Sachu ne khotu in Gujarati Moral Stories by Kaushik Dave books and stories PDF | સાચું ને ખોટું

Featured Books
Categories
Share

સાચું ને ખોટું

" સાચું ને ખોટું " આપણી આ નવી સદી માં જ્યારે જુઠ છવાઈ ગયું છે અને સાચા માણસો ને સહન કરવું પડે છે..આ પર ની વાર્તા.." સાચું ને ખોટું"... ..... .." અરે ઈંદુ જો આજ ના ન્યૂઝ પેપર માં શું આવ્યું છે?. આ સાચું છે? તેં સ્કુલમાં થી રાજીનામું આપ્યું છે? આ શું તારા વિશે ખોટું ખોટું લખ્યું છે.આ મીડિયા વાળા કેવા છે?. ઈંદુ તું કંઈ તો બોલ." મનોરંજન ભાઈ ન્યુઝ પેપર વાંચી ને ભડક્યા હતા. તેમની ધર્મ પત્ની ઈંદુ પર અધિક વિશ્વાસ છે.કે આ પેપર વાળા ખોટું ખોટું લખે છે. ઈંદુ બેને મનોરંજન ભાઈ પાસે થી ન્યૂઝ પેપર લીધું અને સમાચાર વાંચ્યા.. ..' શહેર ની પ્રખ્યાત સ્કુલ ના આચાર્ય ઈંદુબેને ગ ઈ કાલે રાજી નામું આપ્યું છે આજ થી ધોરણ ૧૦ અને ૧૨ ની પરિક્ષા શરૂઆત થવાની છે ત્યારે આવી રીતે રાજીનામું આપવું વ્યાજબી નથી. આચાર્ય ખુબ જ પ્રમાણિક અને હોશિયાર છે એવું વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ કહે છે.તો તેમણે આમ અચાનક રાજીનામું કેમ આપ્યું? તે માટે અમારા પ્રતિનિધિ એ સ્કુલ ના ટ્રસ્ટી અને નવા આચાર્ય નો ઈન્ટરવ્યુ લીધો. સ્કુલ ના ટ્રસ્ટી ના જણાવ્યા મુજબ આચાર્ય ઈંદુબેને પરિક્ષા સમયે જ પગાર વધારા ની માંગણી કરી.. નહીં તો રાજીનામું આપવાની ધમકી આપી.. વિદ્યાર્થીઓ ના ભવિષ્ય સાથે રમત રમનાર ઈંદુબેન ની માંગણી મંજૂર કરી નહીં.. અને જાણવા મુજબ ભૂતપૂર્વ આચાર્યે અમારી પ્રતિસ્પર્ધી સ્કુલ માં આચાર્ય બનવા માંગે છે . નવા આચાર્ય ને પુછતા તેમણે જણાવ્યું કે ભૂતપૂર્વ આચાર્ય ને રીટાયર્ડ થવાને હજુ પાંચ વર્ષ બાકી છે.કદાચ અંગત કારણોસર રાજીનામું આપ્યું હશે અથવા ટ્રસ્ટી શ્રી એ કહ્યું તે મુજબ કોઈ સ્કુલ માં આચાર્ય પદ લેવાના હશે........ આ વાંચી ને ઈંદુબેન ના આંખ માં થી આંસુ આવી ગયાં.દુનિયા કેટલી જુઠી છે.રાજીનામુ આપવાનું સાચું કારણ ટ્રસ્ટી અને નવા આચાર્ય ને ખબર છે છતાં પણ... મીડિયા સામે મારા વિશે આવા આક્ષેપ!!!. મનોરંજન ભાઈ બોલ્યા," ઈંદુ હું જાણું છું આ પેપર માં ખોટું છે. તું મીડિયા માં આ વિશે સાચું જણાવ.પણ તેં કેમ મને ના કહ્યું શું કારણ છે? મને પારકો માને છે?". " ના,ના .. એવું નથી. હું તમને કહેવાનું વિચારતી જ હતી.પણ તમને રાત્રે ટેન્શન આપવા માગતી નહોતી.સવારે ચા નાસ્તો કરતા તમને વાત કરીશ. એવું વિચાર્યું હતું.. "... ઈન્દુબેન બોલ્યા...." પણ રાજીનામું કેમ આપવું પડ્યું?. તું કંઈક મને કહે.. તારે સર્વિસ ના કરવી હોય તો. કહેવું તો હતું!!!.તું હવે આરામ કરજે..પણ તારા વિશે આવું કહે તે મારા થી સહન થતું નથી." મનોરંજન ભાઈ બોલ્યા.. " જુઓ સાચી વાત એ છે કે,ગઈ કાલે સવારે અમારા ટ્રસ્ટી મારી કેબીન માં આવ્યા હતા.. અને મને કહ્યું..કાલ થી SSC અને ધોરણ બાર ની પરીક્ષા શરૂ થાય છે.તો આપણા સ્કુલ ની તૈયારી બરાબર છે ને?" એટલે મેં કહ્યું કે હા, પુરેપુરી તૈયારી છે. પરીક્ષા માં ચોરી ના થાય અને આપણા સ્કુલ નું નામ બદનામ ના થાય તે માટે તમામ સ્ટાફ ને જણાવ્યું છે તેમજ હું પણ તકેદારી રાખીશ... આટલું કહેતા ટ્રસ્ટી બોલ્યા.મને તમારા પર ભરોસો છે તમે પ્રમાણિક છો.આપણી સ્કુલ નું નામ તમારા લીધે જ પ્રસિદ્ધ છે..પણ મારે તમારું ખાસ કામ છે.વાત એમ છેકે મારા એક મિત્ર છે પ્રસિદ્ધ સ્કુલ ના ટ્રસ્ટી છે.એમનો નાનો દીકરો ધોરણ બાર સાયન્સ માં છે.તેને પરીક્ષા સમયે બધી મદદ કરવાની છે.. એટલે મેં કહ્યું બધી એટલે? તેમણે કહ્યું તેની બેઠક વ્યવસ્થા સારી અને સુગમ જગ્યાએ કરવાની.તેમજ તેના ક્લાસ માં સુપરવાઈઝર એવા મુકજો કે તેને લખવામાં મદદ કરે.તમે આટલું કરશો તો નવા સત્રથી તમારા પગાર માં વધારો કરી આપીશ. મેં કહ્યું વિદ્યાર્થી એ તેની મહેનત થી પરીક્ષા આપવાની છે મારા માટે બધા વિદ્યાર્થીઓ સરખા.. કોઈ વિશેષ સગવડ મલશે નહીં.. અને ....ચોરી તો નહીં કરવા દઈશું.એમણે મને આ માટે રૂપિયા ની પણ ઓફર કરી.પણ હું મક્કમ રહી.એટલે તેમણે મારી પાસે થી રાજીનામું માગ્યું.અને કહ્યું કે તમે પસ્તાશો. મેં બીજી સગવડ કરી છે. આ સાંભળી ને મેં રાજીનામું આપ્યું ને કેબીન માં થી નીકળી ગ ઈ.. સ્કુલ ની બહાર જ જતી હતી ત્યારે મને મારો મોબાઈલ યાદ આવ્યો છે મારી કેબીન માં ભુલી ગ ઈ હતી.ત્યારે મેં કેબીન માં અવાજ સાંભળ્યો.નવા આચાર્ય જે પહેલા સીનીયર ટીચર હતા તેમણે ટ્રસ્ટી ને તમામ મદદ કરવાની બાંહેધરી આપી.અને તે પેટે રૂપિયા એક લાખ તેમની પત્ની ના ખાતા માં જમા કરાવવા કહ્યું.જે ટ્રસ્ટી એ સ્વીકારી લીધું બસ આટલી વાત ને મને મીડિયા માં બદનામ કરી. શું બીજા વિદ્યાર્થીઓ ના ભવિષ્ય સાથે ચેડાં કરવા યોગ્ય છે? ધન દોલત થી હવે શિક્ષણ બદનામ થાય છે.સાચા શિક્ષક હવે ભૂતકાળ બનશે?. " .. ઈન્દુબેન બોલ્યા. " જો ઈંદુ તું ચિંતા ના કર . કર્મો ના ફળ ભોગવવા જ પડે છે.". અને બીજા દિવસે એજ ન્યૂઝ પેપર માં પરીક્ષા માં ચોરી કેસ..એમ સમાચાર હતા.કે શહેર ની જાણિતી સ્કુલ માં બોર્ડ ની ચેકીંગ કરનારા ઓ એ એક ધનાઢ્ય ના દિકરા ને બાર સાયન્સ ની પરીક્ષા માં ચોરી કરતા પકડ્યો.અને તેને મદદ કરનારા સુપરવાઈઝર અને નવા આચાર્ય ને રંગે હાથ પકડ્યા..તમે જાણતા જ હશો કે ગ ઈ કાલે જ આ સ્કુલ ના આચાર્ય ઈંદુબેને રાજીનામું આપ્યું છે. શું તેમને આ ચોરી થવાની છે તે ખબર હશે? એટલે રાજીનામું આપ્યું હશે? અમારા પ્રતિનિધિ એ વિદ્યાર્થીઓ અને વાલીઓ નો ઈન્ટરવ્યુ લીધો હતો .તે બધા એ જણાવ્યું કે આચાર્ય ઈંદુબેન ખુબ જ પ્રમાણિક અને સારા સ્વભાવના છે.કદાચ ઈંદુબેન હોત તો આ ચોરી થવા જ દેતા.... અને સ્કુલ નું નામ બદનામ ના થતું.......આ વાંચી ને ઈંદુબેન ના આંખ માં થી આંસુ આવી ગયાં........ @ કૌશિક દવે............ શું દુનિયા માં જુઠ છવાઈ ગયું છે? સાચા માણસો ધીમે ધીમે ઘટતા જાય છે? કે ખોટી વાત કે ખોટા ને પડકારવા ની હિંમત આપણે ગુમાવી બેઠા છીએ!!..... મારી એક કવિતા " સત્ય " નામની છે. તેમાં આ સાચું- ખોટું વિશે છે..તેની કેટલીક પંક્તિઓ... ખોટું ને ખોટું દુનિયા છવાઈ જાય છે...... આખર માં... કહે કૌશિક કવિ રાય ,ખોટ નો ધંધો થાય છે,જુઠ ની થઈ આજે જીત, કાલ સત્ય ની દેખાય છે........@ કૌશિક દવે....