Aajna samayni bhakti in Gujarati Spiritual Stories by Suspense_girl books and stories PDF | આજના સમયની ભક્તિ

Featured Books
Categories
Share

આજના સમયની ભક્તિ

આજના સમયની ખોટી ભક્તિ આપણે બધા એ જોઈ જ હશે અત્યાર નો માનવી મુશ્કેલીથી પીડાતો હોય છે દરેક માણસને નાની અથવા મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે હું તમને હવે બે પ્રશ્ન પૂછું.

(1) તમે અત્યારના સમયમાં ભગવાન માટે કેટલો સમય કાઢો છો?

(2) મોબાઇલ ફોન નો કેટલા કલાક ઉપયોગ કરો છો?

બસ આ બે પ્રશ્ન માં ફેર જોવો આપણે ભગવાન માટે અત્યારના સમય માં વધારે માં વધારે das(10) જ મિનિટ કાઢતા હશુ અને મોબાઈલ ફોન માટે તો આપણા દસ કલાક પણ ઓછા પડતા હશે સાચું કીધું ને અત્યારનો માનવી ભગવાન વગર ચલાવી લેશે પણ તેના મોબાઈલ ફોન વિના એક મિનિટ પણ નહિ ચાલે મને તો લાગે છે આજે આપણે બધા મોબાઇલ ના કાળા જાદુ માં આવી ગયા છીએ. આપણે બધા મોબાઈલ ની ભક્તિ કરીએ છીએ જે કઈ કામ નથી આવતી બહુ ઓછી કામ આવે છે. ભગવાન ની ભક્તિ મીરાંબાઈ અને નરસિંહમહેતા કરતા તો ભગવાન એમને ચમત્કાર દેતો અને આપણી ખોટી ભક્તિનગર લીધે આપણા જીવન માં ચમત્કાર જ બંધ થયા ને મુશ્કેલીઓ ચાલુ થઇ.

અત્યારનો માનવી મને તો લાગે છે મંદિર ના બદલે તેના ફોન માં જ ગુગલ માં જ ભગવાન ને સર્ચ કરીને ફોન માં જ દર્શન કરતો હશે.

30 મોટી ઉંમર ના તો મંદિરે દર્શન કરવા જતા હોય છે ભગવાન માટે ટાઈમ પણ કાઢતા હોય છે પણ આજ ના યુવાનો ભગવાન ને જરૂર પડે ત્યારે જ યાદ કરે છે જયારે યુવાન ને જોબ જોઈતી હોય અથવા રિઝલ્ટ સારુ લાવું હોય ત્યારે જ ભગવાન ને યાદ કરતા હોય છે આજના યુવાનો તો પોતાનો બધો જ સમય ફોન માં જ પસાર કરતા હોય છે.

અત્યારના સમય માં માતા પિતા બાળકો ને ફોન ન લઇ આપે તો બાળકો આત્મહત્યા અને ઘરે થી ભાગી જતા હોય છે મને તો આજ નથી સમજાતું આજનો કોઈ પણ આવો માનવી નઈ હોય જેની પાસે ફોન નઈ હોય.


થોડા વર્ષો પહેલા ની વાત સિબે એક માણસ શ્રી કૃષ્ણ નો ભક્ત હોય છે તે ભગવાન ની દસ જ મિનિટ ભક્તિ કરતો હોય છે અને badha ને કહેતો હું તો શ્રી કૃષ્ણ નો ભક્ત છું મારો ભગવાન હું જયારે મુશ્કેલી માં હોઉં ત્યારે મારી મદદ કરે છે. તે હંમેશા મારી સાથે જ હોય છે તો એક દિવસ તે માણસ ને રાતના sapni આવ્યું સપના માં શ્રી કૃષ્ણ આવ્યા અને કીધું કે કાલે તારું મૃત્યુ છે સ્વયં હું તને લેવા આવીશ તો એ માણસ ને સવારે ઉઠી ને તે સપનું યાદ આવ્યું તેને બધા ને વાત કરી અને કહ્યું તૈયારી કરો મને મારો ભગવાન સાંજે પાંચ વાગે લેવા આવે છે હું તો હસતા હસતા એની સાથે જઈશ આજે તો મને મારો ભગવાન જોવા મળશે. પાંચ વાગ્યાં તે તેના આસન પણ બેસી ગયો પણ પાંચ ના (6) વાગ્યાં પણ ભગવાન ન આવ્યા તેને આખી રાત ભગવાન ની રાહ જોઈ પણ ભગવાન ન આવ્યા.

તે માણસ ફક્ત દસ જ મિનિટ ભક્તિ કરતો તે ભક્તિ નો સમય પણ બધા ને ગણાવી દેતો અને બધા માણસો ને કહેતો હું તો રાત દિવસ ભગવાન નું રટણ કરું ત્યાં પણ તે જૂઠું બોલતો હતો, એટલે ભગવાને એના સાથે જ રમત રમી આ વાર્તા પરથી શીખવા મળે ભક્તિ કરો તો કદી કોઈ ને કહેવું નહિ ભગવાને પણ ન કેહવું કે આજે મેં તારું આટલી વાર રટણ કર્યું ભગવાન થી પણ છુપાવાનું.

ભગવાને સારા માણસની જરૂર હોય ખરાબ માણસની જરૂર તો આ દુનિયામાં કોઈને નથી.