Love ni bhavai - 20 in Gujarati Love Stories by Dhaval Limbani books and stories PDF | લવ ની ભવાઈ - 20

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

Categories
Share

લવ ની ભવાઈ - 20




નીલ - જો અવની જે થયું હોય એ પણ આ વાત માં હું તને દોષ આપવા નથી માંગતો.
તું ખૂબ જ સારી છોકરી છે, તારા જેવું કદાચ આ દુનિયામાં કોઈ નહીં હોય. તે જ્યાં સુધી મને પ્રેમ કર્યો એ કદાચ મને કોઈ નહીં કરી શકે. તારો પ્રેમ મારા માટે બોવ જ અમૂલ્ય હતો..તું તારા વિચાર પ્રમાણે સાચી છે..

આપણા રિલેશનશિપના અંત માં તારો કોઈ જ વાંક નથી.બસ વાંક છે તો એ છે સમય અને સંજોગ નો..
જે થયું હશે એ કદાચ સારા માટે જ થયુ હશે.
આપણી વચ્ચે જે થયુ એતો હું ક્યારેય નહીં ભૂલી શકુ.
પણ પ્લીઝ આ વસ્તુ માં તું પોતાને દોષ ના આપતી..
જે થયું હોય એ...

બસ તું આગળ વધ...તારા સપના ખૂબ ઉંચા છે એ પુરા કર..લાઈફ માં કઈક બની ને બતાવ...આ જે થયું હોય એ એને જવા દે , એક ખરાબ સપનુ હતું એમ સમજી ભૂલી જા અને પહેલા ની જેમ ફરી તારા પ્રમાણે જીવન જીવવાનું સ્ટાર્ટ કર...

પહેલું કહેવાય ને કે.....

કોઈ ને પ્રેમ કર્યો હોય તો એનું અંતિમ પગથિયું લગ્ન હોય... પણ ના કોઈ ને પ્રેમ કર્યો હોય તો એનું અંતિમ પગથિયું એ વ્યક્તિની ખુશી હોય...
બસ ખુશ રહે.............
આવજે........
અને હા ક્યારેક આ ભૂત ની યાદ આવે તો યાદ કરતી રે જે..
કે નહીં એ નમૂના ટાઈપ ભૂત મળ્યું હતું એક દમ એન્ટિક....

સારું.....ચાલો....સોરી...મેસેજ કર્યો એ માટે.....
હવે મેસેજ નહીં આવે......

Good Bye.....Take Care...God Bless You...

બસ લાસ્ટ માં આપણે આવું બધુ જોયેલુ પણ હવે....

મારા વહાલા વાંચકમિત્રો આપ સૌનો ખૂબ જ પ્રેમ મળ્યો છે જેના થકી જ લવ ની ભવાઈ એટલી આગળ વધી છે અને બે લાખ વાંચકો વાંચી ચુક્યા છે પણ ઘણા મિત્રોના મેસેજ , ફોન હતા કે લવ ની ભવાઈ નો સેડ અંત ના આવવો જોઈએ અથવા તો આવો સેડ અંતમાં મઝા ના આવી , કઈક આગળ વધારો સ્ટોરીને , કઈ નવો રસ્તો લાવો , બંને ને ભેગા કરો આમ કેટ કેટલાય મેસેજ મારા પાસે આવેલા ...

તો લોકોને ધ્યાનમાં રાખી લવની ભવાઈને આગળ વધારવા નું નક્કી કર્યું છે. હવે જોવાનું એ છે કે નીલ અને અવની કઇ રીતે ભેગા થાય છે.
ભેગા થશે જ કે પછી પાછા નોખા થશે..
અને થશે તો કઈ રીતે ભેગા થશે ?
ઇવો તે કયો નવો વળાંક આવશે ,
શુ કોઈ અન્ય વ્યક્તિ આવશે આ બંને ને ભેગા કરવામાં ?

સવાલ તો ઘણા છે સાહેબ પણ જવાબ મળશે તો બસ આગળ ના પાર્ટ વાંચીને....

બસ ખુશ રહે.............
આવજે........
અને હા ક્યારેક આ ભૂત ની યાદ આવે તો યાદ કરતી રે જે..
કે નહીં એ નમૂના ટાઈપ ભૂત મળ્યું હતું એક દમ એન્ટિક....

સારું.....ચાલો....સોરી...મેસેજ કર્યો એ માટે.....
હવે મેસેજ નહીં આવે......

Good Bye.....Take Care...God Bless You...

બસ આવું કહીને નીલ પોતાનો ફોન સાઈડમાં મૂકીને સુઈ જાય છે. બીજી બાજુ અવની પણ આ બધા ઝઘડાઓ ભૂલી અને આગળ વધે છે. હવે બંને જણા પોતાના કામમાં એક દમ મશગુલ બની જાય છે.

નીલ હવે બસ બધુ ભૂલી પોતાની જાતને આગળ કેમ વધારવી એ રસ્તા તરફ લાગી જાય છે. આ બાજુ અવની પોતાના સપના તરફ આગળ વધે છે. નીલ થોડાક મહિનાઓ પછી બીજા સીટીમાં શિફ્ટ થઈ જાય છે અને ત્યાં પોતાનું સપનુ સાકાર કરવામાં તનતોડ મહેનત કરવા લાગે છે.

બસ આમ જ સમયનું ચક્ર વ્યૂહ ચાલ્યા કરે છે અને આમ ને આમ , કામમાં ને કામમાં છ મહિનાઓ વીતી જાય છે.
એક બાજુ નીલ સારી કંપનીમાં જોબ પર લાગી જાય છે. બીજી બાજુ અવની પોતાના સપના તરફ મહેનત ચાલુ રાખે છે.

એક દિવસ અવનીનો ભાઈ ઘર પર આવે છે. અવની તો ખુશીના મારે પાગલ થઈ જાય છે કેમ કે એનો ભાઈ ત્રણ વર્ષ પછી ફોરેનથી પોતાની સ્ટડી પુરી કરીને પાછો આવે છે. અવનીનો ભાઈ અવનીને સરપ્રાઈઝ આપવા માંગતો હતો જેથી એક પણ પ્રકારની વાત કીધી ન હતી કે હું આવવાનો છુ વગેરે વગેરે..

બંને એકબીજાને જોઈને ખૂબ જ ખુશ થાય છે. અલકમલક ની વાતો કરે છે , ઝઘડે છે , બહાર ફરવા જાય છે એમ કરતાં કહેતા દસ દિવસ વીતી જાય છે.

એક દિવસ અવની અને એનો ભાઈ ( દિવ્ય ) બંને બેઠા હોય છે. બંને જણા વાતો કરતા હોય છે અને એક બીજાની મશ્કરી કરતા હોય છે

અવની - ભાઈ ફોરેન માંથી કોઈ ભૂરી ને શોધી કે નહીં ?

દિવ્ય - અરે ના ના... તારો ભાઈ ક્યાં એટલો હેન્ડસમ છે કે એને કોઈ ભૂરી મળી જાય..

અવની - બસ બસ હો... મારો ભાઈને તો કોઈ પણ મળે..
મને કે ને કોણ મારા ભાભી બનવાનું છે..

દિવ્ય - અરે પણ ( હસતા હસતા ) અરે કોઈ નથી હવે..પાગલ
મારો જીવ ન ખા......

અવની - હમમ.. ભાઈ તું હસ્યો એટલે કઈક તો છે જ...

આમ એક બીજા ને હેરાન કરતા કરતા છેલ્લે દિવ્ય માની જાય છે
અને એ છોકરી વિશે બધુ જણાવે છે...

જો અવની કોઈ ને કીધુ ને તો તારો વારો પાડીશ..
જો એ છોકરીનુ નામ સિયા છે અને ઈન્ડિયામાં જ રહે છે અને અમે ચાર વર્ષથી સાથે છીએ..( આમ દિવ્ય બધુ અવનીને કહી આપે છે )

અવની - વાહ ભાઈ શુ વાત છે ?? ચલ મને એનો ફોટો બતાવ ..

દિવ્ય પોતાના મોબાઈલમાં સિયાનો ફોટો બતાવે છે. ફોટો જોતા જ અવનીના ચહેરાનો હાવભાવ બદલાઈ જાય છે. જે ચેહરો ખુશીમાં હતો એ હવે શોક માં ફેરવાઈ જાય છે. સ્માઈલ તો ઉડી જ જાય છે. ફોન દિવ્ય ને આપી કશુ પણ બોલ્યા વગર પોતાના રૂમમાં ચાલી જાય છે...

આગળ
ક્રમશઃ

હવે તમે કહેશો કે અરે રે .... પાછી રાહ જોવાની..
પણ સોરી , આવતો પાર્ટ પણ જલ્દી આવશે..
તો શું થયું અવનીને ?
સિયાનો ફોટો જોતા કેમ એના હોશ ઉડી ગયા ?
એ સિયા કોણ હતી ??

જો તમને ખબર હોય તો જલ્દીથી કમેન્ટ કરી આપો...

ખૂબ ખૂબ આભાર..

અને હા આગળ વાંચવાનું ના ભૂલતા....