good news not a review in Gujarati Film Reviews by Matangi Mankad Oza books and stories PDF | good news not a review

Featured Books
Categories
Share

good news not a review

#

નવા વર્ષની શરૂઆત "Good News" થી કરી. પિકચર માં સારું શું ખરાબ શું ની વાત નથી કરવી મારે વાત કરવી છે પિકચર જે પાયા ના વિષય થી બન્યું છે એની અને પિકચરનો જે મહત્વનો મુદ્દો છે તેની, પાયાનો મુદ્દો છે લગ્ન પછી માતાપિતા બનવું બહુ જ જરૂરી છે. આપણી સામાજિક વ્યવસ્થા જ એવી છે જ્યાં બે વ્યક્તિ લગ્ન કરે એટલે એમને બાળક થવું જ જોઈએ. અમુક વર્ષો પછી તો લોકો ખરેખર લગ્ન બાળક ને જન્મ આપવા જ કર્યા હોય એવું વર્તન કરવા લાગે છે. સેક્સ શબ્દ જ્યાં બોલવો એ બે શરમ ની કેટેગરી માં આવે છે ત્યાં જાહેરમાં જે દંપતિ એ કોઈ પણ કારણસર બાળકને જન્મ ન આપ્યો હોય તેને બાળકના જન્મ માટે શું શું કરવાની સલાહ આપવામાં આવે છે. ત્યાં સુધી કે બાળક ન કરવા ના કારણ કરતાં બાળક ન થાય તો કારણ શોધવામાં આવે છે. પિકચર માં અક્ષય કુમાર એક સરસ વાત કરે છે કે "बच्चे को वंश आगे बढ़ाने के लिए इसे पैदा करना चाहते है जैसे टाटा, अंबानी और बिरला हो" સાચું જ તો કહ્યું હવે બાળકને જન્મ આપી તમે એને એક સુરક્ષિત ભવિષ્ય ન આપી શકો તો શું કામ જન્મ આપવો. બીજું પણ પિકચરના એક સીનમાં આઈવીએફ નો મોટો ડોકટર સેક્સ ની જગ્યા એ રીલેશનશીપ શબ્દ વાપરે છે ત્યારે આપણા દંભી સમાજ નો દંભ દેખાય છે. બાળક હોવાથી જ તમારા સહજીવન ને બેસ્ટ નો થપ્પો મળે છે એવું છે જ નહીં અને પિકચર માં ખરી રિયાલિટી દેખાડી છે કે બાળક ન થાય તો સમાજ સ્ત્રી તરફ જ આંગળી ચીંધે છે. પુરુષ ને જાણે બાળકના જન્મ સાથે કોઈ લેવા દેવા જ નથી. ટુંકમાં હું તો માનતી નથી કે બાળકને જન્મ દેવો એટલો જરૂરી છે. નથી તો નથી શા માટે પરિસ્થતિ નો સ્વીકાર કરી કોઈ માતા પિતા વગરના બાળકના જન્મ ને સુધારવું. સ્ત્રીત્વ ને માતૃત્વ સાથે કોઈ લેવા દેવા નથી.

આપણે ૨૦૨૦ માં આવી ગયા પણ આપણી સમજણ શક્તિ હજી ૧૮૦૦ની સાલની જ છે જ્યાં બાળક કરવા માટે હજી બાવા, ફકીર કે સાધુ નો સહારો લેવાય છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિ એ ખૂબ જ સારું પરિણામ મળેલ પધ્ધતિ થી દુર જવામાં આવે છે. ત્યાં સુધી કે એ પધ્ધતિ ના ઉપયોગ થી બાળકને જન્મ આપવા ને સામાન્ય કરતાં અલગ માનવામાં આવે છે જે ખરેખર પદ્ધતિ જાણ્યા વગરની ચંચુપાત જ છે. આઈવીએફ(In Vitro Fertilization) પધ્ધતિ ની વાત આ પિકચરમાં બહુજ સરળ ભાષામાં સમજાવવામાં આવી છે અને તેની પ્રક્રિયા પણ દર્શાવવામાં આવી છે. સાથે સાથે આ પ્રક્રિયા માનસિક, સ્ત્રી માટે શારીરિક અને નાણાકીય કેટલી પીડાદાયક છે તે પણ કહેવામાં આવ્યું છે. આઇવીએફ ને નજીક થી અનુભવેલ છે માટે સમજી ને જો આ પધ્ધતિ નો ઉપયોગ કરવામાં આવે તો ભુવા કે ખોટી માનતા આખડી થી દુર રહી માતા પિતા નું સુખ મેળવી શકાય છે. ઉપર થી જ માત્ર ખ્યાલ આપુ તો સ્ત્રી જેને માતૃત્વ ધારણ કરવું છે તેને હોર્મોનલ ઇન્જેક્શન આપવામાં આવે છે. અને જ્યારે ઓવ્યુલેશન એટલે કે ગર્ભાશયમાં થી બીજ છૂટું પડે ત્યારે તે બીજ અને પુરુષના વીર્ય ના શુક્રાણુઓ ને બહાર ફળદ્રુપ કરવામાં આવે છે અને પછી સ્ત્રી ના ગર્ભાશયમાં ફરી મૂકવામાં આવે છે જેના ૧૪ દિવસ પછી સ્ત્રી એ ગર્ભ ધારણ કર્યો કે નહીં તેનું પરીક્ષણ કરવામાં આવે છે.

આ પિકચરમાં બીજી એક વાત પણ બહુ જ સાચી સમજાવવામાં આવી છે કે પુરુષ માટે પિતા બનવું માત્ર વીર્યના દાન કરવા પૂરતું જ તો સીમિત છે જ્યારે સ્ત્રી એ તો સામાન્ય પ્રક્રિયા હોય કે આઈવીએફ શારીરિક રીતે, માનસિક રીતે ૯ મહિના ૨૪ કલાક બાળકને સમર્પિત કરવું પડે છે. મા નો હોદો ઊંચું હોવાનું કારણ જ તે છે કે બાળકને ગર્ભમાં સાંભળવા કેટલી કુરબાની આપવી પડે છે અને તકલીફ સહન કરવી પડે છે. માટે જ મા નો હક બાળક પર વધુ જ રહે અને મા થી વિશેષ બાળકને કોઈ જ ન રાખી શકે. (#MMO)

પિકચર માં આખી પરિસ્થતિ ગડબડ બતાવવામાં આવી છે પણ સરળ રીતે વાત સમજાય જાય છે. બીજું એક કે કોઈ ને ઇંગ્લિશ આવડવું કે મોર્ડન રહેનસહેન થી કોઈ નું વ્યક્તિત્વ સ્ટ્રોંગ નથી થઈ જતું. કલાકારો તો જોરદાર છે એટલે બીજું તો પિકચર માટે કંઈ નથી કહેવું માત્ર સામાન્ય બની રહેલ આ પધ્ધતિ ને અને લગ્નસંસ્થા ને વધુ સામાન્ય દ્રષ્ટિ રાખી જોતાં શીખવાની જ વાત છે. {#માતંગી}