Dard-e-dil in Gujarati Poems by MaNoJ sAnToKi MaNaS books and stories PDF | દર્દ-એ-દિલ

Featured Books
Categories
Share

દર્દ-એ-દિલ

એ મઝધાર પામ્યા, અમે ડૂબી ગયા કિનારા પર,
દિલ છોડીને આવ્યા છીએ સપનાના મિનારા પર.

હતુ જીવન રંગીન, મારે ખુશી હતી, દોસ્તો હતા,
એ પણ બરબાદ થઈ ગયું એના એક ઈશારા પર.

તમે ભરપેટ જમ્યા છો એટલે ભૂખની ખબર નથી,
તમે થોડીક તો રહેમ કરો એ ભટકતા નોંધારા પર.

એ નિર્જીવ હતી છતાં પી ગઈ રક્ત પ્રજાનું ખુરશી,
એ ત્યાં બેઠા હતા ગરીબી હટાવો જેવા નારા પર.

ભાગ્ય પર એવું રહ્યું , સરકાર અને સનમ બેવફા,
કેમ જુલમ કરો મનોજ જેવા નિર્દોષ બિચારા પર.

..............................................................

આગ લગાવી જાય તો આગ બુઝાવી જાય,
આ કવિતા મારી થોડામાં ઘણું સમજાવી જાય.

રાકતરંજીત હોઈ કે પછી હોઈ ફાગ પ્રણયના,
એક ખરલની શાહી અનેક ભાગ નિભાવી જાય.

આ જનમેદનીથી દૂર છું, એનો અર્થ એ નથી,
વિરાસત મારા વડવાની એ એમ પચાવી જાય.

જાણું છું તમારા ખુરશીના પાયા ક્યાં રહ્યા છે,
કલમ બની જાય તોફાન તો હલબલાવી જાય.

નફરત લખું એવો સમય નથી રહ્યો મારી પાસે,
એમના ઝેરી શબ્દને મારી શુદ્ધતા હરાવી જાય.

ખાદી પહેરેલા નરભક્ષકો બેઠા છે ખુરશી ઉપર,
લાભ સત્તાનો હોઈ તો આ પ્રજાને હણાવી જાય.

બગાવત કરવાના કારણો ઘણા મળ્યા છે અહીં,
મનોજની કલમ ભારતમાતાના ઘાવ દર્શાવી જાય.

............................................................

મારી કલમે સળગાવી છે દુનિયા,
એ ચિત્રોથી મેં હસાવી છે દુનિયા.

તારી વાહ વાહ તને મુબારક હો,
નિજાનંદમાં મેં બનાવી છે દુનિયા.

દિલના સોદા થયા, હૈયા બળ્યા,
દર્દનો પુંજ લઈ હંફાવી છે દુનિયા.

નૈનોના નીરને રોક્યા છે દિવસમાં,
રાતે આંખોથી વહાવી છે દુનિયા.

ગુબાન ઊડતી હતી એક સમયે,
દિલના કટકાથી સજાવી છે દુનિયા.

મનોજ પર મહેરબાની ન કરો તમે,
રોજ કટોરા ઝેરના લાવી છે દુનિયા.

........................................................

જીવન ખુલ્લું છે મારું છતાં તું વાંચીને ડરી જશે,
અરમાન તારા છે પ્રેમના એ બધા જ મરી જશે.

હાથની લકીરમાં એમ સમાઈ થોડી એ કિસ્મત,
ગયા કંઈક ખૈરખાહ, તું પણ અહીં બળી જશે.

ભાગતી જિંદગીને જીવીને શુ કરશો તમે બધા,
પંચતત્વનો દેહ છે, અંતે પંચતત્વમાં ભળી જશે.

બરબાદી મારી કાયમ રહી, મારા આ જીવનમાં,
કર્યો પરિશ્રમ મેં તનતોડ જીવનમાં એ ગળી જશે.

લખી ગાથા આ જીવનની ખુદ જ નાશ કરું છું,
ગઝલની કિતાબ પસ્તી બની ક્યાંક સળી જશે.

ફરી મૂર્ખ ન બનતા જોઈ સોનાનુ એ સુંદર હરણ,
ફરી સાધુ બનીને આવશે રાવણ તમને છલી જશે.

મનોજ જાણે છે ક્યાં જઈને વીંધાવવાનું છે મારે,
તું ગુલાબ નીચે કંટક ન બિછાવ રસ્તો મળી જશે.

............................................................

લખાય ગયા પછી એ રચના મારી નથી,
ગર્વ એ જ છે હજુ ગઝલને બાળી નથી.

દર્દમાં જો દર્દ મળે તો છલકાઈ છે જામ,
આ વિરાસત એવી છે જ્યાં મળી નથી.

અમુક દ્રશ્ય જોઈ ને આવી જાય આંસુ,
વેદનાની ધારા પણ ખુદા એકધારી નથી.

ચક્ર સીધું છે સમજવામાં સમજાય તો,
અમાસ પછી પૂનમ આવે રાત કાળી નથી.

એમને આપ્યું છું હાસ્ય મને રુદન આપ્યું,
ખાલી હું નથી રહ્યો ને મને હાથતાળી નથી.

રંક હોઈ કે તવંગર હોઈ જવું તો પડે છે,
એને બનાવી છે, કાયમ દુનિયા તારી નથી.

"મનોજ" પર એ ખૂબ મહેરબાની કરી જાય,
આપી છે કલમ મને, હાથ મારો ખાલી નથી.

...........................................................

ગોચર, ડરામણી, ઓળાવાળી એ રાત હતી,
બસ વિખુટા થયા એની જ બધી વાત હતી.

પ્રણયના બાગને ખુલવ્યો હતો પાનખરમાં,
વિરાન કરવામાં વસંતની જ ઉલ્કાપાત હતી.

નશીબની રાહમાં ક્યાં સુધી બેસી રહેવું છે?
તું ચાહી ન શક્યો એમને જે હૈયાત હતી.

કઠણ કાળજું કરવાના ઢોંગ બહુ થયા હવે,
એકાંતે તું રડ્યો છું જ્યાં સનમની વાત હતી.

ઊડતી ધૂળ, તપતો આ સૂરજ, કશું ન કરે,
આથી પણ ભયંકર "મનોજની" વાત હતી.

ડૂસકાં, રુદન, વિરહ, વિષાદ કે હોઈ નારાજ,
એ બધું ગયું જે આ બધી દિવાનની વાત હતી.

મનોજ સંતોકી માનસ