AFFECTION - 15 in Gujarati Love Stories by Kartik Chavda books and stories PDF | AFFECTION - 15

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

AFFECTION - 15

ત્યાં દારૂ ના ઠેકા પર એક થી એક ખરાબ લોકો દારૂ ઢીંચતા હતા...અમુક લોકો વાતો પણ કરતા હતા કે આ તો વિરજીભાઈ નો જમાઈ છે...જો તો ખરા કેવો દારૂ પીવા બેઠો છે...
.
.
એક કલાક સળંગ બેઠેલો રહ્યો હું ત્યાં..હવે ખેલ શરૂ થઈ ચૂક્યો હતો..
.
.
એકાદ કલાક પછી હું ત્યાંથી નીકળવા ઉભો થયો અને એકલો એકલો લથડીયા ખાતો દારૂ ના ઠેકા પર થી બહાર નીકળ્યો..

કાના ના માણસો તો મારા પર ધ્યાન રાખતા જ હતા...પણ હું થોડોક આગળ જતાં એકલો પડ્યો અને ત્રણ ગુંડાઓ એ મને રોકી લીધો અડધે રસ્તે....મને ખબર પડી ગઈ કે આજે આ લોકો મારુ જ ખૂન કરવા આવી ગયા છે...થોડીક વાર ગભરાઈ ગયો પણ પછી થોડોક હોશ માં આવ્યો અને મેં કાના ને બૂમ પાડી ને બોલાવ્યો....એ ના આવ્યો...


હવે હું વધારે પડતો ચિંતા માં આવી ગયો....મને એમ થયું કે આ તો કાના એ જ દગો કર્યો..હવે સામે વાળા લોકો તો મને મારી નાખવા જ માંગતા હતા..એક ના હાથ માં ચાકુ હતું....તે લોકો અંદર વાત કરી રહ્યા હતા કે મને કોણ મારી નાખશે...ત્યાં જ મેં જેના હાથ માં ચાકુ હતું એના હાથ માં થી ચાકુ લઈને દૂર ફેંક્યું અને મેં હિંમત કરી એને મુક્કો માર્યો ....અને બીજી જ સેકન્ડે બીજા ગુંડા એ મને સામો મુક્કો માર્યો મારા મોઢા પર...અને નાક માંથી લોહી નીકળવા લાગ્યું...મેં તેને પણ મુક્કો માર્યો તો ત્રીજા એ અને પહેલા બન્ને એ મને એમના તરફ થી મુક્કા લાત માર્યા...હું એમના સાથે લડતો રહ્યો અને ત્યાં જ કાના ના માણસો આવી ગયા થોડીક વાર માં અને અમે ચાર લોકો એકબીજા ને મારવા માં વ્યસ્ત હતા ત્યાં જ એ ત્રણ પકડાઈ ગયા...એ ત્રણ પણ સારા એવા જખમી થયા હતા અને મને પણ અમુક જગ્યા એ થઈ લોહી નીકળતું હતું...એટલે કાના એ આવી ને મને સંભાળ્યો...

કાના : સારી એવી બહાદુરી દેખાડી તમે...તમે ખરેખર વિરજીભાઈ ના જમાઈ બનવા લાયક છો...

me : એ બધું તો ઠીક છે પણ....યાર આટલી બધી વાર તમે લોકો શુ કરતા હતા??? આ લોકો મારુ ખૂન કરી જ દેત...જો મેં ચાકુ દૂર ના ફેંકી દીધું હોત તો..

કાના : માફ કરી દેજો એના માટે....અમને ઠેકા માં થોડુંક કામ આવી ગયું હતું...

me : છોડો....જે થયું તે....આને હવે બારોબાર આપણે કયાંક સંતાડી દઈએ... વિરજીભાઈ ને ખબર પણ ના પડવી જોઈએ....ચાલો જલ્દી...

એમ કહી કાનો મને હવેલી ના પાછળ ના દરવાજે થઈ ખાલી રૂમ માં લઇ આવ્યો..અને પેલા ત્રણ ને ત્યાં બાંધ્યા...


કાનો : તમારે જે પૂછવું હોય તે પૂછી લો...આમને હવે આપણે અહીં જ બાંધી ને રાખીશું...

એમ કહીને મેં સવાલ જવાબ પૂછવાનું શરૂ કર્યું. ...

me : કોણ મોકલે છે તમને??? આજે મને પણ મારી જ નાખતા તમે બધા...પણ આ બધો પ્લાન મારો જ હતો..તમને પકડવા માટે.....બોલો હવે કોણ મોકલે છે તમને??

સીધી રીતે તો જવાબ આપતા નહોતા એટલે કાના એ એમને લાકડી થઈ મારવાનું શરૂ કર્યું....એટલે એમને કીધું કે તેઓ સૂર્યા ના કહેવા પર આ બધુ કરી રહ્યા છે....એમને બીજી કશું જ ખબર નથી......અને ત્યાં જ કાના નો એક માણસ આવ્યો અને બોલ્યો કે....સનમ બેને આખી હવેલી માં કાર્તિક ક્યાં છે?? કાર્તિક ક્યાં છે?? એમ કરી ને બધાને હેરાન કરી નાખ્યા છે.... અમુક લોકો તો કાર્તિક ને ગોતવા મોકલી દીધા છે કે કાર્તિક ને કશું થઈ તો નથી ગયું ને??બહુ ચિંતા માં અને ગુસ્સે છે તે અત્યારે. ....



આ સાંભળીને મને પણ ડર લાગવા લાગ્યો...મેં કાના તરફ જોયું.....

me : મારો face સરખો છે ને?? કે લોહી લાગ્યું છે??

કાનો : સરખો તો શું....અમુક જગ્યા એ કાળા ડાઘા થઈ ગયા છે...લોહી તો દેખાય જ છે....

me : સનમ ને કાઈ ખબર તો નહીં પડે ને??

કાનો : ચોખ્ખું દેખાઈ આવે છે કે તમે કોક સાથે મારામારી કરી નાખી છે...સનમબેન ને ખબર પડી જ જશે....

હવે મને થવા લાગ્યું કે હવે સનમ ને સાચું કહીશ તો તે ખાલી ખાલી વાત ને મોટી કરીને મને જ સમજાવશે...અને ચિંતા માં મુકાય જશે...


મને થયું કે હવે જે થાય તે જોયું જશે....એમ વિચારી હું સનમ તરફ જવા નીકળ્યો નીચેના રૂમ માંથી...

અને એક નોકર દ્વારા સેજલ ને બહાર બોલાવવા કહી દીધું...થોડિક વાર ઉભો રહ્યો ત્યાં જ સેજલ આવી....મેં સેજલ ને સમજાવી કે સનમ ને ગમે તેમ કરીને શાંત કર અને એના રૂમ માં લઇ જા હું ત્યાં આવી જઈશ...


સેજલ એ મારા કહ્યા પ્રમાણે કર્યું.....સનમ આમ સેજલ ની વાત માં નહોતી આવતી...પણ સેજલ એ એને કાન માં સમજાવી દીધું કે કાર્તિક બહાર જ છે હમણે તે આવશે અને તમને બધું સમજાવી દેશે એની પહેલા કાર્તિક ના રૂમ માં જતા રહો તમે....એટલે એકાંત માં બધું સમજાવી દેશે....અને બીજા બધા ને શાંતિ થઈ સુઈ જવા કીધું અને સમજાવી દીધું કે કાર્તિક બહાર ચક્કર મારવા ગયો હશે હમણે આવી જશે...


સનમ મારા રૂમ માં બેઠેલી હતી એકલી...અને થોડીક વાર પછી બધુ શાંત થઈ ગયું તો હું અંદર ગયો અને મારા રૂમ માં આવ્યો...એક તો રાત ઘણી થઈ ગઈ હતી.....


હું અંદર આવ્યો તો પેલે તો મારો ફેસ જોઈને જ સનમ ગભરાઈ ગઈ..અમુક જગ્યા એ કાળા ડાઘ પડી ગયા હતા મુક્કા ખાવા ના લીધે...નાક માં થી રોકવા છતાં થોડું થોડું લોહી નીકળતું હતું... મને આવીને બાથ ભીડી લીધી થોડી થોડી રડવા જેવી થઈ ગઈ....

સનમ : શુ થયું કાર્તિક તને???સાચું બોલ???શુ કરીને આવ્યો તું??


હું હજુ પણ વિચારતો હતો કે શું કારણ દેવું સનમ ને....કારણ કે હવે સનમ ને આટલી બધી ચિંતા માં જોઈને મને ઘણા બધા વિચારો આવવા લાગ્યા...

મને ચૂપ જોઈને તે વધારે ચિંતા માં આવી ગઈ...

સનમ : તારા પર કોઈએ હુમલો કરાવ્યો હતો???

મને થયું કે સનમ ને સાચું કહી દેવું જોઈએ...એટલે મેં એને વિરજીભાઈ જોડે જે ખૂન ની વાત કરી હતી બીજા ગોર મહારાજ ની...ત્યાં થી લઈને આજે રાતે મેં અને કાના એ જે રીતે પ્લાન બનાવીને પકડ્યા અને તે લોકો ને પૂર્યા હતા તે બધું જ કહી દીધું....

તે ગુસ્સે થઈ મારા પર...
સનમ : તું મને પૂછ્યા વગર આટલું જોખમભર્યું પગલું કેવી રીતે લઈ શકે કાર્તિક????તને ખબર પણ છે કે જો કોઈ તને બચાવત નહિ તો તારું શુ થાત??? મને તો વિચારતા પણ ભયાનક ડર લાગે છે.....

હું તેને શાંત કરવાના પ્રયત્ન કરતો રહ્યો...
me : સનમ હવે જે થવાનું હતું તે થઈ ગયું....હવે તું ચિંતા ના કર...

સનમ : જે થવાનું હતું તે નહિ પણ જે તારે કરવાનું હતું તે થઈ ગયું..એમ બોલ....તને ખબર પણ છે મારા મન માં કેટલા ખરાબ વિચારો આવી ગયા જો તું ક્યાંય ના દેખાયો તો..


મને ખબર પડી ગઈ કે પ્લાન બનાવ્યો તો ભલે પણ આ જે માર ખાધી એના લીધે જ ખબર પડી ગઈ એટલે બીજી વખત આવી ભૂલ ના થવી જોઈએ એવું નક્કી કર્યું...

me : હવે તું કહેતી હોય તો તારા પગે પડું....બીજું શું યાર....ભૂલ થઈ ગઈ મેં તને ના કીધું..

સનમ : તું મારી વાત સમજતો જ નથી....કે હું શું કહેવા માગું છું....


એટલે હવે તે ગુસ્સે તો હતી અને રડવા લાગી...અને ખબર નહિ કેમ પણ અચાનક તે તેના રૂમ માં જતી રહી...હું તેને બોલાવતો રહ્યો..પણ તે જતી રહી....



હવે શું કરવાનું???જેના માટે આટલો ખતરો લઈને પેલા ગુંડાઓ ને પકડ્યા કે હવે કોઈ ખતરો અડી પણ ના શકે તે જ ગુસ્સે થઈને જતી રહી...

રાત ના લગભગ 1 કે 2 વાગતા હશે....મને થયું કે હવે તેના સાથે હાલ વાત કરવાનો ફાયદો નથી તે ગુસ્સા માં હશે અને ગુસ્સા માં જ હોવી જોઈએ કારણકે મેં મરવા સુધી નું જોખમ બીજી વખત લઈ લીધું હતું...


હું આંખો બંધ કરીને પડ્યો હતો એમનેમ એકતો જ્યાં માર ખાધી હતી ત્યાં દુખતું હતું....અને સનમ ગયા ને થોડીક વાર થઈ હશે...


અને મારા ચહેરા પર લાગેલા ઘાવ રૂ થી ઘાવ સાફ કરતી હતી..મને ખબર જ હતી કે સનમ જ હોવી જોઈએ..અને એટલે જ હું આંખો નહોતો ખોલતો...તે મલમપટ્ટી કરતી રહી...અને પછી બોલી...

સનમ : મને માફ કરી દેજે...હું તારા ઘાવ સાફ કરવાની જગ્યા એ તારા પર ગુસ્સે થઈ ગઈ...પણ તું કરે છે જ એવું દર વખતે....આ તે બીજી વખત આવા નખરા કર્યા છે કે મારે તારી મલમપટ્ટી કરવી પડે છે...

me : તારા જેવી છોકરી જોડે ટકી રહેવા માટે આટલું કરજ ચૂકવવું જ પડે..જો તું મલમપટ્ટી કરતી હોય તો તો હું દરરોજ માર ખાવા તૈયાર છું....હવે તું સુઈ જા હું સાજો જ છું...તું જા તારા રૂમ માં..

સનમ : પેલા ગુંડાઓ નું શુ કરીશું...કોના છે કાઈ બોલ્યા કે નહીં...

me : એ બધી વાત આપણે કરીશું ....વિશ્વાસ કર...હાલ તું જા તારા રૂમ માં સુઈ જા...

સનમ : તને સમજવો કેવી રીતે??? અમુક વાર મારા જોડે રાત રોકવા માટે જબરદસ્તી કરે તું....જો હું તારી જોડે રાત રોકાવું છું તો તું મને મારા રૂમ માં પાછી મોકલે છે....
.
.
.
.
.
.
.
.
.

બીજા દિવસે સવારે સનમ મોડી ઉઠશે એ તો ખબર જ હતી કારણ કે રાતે તેને મોડું થઈ ગયું હતું મારા લીધે...પણ મારે એમપણ પેલા ગુંડાઓ પાસે થી સુર્યા નું સરનામું લીધું...અને બહાર બેઠો વિચારવા લાગ્યો કે શું કરવું??જવું કે નહીં સૂર્યા ના ઘરે એ બાબતે વિચારતો હતો...
.
.
.
અને વિચારતા વિચારતા પાછો હવેલી માં ઉપર ની તરફ જઈને બેસી ગયો..તેટલી જ વાર માં જાનકી ત્યાં થઈ નીકળતી હતી અને આવી મારા પાસે.

જાનકી : કાર્તિક તે પછી સુર્યા વિશે શુ વિચાર્યું???તારે એના ઘરે જવું હોય તો ચલ હું તને લઇ જાવ...
.
.
.
હજુ તો બોલવા જ જતો હતો ત્યાં જ ચાલુ વાતે વિરજીભાઈ આવ્યા અને બોલ્યા...

વિરજીભાઈ : કાર્તિક હવે તારે ઘરે જવું જોઈએ...સગાઈ નજીક આવી ગઈ છે...હું કંઈક વ્યવસ્થા કરાવડાવું છું..
.
.
.
.
.
આ વિરજીભાઈ ને શુ થયું અચાનક??કેમ મને ઘરે મોકલવા માંગે છે??જાનકી ને કાર્તિક શુ જવાબ આપશે??પેલા ગુંડાઓ નું શુ થશે??કાના ને કાર્તિક થી વિશેષ શુ કામ આવી ગયું દારૂ ના ઠેકે???હજુ તો ઘણા બધા સવાલ છે...જોઈએ next part માં....

💜💜JUST KEEP CALM ND SAY RAM💜💜

On insta : @cauz.iamkartik