Khovaay che in Gujarati Short Stories by Rinkal Chauhan books and stories PDF | ખોવાય છે.....

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

ખોવાય છે.....

"હેલ્લો, શું થ્યું?" મી. રમણ પટેલ લગભગ બરાડી ઉઠ્યા. એમના અવાજ માં ચિંતા અને ગુસ્સો બન્ને હતાં.
"સર અમે એમને શોધી રહ્યા છીએ." સામેથી ડરમિશ્રિત અવાજ આવ્યો.
"જલ્દી શોધી લાવો." રમણ એ ગુસ્સામાં ફોન કાપી નાંખ્યો.

રમણના ધર્મપત્ની તારાબેન રડી રડીને અડધાં થઈ ગ્યાંં છે.
"તારા રડ નઈ હું છું ને શોધખોળ ચાલું છે, તું કેમ આટલી ચિંતા કરે છે. જો રડવાનું બંધ કરી પાણી પી..." રમણ પાણી લાવે છે. પત્ની ની આંખોમાં આંસુ જોઈને રમણ નો ગુસ્સો વધી જાય છે. એ ફોનમાં એક નંબર ડાયલ કરે છે.

"હેલ્લો હું રમણ પટેલ બોલું છું, મારે એક જાહેરાત આપવી છે તમારા સમાચાર પત્રક માં." રમણ સામેવાળાની વાત સાંભળવા થોભે છે. પછી બોલે છે. "ઓકે, હું ફોટો મોકલી આપુ છું."
***

તારાબેન ચિંતાતુર વદને બેઠા છે. રમણ ત્યાં આવે છે.
"તારા ચિંતા નઈ કર ને પેપર માં જાહેરાત આપી છે, અને....(ફોન વાગે છે.) રમણ ફોન ઉપાડે છે. "હેલ્લો, રમણ પટેલ બોલું છું."
"હેલ્લો હું શાંતિનિકેતન વૃધાશ્રમમાંથી બોલું છું. તમે જે જાહેરાત આપી હતી એના માટે ફોન કર્યો છે." સામેથી કોઈ ભાઈ બોલી રહ્યા છે. તે કદાચ વૃદ્ધાશ્રમ ના સંચાલક હશે.
"શું કીધું આભાર તમારો ધ્યાન રાખજો એ ક્યાંય જાય નહીં અમે આવીએ છીએ." રમણ ફોન મૂકી તારાને બોલાવે છે, અને આ સમાચાર આપે છે. બન્ને વૃદ્ધાશ્રમ જવા નીકળે છે.
***

રમણ અને તારા વૃદ્ધાશ્રમ પહોંચે છે. સામે રમણનાં માતા શારદાબેન બેઠેલાં છે. રમણને જોઈને એ હરખાઇને ઊભાં થઈ રમણ તરફ દોડે છે.
"દિકરા મને ખબર હતી તુ જરૂર મને લેવા આવીશ, મોહન ભાઈ જુઓ મે નો'તુ કીધું મારો દિકરો મને લેવા આવશે.." એમની આંખો હર્ષ નાં આંસુથી છલકાઇ જાય છે.
મોહનભાઈ કે જેમણે થોડીવાર પહેલાં રમણ જોડે ફોન પર વાત કરી હતી અને જે આ વૃદ્ધાશ્રમના સંચાલક છે એક ઊંડો નિસાંસો નાખે છે , અને અંદર જાય છે. થોડી વારમાં મોહનભાઈ એક કુતરીનું બચ્ચું લઈને આવે છે.
"આ લો મી. પટેલ આ કુતરું અહીં તમારી માતા પાસે આવી ગ્યું હતું." (થોડી વાર મૌન રહી મોહનભાઈ ફરી બોલે છે.) " મેં છાપામાં આ જાહેરાત વાંચી એટલે મને ખબર પડી કે તમારી પાલતું કુતરી રોઝી ખોવાઈ ગઈ છે." મોહનભાઈ રોઝીને રમણને સોંપી ત્યાંથી જતા રહે છે.

રમણ અને તારા રોઝી ને લઈને જવા લાગે છે. શારદાબેન રમણનો હાથ પકડી એને રોકે છે.
"બેટા તું મને લેવા નથી આવ્યો?" એમની ઘરડી આંખોમાં આંસુ સાથે નિરાશા દેખાય છે.
રમણ એમને કંઇજ જવાબ આપ્યા વગર જતો રહે છે. શારદાબેન ચિસ પાડી ઉઠે છે." બેટા મને ઘરે લઈ જા તારા સાથે, બે..... ટા......" શારદા બેન ચક્કર ખાઈ હેઠા પડે છે. મોહનભાઈ અને વૃદ્ધાશ્રમના બીજા સભ્યો દોડતા આવી એમને અંદર લઇ જાય છે. શારદાબેન અર્ધજાગૃત અવસ્થામાં પણ બોલી રહ્યાં છે..." બે.... ટા....મારે ઘરે આ... વવું છે, મને મને લ....ઇ જા દિક....રા..... મને અહીંયા...થી લઇ જા...ને દિકરા....."
મોહનભાઈ નિરાશ આંખોથી દરવાજા તરફ જુએ છે. રમણની ગાડી ધૂળ ઉડાડતી નીકળે છે જેના પાછળના કાચ પર લખેલું હતું...."માતૃદેવો ભવઃ"
***
સમાપ્ત


"મા અને પિતા દુનિયાના બે ભગવાન જેમને આપણે જોઈ શકીએ છીએ. જેમના દ્વારા આપણ ને જન્મ મળ્યો. જેમના કારણે આપણે જીવતા શીખ્યાં. શું એમના ઘડપણ માં એમને તરછોડી દેવા યોગ્ય છે? ચાલો એમના બાળપણનું બીજું રૂપ એટલે એમના ઘડપણને જનમવા દઇએ. ફરીથી એમના અંદર એક બાળક ને જીવવા દઈએ. ચાલોને એક વાર ફરીથી એમને જીવવા દઇએ......"
***
This is my very first book. Read, share and comment please.