vahala ane davala in Gujarati Moral Stories by Chaula Kuruwa books and stories PDF | વ્હાલા અને દવલા ....

Featured Books
Categories
Share

વ્હાલા અને દવલા ....

સંતોકબેનને માટે સમીર વધુ પોતાનો હતો. એમ તો સમીર અને સંદીપ બને તેમના જ સગા સંતાનો .

પણ સવાર પડે કે કચકચ સદીપ અને તેની પત્ની સ્મિતા ઉપર શરુ થઇ જાય.

તમામ પ્રકાર ના વેણ lસવાર સવારના બનેને સભળાવી નાખતા.


થોડા સમયથી જ તેઓ અહી રહવા આવ્યા હતા અને ફ્લેટ પણ મોટો કરાવેલ .

નાના સમીરના લગ્ન લેવાયા એટલે ફ્લેટ માં એક રૂમ વધારવો જ પડ્યો .

પણ હવે નાની વહુ વધુ સારી લાગી અને મોટી સ્મિતા અણગમતી થઇ ગઈ .

સ્ન્તોક્બેનની ઈચ્છા કે મોટો સંદીપ અને સ્મિતા જુદા રહેવા ચાલ્યા જlય તો જ પોતાનું ચાલે.

બે વહુ ઓ એક ન થઇ જાય તેનું તેઓ ખાસ ધ્યાન રlખતા અને આ જ તેમની મોટી ચિતા હતી.


મોટી સ્મિતા એ પણ ઘરનું વાતાવરણ જોઈ આમતેમ નોકરી શોધવા માંડી.

જે પણ મળે તે નાનું મોટું કામ ઘરકામ ની સાથે કરવા માંડી.

ઘરની બહlર રહેવાય એટલો સમય રહેવા થી શાંતિ રહે તો સારું એમ માન્યું.


સંદીપ અને શાંતિભાઈ બનેની પાસે વટવામાં ફેક્ટરી હતી

. સંદીપ માંડ આઠ ચોપડી ભણેલો એટલે અભ્યાસ


પૂરો ન કરી શક્યો તેથી શાંતિભાઈએ એને ધંધે શરૂઆતથીજ લગાડી દીધો હતો.


સંદીપની પત્ની પણ ખાસ ભણેલી નહતી નlનો મોટો કોર્સ કર્યો હતો .

અને અત્યારસુધી ઘર કામ અને પુત્ર અમન ની દેખરેખ એ બે જ મુખ્ય કામ હતા.


હવે મજાની વાત તો એ છે કે ધંધો નાનાભાઈ સમીરના નામે હતો.

અને ઘર સંતોકબેનના નામે ચાલી રહ્યું છે.


મોટાભાઈ સંદીપ ના નામે ઘર કે મકાન તો નથી પણ ફેકટરીમાં વરસો સુધી કામ કરવા છતાં

પેસl નો વહીવટ બધોજ શાંતિભાઈ જ સંભાળતા .

ઘરમા પણ પેસlનો વહીવટ તેઓ જ રાખતા. .


બનેને પેસા વાપરવા હોય તો માગવા પડતા. અl ખો દિવસ કl મ કરવા છતાં આ સ્થિતિ હતી..


નજદીકના લોકો જ સોથી વધુ નુકસાન કરતા હોય છે ,

આ ઉક્તિ એમના કેસમાં સાચી પડી છે.

હવે સમીર સીએ થઇ ગયો અને તેના લગ્ન લેવાયા. સમીર ની પત્ની નેહા એમ બી એ હતી.

ફેકટરીમાં કામ કરતા મોટાભાઈએ સારી રીતે પ્રસંગ પlર પડે તેવી મહેનત પણ કરી.

સમીરે નોકરી શરુ કરી એક સારી ફર્મમાં અને સાથે સાથે પોતાની ખાનગી ક્ન્સલ્ટનસી પણ ચાલતી હતી.


નેહા શરૂઆતમાં નોકરી કરતી હતી. ઘરકામ બને વહુઓ સાથે મળીને કરતી.

બા ને એટલેકે સ્ન્તોક્બેનને ભાગે ખાસ કોઈ કામ બાકી ન રહેતું.

એટલે એમની નવરા બેઠા કચ કચ ચાલુ રહે.

નેહા નો સીમંતનો પ્રસગ પછી આવ્યો એ પણ સંદીપે જ સારી રીતે પાર પાડવામાં મદદ કરી.

શાન્તીભાઈ એ થોડા સમયથી ફેક્ટરી માંથી નિવૃત્તિ લઇ લીધી હતી ..ઉમર પણ હતી .

પણ સંદીપને તેમને દર મહીને ૫૦૦૦ રૂપિયા હાથ ખર્ચીના કહો તો તે ચુકવવા પડતા હતા.

કહો કે તેમનું પેન્શન બાંધવું પડ્યું હતું .


ઘરના નિયમ પ્રમાણે સંદીપ અને સમીર બનેને દર માસે ૨૦૦૦૦ પિતાને આપવા પડતા હતા.

તેમાંથી ઘરનો તમામ ખર્ચ ચાલતો હતો .

કરીયાણા થી માંડી ને તમામ અનાજ ,શlક, દૂધ વગેરે આ રૂપિયા ૪૦૦૦૦ માંથી આવતા હતા.

ઘરની રસોઈથી માંડીને તમામ કામ બને વહુઓ સભાળતી હતી.


પણ બધા દિવસો સરખા નથી જતા. સમીર અને નેહl સંતોક્બેનના વધુ લાડકા પહેલેથી જ હતા

. મોટો દીકરો વહુ વધુ ભણેલા નહિ .આ પણ એક કારણ હતું.


મોટી વહુ સ્મિતાએ નોકરી શરુ કરી હતી. નાની વહુને દીકરો નાનો હોઈ બ્રેક લેવો પડ્યો.


નlના સમીરની નોકરી અને અન્ય કામ સારા ચાલતા હોઈ તેણે કlર પણ લઇ લીધી.


હવે પહેલાની થોડી કચકચ તેની હદ વટાવતી ગઈ.

સ્તોક્બેને ઘર વેચી દેવાની અને ભાગ પlડવાની વાત શરુ કરી.

આ તરફ સંદીપ ની ફેક્ટરી અને ધંધામાં પણ મદી આવતી ગઈ તેમ તેમ આવક પર ફટકો પડ્યો.

ઘરખર્ચના પેસા પણ દર મહીને નીકળતા નહોતા.

અને ન આપે તો ઘર છોડવાની ધમકી માંતા પિતા તરફથી મળ્યા કરે તે વધારામાં…


આસપાસના લોકો અને પરિચિતો ,મિત્રો બનેને સલાહ આપતા, સહન કરો પણ ઘર ન છોડતાં.


ઘરના ત્રણ ભાગ પાડવાની વાત હતી.

ભાવ કઢાવતા માંડ ૪૦ લાખ આવે તેમ હતું.

તો બાકી ભાગે પડતા પેસા માંથી નવું ઘર ખરીદવું શક્ય જ નહોતું.

બહુ તો ભાગ મળે તો ભાડે થી ઘર લઇ શકે તેવો રસ્તો જ સંદીપ માટે હતો.


બને ભાઈ ઓ ઉપરાંત સંતોકબેનના નામનું ઘર હોઈ તેમનો પણ ભાગ ગણવામાં આવ્યો હતો.


ઘર ખર્ચના પેસા સમયસર ન આપે અને પુરા ન આપે તો ગમે ત્યારે ઘર છોડવું પડશે ,

અથવા ઘરમાં ખાવાપીવાનું નાના અમન સહિત બને માટે મુશ્કેલ બનશે એવી ધમકી

પણ માતા તરફથી બનેને મળી ચુકી હતી.

l


આસપાસના સો અને પડોશીઓ પણ આ બધું જાણી ચુકયા હતા.

એટલે સોની સલાહ એ જ રહેતી કે બનેએ ઘર છોડવું નહિ.

આ તરફ મિત્રો ખાસ કરીને સંદીપ ના હવે તેને મદદ કરવા માંગતા હતા.

એક મિત્રે તાજેતરમાં જ સંદીપ ની પત્ની સ્મિતાને સારી નોકરી તેના એક ઓળખીતાને ત્યાં અપાવી.

સુપરવાઈઝર તરીકે એક કમ્પનીમાં સ્મિતાને

૧૦ ૦૦૦ નો પગાર મળવા લાગ્યો.

એટલે ઘર ખર્ચ આપવાની ચિતા પણ તત્કાળ પુરતી દુર થઇ ગઈ.

સ્મિતા અત્યાર સુધી જ્યાં જ્યાં નોકરી કરતી તેમાં ૪૦૦૦ થી ૬૦૦૦ સુધીનો પગાર માંડ મળતો

અને દિવસ અlખો જતો .


જો કે સંદીપ ના ધંધાની અને ફેકટરીના કામની મંદી દુર નહોતી થઇ .

એટલે એણે પણ બીજો સાઇડમાં ધંધો શરુ કરવાનું પ્લાનિંગ અને શોધ શરુ કરી.


અમન પણ હવે તો ઝડપથી મોટો થઇ ગયો એની પ્રગતિ ખુબ સારી કહી શકાય એવી ચાલતી હતી..

૧૦ માં ધોરણમાં જોત જોતામાં આવી ગયો હતો. .


સ્તોક્બેનને હતું કે નાના સમીર સાથે રહીએ તો વધુ સારી રીતે રહેવાય. કમાય પણ સારું

અને વહુ પણ ભણેલી એટલે મારે નિરાંત . .

વળી સમીરે પણ કાર લાવીને રોલો પlડી જ દીધો હતો.

એટલે માતાને લાલચ પણ આપી દીધી કે બે વરસમાં બંગલો પણ લઇ લઈશ.

પણ મારે ભાગ જોઇશે.


બસ પછી તો વાત શરુ થઇ ગઈ કે ઘરના ભાગ પlડીએ અને ફ્લેટ વેચી દઈએ.

મકાનના લે વેચ્ માં હાલ તો મંદી ચાલતી હોઈ વાત થોડી લંબાઈ ગઈ.

સ્મિતાના પિયરના કોઈ સગાને ઘરમા રહેવાની છુટ નહોતી

અને ગામમાં જ પિયર હોઈ કોઈ ભાગ્યે જ આવતા.


પણ નેહાનું પિયર બીજે ગામ હોઈ તેના કોઈ સગા ક્યારેક આવીને રહેતા,

સ્તોક્બેનના સગાઓની અવરજવર તો ચાલુ જ હોય.


મુળે તો સંતોકબેનની કડવી જીભ સ્મિતા અને સંદીપ સામે ચાલુ જ રહેતી એટલે બનેને

મનમાં થયા કરે કે જુદા થવામાં કઈ ખોટું નથી .

રોજની ક્ટકટ તો નહી.

બનેના સ્વભાવ શાંત અને બને પાછા બને વ્યવસ્થિત અને મહેનતુ પણ ઘણા ..

આવી ઘર ઘરની વાત ની એમ તો કોઈ નવી નથી

લગભગ પ્રત્યેક પરિવારોમાં કોઈ ને કોઈ કેસો એક કે બીજા પ્રકારના જોવl મળતા હોય છે.

ખાસ કરીને પોઝીટીવ કિસા બહુઓછા સમાજમાં જોવા મળતા હોય છે.

મોટાભાગના પરિવારોમાં નેગેટીવ કિસ્સા વધુ જોવા મળે છે.