Twinkle - Serah the warrior princess - 11 in Gujarati Love Stories by અવિચલ પંચાલ books and stories PDF | ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૧૧

Featured Books
Categories
Share

ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૧૧

ટ્વીન્કલ ને એક સુંદર અને મધુર સંગીત સાંભળ્યું એટલે તેણે આંખો ખોલી. સામે દેખાતું દ્રશ્ય જોઈને ટ્વીન્કલ હેબતાઈ થઈ ગઈ. તેને સામે તેની પોતાની પ્રતિકૃતિ દેખાઈ રહી હતી તે પણ અસંખ્ય પ્રતિકૃતિ ઓ હતી.

ટ્વીન્કલ ને આ બધું એક સપનું લાગી રહ્યું હતું એટલે તેણે ફરી થી આંખો બંધ કરી દીધી. ત્યારે તેની આંખો સામે ના દ્રશ્યો ઝડપથી બદલાઈ રહ્યા હતા. ટ્વીન્કલ માટે આ દ્રશ્યો કોઈ ફિલ્મ જેવા લાગ્યા.

ટ્વીન્કલ એક વાર તે દ્રશ્યો પર નજર હટાવીને આજુબાજુ જોવાનો પ્રયત્ન કર્યો પણ તેને ગાઢ અંધકાર સિવાય બીજું કંઈ જોવા મળ્યું નહીં. એટલે તેણે પોતાના હાથ પર નજર કરી પણ તેને પોતાના હાથ પણ દેખાયા નહીં.

એટલે તેણે ફરીથી તે દ્રશ્યો પર નજર કરી ત્યારે તેણે જોયું કે તે દ્રશ્યો ની જગ્યાએ હવે એક તસવીર સ્થિર થઇ ગઇ હતી. ટ્વીન્કલે એ તસવીર ને ધ્યાન થી જોઈ કે તરત તે તસવીર હલનચલન કરવા લાગી અને ટ્વીન્કલ ને તેના મનમાં અલગ અલગ અવાજો સાંભળવા લાગ્યા. એક ક્ષણ માટે ટ્વીન્કલ ને લાગ્યું કે તે કોઈ ફિલ્મ જોઈ રહી છે.

એટલે ટ્વીન્કલે ફરીથી વિચારો ખંખેરીને તેની સામે રહેલી તસવીર તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું ત્યારે તેને સ્પષ્ટ ચિત્ર જોવા મળ્યું. તેને એક ટાપુ પર દરિયાકાંઠે બેઠેલો રાજા વિશ્વર જોવા મળ્યો. રાજા વિશ્વરે તેના પાડોશી રાજ્ય સાથે થયેલા યુદ્ધમાં તેની સંપૂર્ણ સેના અને તેનો પરિવાર ગુમાવી દીધો હતો.

પણ તેણે હજી હિંમત નહોતી હારી કેમકે તેની પત્ની રાણી વૃંદા તેની સાથે હતી. જયારે દુશ્મન સૈનિકો એ તેના મહેલ પર હુમલો કર્યો ત્યારે તે બંને એ સાથે મળી ને સૈનિકોનો સામનો કર્યો પણ તે વધુ સમય સુધી લડી શક્યાં નહીં એટલે તે બંને પોતાનો જીવ બચાવવા મહેલમાં થી ગુપ્ત માર્ગે થઇને દરિયાકાંઠે પહોંચી ગયા. ત્યાં રહેલા વ્યાપારી જહાજમાં ચડી ગયા અને આ સુમસામ ટાપુ પર ઊતરી ગયા.

આ સુમસામ ટાપુ પર કોઈ માનવવસ્તી નહોતી. એટલે વિશ્વર અને વૃંદા ને કોઈ ભય નહોતો. રાજા વિશ્વર ને સમુદ્રદેવ પ્રત્યે ખૂબ જ આસ્થા હતી. રાજા વિશ્વર દરરોજ સવારે વહેલા ઉઠીને દરિયાકાંઠે આવતો અને દરિયા ને નમન કરીને તેની પૂજા કરતો.

આમ એક વર્ષ પસાર થઈ ગયું. એક દિવસ રાજા વિશ્વર સમુદ્રદેવ ની પૂજા કરી રહ્યો હતો ત્યારે દરિયામાં થી એક વિશાળ આકૃતિ બહાર આવી. વિશ્વરે તે આકૃતિ ને નમસ્કાર કર્યા. એટલે તે આકૃતિ એ દેહ ધારણ કર્યો. તે પાણી ના દેવ વરુણદેવ હતા જે સમુદ્રદેવ ની આજ્ઞા થી રાજા વિશ્વર સમક્ષ પ્રગટ થયાં હતાં. એ જ સમયે વૃંદા રાજા વિશ્વર પાસે આવી. વૃંદા એ પણ વરુણદેવ ને નમસ્કાર કર્યા.

વરુણદેવે રાજા વિશ્વર ને સંબોધન કરતાં કહ્યું, “હે રાજન ! હું અહીં સમુદ્રદેવ ની આજ્ઞાથી આવ્યો છું. સમુદ્રદેવ આપની ભક્તિ થી પ્રસન્ન થયા છે. તેથી સમુદ્રદેવે મને આપના એક વરદાનની પૂર્તિ કરવા માટે મોકલ્યો છે. ” આ સાંભળીને રાજા વિશ્વર ની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આજે તેમની વર્ષોની પ્રાર્થના ફળી હતી.

રાજા વિશ્વરે ફરી થી વરુણદેવ ને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ને ઉભા થયા અને બોલ્યા, “ હે જળ ના અધિષ્ઠાતા દેવ વરુણ, આપના દર્શન કરીને મારું જીવન ધન્ય થઈ ગયું. મારી બસ એક જ ઇચ્છા છે. હું સદાય સમુદ્રદેવના સાનિધ્યમાં તેમની ભક્તિ માં લીન રહેવા માંગુ છું.” આ સાંભળીને વરુણદેવ હસ્યા અને 'તથાસ્તુ' કહીને અદ્રશ્ય થઇ ગયા.

વરુણદેવ ના અદ્રશ્ય થયા પછી ત્યાં એક સુંદર રથ પ્રગટ થયો. રથની સાથે બે સુંદર શ્વેત અશ્વ જોડેલા હતા અને રથમાં એક સારથી હતો. તે સારથી રથને દરિયાના પાણી પર હંકારી ને રાજા વિશ્વર પાસે લઈને આવ્યો. તે સારથી એ રથમાં થી નીચે ઉતરી રાજા વિશ્વર ને નમસ્કાર કર્યા.
તે સારથી બોલ્યો, મહારાજ મારૂં નામ ચંદ્રકેત છે. હું આપને આપના રાજ્યમાં લઈ જવા માટે આવ્યો છું. આ સાંભળીને રાજા વિશ્વરે કહ્યું, હે ચંદ્રકેતુ, હું યુદ્ધમાં મારું રાજ્ય ગુમાવી ચુક્યો છું. મારું રાજ્ય હવે મારા પાડોશી રાજા ના કબજામાં છે. એટલે હું હવે એ રાજયમાં પાછો ના જઈ શકું.

'મહારાજ હું એ આપને આપના બીજા રાજ્ય માં લઇ જવા માટે આવ્યો છું. ચંદ્રકેતુ એ કહ્યું હું અહીં સમુદ્રદેવ ની આજ્ઞાથી અહીં આવ્યો છું. આ સાંભળીને વિશ્વર વિસ્મય પામ્યો. તેણે તેની પત્ની વૃંદા સામે જોયું. વૃંદા એ હકારમાં માથું ઝુકાવ્યું.

એટલે રાજા વિશ્વર તે રથ પર સવાર થઇ ગયો પછી તેણે વૃંદા નો હાથ પકડી ને વૃંદા ને રથ પર ચઢવા માં સહાયતા કરી. પછી ચંદ્રકેતુ એ પોતાના સ્થાન પર બેસી ને અશ્વ ની લગામ હાથમાં લેતા રાજા વિશ્વર ને કહ્યું, મહારાજ હવે પ્રસ્થાન કરીએ ?

આ સાંભળી ને વિશ્વર અને વૃંદા એ તે દ્વીપની જમીન પર એક નજર ફેરવી અને પોતાને આશરો આપવ માટે એ જમીન નો મનમાં આભાર માન્યો અને તેને વંદન કર્યા. પછી ચંદ્રકેતુ આગળ પ્રાસ્થાન કરવા માટે કહ્યું. આજ્ઞા મળતાં જ ચંદ્રકેતુ એ અશ્વો ની લગામ ખેંચી એટલે બંને અશ્વો પાણી પર દોડવા લાગ્યા.

થોડી વાર પછી ચંદ્રકેતુ એ કઈક શબ્દો ગનગણ્યો એટલે દરિયાના પાણીમાં બે ભાગ પડી ગયા અને દરિયા ના તળિયા સુધી એક માર્ગ તૈયાર થઈ ગયો. ચંદ્રકેતુ એ માર્ગ પર રથ ને હંકારવા લાગ્યો. વિશ્વર અને વૃંદા શાંતિ થી આસપાસ નો નજારો જોઈ રહ્યા હતા.

તેઓ જ્યારે એ માર્ગ માં પ્રવેશ કર્યો એટલે તરત તેમના રથની પાછળ ના ભાગનું પાણી પહેલાં ની સ્થિતિ માં થઇ રહ્યું હતું એટલે કે રસ્તો બંધ થઇ રહ્યો હતો. બીજી બાજુ તેઓ જે ટાપુ પર રોકાયા હતા તે ટાપુ ધીરેધીરે સમુદ્રમાં ડૂબી ગયો.

રાજા વિશ્વર ક્યાં જઈ રહ્યો હતો ? તેનું બીજું રાજ્ય કયું હતું ? તેનો પાડોશી રાજા કોણ હતો ? જાણવા માટે વાંચતા રહો ...
ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ