kalyugna ochhaya - 36 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | કળયુગના ઓછાયા ૩૬

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

કળયુગના ઓછાયા ૩૬

રૂહી તો કોઈ પણ કપડામાં સરસ જ લાગે એવી છે....અને પાછી એની ડ્રેસિંગ સ્ટાઈલ એટલી જોરદાર છે કે કોઈને પણ ગમી જાય....એ તૈયાર થઈ ગઈ છે આજે સમયસર...

આ બાજુ અનેરી તૈયાર તો થઈ ગઈ પણ રૂહીએ તેને પ્રેમથી કહ્યું, તુ બીજા કોઈ કપડાં પહેરને મસ્ત...

અનેરી : કેમ ?? આ સારા નથી ??

રૂહી : સારા જ છે...પણ આજે કંઈ મસ્ત પહેરીને ચાલ ને.

અનેરી : મને તો કંઈ ખબર નથી પડતી શું પહેરૂ તુ કહે...

અનેરી તેને તેના બધા કપડાં બતાવે છે અને તે એક રેડ કલરનુ એક ટોપ લઈને કહે છે, આ પહેર મસ્ત છે...

આ જોતાં જ અનેરીના ચહેરા પરની રોનક ઉડી જાય છે...અને કહે છે રૂહી આ સિવાય કોઈ પણ કહે હુ પહેરી દઈશ પણ આ નહી...

રૂહી : કેમ આટલુ તો સરસ છે તને કેમ નથી ગમતું ?? શું વાંધો છે આ પહેરવામાં ??

અનેરી : એકદમ શું કહે એને સમજાતુ નથી એટલે બેસી જાય છે બેડ પર... પ્લીઝ રૂહી..

રૂહી : કેમ આ કોઈએ ગિફ્ટ કરેલુ છે ?? નથી ગમતું તો કોઈને આપી દે ને કોઈને જરૂર હોય તેને‌‌....

રૂહી કંઈક કરતાં અનેરી કંઈ બોલે તેની રાહ જ જોઈ રહી છે ત્યાં જ અનેરી કહે છે, હા રૂહી....આ એવી વ્યક્તિ એ ગિફ્ટ કરેલુ છે જે મારી જિંદગી હતી....અને એ...??... કહેતા જ તે રડી પડી....

રૂહી : સોરી... પ્લીઝ.મારો ઈરાદો તને દુઃખ પહોચાડવાનો નહોતો...હુ ફક્ત તારૂ દુઃખ હળવુ કરવા ઈચ્છતી હતી‌.. કંઈ વાધો નહીં....આ કપડાં બરાબર છે...ચાલ આપણે જઈએ...તુ ખાલી ફ્રેશ થઈ આવ‌..

અનેરી : સારૂ રૂહી.... સોરી.‌હમણા જ આવી...

દસ મિનિટમાં રૂહી અને અનેરી બંને રૂહી અને અક્ષતના  ફેવરિટ સ્થળ ગોલગપ્પા પર પહોંચી જાય છે........

                 *.       *.        *.       *.       *.

આસ્થા અને સ્વરા એ મેડમના રૂમમાં પહોચે છે તો ત્યાં બે જણા સિવાય પણ કોઈ વ્યક્તિ હોય છે....

આસ્થા બારણા પાસે ઉભી રહે છે...અને અંદર આવવાની પરવાનગી માગે છે.

પંકજરાય કહે છે, આવી જાઓ બેટા અંદર....

અંદર જુએ છે તો એક ભાઈ બેઠેલા હોય છે.... આસ્થા એમને જોઈને કંઈ બોલતી નથી પણ એ આસ્થા સામે એકીટશે જોઈ રહ્યા છે....

પંકજરાય  અત્યારે બહુ ખુશ દેખાઈ રહ્યા છે.. આસ્થા ને એ જાણવાની ઉતાવળ હતી કે તેમણે શું નિર્ણય કર્યો...પણ એ વ્યક્તિ ને જોઈને એ ઉભી રહી....

આસ્થા : અંકલ મને પેલો નંબર આપશો?? જેથી હુ તેમને અહીં આવવા કહી શકું??

પંકજરાય : કોણ??

આસ્થા : મારા પપ્પા....

એ સાથે જ એ વ્યક્તિ ત્યાંથી ઉભી થઈ જાય છે અને કહે છે, બેટા....તુ તો એકદમ કેયા જેવી જ દેખાય છે....અને બાજુમાં આવીને ઉભા રહી જાય છે... પહેલાં તો સોરી બેટા...

આસ્થા : તમે જ મારા પપ્પા છો ??

આસ્થા પણ એકદમ ગળગળી થઈ જાય છે...આખરે એ તેના પિતા છે....તેમનુ લોહી તેની નસ નસમાં વહી રહ્યું છે.

બંને એકબીજાને આંસુ અને દુઃખ સાથે ભેટી પડે છે...આ મિલન જોઈને ત્યાં હાજર દરેકના આંખમાં આંસું આવી જાય છે.....

મીનાબેન : લો હવે બાપદીકરી મળી ગયા...હવે અમે બહાર બેસીએ તમે શાંતિથી બેસીને વાત કરીએ.

આસ્થા : ના હવે અંકલ હવે કંઈ તમારા બધાથી છુપું નથી..તમે બધા બેસો...પણ અમારી વાત શરૂ થાય એ પહેલાં તમે શું નક્કી કર્યું એ મને કહી શકશો ??

સ્વરા : હા...પેલા વિધિવાળા ભાઈ પણ અહીં વિદ્યાનગર આવી ચુક્યા છે.... એટલે એમને અહીં બોલાવવા માટે તમારો જવાબ બહુ જરૂરી છે.

આસ્થાના પિતા (મિહિરભાઈ) : શેની વિધિ ?? શું થયું છે ??

પંકજરાય : હા આસ્થા તમે લોકો એમને બોલાવી શકો છો...અને બીજો જવાબ તમને મીનાબેન કહી દેશે.... બરાબર...

હવે હું જાઉં છું મારે કામ છે તો પછી આવું છું.અને તમે લોકો શાંતિથી બેસીને વાત કરો...

મીનાબેન : સ્વરા ચાલ આપણે બહાર જઈએ....એમને બેસવા દઈએ...

સ્વરા પણ તેમની વાત સમજીને મીનાબેન સાથે બહાર આવી જાય છે....બહાર આવતા મીનાબેન અને સ્વરા બંનેને ખબર પડે છે કે કંઈ થઈ રહ્યું છે અહીં બધુ એવો અણસાર હોસ્ટેલમાં પણ હવે બધાને આવવા લાગ્યો છે....!!

મીનાબેન : સ્વરા તુ મારી સાથે ઓફિસમાં આવ...અને રૂહી ક્યાં છે ??

સ્વરા : એ બહાર કોલેજના કંઈ કામ માટે ગઈ છે...અને પેલા વિધિવાળા ભાઈને બોલાવીને આવશે..પણ મેડમ તમારી કંઈ વાત થઈ ??

મીનાબેન : તુ શું કહેવા માગે છે હું સમજી ગઈ...મને ખબર છે આસ્થા અંદર મને એ જ પુછવા માગતી હતી પણ મને તેના પપ્પા સામે આવી વાત કરવી યોગ્ય ન લાગી.અને મને એ તો ખબર જ છે કે બહાર પંકજરાય સાથે રૂહીએ જે વાત કરી એ તમને બધાને ખબર જ હશે...

પહેલાં તો રૂહી અને તમારા બધા નો બહુ જ આભાર...તમે લોકો નાના છો પણ બહુ જ મેચ્યોર અને સમજદાર છો...અને  રૂહી તો એમાં પણ બધાની મા છે જાણે !!

પંકજરાયે છેલ્લે જે રીતે મારી સાથે વર્તન કર્યું હતું એ પછી તો મને કોઈ આશા નહોતી કે હવે એ ક્યારેય લગ્ન માટે હા પાડશે કે મને શાંતિથી જીવવા દેશે....પણ રૂહીએ ખબર નહી એમના પર શું જાદુ કર્યો કે એમને મને એમના એ વર્તન માટે સાચા દિલથી માફી માંગી...અને સામેથી એમણે મને એમની સાથે લગ્ન કરવા માટેનો પ્રસ્તાવ મુક્યો...

સ્વરા: પણ એમના દીકરા ને પુછ્યું ??

મીનાબેન : એમને કહ્યું કે એમને આ માટે સૌથી વધારે અચકાટ એમના દીકરા વહુને પુછતા થતો હતો એવું એમણે કહ્યું, પણ તેમણે સવારે જ પહેલા તેમના દીકરાને વાત કરી...

પણ અમારા બંનેના આશ્ચર્ય વચ્ચે એમના દીકરા વહુએ આ માટે હા પાડી દીધી....હવેના અમારા જીવન માટે આ નિર્ણય એકદમ યોગ્ય છે એવું કહ્યુ....મને અપનાવવા પણ તૈયાર થઈ ગયા...

સ્વરા : બહુ સરસ...તો ક્યારે બોલાવો છો અમને લગ્નમાં??

મીનાબેન : જોઈએ હવે...હવે તો તમે અમારી દીકરીઓ છો તમને તો કહેવું જ પડશે ને ??

સ્વરા : બધી તૈયારી કરવાની જવાબદારી અમારી....હુ પછી આવું પહેલાં રૂહીને આ ખુશખબરી આપી દઉં...એમ કહીને રૂમની બહાર નીકળે છે.‌‌....

સ્વરા રૂહીને ફોન કરે છે પણ રૂહીના મોબાઈલમાં રીંગ વાગી રહી છે પણ કોઈ ઉપાડતુ નથી‌.......

                  *.      *.       *.       *.       ‌‌* .

રૂહી અને અનેરી ત્યાં એ જગ્યાએ પહોચે છે તો અક્ષતની સાથે બીજું કોઈ પણ હોય છે...પણ એ વ્યક્તિ આ લોકોને જોતાં જ સાઈડ પર જતી રહે છે..

અક્ષત એ બંનેને જોતા બહારની સાઈડ પર આવે છે....અને તેમને અંદર લઈ જાય છે.

રૂહી : તે મને કંઈ કહ્યું નહી કે અહીં મને શું કામ બોલાવી છે...

અક્ષત : મારી મા થોડી તો શાંતિ રાખ...તને એટલે તો બોલાવી છે...અને આ અનેરી છે ?? ઓળખાણ તો કરાવ..

રૂહી તેને અક્ષત સાથે ઓળખાણ કરાવે છે...અંદર તો ચાલ...

અંદર પહોચતા જ અક્ષત રૂહીને હાથ પકડીને સાઈડમાં ખેંચે છે અને કહે છે, અનેરી ત્યાં સામે ટેબલ પાસે બેસ બે મિનિટમાં આવીએ....મારે રૂહીનુ થોડું કામ છે...

અનેરી ને કંઈ સમજાતું નથી કે રૂહી મને અહીં શું કામ લઈ આવી છે...એને અને અક્ષતને કામ છે તુ મને શું કામ લાવી?? કંઈ નહી હવે સાથે આવી છું તો બેસવુ જ પડશે‌.. ત્યાં જઈને બેસુ...

એ ટેબલ પાસેની ખુરશી લઈને બેસે છે અને મોબાઈલ ખોલવા જાય છે ત્યાં જ કોઈ પાછળથી આવીને તેના ખભા પર હાથ મુકે છે‌‌....

એ હાથમાં સ્પર્શ માત્રથી અનેરી ના આખા શરીરમાં એક ઝણઝણાટી અનુભવાય છે કે આ સ્પર્શ જાણે તેના બહુ નજીકનો છે...તેના રોમેરોમમાં જાણે એક ખુશી વ્યાપી જાય છે અને તે ઉભી થઈને પાછળ તરફ ફરવા જાય છે ત્યાં જ એનો સ્કર્ટ એ ચેર પાસે ભરાય છે અને પડવા જેવી થાય છે ત્યા જ તે પાછળવાળી વ્યક્તિન એ તેના બે હાથથી તેને પોતાની મજબૂત બાહોમાં પકડી દે છે . એ સાથે બે જણાની આંખોથી આંખો મળે છે....એકબીજાથી બીછડેલા બે હૈયા એકબીજાની આંખોમાં ડુબી ગયા છે !! અને સામે જ ઉભેલા બીજા બે હૈયા રૂહી અને અક્ષત આ રોમેન્ટિક પળોને ઊભા ઉભા નિહાળી રહયા છે !!

કોણ હશે એ અનેરીને મળનાર વ્યક્તિ ?? આસ્થા અને તેના પિતા વચ્ચે શું વાતો થશે ?? કેયા અને લાવણ્યા સાથે જોડાયેલા હજુ કયા રાજ જાણવા મળશે આસ્થાને ?? આજે શ્યામની વિધિ સાચા અર્થમાં શરુ થઈ શકશે ??

જાણવા માટે વાચતા રહો, કળયુગના ઓછાયા- ૩૭

બહુ જલ્દીથી.‌.......મળીએ એક નવા ભાગ સાથે.......