હું નવમા ધોરણ માં હતી ત્યારે પ્રથમ વખત મેં ફેસબુક નું નામ સાંભળેલું. પણ ત્યારે મારા માટે આ બહુ ખાસ ન હતું કારણ કે મારી પાસે ફોન ન હતો. પરંતુ જ્યારે ધોરણ 12 પાસ કરીને કૉલેજના પ્રથમ વર્ષ માં આવી ત્યારે ઘરમાં મેં નવો ફોન લેવાની વાત કરી મારા દાદા એ હા પાડી પણ દાદી એ મોઢું બગાડ્યું. પણ મેં એમાં ધ્યાન ન આપ્યું.તોય ચાલ્યું તો દાદીનું જ દાદી ને એવું લાગતું હતું કે ફોન આવશે તો હું ભણવામાં ધ્યાન નહિ આપું અને આમ પણ એમની ચિંતા વ્યાજબી હતી.પણ મારે ફોન જોતો હતો અને એમાં મોદી સાહેબ ની ટેબ્લેટ યોજના માં મને ફોન નહિ પણ ફોન જોવું ટેબ્લેટ મળ્યું.
ટેબ્લેટ આવતાની સાથે સૌથી પહેલા તો મેં વોટ્સએપ પર એકાઉન્ટ બનાવ્યું અને એક મહિના પછી મને ફેસબુક યાદ આવી તો મેં પણ તેમાં એકાઉન્ટ બનાવવાનું વિચાર્યું. પણ મેં મારી ફ્રેંડસ પાસેથી સાંભળ્યું હતું કે આ ફેસબુક છોકરીઓ માટે સારી નહિ.પણ મારે તો એકાઉન્ટ બનાવવું તું ને! માટે મેં વિચાર્યું કે કોઈ સાથ આપે કે ના આપે પણ મારા પરેશભાઇ મને જરૂર મદદ કરશે.પણ એમને પૂછ્યું ત્યારે એમને કડક શબ્દોમાં જવાબ આપ્યો કે જો
"એકાઉન્ટ બનાવ્યું તો ગાલ ઉપર એક ઊંધા હાથની આવશે,તું હાલ ભણવામાં ધ્યાન આપ."
સાચું કહું ભાઈ એ તો મને ડરાવી દીધી પણ કોઈ ને ખબર ના પડે એવી રીતે મેં એક ફેંક એકાઉન્ટ બનાવ્યું .પણ નામ મારુ રાખ્યું .બીજી કોઈ ઇન્ફોર્મેશન નતી લખી માટે કોઈ ની બીક નતી કે અને મેં મારા જીવનમાં ફેસબૂક નું દિલ થી સ્વાગત કર્યું.
શરૂવાત માં મને ઘણી બધી ફ્રેન્ડ રેકવેસ્ટ આવી અને તેમાંથી હું જે છોકરીઓ નું એકાઉન્ટ હોય તેમની રિકવેસ્ટ એક્સેપટ કરતી અને છોકરાઓ ને ડિલિટ કરતી એ પણ ભાઈ ની બીકે હું છોકરાઓ સાથે વાત પણ ના કરતી અમુક વખતે છોકરી ના એકાઉન્ટ માં પણ છોકરો નીકળતો અને આવા લોકો ને હું બ્લૉક કરતી .
મારી ફેસબુક લાઇફ સારી ચાલતી હતી મેં ઢગલાબંધ ગ્રૂપો જોઇન્ટ કર્યા હતા. અને ફ્રેન્ડ્સ બનાવવાનું બંધ કર્યું હતું કેમકે મને ગ્રૂપ માં બહુ મજા આવતી હતી.પણ તેમાં એક સાયરી કી ડાયરી નામનું ગ્રુપ હતું.જેમાં શરૂવાત માં તો મેં ધ્યાન ન આપ્યું પણ મને જ ન ખબર પડી કે હું ક્યારે એક માણસ ની પોસ્ટ વધારે વાંચવા લાગી .
ધીરે ધીરે મારા ફેસબુક પેજ પર એજ માણસ ની પોસ્ટો એ કબ્જો કરી લીધો એ માણસ દરેક વખતે નવી અને નાનકી પ્રેમ વાર્તા લખતો. અને તેની વાર્તા પર 300 થી વધારે લાઈક એન્ડ કૉમેન્ટ્સ ની હારમાળા જોવા મળતી જેમાં મૉટે ભાગે તે વાર્તા ના વખાણ વાંચવા મળતા જેવા કે................................
virean sharma : nice bhai
aaditya bhartiya: very nice story
vikash gupta: heart touching story bhai .....rula diya aapne...
aarohi roy: 👍👍👍👍👍👍
ruhi rajput :👌👌👌👌👌
આવા વાર્તા પછી ના અમુક કૉમેન્ટ્સ હું વાંચતી. મને બધાય ની પોસ્ટ પરથી છેકથી કૉમેન્ટ્સ વાંચવાની ખરાબ ટેવ જે હતી.પણ ખબર નહિ કેમ મને આ માણસ ની વાર્તા ઓ ગમવા લાગી હવે જો કોઈ દિવસ એની વાર્તા ના વાંચું તો મન ક્યાંય ના લાગે માટે મેં તેને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી.જેની આઈ. ડી.સિર્ફ તુમ ના નામ પર હતી.
આ પહેલો એવો છોકરો હતો જેને મેં સામેથી રિકવેસ્ટ મૂકી હતી મને એવું લાગતું હતું કે રીક્વેસ્ટ એકસપ્ટ નહિ થાય પણ હું ખોટી સાબિત થઈ રિકવેસ્ટ એક્સેપટ થઈ ગઈ તી એટલે મને લાગ્યું કે હવે મને આની વાર્તા ઓ સૌથી પહેલા વાંચવા મળશે. અને થયું પણ કંઈક એવું જ.મારી પરીક્ષા પુરી થતા હું મોટા ભાગ નો સમય ફેસબુક ને જ આપતી ક્યારેક તો રાત ના 12 વાગી જતા તોય ખબર ના પડતી કે હવે ફૉન ને આરામ આપું.
એક દિવસ હું મોડા સુધી ઓનલાઈન હતી ત્યારે રાતે 10:,30 પેલા સિર્ફ તુમ એટલે કે અયાન મલિક નો hello નો મેસેજ મેં મેસેન્જર માં જોયો.મને આમ તો કોઈ ની જોડે વાત કરવી નથી પસંદ પણ આમને તો મેં સામેથી ફ્રેન્ડ બનાવ્યા હતા ને એટલે તે દિવસે નહિ પણ બીજા દિવસે સવારે મેં પણ hii , good morning, નો મેસેજ મોકલ્યો. સામેથી આખો દિવસ રાહ જોવા છતાં સામેથી એક પણ મેસેજ ના આવ્યો અને પછી હું સુઈ ગઈ.
મારા મેસેજ નો જવાબ ન આપી ને એ માણસે જે એટીટ્યુડ બતાવ્યું હતું તેનાથી મને થોડો ગુસ્સો આવ્યો અને મેં તેને મેસેન્જર માંથી ડિલીટ કરવાનું નક્કી કર્યું અને રાતે હું તેને ડિલીટ કરવા જતી હતી ત્યાં જ પાછો સામેથી મેસેજ આવ્યો.hii.......
રાતના 10:39 થયા હતા મને લાગ્યું કે આટલું મોડા કોઈ ની સાથે વાત કરવી એ સારું ના કહેવાય પણ દિવસે તો અયાન વાત ના કરતો માટે મેં પણ તેમને hii ની સામે હેલ્લો લખ્યું.અને પછી અમારી વાતો આગળ ચાલી તેમને મને પુછયુ કે "આપ કહાઁ સે હો ? "મેં સામે જવાબ આપ્યો કે હું ગુજરાત થી છું. પછી એમને મને પુછયુ કે ગુજરાત મેં કહાઁ સે?તો મેં સામેથી પુછયુ કે "આપને ગુજરાત દેખા હૈં?" તો એમનો જવાબ આવ્યો કે સિર્ફ સુરત તક આયા હું.
એમની સાથે તે દિવસે એટલી વાર વાત કરીને મેં તેમને good night કહી હું સુઈ ગઈ.અને પછી તો દરરોજ રાતે મોડા સુધી અમે વાતો કરતા વાત વાતમાં મને જાણવા મળ્યું કે તેઓ મુંબઈ માં રહે છે અને સુરત ફરવા માટે આવેલા કેમકે અમને લખવાની સાથે ફરવાનો પણ શોખ હતો અમારો ફેવરિટ કલર પણ એક જ હતો.સાથે સાથે ખાવાની પસંદ પણ એક જ હતી.મેં જ્યારે તેમને તેમના ભણતર વિશે પૂછ્યું ત્યારે તેમણે કહયું કે તેઓ ભણતા જ નથી.
જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ અમે વધારે વાતો કરવા લાગ્યા.હવે તો તેઓ દિવસે પણ મેસેજ કરતા અને good morning ,good night નો રીપ્લાય પણ આપતા.તેમનો જ્યારે પણ મેસેજ આવતો ત્યારે તેઓ મને પગલી કહી ને બોલાવતા મને થોડું અજીબ લાગતું પણ મેં ભાઈ ને આ પાગલ અને પગલી વિષે પૂછ્યું તો તેમને કહયું કે આવું લખીએ તો સારું લાગે.
હું દરરોજ હવે અયાન સાથે વાતો કરતી થઈ ગઈ હતી . આખો દિવસ સુ કર્યું? શું ખાધું બધું જ હું એમને કહેતી થઇ ગઇ મેં આટલી વાતો રિઅલ માં પણ કોઈ સાથે નહિ કરી હોય અને એક દિવસ તેમને મને કહ્યું કે મુજે આપકો દેખના હૈ .મેં મારો ફોટો આપવાની ના પાડી તો તેમને મને કહ્યું કે "આપકો અયાન પર બિલિવ નહિ હૈં? "😢 મેં કહ્યું કે વાત વિશ્વાસ ની નથી પણ હું કોઈ ને મારો ફોટો નહિ આપતી અને તમે મને જોઈ ને સું કરશો? હું દેખાવમાં બહુ ખરાબ દેખાવ છું.
તે દિવસે એમનો મેસેજ ના આવ્યો અને બીજા દિવસે સોરી ની સાથે કહ્યું કે હવેથી ફોટો નહિ માગું. મેં ok કહ્યું અને તે દિવસે વાત કરી પછી 2 દિવસ મારા ઘરે મહેમાન આવ્યા હોવાથી મેં ફોનને અડવાનું બંધ કર્યું મતલબ કે ઓછું કર્યું.2 દિવસ ઓછી જ્યારે મેં અયાન ને મેસેજ કર્યો ત્યારે તેની ફરીયાદ આવી કે હું તેને ભૂલી ગઈ . અને એની વાત પણ સાચી હતી હું માણસ ને જલ્દી ભૂલી જવું છું એની એને ખબર હતી માટે આવી ફરિયાદ આવી હશે કદાચ.
એ દિવસે અમે મોડા સુધી વાતો કરી અને પછી ગુડ નાઇટ ની જગ્યાએ એમને મને તેમની ગર્લ ફ્રેન્ડ બનવા માટે કહ્યું મેં ના પાડી કેમકે હું મારા દાદી નો વિશ્વાસ ક્યારેય ન તોડી શકું.પણ મેં કહ્યું કે આપણે સારા friends રહી શકીએ.અમને પણ એમજ કહ્યું કે "વહાય નોટ" અને થોડી વાર પછી વળી પાછી એમણે મારી પીક માંગી આ વખતે મેં હીરોઇન નો ફોટો મોકલી દીધો. કદાચ તેમને ગુસ્સો આવ્યો હશે.
બીજા દિવસે મેં આખો દિવસ એમના મેસેજ ની રાહ જોઈ અને રાતે મેં મેસેજ કર્યો
hii ...................
જવાબ ન મળતા મેં બીજો મેસેજ કર્યો
kya hua?
તો પણ જવાબ ના આવ્યો.મેં લાસ્ટ મેસેજ કર્યો કે
નારાજ હો ક્યાં?
ત્યારે સામેથી એકજ રેપ્લાય આવ્યો "આપ હો કોન મેરે?" "જો મૈ નારાજ રહું"
તેમના આ સવાલથી હું થોડીક વિચાર માં પડી ગઈ કે વાત તો સાચી હું હતી કોણ તેમની..........................................................................
જસ્ટ ફેસબુક ફ્રેન્ડ.............. મેં સામે આટલો જવાબ આપને તેને બ્લૉક કરી દીધો.
because he was my just facebook friend..............................................................
જેની સાથે આખો દિવસ વાતો કરતી ,હસ્તી ,ગુસ્સો કરતી,કેટલી તો ગેમ્સ રમતી જેવી કે ટ્રુથ એન્ડ ડેર, word ગેમ અને એ માણસે એક દિવસ પૂછ્યું કે તે મારો કોણ હતો ..........................જસ્ટ ફેસબુક ફ્રેન્ડ................ સાચી વાત ને....!એ મારો જસ્ટ ફ્રેન્ડ જ હતો ..........જસ્ટ ફેસબુક ફ્રેન્ડ .............બીજું કાંઈ ન્હોતું...................................................................................................................................