Premno kinaro - 3 in Gujarati Love Stories by Chaudhari sandhya books and stories PDF | પ્રેમનો કિનારો - ભાગ ૩

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમનો કિનારો - ભાગ ૩

મુક્તિ અને કૃતિકા ક્લાસમાં જઈને બેઠા.
મુક્તિ અને અનુરાગની બેંચો બાજુમાં જ હતી. ક્લાસમાં અનુરાગ અને એના ગ્રુપની એન્ટ્રી પડે છે. થોડીવાર પછી અનુરાગે મુક્તિ પર એક નજર નાંખી. અનુરાગને એમ કે મુક્તિ બધી યુવતીઓની જેમ એના તરફ જ જોઈ રહી હશે. પણ અનુરાગની ધારણા ખોટી પડી. મુક્તિ તો પોતાનામાં જ ખોવાયેલી હતી.

અનુરાગે બે થી ત્રણ વાર નજર કરી પણ મુક્તિએ એક વાર પણ નજર ન કરી. ક્લાસના યુવક અને યુવતીઓ તો મુક્તિને જોવામાં જ મશગૂલ હતા.

બે ત્રણ યુવકો મુક્તિ પાસે આવ્યા. એમાંના એક યુવક રોનિતે મુક્તિને જોઈ કહ્યું "Hello beautiful..."

મુક્તિ:- "Oh hi handsome..."

રોનિત:- "Hi i am Ronit."

"મુક્તિ" મુક્તિએ રોનિત સાથે હાથ મિલાવતા કહ્યું.

રોનિતે પોતાના મિત્રોનો પરિચય આપ્યો.
એટલામાં જ પ્રોફેસર આવ્યા. થોડુ ભણાવ્યું ને જતા રહ્યા. અનુરાગ અને અનુરાગના ગ્રુપે નોંધ લીધી કે મુક્તિ યુવકો સાથે ફ્લર્ટ કરવામાં જ વ્યસ્ત હતી.

અનુરાગ અને અનુરાગનું ગ્રુપ રિહર્સલ હૉલમાં બેઠા. બધા મસ્તી કરી રહ્યા હતા. મસ્તી મસ્તીમાં અનુરાગને કરનનો ધક્કો લાગ્યો. અને અનુરાગના હાથમાં પકડી રાખેલી બોટલનું પાણી ઢોળાઈ ગયું. અનુરાગે શર્ટ કાઢી દીધું.

અનુરાગ:- "તમે ક્લાસમાં જાઓ. હું ચેન્જીંગ રૂમમાં જઈ ચેન્જ કરું છું."

બધા રિહર્સલ હૉલની બહાર નીકળે છે.

અનુરાગ બહાર જ ઉભો રહી પોતાના શર્ટથી પોતાની બોડી પર રહેલું પાણી સાફ કરતો હતો.
મુક્તિ એ જ સમયે ત્યાંથી પસાર થાય છે. મુક્તિનુ પણ મોબાઈલમાં ધ્યાન હોય છે. એટલે બંને એકબીજા સાથે ટકરાય છે. મુક્તિએ જોયું તો વિકરાળ ત્રાડ પાડતા ચિત્તાનો ટેટું પાડેલા એક યુવકની પીઠ દેખાઈ. એ યુવક મુક્તિ તરફ ફર્યો. મુક્તિ તો અનુરાગને જોઈ જ રહે છે.

મુક્તિ:- "Hey hoty...what is your Name?"

અનુરાગ:- "અનુરાગ...and your name?"

મુક્તિ:- "Wow! What a body..! And nice tattoo..."

અનુરાગ:- "oh thanks..."

મુક્તિ:- " I am mukti..."

ઝંખના:- "મુક્તિનો થોડો સ્ક્રૂ ઢીલો છે. થોડી Crazy છે."

ઈશિતા:- "થોડી નહિ પૂરી પાગલ છે. પહેલી મુલાકાતમાં જ ફ્લર્ટ કરવા લાગી. કેટલા Guts છે એ છોકરીમાં..."

સનાયા:- "એ છોકરી પાગલ નહિ પણ કેરેક્ટરલેસ છે."

મુક્તિના કાને સનાયાના શબ્દો સંભળાયા.

મુક્તિ:- "તું છે કોણ મને આવું કહેવાવાળી? How dare you? તારી હિમ્મત જ કેમ થઈ મને આવું કહેવાની."

અનુરાગ:- "hey listen calm down..."

"Hey you..." એમ કહી મુક્તિ અનુરાગને સાઈડ પર રહેવાનો ઈશારો કરે છે.

અનુરાગ ખસતો નથી.

અનુરાગ:- "તારી પણ હિમંત જ કેમ થઈ મારી બેસ્ટ ફ્રેન્ડ સાથે આમ વાત કરવાની?"

મુક્તિ:- "અમારા બે વચ્ચે વાત ચાલતી હતી ને? તો તારે વચ્ચે પડવાની શું જરૂર હતી?"

અનુરાગ:- "એ મારી ફ્રેન્ડ છે. કોઈ એની સાથે આવી રીતના વાત કરે તે મને પસંદ નથી."

મુક્તિ:- "હા તો તારી So-called ફ્રેન્ડને સમજાવી લે કે મને જજ ન કરે. Only God can Judge me...Other don't Waste Your time...do you understand?"

મુક્તિ સ્વગત જ બોલી "બેસ્ટ ફ્રેન્ડને તો સમજાવવી નથી. ને બીજાને Blame કરવું છે. બેસ્ટ ફ્રેન્ડ છે તો એની કોઈપણ વાતમાં સાથ આપશે. પછી ભલેને એ કામ ખોટું હોય!
"Bloody loser! મને છે ને આવા Loser ની આસપાસ રહેવું પણ નથી."

અનુરાગ:- "Excuse me! શું કહ્યું તે? જે બોલવું હોય તે સામે બોલ ને! પીઠ પાછળ બોલવાની જરૂર નથી."

મુક્તિ અનુરાગની નજીક આવી અનુરાગની આંખમાં નિહાળીને મકકમતાથી કહે છે
"Bloody loser...ખુશ!"

અનુરાગને પણ ખૂબ ગુસ્સો આવે છે.
અનુરાગ આવેશમાં આવીને મુક્તિ પર હાથ ઉપાડતો હતો પણ પોતાની જાતને રોકી લે છે.
અનુરાગના ફ્રેન્ડસ અનુરાગને રોકે છે.

કરન:- "Relax અનુરાગ."

ઝંખના:- "અનુરાગ શું કરે છે? મગજને ઠંડું રાખ ઑકે?"

કરન:- "Sorry મુક્તિ."

મુક્તિ:- "તું શું કામ સૉરી બોલે છે?"

સાનાયા અને અનુરાગ તરફ જોઈ કહ્યું "જેને બોલવું જોઈએ એ તો બોલતા નથી."

અનુરાગ ગુસ્સાથી મુક્તિ તરફ જતો હતો કે એના ફ્રેન્ડસ અનુરાગને પકડી લે છે.

મુક્તિ ફિક્કુ હસીને કહે છે "ઑહ Boys ને સાચી વાત કહો તો જલ્દી ખોટું લાગી જાય છે. સહન ન થયું તો હાથ ઉપાડી લીધો? હાથ ઉપાડવા સિવાય બીજુ કરી પણ શું શકે?"

ઝંખના:- "ઑ હેલો મિસ મુક્તિ. હવે હદ થાય છે. Stop it..."

કૃતિકા:- "તમે બધા મુક્તિથી દૂર રહેજો સમજ્યા?"

ઝંખના:- "ઑકે Guys બહુ થઈ ગયું. પ્લીઝ હવે આ ઝઘડો બંધ કરો."

કૃતિકા મુક્તિને લઈને કેન્ટીનમાં ગઈ. અનુરાગના મિત્રો પણ અનુરાગને લઈ રિહર્સલ હૉલમાં ગયા.

ઝંખના:- "I think વાંક તો સનાયાનો જ હતો."

કરન:- "એ જેવી હોય તેવી આપણે જાણીને શું કામ છે? સનાયા તારે એના વિશે આવું નહોતું બોલવાનું."

સનાયા:- "અનુરાગ આ લોકો તો મારા પર તૂટી જ પડ્યા. મે કંઈ ખોટું કહ્યું."

અનુરાગ:- "Come on guys...એ મુક્તિની હરકતો અને વર્તન જ એવું હતું કે સનાયાના મોઢામાંથી નીકળી ગયું. અને સનાયા તારે શું જરૂર હતી એને જજ કરવાની. એ જેવી છે તેવી એમાં આપણે શું?"

બપોરે નાસ્તો કરી ક્લાસમાં ભેગા થયા. અનુરાગ અને મુક્તિ બંનેની નજર એકબીજા સાથે ટકરાય છે. બંનેની નજર એકબીજાને કહી રહી હતી કે શું સમજે છે પોતાની જાતને? બંનેનો ઈગો ઘવાયો હતો.

ક્રમશઃ