Nishabd in Gujarati Moral Stories by Jeet Gajjar books and stories PDF | નિઃશબ્દ

Featured Books
Categories
Share

નિઃશબ્દ

વિજય રોજ સવારે સાત વાગ્યે પોતાની દુકાને જતો ને સાંજે નવ વાગ્યે ઘરે આવતો. આ તેનો રોજ નો સમય હતો તે રવિવારે પણ પૂરો સમય દુકાને ગાળતો એટલે તેની પત્ની નીલમ ને પુરો સમય આપી શકતો ન હતો. આથી નીલમ દુખી રહેતી. તે વારે વારે તેના પતિ વિજય ને કહેતી તમે અમારી સાથે થોડો સમય વિતાવો પણ વિજય તેની વાત ને નજર અંદાજ કરતો. 

એક વિજય સવારે દુકાને પહોંચ્યો ત્યાં વરસાદ શરૂ થયો. ધીરે ધીરે વધવા લાગ્યો. બજાર સુનસાન થઈ ગઈ હતી બધા દુકાન બંધ કરી ઘરે નીકળી ગયા હતા બસ વિજય એક દુકાન ખોલીને બેઠો હતો. બપોર થયા એટલે તેને થયું હું પણ ઘરે જતો રહું કોઈ ગ્રાહક તો નથી આવવાનું તો ઘરે જઈ થોડો આરામ તો થઈ જાસે એટલે તે દુકાન બંધ કરીને ઘરે જવા નીકળ્યો. 

ઘરે પહોંચી ને કપડા લૂછવા તે બેડ રૂમમાં ગયો ત્યાં જોયું તો તે દંગ રહી ગયો. ત્યાં બેડ રૂમમાંથી તેનો મિત્ર દિનેશ નીકળ્યો. જતા જતા દિનેશ બોલતો ગયો. હું ઘરે જઈ રહ્યો હતો ત્યાં હું ભીંજાઈ ગયો એટલે થયું ભાભી પાસે છત્રી લેતો જાવ. આ બધું વિજય ને ખબર પડતાં તે વિજય સામે નીલમ આંખ થી આંખ મેળવી ન શકી. વિજય નીલમ ને બે ચાર થપ્પડ મારી ને ગુસ્સે થયો 'તને શરમ ન આવી આવું કરતા.' 

નીલમ માથું નીચે રાખી બોલી. કઈ વાત ની શરમ... લગ્ન પછી તમે મને ક્યું સુખ આપ્યું બોલો... સવારે થી રાત્રી સુધી દુકાને મને તો શું તમારા દીકરા સાથે થોડો પણ સમય પસાર કર્યો કોઈ દિવસ. આખો દિવસ કામ કામ ને પૈસા પૈસા... શું આ જિંદગી છે...? 
 કેટલા સપના જોઈ ને છોકરીઓ સાસરે આવે છે પણ અહીં તો બસ કામ કામ. શું અમારે કોઇ ઉમ્મીદ કે સપના ન હોય. 

વિજયે સામે પ્રશ્ન કર્યો તો શું આ રસ્તે તારે જવાનું...?

નીલમ આંખ મિલાવી ને બોલી. હા તમે સાચું કહો છો. અમે ઘરે રહીને કંટાળી જઈએ છીએ અમારે પણ દુનિયા જોવાની હોય. અમને પણ પતિ સાથે રહેવાની કાયમ ઇચ્છા હોય તે અમારી સાથે પ્રેમ કરે સુખ આપે. તમે ન હોય તો અમે શું કરીએ બોલો.. 

વિજય ગૂંચ્છે થી બોલ્યો. એટલે તું તારી આદત નહીં છોડે એમ.?

નીલમ : તમે સાચું કહ્યું પણ તમે મને થોડો સમય આપો મને સુધારવાનો. પણ તેની પહેલાં તમે તમારા જીવનમાં સુધારો કરો. પરિવાર ને થોડો સમય આપતા જાવ નહીં તો મારે ઘરે ને છોડવા સિવાઈ કોઈ રસ્તો નથી. આ સમયે મારે ઘર છોડવુ તમારા માટે ને મારા માટે યોગ્ય નથી. આગળ તમારી મરજી..... 

વિજય તો દંગ રહી ગયો. શું જવાબ આપવો તે તેને ખબર ન પડી પણ નીલમ નોં હાથ પકડી ને બેડ રૂમમાં લઈ ગયો ને તેની સામે માફી માંગે છે ને તેને વચન આપે છે. હું તને અને ઘર માટે ટાઇમ કાઢીશ. તને દર અઠવાડિયે ફરવા લઈ જઈશ. આ સાંભળી નીલમ વિજય ને ગળે વળગી ગઈ ને હવે કોઈ દિવસ આવું કામ નહીં કરું તેવું વિજય ને વચન આપે છે. 

બધાં પતિઓ ને મારું નિવેદન છે તમે થોડો સમય તમારી પત્ની અને પરિવાર માટે કાઢો તે જ તમારું જીવન છે ને તે જ સાચું સુખ છે. નહીંતર તો તમારો પરિવાર બરબાદ થતાં વાર નહીં લાગે. 

આ સ્ટોરી ને બીજી નજર થી ન જોતા. આ એક વાસ્તવિકતા છે. 

જીત ગજ્જર