Vampire - 10 in Gujarati Horror Stories by Ritik barot books and stories PDF | વેમ્પાયર - 10

Featured Books
Categories
Share

વેમ્પાયર - 10

"તોહ, તમને અમારી મદદની જરૂરત શા માટે પડી? વિશ્વમાં માત્ર અમે, જ નથી ને? અમે તોહ, સામાન્ય માનવી છીએ. વિશ્વમાં કેટલાક એવા લોકો પણ છે. જેમની પાસે અધભૂત શક્તિઓ છે. જે, વિચિત્ર પણ છે. અને, એમની પાસે પીસાચો સાથે લડી શકાય, એવી માનસિકતા પણ છે. તોહ, અમે જ કેમ?" નયન એ પ્રશ્ન કર્યો.


"અમે, તમારી વાતો ને સાંભળી. તમે, ઓફિસમાં પીસાચો અંગે ચર્ચાઓ કરતાં. અને એમને જોવા માટે તમે, અહીં સુધી પણ આવ્યા. તમારા માં કંઈક કરી લેવાનું સાહસ છે. તમારામાં કંઈક કરી લેવાનું દૃઢનિશ્ચય છે. તમારામાં એ કંઈક કરી લેવાની શક્તિ છે. માટે જ, અમે તમને પસંદ કર્યા. કારણ કે, આ બધાયની સાથે તમેં બહાદુર પણ છો." પીસાચ એ ઉત્તર આપ્યો.



" પરંતુ, આ લડાઈઓ અને આ હથિયાર? આ બધું શું છે?"



"એ લડાઈઓ તોહ, લાખો વર્ષો થી ચાલી આવે છે. સામ્રાજ્ય માટે ની લડાઈઓ ઘણી થઈ. એમાં, સામ્રાજ્ય જીત્યા, હાર્યા પરંતુ, આ લડાઈ કંઈક જુદી જ છે. અમારા પીસાચો વરચેના સંબંધ ક્યારેય સારા રહ્યા નથી. સૌ પ્રથમ સામ્રાજ્ય માટે લડાઈ કરનાર પીસાચ. અમારા ગ્રેટ ગ્રેટર ગ્રાન્ડફાધર નિકોલસ વૂડ હતા. જેમણે તેમના જ ભાઈ સાથે દગો કરેલો. સામ્રાજ્ય હડપવા માટે બધું જ કર્યું હતું. પરંતુ, મારા બંને ગ્રાન્ડફાધર અંતે મૃત્યુ પામ્યા. આ વાતનો લાગ લઈ અને તેમના મંત્રીઓએ સામ્રાજ્ય પર કબજો કર્યો. બંને ભાઈ જે હતાં. બંને એ આગમાં ઘી નાખવાનું કામ કરેલું. આમ, બંને મંત્રી ભાઈઓ વરચે સંબંધ બગડ્યા. બંને વરચે લડાઈઓ થઈ. હમણાં સુધી બધી જ લડાઈઓ સામ્રાજ્ય માટે થઈ. પરંતુ, વાત તાકાત પર આવી ગઈ હતી. કોણ બળવાન? કોણ શક્તિશાળી? કોનો વિસ્તાર વધારે? અને ત્યારે વિસ્તાર અમારો વધારે હતો. માટે પીસાચોએ પૃથ્વી પર આવવાનો નિર્ણય કર્યો. અહીં લોકોને માર્યા. તેમને ખુદ જેવા બનાવ્યા. પરંતુ, અહીં તેઓ ધુપમાં રહી શકતા નહીં. તેઓ રાત્રી સમયે જ નીકળી શકતા. પરંતુ, છતાંય તેમણે અહીં હુમલાઓ ચાલુ રાખ્યા. સેનામાં વધારો કરતા ગયા. અમે, બધાય સમાન જ છીએ. રક્ત વિના કોઈ રહી શકતું નથી. પરંતુ, અમે ખુદ અમારું માર્ગ પસંદ કરી શકીએ છીએ. અમને રક્ત પર આધાર રાખવું છે કે, રક્ત વિના જીવવું છે. આ બધું જ અમે, પસંદ કરી શકીએ. પરંતુ, અમે રક્ત વિના જીવવાનો માર્ગ પસંદ કર્યો. શરૂઆતમાં રહી ન શકાતું. પરંતુ, આગળ જતાં અમે રક્ત વિના જીવનાર બની ગયા."



"અને એ હથિયાર?"




"એ હથિયાર પણ શરૂઆત થી જ છે. એ હથિયાર અમારા દાનવએ અમને ભેટમાં આપ્યો હતો. એ હથીયાર જેની પાસે પણ હોય. એ સામ્રાજ્ય હજાર ગણો તાકતવર બની જતો. અને એ હથિયાર જ્યાં પણ હોય. તેને મેળવવા માટેના નિયમો અમારા દાનવ ઘડતા. અને આ નિયમ દાનવ દ્વારા ઘડાયો છે. હથિયાર ની બદલી થતા જ, તેને મેળવવાના નિયમો બદલાય છે. અમે હમણાં લડાઈ હાર્યા. અને એ હથિયાર તેમની પાસે પહોંચી ગયું. અને તેમની પાસે થી એ હથિયાર મેળવવાનું નિયમ! એ નિયમ અમારા માટે શાપ બની ગયું. દાનવ એ ખેલ કર્યો. અંતે છે તોહ, દાનવ ને? હવે, એ હથિયાર મેળવવાનું છે. અને એ માટે આપણા ખીમજીલાલ છે. પરંતુ, એક વાત નો ડર છે કે, એ અદ્રશ્ય તોહ થઈ જશે. પરંતુ, તેની ગંધ પીસાચો ને આવી જશે. અને એ ગંધ ન આવે એ માટે એક ભભૂત લગાવવું પડશે. એ ભભૂત તોહ, મળી જશે. પરંતુ , ખીમજીલાલ તમેં આ કરી શકવાના છો? તમારે જીવનો જોખમ છે."




"અરે, જીવનો જોખમ ભલે ને હોય. હું આ જીવસૃષ્ટિ માટે કંઈ પણ કરી શકું. આ લડાઈ રોકવી જ પડશે. એ મુખીયાને મરવું જ પડશે. પરંતુ, એક વાત સમજાઈ નહીં. આ તમારી લડાઈના કારણે સમગ્ર જીવસૃષ્ટિ કઈ રીતે નષ્ટ થઈ શકે?"



"એ હથિયાર! એ હથિયાર જ આ સમસ્યા ની જળ છે. એ એટલો શક્તિશાળી છે કે, એ હથિયારનો એક વાર જો, આ જમીન પર કરવામાં આવે ને તોહ, સમગ્ર વિશ્વ તબાહ થઈ જાય. એ હથિયાર ને નષ્ટ કરવું જ પડશે. પરંતુ, એ માટે દાનવ ની બલી ચઢાવી પડશે. અને એ દાનવ હવે, આ પૃથ્વી પર રાજ કરવા માંગે છે. હવે, એમને રોકવા આ હથિયાર ની જરૂરત પડે જ. આ હથિયાર વગર એમને રોકી જ ન શકાય."


ક્રમશઃ