પ્રકરણ - 1
"દેવ, આ સિચવેશન તો નથી, પણ મારે તને કંઈક કહેવું છે!!!" કોઈ પુરાના ગોડાઉન મા બંધાયેલ ખૂબસૂરત જલ્પાએ દેવને કહ્યું.
"શું?!" દેવે સાહજીકતાથી પુછ્યું.
વાત પૂરી થાય એ પહેલાં જ કીડનેપર ચહેરા પર કાળું કાપડ બાંધી આવ્યો. કિડનેપરને ચોટલો હતો.
"દેવ, બાંધી રાખવા માટે સોરી!" એ લેડી કિડનેપર બોલી.
દેવના ચહેરે આવી તેને જોરદાર ચૂમી ભરી. આ બાજુ જલ્પા ભડકી, "ઈ ઈ ઈ! લીવ હિમ યૂ બીચ!"
કીડનેપરએ જલ્પાના વાળ પકડ્યા.
કીડનેપરને જાણ નહોતી કે દેવે તે આવે એ અગાઉ ટેબલ પરનાં બોટલના કાચથી રસ્સી કાપી નાખી હતી અને તે હવે બસ એક ખાસ મોકામાં હતો!
"ઓ જાન! લીવ હર, બી માઈન!" દેવે ઊભા થઈ, કીડનેપરને બાહોમાં લીધી.
પોતાનું સંબોધન અન્યને મળતા જલ્પા ગુસ્સે થઇ ગઇ! "દેવ, સ્ટોપ ઇટ! મને બચાવ."
દેવે કીડનેપરને બાહોમાં રાખીને જ જલ્પાની રસ્સીઓ છોડવી શરૂ કરી.
"દેવ, એને છોડ! ભલે મને બાંધેલી જ રહેવા દે!" તે પારાવાર ગુસ્સામાં હતી!
છૂટ્યા બાદ જલ્પાએ કીડનેપરને રીતસર ધક્કો માર્યો અને દેવને ભેટી પડી.
"જાનેમન, તારો ચહેરો તો દેખાવ!" દેવે નફ્ટાઈથી કહ્યું, જેના બાદ જલ્પાએ તેને હળવી ઝાપટ પણ મારી.
કીડનેપરએ કાપડ હટાવ્યું તો, બંન્ને એકસામટા બોલી ઉઠ્યા: "હેં! તું! તું કીડનેપર છે!"
"હા, હું જ પ્રિયંકા!" એ બોલી.
"દેવ, આ કોઈ નવી ચાલ લાગે છે!" જલ્પાએ દેવનો હાથ પકડી લીધો.
"સારું થયું દેવ કે એન સમયે તેં એણે તારો રૂમાલ ચાલથી સુંધવ્યો!" દેવના ઘરે તેઓ હતા.
"રાજને કીડનેપ કરવાનું કામ પ્રિયંકાનું તો નથી જ!" દેવે કહ્યું.
"કેમ?" જલ્પાએ પુછ્યું.
"એ તો બિચારી ..."
"કઈ બિચારી નથી!" જલ્પાએ દેવને અટકાવતા કહ્યું.
"દેવ, ક્યાં હશે મારો ભાઈ? મમ્મી પપ્પા પણ તો અમેરિકા છે!!!" એ રડી પડી.
"રાજ જ્યાંથી ખોવાયો, તે મોલમાં પણ આપણે ગયા હતા, ત્યાંથી આપણને પ્રિયંકાએ કીડનેપ કર્યા કે જે તારી બેસ્ટ ફ્રેન્ડ છે!" દેવે કહ્યું.
પ્રિયંકા પર કોઈકે હુમલો કર્યો અને તે દવાખાને દેવ અને જલ્પા આવ્યાં.
પ્રિયંકાએ પથારીમાંથી જે માહિતી આપી એ સાંભળી બન્નેને જોરનો ઝટકો ધીમેથી થયો!
"દેવ જ્યારથી હું જલ્પા સાથે તારા ઘરે આવી હતી મને તું ઘણો જ ગમ્યો હતો! એક દિવસ મારા પર ફોન આવ્યો કે તારા પ્રિય અને દુશ્મનને જોયતાં હોય તો લે અને મેં લઈ લીધા. એનાથી વધારે હું કઈ નથી જાણતી" એ બોલી.
"દેવ યકીન માન આને આ બધું તારા માટે જ કર્યું છે તું આટલો સ્વીટ અને ઇનોસન્ટ જે છે!" જલ્પા બોલી.
પ્રિયંકાને ગેટ વેલ સૂન કહી તેઓ જલ્પા ના ઘરે ગયા.
"જલ્પા પિયુએ આ બધું મારા માટે કર્યું!!!" દેવ બોલ્યો.
"પિયુ કોણ?" જલ્પાએ પુછ્યું
"પ્રિયંકા!" દેવે કહ્યું.
"દેવ, તું તેની બહુ કરીબ આવી ગયો છું!" દેવની પ્રતિક્રિયા ચોંકાવનારી હતી!
"તારે શું છે?!" દેવે સ્વાભાવિક કહ્યું.
"હા, હું તો ભૂલી જ ગઈ હતી!!!" જલ્પા રીતસર રડી પડી.
"સોરી, યાર! હવે હું પ્રિયંકાનું નામ પણ નહિ લઉં", જલ્પાએ જે બોલાવવું હતું દેવ તે જ બોલ્યો.
રાત્રે જમ્યા બાદ ... વાતો કરતા કરતા દેવ અને જલ્પા એકમેકની બાહોમાં જ સૂઈ ગયા અને તેમને જાણ પણ ન થઇ.
સવારમાં દેવ ઉઠ્યો પણ તેને જલ્પા મળી જ નહિ.
વારંવાર શોધવા છત્તા તે જલ્પાને શોધી ન શક્યો. થાકેલો તે સોફા પર પટકાયો રાત્રિનો સંવાદ તેના મનમાં ગુંજાવા લાગ્યો. તે દુઃખી દુઃખી થઈ ગયો.
અચાનક તેના પર ફોન આવ્યો: "જલ્પા મારા કબજામાં છે તેની ખેર ઇરછતો હોય તો મેસેજ કરેલા સરનામે આવી જજે. રાજને શોધતો નહીં પોલીસને કાઈ કહેતો નહિ."
આખીર જલ્પાને કોને કીડનેપ કરી હશે? તે શું ચાહતો હતો? જલ્પા ક્યાં કેવી હાલતમાં હશે?
(ક્રમશ:)
ભાગ 2માં જોશો: "મારી દુશ્મની તો ફકત તારી સાથે છે, પણ detective ખોટે વચ્ચે આવે છે! પણ હું બન્નેને નહિ છોડૂ!" એ બોલ્યો
"જલ્પા, તારામાં મે બોમ્બ ફીટ કર્યો છે, નાઉ ગુડબાય સ્વીટહાર્ટ!" એણે ફરી કહ્યું.
"ભલે એકવાર મને તારો ફેસ તો બતાવ!" જલ્પા કર્ગરી.
તેને પટ્ટી હટાવી અને જે ફેસ સામે હતો એ જોઈ જલ્પા ને ચક્કર આવી ગયા!
"રાજ, તું!!!" જલ્પા બોલી ઉઠી.