Jivan Sangram 2 - 5 in Gujarati Fiction Stories by Rajusir books and stories PDF | જીવન સંગ્રામ 2 - 5

The Author
Featured Books
Categories
Share

જીવન સંગ્રામ 2 - 5

પ્રકરણ ૫


આગળ આપણે જોયું કે ગગન ની સ્ટુડન્ટ અને જીજ્ઞા દીદી ચર્ચા કરે છે ને કંઇક નવો પ્લાન જીજ્ઞા દીદી કહેવા માગે છે પણ થોડા મનમાં મુંજાય છે ....... હવે આગળ........

દીદી તમે કહો .... અમે ગગન સર માટે ગમે તે કરવા તૈયાર છીએ. નીરુ રોતા રોતા બોલી.
જો નીરુ તું શા માટે આટલું બધું રડે છે. શું ગગન સરે તમને આવું જ શીખવ્યું છે કે મુશ્કેલી ના સમય માં રડીને હાર માની લેવાની........
ના ના દીદી સરે તો અમને ગમેતેવી પરિસ્થિતિ માં લડવાના પાઠ ભણાવ્યા છે.... પણ ગગન સરે મારા માટે કેટલું કર્યું ને આજે હું કંઇ પણ નથી કરી શકતી એનો અફસોસ થાય છે એટલે રડવું આવે છે.
એવું તે શું કર્યું છે સરે તારા માટે ........
દીદી એ બધું કહેતા પણ મને શરમ આવે છે ..... મારા કારણે સરે એનો દીકરો પણ ગુમાવી દીધો.... આટલું માંડ બોલી શકાતું હોય એમ પાછી નીરુ રડવા લાગી......
શું ગગને પોતાનો પુત્ર ગુમાવ્યો..... મતલબ કે તેનો પુત્ર અકસ્માત માં નહોતો મર્યો?????
ના દીદી......
ઓહ માય ગોડ અને ગગને અમને કીધું પણ નહિ....
દીદી એ પણ અમારા કારણે.... ઘણા સમય થી શાન્ત બેસી રહેલ જય હવે બોલ્યો......
મતલબ તમારા બંને સાથે કંઇક એવું બન્યું છે જે ગગને અમને પણ નથી કીધું?????
હા દીદી એમાં ગગન સર નો કંઈ વાંક નથી. પણ અમારી આબરુ બચાવવા એને બધું મુંગે મોઢે સહન કરી લીધું..... ખરેખર મારા જેવી એક સામાન્ય એમની સ્ટુડન્ટ કે જેના માટે સરે આટલું બધું સહન કર્યું...... તો શું એ બીજી સ્ટુડન્ટ ની ઈજ્જત લૂંટી શકે?????
ના જ લૂંટી શકે...... પણ હવે તું કહે કે આ બધું કઈ રીતે ને ક્યાં થયું.... ને તમને ગગને કઈ રીતે બચાવ્યા..... ને ગગનના પુત્ર નું ખૂન કોને કરાવ્યું?????
જો તું બધા સામે ના કહી શક્તિ હોય તો ચાલ આપણે એક બીજા રૂમમાં બેસીએ...જિજ્ઞાસા વશ દીદી બોલ્યા.....
ના ના દીદી અહીંયા પણ ચાલશે ....અને નીરુ જય સામે જોઈ ને બોલી બધી હકીકત કહી દવ ને આ લોકો ને ..........
હા નીરુ.... સર ને બચાવવા આપણે જે કરવું પડશે એ કરીશું......તું કહે બધાને હું બાર બેસું છું.....
એક મિનિટ જય ભાઈ તમે અમારી સંસ્થાના બાળકો સાથે અહીંયાની પ્રવુતિઓ જુવો એટલે એકલું ના લાગે ..... એમ કહી જીજ્ઞા દીદી વંદન ને બોલાવી ને જયભાઈ ને સંસ્થાની મુલાકાત કરાવવાનું કહે છે........વંદન જયભાઈ ને સાથે લઈ જાય છે.......
ઓકે પલક અને ઋતુ તમારે ઉતાવળ નથી ને જવાની..... બંને તરફ નજર કરતા જીજ્ઞા દીદી બોલ્યા.....
ના ના દીદી અમારે પણ નીરુ દીદી ની કહાની સાંભળવી છે......
ઓકે સારું તો નીરુ હવે તું કહે શું બન્યું હતું તમારી સાથે......
એક ડૂસકું ભરતા નીરુ પોતાનો ભૂતકાળ વાગોળવાનું ચાલુ કરે છે........
આજથી 5 વર્ષ પહેલા મે આ કોલેજ માં એડમીશન લીધું ને એ જ સમયે મતલબ મારી સાથે જ જય એ પણ એડમિશન લીધું.....બને એડમીશન વખતે જ મળ્યા... અને થોડા વખત માં જ અમારી વચ્ચે પ્રેમ ના અંકુર ફૂટ્યા.... ને પછી તો અમે એકબીજા ને એકાંતમાં મળવા લાગ્યા.... એક બે વરસ તો હેમખેમ પૂરા થાય

અમે એકાંત માં ખૂબ મળતા. પણ અમે ક્યારેય શરીર સંબંધ વિશે વિચાર્યું પણ ન હોતું અને હું અને જય બંને એ બાબત માં લગ્ન પહેલા વિચારવા પણ નહોતા માગતા....... પણ...... પાછું એક ડૂસકું ભરી નીરુ એ ચાલુ કર્યું......
આમતો અમે બહુ ધ્યાન રાખ્યું હતું કે અમારી લવ સ્ટોરી વિશે બીજા કોઈ ને ખબર જ ન પડવી જોઈએ.... પણ જય ના એક ફ્રેન્ડ તરંગ ને ખબર પડી ગઈ....... પણ એને કોઈ ને ન કેવાનું આમારા સામે ખોટા સોગંધ ખાધા ને ત્યાર પાછી અમે એની હાજરી માં પણ મળવા લાગ્યા...... ને એક દિવસ ..... આટલું બોલી......નીરુ બંને હાથ વડે મોઢું સંતાડી ને રડવા લાગે છે.......જીજ્ઞા દીદીએ પણ થોડી વાર નીરુ ને રડવા દીધી....... થોડી વાર બાદ......એક નિસાસો નાખી ને નીરુ એ આગળ બોલવાનું ચાલુ કર્યું....

જય ના જન્મ દિવસે તરંગે તેની જ હોસ્ટેલમાં એક પાર્ટી નું આયોજન કર્યું.... અને મને ખૂબ જ આગ્રહ કર્યો પણ મેં બોયસ ની હોસ્ટેલ માં જવાની ના પાડી .... જય પણ એમ જ કહેતો હતો કે ક્યાંક બાર મળીશું.... અહી ન અવાય ... પણ તરંગ કોઈ વાતે માનવા તૈયાર ન હતો... છેવટે એવું નક્કી થયું કે બધા જતા રહે ત્યાર બાદ મારે ત્યાં જવું.......
અને હું ત્યાં પહોંચી તો ત્યાં સાચે જ જય એક જ હાજર હતો.... મને નિરાંત થઇ કે હાશ.... કોઈ જોશે નહિ.... પણ ... મને ક્યાં ખબર હતી કે..... પાછું એક ડૂસકું ભરી ને નીરુએ રડવાનું ચાલુ કર્યું.... જીજ્ઞા દીદી એ નીરુને પાણી આપી ને શાંત પાડી ને કહ્યું... આગળ શું થયું ?????
અમે બંને જય ના રૂમમાં જ બેઠા... જય નો જન્મદિવસ હોવાથી હું બહુ જ ખુશ હતી ... ને એમાંય આજે આમ એકાંત માં મળવા મળ્યું... અમે બંને એક બીજામાં લીન થઈ ને બેઠા હતા.... વાતો કરતા હતા.... એકબીજા સાથે જીવવા મારવાની વાતો કરતા કરતા રોમાન્સ કરતા રહ્યા.... પણ ખબર નહિ કે ક્યારે અમે અમારી મર્યાદા ઓળંગી... દીધી..... અમે એકબીજામાં સમાઈ ગયા ને બંનેના બે શરીર એક થઈ ગયા...... એ રાતે સવાર સુધી હું અને જય સાથે જ હતા. વહેલી સવારે હું મારી હોસ્ટેલ પહોંચી..... હું હજુ પણ રાત ના વિચારોમાં જ ખોવાયેલી હતી..... તૈયાર થઈ કોલેજ ગઈ. એક વીક બધું બરાબર ચાલ્યું ... મને સંતોષ થયો કે અમારી રાતના મિલન વિશે કોઈ ને કઈ ખબર નથી પડી... અને મનોમન આનંદીત બની ગઈ.... પણ મારી આ ખુશી થોડા સમયની જ મહેમાન હતી.... એક દિવસ હું જ્યારે કોલેજ કેમ્પસ માં પહોચી ત્યાં ગગન સરે મને બોલાવી ને કહ્યું કે બ્રેક માં કેંટીન માં આવજે મારે તારું જરૂરી કામ છે ... મને થોડું આશ્ચર્ય થયું કે ગગન સર આટલા સમય માં ક્યારેય કેંટીન માં ગયા જ નથી ને આજે મને પણ ત્યાં બોલાવે છે.... નક્કી કઈક .... અને મને પાછું આમારી રાત નું મિલન યાદ આવી ગયું...... ક્યાંક સર એ બાબતે તો મને કઈ કહેવાના નહીં હોય ને... બ્રેક માં હું ઝડપથી કેંટીનમાં પહોંચી... આમતો કેંટીનના સંચાલક સર ના મિત્ર હતા... એટલે ત્યાં પહોંચી કે તરત જ કાકા એ મને કેંટીનની બાજુમાં એક રૂમ છે ત્યાં સર બેઠા છે ને તારી રાહ જોવે છે એમ કહ્યું... આમતો કેંટીન સંચાલક નું નામ ચંદુભાઈ છે પણ અમે તો એને કાકા થી જ ઓળખીએ છીએ.... હું તરત જ બાજુ ના રૂમ તરફ ચાલી નીકળી... આજુબાજુ નજર કરી પણ કોઈ જોતું ન હતું..... અંદર સર એક જ બેઠા હતા.... હા સર થી અમને જરા પણ બીક ના લાગતી . કદાચ એ અડધી રાતે એકલા મળવા બોલાવે તો પણ નહિ... કેમ કે એમના વિચાર અને વ્યવહાર થી અમે બધા પ્રભાવિત હતા..... એટલે રૂમમાં સર ને એકલા જોઈ ને હું બોલી સર કેમ આજે અહીંયા એકલા મને બોલવી.... મારી કંઈ ભૂલ......હા.... વચ્ચેજ હા બોલી ને અટકી ગયા. ને મારા હદય માં એક ઝટકો લાગ્યો.... શું .... મારાથી માંડ માંડ બોલાયું..... જો નીરુ... હવે સરે ગંભીર સ્વરે બોલવાનું ચાલુ કર્યું ને હું બાજુની ખુરશી પર બેઠી.... તારા ને જય વચે કેવો સંબંધ છે??????
સર ના આ પ્રશ્ન નો શું ઉતર આપવો....... મારું હદય વધુ તેજ ઝડપ થી ધબકવા લાગ્યું.... શું સરને ખબર પડી ગઈ હશે..... પણ ત્યાં તો કોઈ ન હતું. તો સર ને કેમ ખબર પડે......... ત્યાં પાછો સરનો પ્રેમ ભર્યો અવાજ મારા કાને પડ્યો ને હું પાછી જૂના વિચારો ખંખેરી બોલી કેમ સર આજે અચાનક આવું પૂછ્યું......કેમ ના પૂછી શકું..... મને એટલો તો હક છે હો..... તું તારે તમારી વચ્ચે જે રિલેશન છે એ બિંદાસ મને જણાવ.... હું તમને હેલ્પ કરવા માગું છું....( અલબત્ત આ બોલાતી વખતે સર નો અવાજ ને ચહેરો ગંભીર હતા....). પૂછી જ શકો ને સર... પણ આમ એકલા બોલવી ને પૂછ્યું એટલે ..... તો તમે પણ એકલા હોય ત્યારે જ મળતા હોઈ તો.... અરે મળવાનું તો ઠીક પણ...... તમે આજુબાજુ જોયા વગર આટલે બધે પહોંચી ગયા..... ખરેખર સર આ બોલતા હતા ત્યારે મને તો કાપો તો લોહી ન નીકળે એવી સ્થિતિ હતી.... હું શરમ થી પાણી પાણી થઇ ગઇ... સામે સર ને પણ શરમ તો લાગતી જ હતી .... પણ એની એવી તે કંઈ મજબૂરી હતી કે મને એકલી ને અહીંયા બોલવી ને આવું પૂછવું પડ્યું.... આવા વિચારોની વચ્ચે હવે સર નો ધાર દાર આવાજ મારા કાન ની આરપાર નીકળી ગયો ને એ હતો કે તમે જે કર્યું એનું પરિણામ કોણ ભોગવશે??????
જે ગગન સર નો આવાજ સાંભળવા અમે તરસતા એજ આવાજ આજે મારા કાનના પડદા ફાડી નાખતો હોય એવું લાગતું હતું...... અંતે સર ઊભા થયા ને મારા ઉપર વહાલ થી હાથ ફેરવતા બોલ્યા જે બન્યું એ બન્યું... પણ આ વાત તારે કોઈ ને પણ કહેવાની નથી.... ખુદ જય પણ પૂછે તો પણ નહિ... સમજાયું ને.... મારા ઉપર ભરોસો રાખજે હું તને કંઇ નહિ થવા દવ ને તારા ને જય ના લગ્ન પણ કરાવીશ જ પણ સમય આવ્યે.... અત્યારે તું જા ને તમે જે રાતે મળ્યા એ મને ખબર છે એ તારે જય ને પણ નથી કેવાનું ઓકે.... ભરોસો છે ને મારા ઉપર.... પ્રેમાળ આવજે સર બોલ્યા ને મારા દિલ નો ભાર એકાએક ઉતરી ગયો હોય એવું લાગ્યું... ને મે ભવાવસ બનીને ખાલી માથું હલાવી ને હા પડી... જોકે મને ત્યારે એ નહોતું સમજાતું કે સર એમ કેમ બોલ્યા કે તને કંઈ નહિ થવા દવ.... પણ ત્યારે તો સર ના એટલા જ શબ્દો યાદ હતા કે આ વાત મારે જય ને પણ નથી કહેવાની.......
ત્યાર બાદ તો હું આ વાત સાવ ભૂલી જ ગઈ હતી ... પણ એ દિવસ પછી જય સાવ ઉદાસ રહેતો. હમેશા મારી પાછળ જ આવતો . હું મારી ફ્રેન્ડ પાસે જાવ તો પણ તે પાછળ આવે. મે પૂછ્યું તો સરખો જવાબ ના આપ્યો ... મને ડર લાગ્યો કે જય મારા ઉપર શક કરવા લાગ્યો કે.... મારાથી એને પૂછાય ગયું તો ત્યારે તે રડવા લાગ્યો... ને કહે કે નહિ તારા ઉપર ક્યારેય શક ઉપજે જ નહિ. પણ મને અંદર થી એવું ફીલ થાય છે કે તને એકલી ના મૂકું..... પણ કેમ....... મારાથી ઊંચા આવજે બોલાય ગયું.... પણ જયે તો ઠંડા આવજે જ મને જવાબ આપ્યો કે આપણે એ રાતે મળ્યા પછી મને કઈક ન બનવાનું બનશે એવો ડર લાગી રહ્યો છે.... જય ની આ વાત સાંભળતા જ મને ગગન સરના શબ્દો યાદ આવ્યાં કે તમે કંઈ નહિ થવા દવ.... તો શું સરે જય ને પણ વાત કરી હશે ???
જય આ તું શું બોલે છે .... કેમ આપણને કોઈએ જોઈ લીધા છે???
ના ના એવું નથી પણ મને બહુ ડર લાગે છે.... હવે ..... હું તને ખોવા નથી માગતો......મારા ખોળા માં પોતાનું માથું નાખીને રડતા રડતા જય બોલ્યો.....
હું તારી જ છું ને તારી સાથે જ રહીશ . પણ તને આમ એકાએક શું થઈ ગયું ??? કે આવું બોલે છે. તને કોઈ એ કંઈ કીધું????????
ના પણ મને બહુ પસ્તાવો થાય છે એ રાત માટે......
હા પણ હવે જે થયું એ ભૂલી જઈએ. અને બીજી વખત આવી ભૂલ આપણે ક્યારેય નહી કરીએ.........
હા નીરુ હવે ક્યારેય એવી રીતે એકલા મળશું જ નહિ ... જેથી આવી ભૂલ થવાની શક્યતા જ ના રહે....
હા પણ તને આમ અચાનક કેમ એ રાત વિશે ડર લાગવા લાગ્યો..... જય ના માથામાં હાથ ફેરવતા ફરી મે એજ વાત ચાલુ કરી.....
નીરુ તું કોઈને કહેતી નહિ..... કાલે મને ગગન સરે........ એટલું કહીને એ પાછો મારી બાહોમાં લપાઈ ગયો ને મારી છાતી પણ પોતાનું માથું રાખી ને રડતો રડતો બોલ્યો કે ગગન સરે મને કીધું કે નીરુ ને ક્યારેય એકલી ન મૂકતો.... ક્યાંય પણ.... કોઈ ની પાસે એકલી જવા પણ નહિ દેવાની........
પણ કેમ.... સરે આવું શા માટે કહ્યું...... મારી અને સર ની મુલાકાત છુપાવતા મે પાછું પૂછ્યું....
એ તો સરે મને પણ નથી કહ્યું.... પણ ખૂબ ભારપૂર્વક કહ્યું કે નીરુ ને એક મિનિટ પણ એકલી નહી મૂકવાની . બાકી બધું હું સંભાળી લઇશ..... મારા ઉપર ભરોસો રાખજો તમે બંને.......
અમને ત્યારે એ સમજાતું નહોતું કે શા માટે ગગન સરે આવું બોલ્યા હશે .... કેમ આમને આટલા સાવચેત કર્યા હશે ???? .... શું કોઈ બીજા આમારું એ રાતનું મિલન જોઈ ગયું હશે.......


ક્રમશ:::

શા માટે ગગન સરે જય અને નીરુ ને એમ કીધું હશે કે તમને કંઈ નહિ થવા દવ??????

શા માટે જય ને કીધું હશે કે નીરુ ને એકલી ક્યાંય નહિ જવા દેતો??????

શું હશે આ રહસ્ય એ જાણવા વાચતા રહો જીવન સંગ્રામ ૨ નું પ્રકરણ ૬........

આપના પ્રતિભાવ ની રાહે..... રાજુ સર.......