અરે યાર શું ખાઈ છે તું પાપ લાગશે પાપ
કઈક તો ભગવાન નો ડર રાખ!!!
પેલી ને તો પિરિયડસ ટાઈમ છે. તો પણ મંદિર માં જાય છે..
જોજે એનું ધનોત પનોત નીકળી જસે....
લા ભઈ પેલા તારું કરને ધનોતપનોટ વાળી પહેરવા ચપલ નથી ને હાલી નીકળ્યો/નીકળી છે. પાપ પુણ્ય સમજાવવા!!!
સોમવારે મહાદેવ ને દૂધ ચડાવો
મંગળવારે હનુમાનજી ને માળા તેલ ચડાવો
બુધવારે લીલા કપડાં નું દાન કરો(કાળું ન હાલે??)
ગુરુવાર તો સાંઈબાબા નું વ્રત કરો
શુક્રવારે પીપળા ને પાણી રેડો
શનિવાર તો શનિની પનોતી વાળા શનિ મહારાજ નો અનામત છે...
રવિવારે સૂર્ય નું વ્રત કરો જાપ કરો...
બસ કરો હવે બોવ કયરા વ્રત પૂજા જાપ
આટલું કરવાથી બોવ પુણ્ય મળે!!!
હવે ભાઈ ઘર ભેગું થાને સલાહ નાહક ની દેવા આઈ ગયો તો...
એક જગ્યા એ મહારાજ બોલતા હતા જો ભગવાન ને રાજી નય કરો તો વરસાદ નય આવે...
કલાક પછી ધોધમાર વરસાદ પડ્યો મહારાજ તણાયા પુર માં
બુમાં બુમ કરી મૂકી બચાવો બચાવો છેલ્લે સરકારી માણસો એ હેલિકોપ્ટરથી રેસ્ક્યુ સક્સેક થયું.
અંધ શ્રદ્ધા ની ચરમસીમા પર આજનો યુવાન છે.
ગાય માં તેત્રીસ કોટી દેવતા હોય છે...
(જો દેવતા હોય તો ગાય કતલખાને કપાઈ ત્યારે તેત્રીસ કોટી દેવતાઓ એ એમનું રક્ષણ કરવું જોઈએ કે નય???)
શનિની સાડાશાતી તમારી પર આવતા વર્ષ થી બેસે છે.
(ટોપા તું બેઠો હાલ થી બિચારો શનિ તો બ્રહ્માંડ માં છે.)
નજર લાગી ગય આઈ હાઈ...ફલાણા બાબા પાસે કાળો પીળો લીલો દોરો કરાયવું...(કેમ ઈલી એ નજર ખાલી દોરે થી ઉતરી જાય)
છોકરું બોવ રોતું હોય તો મરચા ચૂલા માં બાળે...(બીજા ઘરમાં માણશો હોય ભાઈ રેવા દે અને રોતા છોકરા ને ડોકટર પાસે લઈ જા)
મને બે વર્ષ પહેલાં ડેન્ગ્યુ થયેલો નાનીબા બે કાળા દોરા લાયા
અને એજ દિવસે ડોકટરે રજા આપી ...જ્યાંથી દોરા લાવ્યા એ બાપુ તો કે મારા ડોરા ફક્ત સાત કલાક માં મરેલા ને જીવતો કરે
મા કસમ એને બે ગાળ દીધી કમિના જો તારા દોરા મરેલા ને જીવતા કરે તો સાલા મહણ( સ્મશાન) માં બેસ ની..!!
આપણે અહીંની સ્કૂલ માં પણ શિક્ષકો વ્રત રખાવે એમા ફોરેન કન્ટ્રી ભારત કેમ બને????
તાવ આવે તો ભુવા જ્યોતિષ પાસે જાય મને આવા લોકો તરફે સખ્ત નફરત છે!!
હમણાં સિવિલ માં ગયો પંડ્યા સાહેબ સરકારી ડોકટર તરીકે ફરજ બજાવે છે મહિના બાદ મળ્યો સાહેબ કે મારી પર તો કપાલી બાબા ની કૃપા વરસી !!
સરકાર નો પગાર લેવાના બંધ કરો કપાલી ભક્ત!!
અંધશ્રદ્ધા ચરમ પર છે. છોકરા ન થાય તો બાબા ભુવા સાધુ પાસે જાય...સાલાઓ હમણાં જ વિજ્ઞાન જથ્થા એ એક નામચીન ભુવા ને પકડ્યો જેમને બસોસિત્તેર થી વધારે પરિણીત સ્ત્રીઓ સાથે સંભોગ કર્યો એવું નામદાર કોર્ટ સામે કબુલ્યું!!!
ડોકટર વધારે ભરોસા પાત્ર છે. એમની પાસે જવું જોઈએ!!
પણે અહી ips લેવલ ના અધિકારીઓ ના હાથ માં કાળા ડોરા અને આંગળીઓ માં ગ્રહના નંગ ની વિટીઓ પહેરેલી દેખાય છે.
નોનવેજ ખાઓ તો પાપ થાય નરક માં જગ્યા મળે
આવું કહેવા વાળા ક્યારેય નર્ક માં સિગાર પીવા ગયા હશે???
આપણે અહીં કોઈ નું મૃત્યુ થાય એમના ફોટા માં નીચે સ્વ.ફલાણા ભૈ લખવામાં આવે અને એમની પાછળ બાર પંદર દિવસ દાન પુણ્ય કરવામાં આવે સાલુ આવું કેમ એ નથી ખબર પડતી..જો એ સ્વર્ગ માં ગયા જ હોઈ તો એમની પાછળ આટલા ધતિંગ કે ખોટો ટાઈમ શું કરવા બગાડવો જોઈએ???