ઢેફલીયાબાપા
અરબસાગરથી (લોએજ વીન્ધી) સાતેક કિ.મી. દૂર જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના કંકાસા નામનું નાનકડું , કબીરના વડની છાયામાં સમાય જાય એટલી વસ્તી ધરાવતું આશરે બે - અઢી હજારની જુદીજુદી કોમના લોકોની વસ્તી ધરાવતું ગામ. ગામની વસ્તીમાં બ્રાહ્મણ, આહિર , કોળી , વણકર , રબારી , હજામ , કુમ્ભાર, ગઢવી ,ધોબી , સોની ,બાવાજી , વાણિયા વગેરે લોકો આજે પણ રહે છે .
કંકાસાગામના પાદરમાં ચબૂતરો , પીરની દરગાહ , કોળી સમાજની સતી આઈ શ્રી મેણલઆઈ અને આહિર સમાજના સુરાપુરા શ્રી મસરીબાપા સાથે દરેક ગામની માફક હનુમાન , શિવ , રામંદિર , રામાપીરનું મંદિર આવેલા છે. રાજાશાહી વખતની પૌરાણિક ઈતિહાસ સંગ્રહીને પાદરમાં બેઠેલી પાણીયારી વાવ અને એક સમયનાં ઉજ્જડ મઠમાં શ્રી પૂજાલાલ બળવાનો સરગવાળા પહેલાંનો આશ્રમ અને ત્યાં જ હનુમાન-ગણેશની એકસાથે બીરાજતી મૂરતીઓ શિખરબંધ મંદિરમાં બીરાજે છે.
અહીંની વસ્તીના મોટાભાગના લોકો શ્રમજીવી , મજૂરવર્ગ અને ખેતી આધારિત જીવન જીવતા ખેડૂતભાઈઓ છે.
કંકાસાના પાદરથી સીધો રસ્તો નાન્દરખી થઈ લાખણ-ગોરલના થાનકે નીકળાય છે અને બીજો ફાટો મેણેજ તરફ જાય છે પરંતું જે ત્રિકોણીય વિસ્તાર રચાય તે વર્ષોથી ઉજ્જડ જગ્યામાં જ હતો ત્યાં આજે તો એક નાનકડો શાંતિથી બેસવા જેવો , વિસામો લેવા જેવો ઉપવન આવે છે, જે તરૂણ આહિર યુવાનોની મહેનતનું પરિણામ છે. આ ઉપવનની પહેલાં ત્યાં વર્ષો જૂનો એક નાનકડો ખામ્ભો આવેલો છે, થાનક આવેલું છે , જેને ગામલોકો બાપદાદાના વખતથી ઢેફલીયાબાપા તરીકે ઓળખે છે , પૂજે છે.
મનીષ પ્રાથમિકમાં ભણતો હતો અને તેને તે સમયે સાથળમાં નાનકડા ઢેફા જેવડી એક ગાઠ નીકળેલી એટલે બાળ મનીષે તો આ ગાઠ અંગે પોતાની મમ્મીને જાણ કરી . મમ્મી રામીબેન શેરીમાં મનીષને લઈને રોજ બેસવા આવતાં એમ આજે પણ આવ્યાં . વાતવાતમાં યુવાન રામીબેને એ વૃદ્ધ રતનડોસીને વાત કરી : ' માળી આ જોઉંને, આમને કેવી ગાઠ નીકળી!'
રતનડોસી : 'ક્યાં એલા મનીયા , જરા બતાવતો મરા !'
મનીયે તો પૅન્ટની ક્લિપ ખોલીને નીચે પૅન્ટ ઊતારી ગાઠ બતાવી અને ફરી પૅન્ટ પેરી લીધું....
રતનડોસીએ ગાઠ જોઈ લીધાં બાદ રામી સામે જોઈ અને મનીયાને ખોળામાં લેતાં વ્હાલ કરતાં બોલી : સુ વાલામૂઇ તુય આમાં બીવે છો..એ રયો આપણો ખડીયામાં (ખડીયા એટલે કંકાસાના પાદરની નજીકની જ એક સીમ ) ઢેફલીયોબાપો એની માન્તાં માની દે ! એક મીઠાંની થેલી અને એક સોપારી અટાણે જ કરી નાખ ; બે દિ માં તારાં દિકરાને ગાઠ જતી રેય કે નંઇ !
રતનડોસીની વાત તો સાચી નીકળી કે નહીં એ પહેલાં જ જ્યારથી સાથળમા ગાઠ થયેલી ત્યારથી મનીષ તો વારે વારે ચોમાસામાં થતાં ખરજવાની માફક ખંજવારતા રહે એમ જ વારેવારે જોતો રહેતો ચોથે દિવસે સવારમાં ઊઠતાં જ મનીયો તો સાથળમા જોવા લાગ્યો પણ આજે તેને હાથ કંઈ ન આવતાં ફરીફરીને ડૉ.ની માફક તપાસવા લાગ્યો તોએ રોજ ગાઠ પકડાતી આજે એ ગાઠ ગાયબ થયેલી જોઈ ઊઠતાંની સાથે જ મા પાસે આવી હરખે બોલ્યો : ' મા ગાઠ તો ક્યાક ગુમ થઈ ગઈ હો ! '
સરકારી નિશાળેથી મનીષ જેવો ભણીને આવ્યો એવો નવરાવીને રતનડોસીના કહેવા મૂજબ એક રૂપિયાનીમીઠાંની થેલી અને અને એક રૂપિયાની રૂપિયાની સોપારી લઈ રામી અને મનીષ ખડીયામાં ઢેફલીયાબાપાના થાનકે આવી દીપ અગરબતી પેટાવી , સોપારી - મીઠું ચરણે ધરી , મસ્તક નમાવી , હાથ જોડી પ્રણામ કરી ખૂશ થતાં થતાં ઘરે આવતા રહ્યાં......
આમ રામીબેનના મનીષની માફક કંકાસા ગામનાં લોકોનો આ રિવાજ જ હતો કે જે કોઈને ગળ - ગુમણ થાય અને દવાખાને તો છેટ માંગરોળ જાઉં પડે એટલે પહેલાં તો ઢેફલીયાબાપાની જ બાધા રાખે ને માનતાં માને એ પછી જડ રોગ હોય તો જ આગળ વિચારે.....બાકી ઢેફલીયાબાપાના ચરણે ધા નાખી દેનારા કંકાસાના લોકોની અકસીર દવા એટલે ઢેફલીયા બાપા જ ! પરંતું હવે લોકો ડૉ. પાસે વધું જતાં રહે છે.
#history #gujarat #god