લવ રીવેન્જ
પ્રકરણ-૩
કોલેજનાંજ Convention Hall માં ફ્રેશર્સ પાર્ટી રાખવામાં આવી હતી. લાવણ્યાની આગેવાનીમાં આખી પાર્ટીની તૈયારી થઇ હતી. વિશાળ Convention Hallને પાર્ટીને અનુરૂપ સજાવવામાં આવ્યો હતો. રંગબેરંગી લાઈટો, બલૂન્સ વગેરેથી આખો Hall ઝગમગી ઉઠ્યો હતો. DJની તાલે પ્રથમ વર્ષના ફ્રેશર્સ તેમજ તેમનાં સિનીયર્સ ઝૂમી રહ્યા હતા. પાર્ટી શરુ થયે એક કલાક જેટલો સમય થઇ ગયો હતો. મોટાભાગના યુવાન/યુવતીઓ આવી ચુક્યા હતા. પરંતુ લાવણ્યા જેની કાગડોળે રાહ જોઈ રહી હતી તે યુવાન-સિદ્ધાર્થનો હજી કોઈ અત્તોપત્તો નહોતો.
“હાય લાવણ્યા.....!” ફ્રેશર્સ પાર્ટીમાં આવી પહોંચેલાં વિશાલે પાર્ટી હોલના મુખ્ય દરવાજે ઉભેલી લાવણ્યાને જોતાંજ કહ્યું “વાહ....! જોરદાર હોટ લાગી રહી છે યાર તું તો...!” લાવણ્યાએ પહેરેલાં અતિશય ટાઈટ બ્લેક પાર્ટી ડ્રેસ ઉપર નજર ફેરવતાં વિશાલે કહ્યું.
લાવણ્યાએ જાણી જોઇને અતિશય ટાઈટ ડ્રેસ પસંદ કર્યો હતો. તે જાણતી હતી એકદમ ટૂંકા અને ટાઈટ બ્લેક ડ્રેસમાં તેને જોઇને ભલભલાં છોકરાઓની આંખો ફાટી જવાની હતી અને છોકરીઓ બળી મારવાની હતી. ડ્રેસ તેનાં ઢીંચણથી અતિશય ઉંચો અને ફીટ હતો. જેના લીધે લાવણ્યાનાં લાવણ્યમય ઉરજોનો ઉભાર વધી ગયો હતો અને સ્પષ્ટ રીતે તેનો અર્ધગોળાકાર ભાગ દેખાતો હતો. લાવણ્યા જાણતી હતી કે કોઈ છોકરાની નજર તેનાં ઉરાજોના ઉભારથી ખસવાની નથી. આથી વિશાલે જ્યારે તેની ઉપર નજર ફેરવી ત્યારે લાવણ્યાએ ઘમંડથી તેનાં વાળની લટ્ટ તેનાં કાનની પાછળ કરી.
“કાશ....! તું મને પર તારાં આ સુંદર “હ્રદયમાં” જગ્યા આપતી....!” વિશાલે આંખ મીચકારીને ડબલ મિનીંગ વાક્ય કહ્યું.
લાવણ્યા તેનો અર્થ સમજતી હતી. લાવણ્યાની જોડે ઉભેલાં પ્રેમને વિશાલની આ હરકત નાં ગમી. તેણે વિશાલને ધમકાવતાં કહ્યું “વિશાલ....!સીધરીતે પાર્ટીમાં અંદર જતો હોય તો જા!”
“હું તો સીધોજ અંદર જવાનો હતો....!” વિશાલે લાવણ્યાની વધુ નજીક આવતા કહ્યું “પણ તારું રૂપ સ્પીડ બ્રેકરની જેમ વચ્ચે આવી ગયું.....” વિશાલે આંખ મીચકારી. લાવણ્યા સમસમીને તેની સામે જોઈ રહી.
“stop it વિશાલ....” વિશાલ કંઇક બોલવા જતો હતો ત્યાંજ પાછળથી નેહાનો અવાજ આવ્યો “તારે બાઉન્સરોના હાથે માર ના ખાવો હોય તો સીધે-સીધો અંદરજા.....”
વિશાલે નેહા અને લાવણ્યાની સામે જોઇને બેયના ચાળા પાડ્યા અને પછી ચાલતો થયો. જતાં-જતાં વિશાલે પાછળ વળીને લાવણ્યાને કહ્યું “લાવણ્યા ....! તે આપણી વચ્ચે થયેલી ડીલ તોડી છે ....! પરિણામ તો તારે ભોગવવું જ પડશે....!”.
લાવણ્યાએ આગ ઝરતી આંખે તેની સામે જોયું. વિશાલ ચાલતો થયો. નેહા લાવણ્યાની નજીક આવીને ઉભી રહી. નેવી બ્લુ કલરના લોંગ ડ્રેસમાં સજ્જ નેહા આજે રોજ કરતા વધુ સુંદર દેખાતી હતી. પોતાનાં ચેહરા ઉપરના હાવભાવ છુપાવી લાવણ્યાએ એને ઉપરથી નીચે સુધી જોઈ.
હોલના એન્ટ્રન્સના પ્લેટફોર્મના પગથીયાં ચઢી નેહા લાવણ્યાની નજીક આવી અને બોલી “સિધ્ધાર્થને સબક શિખવાડવાના ચક્કરમાં તું પોતે આ લુખ્ખામાં નાં ફસાતી....”
“ઓહ ..! તો હવે તને એનું નામ પણ ખબર પડી ગઈ એમ....!” લાવણ્યાએ સિધ્ધાર્થનું નામ નેહાના મોઢે સાંભળીને કીધું. તેણે તુચ્છકારથી નેહા સામે એક નજર નાખી મોઢું ફેરવી લીધું.
“લાવણ્યા.....!” નેહા ધીમા અવાજે બોલી “જયારે તું મુસીબતમાં ફસાઈશ ....”
“ત્યારે તું ત્યાં મને ઉપદેશ આપવા હાજર હોઈશ....! right....!?” લાવણ્યાએ નેહાની વાત કાપતાં ફરી એકવાર તેની સામે તુચ્છકારથી જોઈ મોઢું ફેરવી લીધું.
નેહા નકારમાં માથું હલાવતી થોડીવાર સુધી લાવણ્યા સામે જોઈ રહી, પછી hall તરફ ચાલી ગઈ. પ્રેમ પણ નેહાની જોડે અંદર ચાલવા લાગ્યો.
લાવણ્યા આતુર નજરે સિદ્ધાર્થની રાહ જોઈ રહી. આખરે બીજી વીસ મિનીટ પછી ક્યાંય સુધી આમતેમ નજર ફેરવતી રહેલી લાવણ્યાની આતુરતાનો અંત આવ્યો.
એક બ્લેક BMW કાર સામે convention hallની પોર્ચમાં આવીને ઉભી રહી. તેની પાછલી સીટમાંથી સિદ્ધાર્થ નીચે ઉતર્યો.
“પાર્ટી માલદાર લાગે છે....!” મોંઘીદાટ કારમાંથી ઉતરેલા સિદ્ધાર્થને જોઇને લાવણ્યા મનમાં બબડી. લાવણ્યાએ જોયું કે પાર્ટીમાં આવેલાં અન્ય યુવાનો કરતાં અલગ સિદ્ધાર્થે એકદમ casual કપડાં પહેર્યા હતા. લાઈટ બ્લુ જીન્સ, હાલ્ફ સ્લીવનો બ્લેક શર્ટ જેનું ઉપલું એક બટન ખુલ્લું હતું; જેનાં લીધે તેણે ગાળામાં પહેરેલી રુદ્રાક્ષની માળા દેખાતી હતી. કસાયેલું શરીર હોવાનાં લીધે તેની ચેસ્ટમાં પડતી એ લાઈન જોઇને લાવણ્યાને સીટી મારવાનું મન થઇ ગયું. એકદમ casual lookમાં હોવા છતાં સિદ્ધાર્થનું કરિશ્માઈ વ્યક્તિત્વ કંઇક અલગજ લાગતું હતું.
“iPhone ....huh....obviously ….!” હાથમાં મોંઘો iPhone મચડીને તેની તરફ આવી રહેલાં સિદ્ધાર્થને જોઇને લાવણ્યા ફરી મનમાં બબડી.
સિદ્ધાર્થ હવે hallમાં દાખલ થવા પગથિયાં ચઢી રહ્યો હતો. પરંતુ તેની નજર તેનાં ફોનમાંજ હતી.
“Welcome to the pa....!” લાવણ્યાનું વાક્ય અધૂરુંજ રહી ગયું. સિદ્ધાર્થ તેની નજીકથી ફટાફટ પગથિયાં ચઢીને સીધો hallમાં જતો રહ્યો. તેણે લાવણ્યા તરફ જોયું પણ નહિ. જાણે તેનું કોઈ અસ્તિત્વ જ નથી. લાવણ્યા સમસમી ઉઠી. ગુસ્સાથી તેનાં ગાલ લાલચોળ થઇ ગયા. એના માટે આ ઘટના કભી ખુશી કભી ગમની કરીનાની જેવી હતી. અને તેને એક જ પ્રશ્ન થતો હતો “કૌન થા વો ...જિસને Poo કો મૂડકે નહીં દેખા...!?”
▪▪▪▪▪
“આંખ મારે... લડકી આંખ મારે....!” DJની તાલે વાગી રહેલાં એક પછી એક રીમીક્સ ગીતો ઉપર કોલેજના યુવા હૈયાઓ ઝૂમી રહ્યાં હતાં. ઝગમગ થતી લાઈટોની રોશનીમાં એકબીજાથી અજાણ હોવાં છતાં યુવાન-યુવતીઓ એકસાથે ડાન્સ ફ્લોર ઉપર નાચી રહ્યા હતા. કોઈક ડાન્સમાં મસ્ત હતું તો કોઈક અન્ય યુવાન-યુવતીઓ સાથે પરિચય કરી મિત્રતા કરવામાં. કોઈ નાસ્તો, કોલ્ડડ્રીન્કસ વગેરેની મજા લુંટી રહ્યું હતું તો કોઈક પોતાનાં ગ્રુપના મિત્રો સાથે ચેટ કરવામાં વ્યસ્ત હતું. આખો hall જાણે પાર્ટીના લીધે જોરજોરથી “ધબકી” રહ્યો હોય તેવું વતાવરણ હતું.
આ બાધાની વચ્ચેથી પસાર થતી લાવણ્યા વીલા મોઢે girls restroom તરફ જઈ રહી હતી જે hallની જમણી તરફ હતું. Restroom તરફ જઈ રહેલાં કોરીડોરમાં ચાલી રહેલી લાવણ્યાને રસ્તામાં પ્રેમ અને નેહા મળ્યા.
“લાવણ્યા ....!? તારું મોઢું ઉતરેલી કઢી જેવું કેમ થઇ ગયું છે....?” લાવણ્યાને રોકતાં નેહાએ પૂછ્યું.
“its none of your business...!” લાવણ્યાએ rudely કહ્યું અને restroom તરફ ચાલવા લાગી.
“લાવણ્યા....!?” નેહાએ પાછળ વળીને લાવણ્યાને ફરી ટોકી.
“Now what નેહા...! મને restroom તો જવા દે...!” લાવણ્યા અકળાઈ.
“All right fine....!” નેહાએ કહ્યું.
લાવણ્યા restroom તરફ ચાલી. નેહાએ restroom તરફ જઈ રહેલી લાવણ્યાની પીઠ તરફ થોડીવાર જોયે રાખ્યું. લાવણ્યા restroom તરફ જવા કોરીડોરમાં જમણી તરફ વળી ગઈ. નેહા પાછી વળીને ચાલવા જતી હતી ત્યાંજ તેણે જોયું કે restroom ડાબી બાજુનાં કોરીડોરમાંથી વિશાલ તેનાં એક બીજા લફંગા મિત્ર રાકેશ સાથે ઉતાવળા પગલે restroom તરફ ગયો. વિશાલ પણ જેન્ટ્સ restroom તરફ જતો હશે, કેમકે લેડીઝ અને જેન્ટ્સ restroom સામ-સામે બનેલા હતાં એમ માની નેહા પ્રેમ સાથે ચાલવા લાગી. પણ થોડું ચાલતાંજ તેને યાદ આવ્યું કે પાર્ટીમાં આવતી વખતે વિશાલ અને લાવણ્યાની થોડી ચડ-ભડ થઇ હતી અને વિશાલે તેને કોઈક ડીલ તોડવાના બદલામાં ધમકી પણ આપી હતી.
“પ્રેમ ....! તું જા હું પણ restroom જઈને આવું છું...!” એટલું કહી નેહા પણ ઉતાળવા પગલે restroom તરફ ચાલી. પ્રેમ પણ જવાબ આપ્યા વિના તેનો મોબાઇલ મંતરતો hallમાં ચાલી રહેલી પાર્ટી તરફ ચાલ્યો.
નેહા હવે restroom તરફ જવા કોરીડોરમાં જમણી તરફ વળી. તે જેવી વળી કે તેણે જોયું કોરીડોરમાં જ વિશાલ અને રાકેશ બંને ભેગા મળીને લાવણ્યા સાથે જબદાસ્તી અણછાજતું વર્તન કરી રહ્યા હતા.
“stop it વિશાલ...please...! લાવણ્યા રડી રહી હતી. વિશાલે તેને જબરદસ્તી જકડી રાખી હતી. અને તેનો મિત્ર રાકેશ વીડિઓ ઉતારતો હતો. વિશાલે તરતજ લાવણ્યાના ટાઈટ બ્લેક ડ્રેસને તેની કમર ઉપરથી ખેંચી ફાડી નાખ્યો.
“મેં તને કીધું હતું ને કે તારે ભોગવવું જ પડશે...!” વિશાલે દાંત કરડતો બોલ્યો.
નેહાના શ્વાસ અદ્ધર થઇ ગયા.
“stop it વિશાલ...!” નેહા બુમ પાડતી લાવણ્યાને બચાવવા દોડી.
નેહાએ જોડે પહોચી લાવણ્યાની કમર ફરતે વીંટાળેલો વિશાલનો હાથ છોડાવવા પ્રયત્ન કર્યો. વિશાલે તેને એક હાથ વડે ધક્કો મારવા પ્રયાસ કર્યો. પણ નેહાએ તેનાં પ્રયાસો ચાલુ રાખ્યા.
“નેહા....!” વિશાલે દમ મારતા કહ્યું “તું વચ્ચે નાં પડ....! નહિ તો તારો પણ વીડિઓ બનશે....!”
“God... વિશાલ તું....તું ગાંડો થઇ ગયો છે છોડ...છોડ....!” નેહાએ બે-ત્રણ વાર વિશાલના હાથ ઉપર તેની મુઠ્ઠી મારી “છોડ વિશાલ એને....તું આટલો નીચ ક્યારથી થઇ ગયો...છોડ...કીધુંને...!”
“રાકેશ ફોન બંધ કર તારો...!” લાવણ્યા રડમસ અવાજે બરાડી.
“છોડ .....!” નેહાએ ફરી દાંત ભીંચતા કહ્યું.
“નેહા...તું શું કામ વચ્ચે પડે છે....એમ પણ તારે ક્યાં આની જોડે બને છે....!” વિશાલે નેહાનો એક હાથ પકડી રાખીને કહ્યું. તે નેહાનો હાથ મચેડવા લાગ્યો.
“હરામી સાલા એનો અર્થ એ નથી કે એ મારી દુશ્મન છે....છોડ એને....!” નેહાએ પીડાથી કણસતા કહ્યું.
“નેહા....!” વિશાલે ઊંચા અવાજે રાડ પાડી અને નેહાને ધક્કો દઈ દુર હડસેલી. તેણે લાવણ્યાની ગરદન ઉપર તેની ગંદી રીતે તેની જીભ ફેરવી “રાકલા બરોબર રેકોર્ડ કરજે....!” વિશાલે કહ્યું અને તેણે તેનાં બંને હાથ વડે હવે લાવણ્યાના સ્તનો જોરથી દબાવ્યા. લાવણ્યા પીડાથી બુમ પાડી રડવા લાગી.
“વાહ.....!” રાકેશ રેકોર્ડ કરતાં-કરતાં લુચ્ચું હસ્યો.
નેહા હવે વીડિઓ રેકોર્ડ કરી રહેલાં રાકેશના ફોન તરફ ઝાપટી. તેણે એકદમ જ રાકેશનાં હાથમાંથી ફોન લઇ લીધો. રાકેશ પહેલાં હેબતાઈ ગયો. પછી તરત તેનો ફોન લેવા નેહા ઉપર ઝાપટ્યો. બંને ઝપાઝપી ઉપર ઉતરી આવ્યા.
“લાય ફોન....!” રાકેશ બરાડ્યો અને તેણે નેહાને દબોચી લીધી. તેણે નેહાનો એક હાથ પાછળથી પકડી રાખી તેને મચેડ્યો.
“ફોન લાય નહિ તો હાથ ભાંગશે તારો....!” રાકેશ ફરી બરાડ્યો અને નેહાનો હાથ થોડો વધુ મચેડ્યો. નેહાએ તેનાં બીજા હાથમાં ફોન કચકચાવીને પકડી રાખ્યો હતો.
“આહ....!” નેહા પીડાથી કણસી.
“નેહા ફોન આપ....!” વિશાલે બુમ પાડી. તેણે હવે લાવણ્યાને restroomની ભીંતમાં દબાવી રાખી હતી.
એટલામાંજ.....
કોઈકનો હાથ વિશાલની બોચી ઉપર પડ્યો. અને તેણે વિશાલને બોચીમાંથી પકડી ઝટકાથી ખેંચ્યો.
એ સિદ્ધાર્થ હતો. તેણે વિશાલને પાછળની બાજુએથી દબોચી રાખ્યો. વિશાલ છૂટવા માટે તરફડવા લાગ્યો. પણ સિદ્ધાર્થના મજબુત બાવડાંના જોર સામે તેનું કંઈ નાં ચાલ્યું. નેહાને દબોચીને ઉભેલાં રાકેશે એ દ્રશ્ય જોયું.
“Leave her....!” સિદ્ધાર્થે ભયંકર ઠંડા ક્રૂર અવાજમાં કહ્યું. સિદ્ધાર્થની ક્રૂર આંખો જોઇને રાકેશ તરતજ નેહાને હડસેલીને ત્યાંથી ભાગી છૂટ્યો.
સિદ્ધાર્થે વિશાલને એક ઝોરદાર ઝટકો આપી દુર ફંગોળ્યો. વિશાલ દીવાલે અફળાયો. અને માંડ-માંડ ઉભો થતો ત્યાંથી ભાગી છૂટ્યો. તે પાછુ વળીને જોવા પણ નાં રહ્યો.
લાવણ્યા ડરના માર્યા થથરતી દીવાલે ટેકો દઈને ઉભી હતી. હેબતાઈ ગયેલી નેહા માંડ-માંડ સિદ્ધાર્થ પાસે આવી. તેણે દીવાલે ઉભેલી લાવણ્યાને ટેકો આપ્યો. લાવણ્યા રડી રહી હતી. નેહા પણ જે થયું તેનાં લીધે ડઘાઈ હતી રડમસ થઇ ગઈ હતી.
“thank you .....!” લાવણ્યાએ ડુસકા લેતાં-લેતાં કહ્યું “thank for ...!”
“ok fine.....!” સિદ્ધાર્થ જાણે કંઈ બન્યુંજ નાં હોય એટલાં સ્વાભાવિક સ્વરમાં વચ્ચે બોલી પડ્યો અને સામે જેન્ટ્સ restroom ના દરવાજા તરફ ચાલવા લાગ્યો. લાવણ્યાનો ઘમંડ ફરીવાર ઘવાયો.
“આ છોકરાની પ્રોબ્લેમ શું છે....!?” લાવણ્યા અકળાઈ અને નેહાને પૂછવા લાગી.
“કદાચ એને બાથરૂમ લાગી હશે....!?” નેહાએ માંડ માંડ મજાક કરતાં કહ્યું. પછી તરત જે થયું તે યાદ આવતા તેણે લાવણ્યાને કહ્યું “લાવણ્યા ...! પોલીસને ફોન કરીએ....! વિશાલે આજે જે કર્યું તે ભયંકર છે....!ચાલ”
એટલું બોલી નેહાએ લાવણ્યાનો હાથ પકડ્યો અને તેની ખેંચી ચાલવા લાગી.
“એક મિનીટ....!” લાવણ્યાએ તેનો હાથ છોડાવ્યો અને ત્યાજ ઉભી રહી ગઈ “I know નેહા ....કે આજે જે થયું એ બહુ ભયંકર છે. ...પણ મારે કોઈ ઝંઝટમાં નથી પડવું....!”
“What rubbish....લાવણ્યા....!” નેહા બરાડી ઉઠી “તારું મગજ ઠેકાણે છે....! કઈ સદીમાં જીવે છે તું....!?”
“look નેહા....!” લાવણ્યાએ નેહાના ખભા પકડાયા અને ધીમા સ્વરે કહ્યું “મારા બાપા મને પહેલાંથી કોલેજ ભણવા નહોતા મોકલવા માંગતા.....જો કોઈ મોટું લફરું થયું...તો.!”
“તો શું...!? હે...!” નેહા માથું ધુણાવવા લાગી “તારાં બાપા તને કોલેજમાંથી ઉઠાડી લેશે એમજ ને....!? શું ફાલતું વાત કરે છે યાર તું...!”
“નેહા પ્લીઝ....!” try to understand....” લાવણ્યાએ ફરી આજીજી કરી “વિશાલને હું સંભાળી લઈશ.....!”
“હા...! એતો મેં જોયું....!” નેહાએ કટાક્ષ કર્યો.
“નેહા...look હું મારું મારી જાતે ફોડી લઈશ....તું માથાકૂટમાં નાં પડ...” લાવાણ્યા ફરી બોલી.
“તું એમ નઈ માને....!” નેહા બોલી “સિદ્ધાર્થ .....! સિદ્ધાર્થ...!” નેહા બુમો પાડતી પાડતી જેન્ટ્સ restroomમાં ધસી ગઈ.
“સિદ્ધાર્થ...!” અંદર ઘુસતાજ નેહાએ બુમ પાડી. લાવણ્યા તેની પાછળ દોડી.
“What the F**k...!?” restroomમાં ઉભા-ઉભા “હલકો” થઇ રહેલો સિદ્ધાર્થ ક્ષોભીત ચેહરે બોલી ઉઠ્યો “આ જેન્ટ્સ restroom છે...!”
પેહલાં નેહા અને પછી તરતજ લાવાણ્યા ઉંધા ફરી ગયા.
“સોરી....!” બંને સાથે બોલ્યા.
“એવી તો શું ઉતાવળ આવી ગઈ તમને લોકોને....!?” સિદ્ધાર્થે વોશ બેશીન તરફ જતાં બોલ્યો. બેશીનનો નળ ચાલુ કરી તે હાથ ધોવા લાગ્યો.
“We need your help....!” નેહાએ પાછા ફર્યા વિના કહ્યું. લાવણ્યા તેની તરફ ચિડાઈને જોવા લાગી.
“Who’s “we”?” સિદ્ધાર્થે પૂછ્યું અને હવે તેમની તરફ ફર્યો.
“લાવાણ્યા વિશાલની કમ્પ્લેઈન કરવાની નાં પાડે છે...!” નેહા હવે સિદ્ધાર્થ તરફ ફરી. લાવાણ્યા પણ પાછી ફરી.
“નેહા....!” લાવાણ્યા વચ્ચે બોલવા જતી હતી ત્યાં સિદ્ધાર્થ બોલ્યો “કોણ વિશાલ....!?”
“જેને તે હમણાં ખંચેર્યો એ...!” નેહા બોલી.
“ઓહો.... you mean આ મેડમનો ઓલો ફોલ્ડરિયો જે ઓલા દિવસે મને ધમકાવતો હતો....!” સિદ્ધાર્થે કટાક્ષમય અવાજમાં લાવાણ્યા તરફ જોઇને કહ્યું.
“એ કોઈ મારો ફોલ્ડરિયો નથી ...ok...!” લાવણ્યા ચિડાઈ “અને નેહા....! મેં તને કહ્યુંને મારે કોઈ લફરું નથી કરવું....!”
લાવણ્યા એટલું બોલી ત્યાંથી ચાલવા લાગી.
“લાવણ્યા....!” નેહા તેની પાછળ બુમ પાડતી restroom ની બહાર નીકળી.
સિધ્ધાર્થ પણ તેમની પાછળ ચાલવા લાગ્યો.
“મારી પાસે રાકેશનો ફોન છે...!” નેહાએ કોરીડોરમાં ચાલતાં-ચાલતાં અટકીને કહ્યું. લાવણ્યા નેહા તરફ પાછી ફરી.
“એણે તારો વિડીયો રેકોર્ડ કરેલોને....!” નેહા બોલી “એ proof એ લોકોની against કામ લાગશે....”
લાવણ્યા તેની નજીક આવી. સિધ્ધાર્થ નેહાની પાછળ આવીને ઉભો રહ્યો.
“નેહા....! તું મારા પપ્પાને નથી જાણતી....!” લાવણ્યા નેહાની જોડે ઉભી રહીને બોલી “જો વાત બહુ વધી ગઈ તો ....એ મારું કોલેજ આવવાનું બંધ કરાવીને પરણાવી દેશે....!”
“લાવણ્યા ...! હું તારા પપ્પા સાથે વાત કરીશ...!” નેહા લાવણ્યાના ખભા ઉપર હાથ મુકતા કહ્યું.
“નેહા ....! હું તને હાથ જોડું છું....!” લાવણ્યા આજીજી કરવા લાગી “તું ફોન મને આપી દે....મારું મન માનશે તો હું પોલીસ ફરિયાદ કરીશ...પ્લીઝ....!”
“સિધ્ધાર્થ ...!” નેહા પાછળ ફરી “તું આને કંઇક સમજાવને...!”
“જો એ જ કંઈ નાં કરવા માગતી હોય તો હું શું સમજાવું....!” સિધ્ધાર્થ બોલ્યો અને ત્યાંથી ચાલવા લાગ્યો “એમ પણ....! હું તો હજી તમને ઓળખતો પણ નથી....!”
“પ્રોબ્લેમમાં ફસાયેલી છોકરીની મદદ કરવા ઓળખ જરૂરી છે....!?” નેહા જઈ રહેલાં સિધ્ધાર્થને ઉદ્દેશીને મોટા અવાજે બોલી “આવા મોટા-મોટા બાવડાં ફુલાવી લેવાથી કંઈ મર્દ નાં થવાય....!”
“એની માને.....!” સિધ્ધાર્થ ઉભો રહ્યો “મર્દાનગીને ચેલેન્જ....એમ...!?” સિદ્ધાર્થે ટીખળ કરી અને તેમની તરફ પાછો ફર્યો.
નેહાએ રમતિયાળ સ્મિત કર્યું.
“All right...! બોલો શું કરવું છે...?” સિદ્ધાર્થે જાણે હાર માની લીધી હોય તેમ કહ્યું.
“નેહા ....!મારે કંઈજ નથી કરવું કીધુને....!” લાવણ્યાએ ફરીવાર કહ્યું.
“I got it લાવણ્યા...! હું બીજી રીતે એને સબક શીખવાડવાની વાત કરું છું...!” નેહા લાવણ્યા તરફ જોતાં બોલી.
“એટલે ....!?” લાવણ્યાએ પૂછ્યું.
“સિધ્ધાર્થ.....!” નેહાએ સિધ્ધાર્થ સામે જોયું “કોલેજમાં તારી પહોંચ કેટલી ઉંચી છે...?”
“ટ્રસ્ટી સુધી...!” સિદ્ધાર્થે સપાટ સ્વરમાં ટૂંકો જવાબ આપ્યો.
“ગ્રેટ....! તો એ બેય લફંગાઓને ....!” નેહા બોલવા જતી હતી ત્યાં વચ્ચે લાવણ્યા બોલી પડી “એક મિનીટ....! નેહા.....! સિધ્ધાર્થ ...! તમે રેહવા દો...!”
“પણ લાવણ્યા ...!” નેહા બોલવા જતી હતી ત્યાંજ ફરી લાવણ્યા બોલી પડી “તું રાકેશનો ફોન મને આપ ....! હું આવતીકાલે ટ્રસ્ટી સાહેબને મળીને બેયની કમ્પ્લેઇન કરીશ...ok....!”
લાવણ્યાએ ફોન લેવા તેનો હાથ લાંબો કર્યો. થોડીવાર સુધી નેહા ચુપચાપ લાવણ્યા સામે જોઈ રહી પછી કમને તેણે રાકેશનો ફોન લાવણ્યાની હથેળીમાં મુક્યો.
“સિધ્ધાર્થ....!” નેહા હવે સિધ્ધાર્થને કેહવા લાગી “પાર્ટી પૂરી થાય ત્યાં સુધી અમારી જોડે રહીશ....!? ખબર નહિ ઓલા બેય જો ક્યાંક રાહ જોઈ રહ્યા હોય અને લાગ જોઇને ફરી ત્રાટકે...એમ પણ રાકેશનો ફોન હજી અમારી જોડે છે તો કદાચ એ લેવા....!”
“હં..!” સિદ્ધાર્થે હકારમાં માથું ધુણાવ્યું.
ત્રણેય પાર્ટીમાં જવા hall તરફ ચાલ્યા.
“લાવણ્યા ...!” જતાં-જતાં નેહા બોલી “તારો ડ્રેસ તો ફાટી ગયો છે....!?”
બધાં કોરીડોરમાંજ અટકી ગયા.
લાવણ્યાએ તેનો ડ્રેસ ચેક કર્યો. વિશાલે તેનાં ડ્રેસનો આગળનો કમર ઉપરનો ભાગ ફાડી નાખ્યો હતો. લાવણ્યાની પીઠ હજી ઢંકાયેલી હતી.
“કઇ વાંધો નઈ....!” એટલું કહી લાવણ્યાએ પીઠ ઉપર પાછળના ભાગે બચેલો ડ્રેસનો વચ્ચેનો ભાગ ધીમે-ધીમે ફાડી નાખ્યો. હવે તેની ગોરી કમર નાભી સુધી ખુલ્લી થઈ ગઈ.
“કેવું લાગે છે ....!?” લાવણ્યાએ તેની કમર ઉપર હાથ મુકીને પહેલાં સિધ્ધાર્થ તરફ જોયું અને પછી તરત નેહા તરફ જોયું.
“ગૂડ....!” નેહાએ ટૂંકો જવાબ આપ્યો. સિદ્ધાર્થે કંઈ પણ બોલ્યા વિના માથું ધુણાવ્યું અને ચાલવા લાગ્યો. નેહા અને લાવણ્યા પણ ચાલવા લાગ્યા.
પાર્ટી hallમાં ઘૂસતાજ નેહા અને લાવણ્યાએ શક્ય હોય એટલાં સ્વસ્થ દેખાવાનો પ્રયત્ન કર્યો. નેહાનું મૂડ પાર્ટી એન્જોય કરવાનું નહોતું રહ્યું. સિધ્ધાર્થ માટે આ ઘટના કોઈ મોટી નહોતી. એ નોર્મલ જ હતો.
પાર્ટીમાં આવ્યા પછી નેહા અને લાવણ્યા બંને સોફ્ટ ડ્રીન્કના કાઉન્ટર પાસે રાખેલા ટેબલો ઉપર બેસી રહ્યા. સિધ્ધાર્થ તેમની જોડે એક બાજુ ઉભો રહ્યો. તે નવો હોવાથી કોલેજમાં તેનો કોઈ ખાસ મિત્ર નહોતો.
પાર્ટી દરમ્યાન સિધ્ધાર્થ ક્યારેક-ક્યારેક નેહા જોડે વાત કરી લેતો. લાવણ્યા તેમની વાતમાં સામેલ થવા પ્રયત્ન કરતી પણ સિધ્ધાર્થ કોઈ ભાવ નહોતો આપતો. આથી લાવણ્યા દર વખતે સમસમી જતી.
કોલેજની અન્ય કેટલીય છોકરીઓ સિધ્ધાર્થની જોડે આવતા-જતા ફલર્ટ કરવાનો પ્રયત્ન કરતી. સિધ્ધાર્થ હસતા મોઢે બધાને પ્રતિભાવ આપતો. આ બધું જોઈ રહેલી લાવણ્યા ખુબ અકળાતી. પોતે કોલેજની સૌથી સુંદર છોકરી હોવા છતાં સિધ્ધાર્થ તેને કોઈ ભાવ નહોતો આપતો આથી તેનો ઘમંડ ઘવાતો.
▪▪▪▪
પાર્ટી પૂરી થયા પછી સિધ્ધાર્થ તેની કારમાં પહેલાં લાવણ્યા અને પછી નેહાને તેમના ઘરે ડ્રોપ કરી ગયો. આ દરમ્યાન તેઓની વચ્ચે એકબીજાની ઓળખાણ કરવા જેવી ઔપચારિક વાતો અને પાર્ટીમાં વિશાલ જોડે જે ઘટના ઘટી તેને લગતી વાતો થઇ. જોકે સિદ્ધાર્થ મોટેભાગે નેહાની જોડેજ વાત કરતો અને તેનેજ પ્રતિભાવ આપતો. લાવણ્યાને સિધ્ધાર્થ મોટેભાગે ઇગ્નોરજ કરતો રહેતો. આથી લાવણ્યા અકળાઈ ઉઠતી. પણ તે પોતાનાં ભાવો છુપાવતી.
ઘરે આવ્યા પછી લાવણ્યા સીધી તેનાં બેડરૂમમાં જઈ ફ્રેશ થઇ. અને પછી બેડ ઉપર આરામથી પડે-પડે તેણે રાકેશનો ફોન હાથમાં લીધો. તેણે ફોનનું બટન દબાવ્યું. ફોને આંકડાવાળો પાસવર્ડ માંગ્યો.
લાવણ્યાએ પોતાનો ફોન હાથમાં લીધો અને વિશાલને ફોન જોડ્યો. બે-ત્રણ રીંગ વાગ્યા પછી વિશાલે ફોન ઉઠાવ્યો.
લાવણ્યાએ ઠંડા કલેજે કહ્યું “સવારે મળજે....!?
“ક્યાં...!?” વિશાલે પૂછ્યું
“S G highway વાળી ખેતલાપા....!” લાવણ્યાએ એટલું કહીને ફોન કાપી નાખ્યો. તેનાં મોઢા ઉપર કુટલી હાસ્ય ફરી વળ્યું. જે બન્યું તે અંગે વિચારતી વિચારતી તે સુવા લાગી.
▪▪▪▪▪
આગળ વાંચો પ્રકરણ-૪માં
સિદ્ધાર્થ જે રીતે લાવણ્યાને ઇગ્નોર કર્યા કરે છે તેનાથી લાવણ્યા તેની તરફ આકર્ષાય છે. અને .....
Follow me on: twitter@jignesh_19