Samip Darshan in Gujarati Spiritual Stories by Pinnag Rathod books and stories PDF | સમીપ દર્શન

Featured Books
Categories
Share

સમીપ દર્શન

શ્રી મહંત સ્વામી ના સમીપ દર્શન

આમ તો હું બહુ ધાર્મિક નથી પણ મુશ્કેલી ના સમય માં ભગવાન ને યાદ કરી લાઉ છું, એ દિવસે મને સવાર થી મન માં થતું કે આજે શ્રી મહંત સ્વામી ના દર્શન કરવા જઇયે, એમ થયું કે લોકો કેટલે દૂર દૂર થી આવતા હોય છે દર્શન કરવા અને આપણે આટલું માં ના જય શકીયે, મારી ઓફિસ થી શાહીબાગ સ્વામિનારાયણ મંદિર ફક્ત 1 કિલોમીટર દૂર છે।. અને શ્રી મહંત સ્વામી ત્યાં રોકાયા હતા.

મારા એક ધંધાકીય મિત્ર પ્રતિકભાઈ મારી ઓફિસ પાર આવ્યા હતા કોઈ કારણથી , તેમને બધા ઓળખે મંદિર માં જેથી મેં એમને પૂછ્યું કે સ્વામી ના દર્શન નો શું ટાઈમ હોય છે, તેમણે જણાવ્યું કે સાંજના 4:30 થી 8:30 . મેં મનોમન નક્કી કર્યું કે આજે તો જવુજ છે, અંદર થી એવું લાગ્યું કે જાણે સ્વામી મને બોલાવતા હોય. ત્યારબાદ મેં મારા પાર્ટનર દુષ્યંતભાઇ ને સ્કાઇપ માં મેસેજ કર્યો કે સાંજે સ્વામી જી ના દર્શન કરતા જઈશું. તેમણે કહ્યું "ઠીક છે " અને તે દિવસે અમે બંને તેમની જ કાર માં આવ્યા હતા એટલે જોડે જ ઘરે જવા નીકળવાના હતા.

સાંજે ઓફીસ થી નીકળ્યા મંદિરે જવા , મંદિર ની સામે કાર પાર્ક કરી અમે આગળ વધ્યા ત્યાં રોડ ની બંને સાઈડ માં મંદિર ના કારકર્યો બહુ મોટી સંખ્યા માં હતા. મંદિર ની અંદર જય સભા મંડપ બાજુ આગળ વધ્યા , ત્યાં એક ટેબલ પાર પ્લાસ્ટિક ની કોથળી આપતા હતા બુટ ચંપલ મુકવા માટે તે લીધી મન એ ભાઈ એ પૂછ્યું કે તમારી પાસે દર્શન ના પાસ છે, અમે કીધું નથી પણ ક્યાંથી લેવાના છે ત્યાં જ એક અંકલ ઉભા હતા તેમણે કીધું ક્યાંથી આવો છો, અમે કીધું નરોડા , તો એમણે કીધું નરોડા નો વારો પતિ ગયો ,આજે તો ચાંદખેડા નો વારો છે અને એ અંકલે દુષ્યંતભાઇ ને પૂછ્યું સભામાં જાઓ છો, અને દુષ્યંતભાઇ એ લોચા વાળ્યા હાના હાના કરી , પણ એ સમયે એ અંકલ અમારા માટે ભગવાન થઈને આવ્યા છે, એમણે કીધું કઈ વાંધો નહિ એક પાસ મારી પાસે છે અને બીજાની હું તમને ભલામણ કરી આપીશ અને એમને પાકીટ માંથી એક પાસ કાઢી દુષ્યંતભાઇ ના હાથ માં મુક્યો, અમે ફટાફટ બુટ પ્લાસ્ટિક ની કોથળી માં મૂકી અંદર ગયા , એ અંકલ અમને છેક અંદર શુદ્ધિ મૂકી ગયા , અને અમે વિશાળ સભા મંડપ માં પહોંચ્યા જ્યાં એક સ્વામી નું પ્રવચન ચાલતું હતું અને આશરે ચાર થી પાંચ હાજર ભક્તો ઉપસ્થિત હતા.

ત્યાં દુષ્યંતભાઇ ના એક જુના મિત્ર પણ મળ્યા એ કાર્યકર હતા એમણે કીધું વીસેક મિનિટ પછી મહંત સ્વામી ના દર્શન શરુ થશે.અને અમે પણ બધા ભક્તો સાથે લાઈન માં બેસી ગયા. આશરે ત્રીશેક મિનિટ પછી સ્વામી જી ની સભા મંડપ માં દાખલ થયા અને સૌપ્રથમ તેમણે પ્રભુ ની આરતી કરી અને પછી સમીપ દર્શન શરુ થયા. આટલા બધા લોકો હતા પણ આ લોકો ની વ્યવસ્થા ને કેહવું પડે, આશરે બીજી ત્રીશેક મિનિટ પછી અમારો દર્શન નો વારો આવ્યો, બહુ શાંતિથી અને બહુ નજીક થી સ્વામી જી ના દર્શન થયા. એવું લાગ્યું કે ભગવાને જાતે અમને બોલાવ્યા હોય કેમ કે અમે કોઈ પણ જાત ના આયોજન વગર ગયા હતા છતાં પણ કોઈ અડચણ વિના શ્રી મહંત સ્વામી ના દર્શન થયા.

જાય સ્વામિનારાયણ। , જાય માતાજી.