નીલને નીકળેલો જોઈને પાછળ બીટ્ટી અને બોડો પણ નીકળ્યા,
અબે બિટ્ટી ડર લગ રહા હે !
કિસ બાત સે ?? બીટ્ટી એ પૂછ્યું,
કુરેશી કો માર ડાલા...
અબ ઇસકી આદત દાલ દે તું,
શાની આદત ભાઈ??
હવે આ બધું આપણે બન્ધ કરી દઈએ આ સારું નથી યાર ક્યાં સુધી આમ આપણે ખૂન કરતા રહીશું? પોતાને માફ ક્યારે કરવાના??
અભી યહા સે ચલ બાદ મેં સોચતે હે.ત્રણે પોતાની કાર સુધી આવી ગયા અને ફટાફટ નીલ એ કાર ચાલુ કરી દોડાવી મૂકી.
નીલ એ પાછળ જોઈને મોઢા પર આંગળી મૂકી કઈપણ ન બોલવા ઈશારો કર્યો. બોડો ના સમજ્યો નીલ શુ કહેવા માંગતો હતો અને કંઈક બોલવા જતા જ બીટ્ટી એ કહ્યું,
બોડા આ રાજુ છે અને રાજુના પાછળ જોતા જ રાજુ આ બોડો છે અત્યાર સુધી અમે ત્રણ હતા હવે તું પણ અમારી સાથે છે.
રાજુ જેમ કન્ફ્યુઝ હતો તેમ બોડો પણ કન્ફ્યુઝ હતો કે આજનો દિવસ કેમ મારા માટે આમ છે !!
સવારમાં જે જોશમાં બોડો આવ્યો હતો તે જોશ હમણાં તો તેના ચહેરા પર બિલકુલ નહોતો,
બસ પોતાના મૂડમાં અને પોતાની એ જ એનર્જીમાં હોય તેવો એક જ વ્યક્તિ હતો તે હતો ફક્ત નીલ.
કાર બોડા અને બીટ્ટીના ઘર સુધી આવી ગઈ.
સમય છે ૧૧:૦૦
બન્ને ઉતર્યા અને નીલને ગુડ નાઈટ કીધું સાથે સાથે બીટ્ટી એ રાજુને પણ ગુડ નાઈટ કીધું. એકદમ અને આમ અચાનક આવા વાતાવરણમાં આવી ગયેલા રાજુના તો હોશ અને વિચાર જાણે ખોવાઈ ગયા હોય,
તે કઈક બોલવા માંગતો હતો પણ શાયદ તેને ભૂખ લાગી હતી અને નીલ પણ તે સમજી જ ગયો હશે એટલે જ તેણે એક રેસ્ટ્રો પર કાર પાર્ક કરી.
રાજુ પણ કારમાંથી ઉતર્યો અને નીલ સાથે ચાલવા માંડ્યો.
આવો આવો સર......Welcome
નીલના આવતાની સાથે આવા આવકારથી એ તો અંદાજ લગાવી શકાય એમ હતો કે ચોક્કસ તે રેસ્ટ્રોનો નીલ રોજીંદો ગ્રાહક હશે.
નીલ અને રાજુ બન્ને સ્પેશિયલ રૂમમાં દાખલ થયા પાછળ પાછળ વેઈટર પણ ગયો.
સર કઈક ન્યુ??
નીલ એ ડોક હલાવી ના પાડી અને ઉપરના ખિસ્સામાંથી સિગરેટ કાઢી સળગાવી,
સર ફોર હિમ??
રાજુ.....
રાજુ બેટા કઈક ખાઈશ??
વેઈટર એ પૂછ્યું પણ આવા રેસ્ટ્રોમાં ક્યારેય પગ પણ ન મુકેલા રાજુને શુ ખબર શુ મળતું હશે ત્યાં એટલે કઈક પણ ન બોલ્યો.વેઈટર એ નીલ સામે જોયું,
નીલએ ઈશારો કરી કહી દીધું કે રોજ જે લાવો છે એ જ લઇ આવે.
નિલની સિગરેટ પુરી થઈ એ પહેલાં જમવાનું પણ ટેબલ પર આવી ગયું.
આખા દિવસનો ભૂખ્યો રાજુ આટલું બધું જોઈને જમવા લાગી ગયો.
ગુડ નાઈટ સર....
પોતાનું કાર્ડ સ્વાઇપ કરવા આપતા નિલને ત્યાંના મેનેજર એ કહ્યું અને નીલ તથા રાજુ ત્યાંથી નીકળી ગયા.
ગેટ પર આવેલી ગાડી જોઈને વોચમેનએ દરવાજો ખોલ્યો અને ટોર્ચ મારી નિલને જોતા જ સલામ કરી અને પાછળ ખસી ગયો.
નીલ એ એપાર્ટમેન્ટના બેસમાં ગાડી પાર્ક કરી
વોચમેન પણ ત્યાં આવી ગયો.
સર કોઈ મદદ જોઈશે??
હંમેશા એવું હતું કે નીલ જ્યારે પણ ગાડી લઈને આ રીતે મોડો આવતો ત્યારે ફક્ત કાકાની મદદ લેતો અને બન્ને જણ ત્યાં નીચે બેસીને ખૂબ વાતો કરતા કાકા અત્યાર સુધી નહોતા જાણતા કે ફક્ત એ જ વ્યક્તિ એવા છે જેની પાસે નીલ આટલું ખુલીને વાત કરી લે છે બીજા લોકો તો બસ તરસ્તા હોય છે નીલ સાથે વાત કરવામાં
નીલ એ દરવાજો ખોલ્યો અને
એક બાળક કે જે ખૂબ જ થાકેલું હતું અને ગાડીમાજ સુઈ ગયું હતું,
તેને ખોળામાં લઈને નીલએ કારની ચાવી કાકાને આપી કહ્યું મને લિફ્ટનો દરવાજો ખોલી આપજો ને હું ઉપર જઈશ હવે
સર આ કોણ છે??
પછી કહિશ તમને,
હમણાં આ....કાકાએ લિફ્ટમાં 3 નમ્બરનું બટન દબાવ્યું અને ડોર ઓપન થતા નીલ તેમાં જતો રહ્યો.
વોચમેન કાકા વિચાર કરતા હતા કે કોણ હશે આ??
અત્યાર સુધી તો સર સાથે કોઈ જ નથી આવ્યું આ કોને લઈને આવ્યા છે આજે અને પહેલી વખત તેમણે ડ્રિન્ક નથી કર્યું.
ક્રમશ :