અગર તુમ સાથ હો....
ગીત ના શબ્દો મુજબ જોઈએ તો એ પ્રમાણે થાય કે જો તું સાથે હોય.... એટલે વ્યક્તિ હંમેશા કોઈ નો ને કોઈ નો સાથ સંગાથ માટે જંખતી હોય છે. તેને હંમેશા એક એવી વ્યક્તિ ની કામના હોય કે જે તેને સમજે, તેને પ્રેમ કરે,તેની સાર- સંભાળ રાખે, તેને એટલું સમજે કે જેટલું એ વ્યક્તિ પોતાની જાત ને પણ જાણતી કે સમજતી ના હોય.
ક્યારેક એવું મન- ગમતું વ્યક્તિ મળી પણ જાય છે. જે તેને બધી વાતો માં સાથ- સહકાર આપે, તેને ગમતું હોય એવું કરે, તેને અણગમતી વસ્તુઓ તરફ નજર પણ ના કરે. એ વ્યક્તિ ના મળવા થી તો જાણે સ્વર્ગ મળી ગયા ની અનુભૂતિ થાય. આખો દિવસ એના જ વિચાર આવે, એની સાથે ના ભવિષ્ય ના સપનાઓ ગૂંથવા લાગે અને એના મગજ માં બસ એ જ વિચાર ચાલતો હોય " અગર તુમ સાથ હો...."
પરંતુ જ્યારે આ જ ગીત ની આગલી પંક્તિ મુજબ " તુમ સાથ હો યા ના હો કયા ફર્ક હૈ, બેદર્દ સી જીંદગી બેદર્દ હે.... " "તું સાથે હોય કે ના હોય કંઈ જ ફર્ક પડતો નથી, જીવન આખું દર્દ ભર્યું છે.... "
જે વ્યક્તિને એક સમયે પોતાના દિલ અને પોતાની જાન કરતાં પણ વધુ માન્યા હોય, એ જ વ્યક્તિ થી જ્યારે અલગ પાડવાનો કે તેનાથી દૂર જવાનો સમય આવે ત્યારે ખુબજ દુઃખ થાય છે. ક્યારેક આપણને એવું લાગે કે એ વ્યક્તિ પૂરી વફાદારી થી સંબંધ નથી નિભાવતી ત્યારે ખૂબ જ દુઃખ અને દર્દ નો અનુભવ થાય છે. અને અત્યારે તો સોશ્યલ મીડિયા જ લઈ લો, આપણને ગમતી વ્યક્તિ ને આપણે નેટ ઓન કરતાં જ પહેલો મેસેજ કરીએ, એ ઓનલાઇન હોય અને જવાબ ના આપે તો પહેલા તો બઉ ગુસ્સો આવે આપણે દુઃખી ના દાળિયા થઈ જાય. અને એક નાનું એવું કારણ આખા સંબંધ ને તોડવા માટે નું મસ મોટું કારણ થઈ જાય. આખા સંબંધ ને વેર વિખેર કરી નાખે છે. ક્યારેક કોઈ આખા દિવસ માં જરા જેટલો પણ સમય નથી આપી શકતી, અને ક્યારેક કોઈ વ્યક્તિ આખા દિવસ માં એટલું વ્યસ્ત હોય કે આપણે એમ જ કહી શકાય કે મરવા નો પણ ટાઇમ નથી હોતો, ત્યારે એ વ્યક્તિ 2 મિનિટ કાઢી ને એક કૉલ કે મેસેજ કરી દે છે.
બહુ દુઃખ અનુભવાય છે જ્યારે ગમતી વ્યક્તિ નો સ્વભાવ બદલાય અને એક એવી અનુભૂતિ થાય કે જે વ્યક્તિ આપણી છે એ આ છે જ નહીં, આ તો કોઈ બીજી અને અજાણી જ વ્યક્તિ છે. તેનો નખશિખ સ્વાભાવ બદલાય જાય છે.
એ વ્યક્તિ જ્યારે છોડી ને જતી રેય છે ત્યારે એક જ સવાલ, કે એને આવું કેમ કર્યું? આવું મારી સાથે જ કેમ? પણ જવાબ કંઈ જ નથી હોતો હોય છે ખાલી દર્દ, ગમ અને એક અજીબ એકલવાયાપણું... આ એકલવાયાપણા ને બધા સહન નથી કરી શકતા ઘણા પચાવી શકે છે તો ઘણા એનો આઘાત સહન નથી કરી શકતા અને પોતાના શરીર ને નુકશાન પહોંચાડે છે. જ્યારે વ્યક્તિ એ દર્દ માંથી બહાર આવતા શીખે છે પોતાની જાત ને વ્યસ્ત કરી ને ખાસ વ્યક્તિ ને ભૂલી જાય છે. એ દર્દ ની સીમા પાર કરી જાય છે ત્યારે બસ એક જ વિચાર આવે છે, તુમ સાથ હો યા ના હો કયા ફર્ક હૈ, બેદર્દ સી જીંદગી બેદર્દ હૈ....