એ આવી રહ્યો છે કે, જો સરપંચ ની જ એ યોજના હતી. તોહ, હજુ સરપંચ જીવી કેમ રહ્યા છે? એ પ્રશ્ન ની સાથે કેટલાક એવા પ્રશ્નો છે. જેના, જવાબ મેળવવાના છે. શું છે હેરી નું પ્લાન? લખા ને ન્યાય મળશે? શું હેરી ને એ યોજનામાં સફળતા મળશે? શું થવાનું છે આગળ?
ક્રમશઃ