Sambandho ni aarpaar - 44 in Gujarati Love Stories by PANKAJ books and stories PDF | સંબંધો ની આરપાર.. - પેજ - ૪૪

The Author
Featured Books
Categories
Share

સંબંધો ની આરપાર.. - પેજ - ૪૪

એકબાજુ અદિતી તેનાં પેરેન્ટ્સ ને તેનાં અને પ્રયાગ બન્ને ના સંબંધ ની જાણ કરી અને તેમને સમજાવી રહી હોય છે, ત્યારે બીજી બાજુ પ્રયાગ પણ તેની મમ્મી અંજલિ સાથે તેનાં અને અદિતી નાં પ્રેમ સંબંધની વાત કરવા ફોન કરેછે. જેમાં અંજલિ એ મહદ અંશે પ્રયાગ ને સંમતિ આપી દીધી છે.અંજલિ ને પ્રયાગ ની પસંદ અદિતી માં એક બિઝનેસ એન્ટરપ્રીન્યોર દેખાઈ રહી છે, જે પ્રયાગ નાં તથા પ્રયાગ ગ્રુપ નાં ભવિષ્ય ને ધ્યાનમાં રાખીને અંજલિ પણ પ્રયાગ ની પસંદ થી ખુશ છે.અંજલિ તેમનાં જ્યોતિષી ની પાસે કુંડળી મેળવવા નો સમય માંગે છે...જ્યારે પ્રયાગ પણ તેની મમ્મી સાથે સમજીને તેમને સંમતિ આપે છે. પ્રયાગે આ વાત ની જાણકારી આપવા અદિતી ને ફૉન જોડ્યો છે ત્યારે અદિતી તેના પેરેન્ટ્સ સાથે ફોન પર બીઝી હતી..

*********હવે આગળ પેેેજ -૪૪************

અદિતી એ પ્રયાગ નો મીસ કોલ જોતા ની સાથેેજ તેેના પેરેન્ટ્સ સાથે વાતચીત કરવાની બાકી રાખી અને પહેલા તેેેણે પ્રયાગ ને ફોન લગાવ્યો.
પ્રયાગ ત્યારે તેની મમ્મી સાથે થયેલી વાતચીત પર વિચારો કરી રહ્યો હતો. સાઈડ માં પડેલા મોબાઈલ માં રીંગ વાગી રહી હતી...અને અદિતી, પ્રયાગ ફોન ઉપાડે તેની રાહ જોઈ રહી હતી.
પ્રયાગ ને એકદમ મોબાઈલ ની રીંગ સંભળાઇ...ધ્યાન મગ્ન પ્રયાગે ફરીથી મોબાઈલ તરફ નજર કરી તો મોબાઈલ નાં સ્ક્રીન પર અદિતી લખાઈ ને હજુ પણ રીંગ વાગતી હતી.
પ્રયાગે ફોન ઉપાડ્યો...યસ...સોરી અદિ....!! થોડીકવાર લાગી ફોન લેવા માં..!!
નાનાં...ઈટ્સ ઓ.કે.પ્રયાગ...કહે શુ વાત થઈ તારે અંજલિ આન્ટી સાથે ??
પહેલા તુ કહે અદિ...મમ્મી નુ તો હું કહુ છુ...પણ આચાર્ય સાહેબ શુ કહેછે ??
હમમમ...પ્રયાગ...એક્ચ્યુઅલી મમ્મી અને પપ્પા બન્ને સાથે વાત ચાલુ જ હતી......પપ્પા એ મારી જાણ બહાર અને મને પુછ્યા વિના જ,તારી અદિતી માટે અમારી જ જ્ઞાતી ના કોઈ છોકરા ને જોઈને રાખ્યો છે અને કદાચ નક્કી પણ કરી રાખ્યું છે, એટલે હવે પહેલા તો તેને નાં કેવી રીતે કહેવી ?? તેમાં તેમની પ્રતિષ્ઠા જશે તેવું તેમને લાગે છે, અને બીજું હું તને પ્રેમ કરૂં છું...કે જે તેમની જ કંપની ના માલિક નો દિકરો છે, અને ભવિષ્યમાં પાછો તુ જ તે કંપની નો ચેરમેન હોઇશ...એટલે પણ થોડાક કનફ્યુઝડ છે.
પ્રયાગ...પપ્પા એ ખુબ ઈમાનદારી થી પ્રયાગ ગ્રુપ માટે કામ કર્યું છે,અને કરી રહ્યા છે...પાછું પપ્પા અને મમ્મી,અંજલિ આન્ટી ની બહુજ ઇજ્જત કરે છે, ખુબ માન છે પપ્પા ને અંજલિ આન્ટી માટે...જે કંપનીમાં પોતે એક સિનીયર એકાઉન્ટન્ટ ની નોકરી કરતા હોય, તેમના જ માલિક ને તે કયા મોઢે એવુ કહે કે મારી દિકરી અદિતી માટે હું તમારા દિકરા પ્રયાગ નો હાથ માંગું છું..લોકો ને કદાચ પપ્પા ની આટલા વર્ષો ની મહેનત, ઈમાનદારી અને નિષ્ઠા પ્રત્યે જે માન છે તે બધુ એમ નું એમજ રહે ખરું ?? બસ...આ અને આવા જ વિચારો અને વાતો કરી અને પપ્પા અને મમ્મી બન્ને રળતા હતા. પ્રયાગ મને પણ પપ્પા એવું સમજાવતા હતાં કે જો અંજલિ આન્ટી જ મારા જેવી એક સામાન્ય ઘર ની છોકરી ને તેમના અતિ ધનાઢ્ય પરિવાર ની પુત્રવધુ તરીકે જો નાં સ્વીકારે તો તુ શું કરીશ ??? મને પણ એક તબક્કે વિચારવુ પડ્યું...પપ્પા ને જવાબ આપવામાં.
પ્રયાગ...અદિતી ની વાત ને ખુબ શાંતિ થી અને ગંભીરતાથી સાંભળી અને વિચારી રહ્યો હતો. કે એક બાપ જેમની આખી જિંદગી ની ઇજ્જત આબરૂ ની કમાણી ને કોઈપણ કારણસર સ્હેજ પણ ઠેસ વાગે કે તેને આંચ અવે તો કેટલી બધી પીડા અને તકલીફ થઈ શકે.આચાર્ય સાહેબ ની ચિંતા અને પરેશાની નું કારણ આજે જાણે અજાણે પ્રયાગ પોતે જ હતો..એટલે પ્રયાગે પણ આચાર્ય સાહેબ ની મનોમન માફી માંગી...કે આચાર્ય સાહેબ પ્રેમ માં પડીએ ત્યારે કશુંજ નાં સુઝે કે...તે વ્યક્તિ નાં માં બાપ કોણ છે...અને મારી આ સ્થિતિ થી તમને અને આન્ટી ને જે દુઃખ અને તકલીફ પડી છે તેનાં માટે મને માફ કરજો.પ્રયાગ મન માં બોલ્યો...પણ અદિતી ની વાત માં પણ તેનું ધ્યાન હતું જ...એટલે તરત જ અદિતી ને પુછ્યું..
અદિ વિચાર્યા પછી થી શુ જવાબ આપ્યો તે આચાર્ય સાહેબ ને ??? પ્રયાગ પણ જાણવા અને સમજવા માંગતો હતો કે અદિતી તેનાં પર કેટલો વિશ્વાસ કરેછે ?? અને કરી શકે છે ??
પ્રયાગ...સાચું કહું તો આંખો બંધ કરીને મારા મન ને ખુબ ટટોડ્યુ...મારા જ દિલ ને પુછ્યું કે હે અદિતી જેનાં પર વિશ્વાસ મુકીને તું તારા પપ્પા અને મમ્મી ની વાત નો વિરોધ તો કરી રહી છુ, પરંતુ શક્ય છે કે તારા પપ્પા જે કોઈ વ્યક્તિ ને તારા જીવનસાથી બનાવવા માટે હા કહી ને આવ્યા છે..તેમને હવે નાં કહેવામાં તેમની આબરૂ અને ઈજ્જત જવાનો ડર લાગતો હોય....પરંતુ શું તને પ્રયાગ પર ભરોસો તો છે ને ?? કે ગમે તેવી પરિસ્થિતિ માં પ્રયાગ તારો સાથ આપશે જ અને તને અપનાવશેજ...??
હમમમ....બરાબર વાત અદિ...તો શુ જવાબ આવ્યો તારા મન મંદિર માંથી ???
પ્રયાગ...મારા મન મંદિર માં થી અવાજ સંભળાયો કે પ્રયાગ જ આ મન નો દેવતા છે.તારી જ મુર્તિ મારા મનમાં અને મંદિર માં વસેલી છે...અને મને તારા પર સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો છે.તુ કોઈપણ સંજોગોમાં કે પરિસ્થિતિ માં મને નહીં છોડે.
હમમ...અદિ ..તે મારા પર જે વિશ્વાસ મુક્યો તેનાં માટે તારો ખુબ ખુબ આભાર. અને આમ જોવા જઈએ તો તે મારા પર વિશ્વાસ મૂક્યો તે ખરેખર તો તારા પર નો તારો વિશ્વાસ જ હતો.
હા...પ્રયાગ...એ પણ સાચું. એની વે પ્રયાગ...તુ કહે તારે શુ વાત થઈ અંજલિ આન્ટી સાથે ?? શું કહેવું છે તેમનુ ??
વેલ...અદિ, તારા સવાલ નાં જવાબમાં એવું કહી શકાય કે મમ્મી તરફ થી કોઈ ઓબ્જેકશન નથી, ઉપરાંત મમ્મી પોતે તો તને એટલે કે અદિતી ને તેમની પુત્રવધુ તરીકે સ્વીકારવા તૈયાર છે.અને મને વિશ્વાસ છે કે મમ્મી તને એમની દિકરી કરતા પણ વધારે વહાલ થી રાખશે અને સાચવશે.પરંતુ....!!
પ્રયાગ ના જવાબ થી મનોમન ખુશ થઈ ઉઠેલી અદિતી નાં મનમાં આનંદની હેલી ઉઠી હતી, મનમાં ઉમંગ અને તરંગ રચાઈ રહ્યા હતા. મન નો મોર પ્રયાગ નાં જવાબ થી કળા કરી રહ્યો હતો.
પરંતુ પ્રયાગ નાં જવાબમાં આ અધવચ્ચે જ પરંતુ...સાંભળતા જ અદિતી નાં મન માં આનંદ ની જે હેલી ઉઠી હતી તે ઊભરકા બેસી જાય છે...જે ખુશી નાં સમાચાર સાંભળી ને બારે મેધ કાંગા થયા હતા તેમાં અચાનક વિક્ષેપ પડી જાય છે.
પ્રયાગ.... આ.....આ...પરંતુ...એટલે ??? શુ અંકલને કોઈ ઓબ્જેકશન ???? અદિતી નો સવાલ પણ અધુરો રહી ગયો.
પ્રયાગ હવે અદિતી ને વધારે ટેન્શન નહોતો આપવા માંગતો એટલે અદિતી નાં સવાલનો સીધો જવાબ આપ્યો...
અરે અદિ એવી કોઈ વાત નથી હાલ તો, પરંતુ મમ્મીજી જ્યોતિષ વિદ્યા માં શ્રદ્ધા રાખે છે, એટલે તે પહેલા આપણા બે ની કુંડળી મેળવાઇ લેશે પછી થી પપ્પા સાથે વાત કરશે.
ઓહહહ....ઓ.કે. પ્રયાગ...પણ જો આપણી કુંડળી નહીં મળતી હોય તો ??? તો શુ કરવાનું પ્રયાગ ??
અદિ...મેં પણ મમ્મીજી ને આજ સવાલ કર્યો હતો, પરંતુ મમ્મીજી નું કહેવું છે કે અત્યારે એકદમ થી કશુંજ નેગેટિવ વિચારો કરવાની જરૂર નથીં. ભગવાન પર શ્રદ્ધા રાખવી અને સકારાત્મક અભિગમ રાખી ને આગળ વધવું. એટલે તારે પણ આવું જ વિચારવુ જોઈએ. અને જ્યોતિષ શાસ્ત્ર માં પણ નાની મોટી સમસ્યા આવે તો તેનાં ઉકેલ પણ હોય છે જ, એટલે અત્યારે કશુંજ વિચારવું થોડું વહેલું પડશે.
હમમમ...રાઈટ પ્રયાગ...!! પણ મારે અત્યારે મારા પપ્પા અને મમ્મી ને શું કહેવું ???
હમણાં થોડીકવાર રાહ જો અદિ....હું મમ્મીજી ને ઓળખું છું,અને તે આ બાબત ને લઈને કેટલા ગંભીર હોય તે પણ મને ખ્યાલ જ છે. બીજું કે મમ્મીજી જે જ્યોતિષ પર વિશ્વાસ કરેછે, તે મમ્મીજી ને ફોન પર જ તેમનો નિર્ણય થોડીક મિનિટો માં જ આપી દેશે.એટલે થોડીકવાર માં જ મમ્મીજી નો જવાબ આવી જશે.
હજુ પ્રયાગ અદિતી ને આ વાત કરતો હતો ત્યાં જ પ્રયાગ નાં ફૉન માં અંજલિ નો ફોન ફ્લેશ થયો.
સી...અદિ જો હું કહેતો જ હતો ને...મમ્મીજી ને ટેલીપથી થઈ ગઈ હશે..મમ્મીજી નોજ ફોન આવ્યો.
ઓહહહ...ઓ.કે. પ્રયાગ તો તું પહેલાં આન્ટીજી સાથે વાત કરીલે અને પછી મને ફોન કર.
ઓ.કે.અદિ...ફાઈન..કહી ને પ્રયાગ તથા અદિતી એ ફોન મુક્યો.અને પછી પ્રયાગે તરતજ તેની વ્હાલી મમ્મી ને ફોન જોડ્યો.સામે છેડે અંજલિ ને પણ ખ્યાલ જ હતો કે પ્રયાગ નો ફોન તરતજ આવશેજ,એટલે તે પણ તૈયાર જ હતી.અંજલિ નાં મોબાઈલ પર દિકરા પ્રયાગ નું નામ વાંચી ને તરત અંજુ એ ફોન ઉપાડ્યો.
જી..બેટા..જયશ્રી કૃષ્ણ...જય અંબે.
જી મમ્મીજી.. જય શ્રી કૃષ્ણ અને જય અંબે..બોલો શું કીધું તમને આપણા જ્યોતિષી એ ???
હમમ...બેટા તુ સમજી ગયો એમને કે મેં આજ કામ માટે તને ફોન કર્યો છે.
હા મમ્મીજી...તમે કઈ બાબત માં કેટલા ગંભીર હોવ છો અને કયા કામ ને કેટલા ઝડપથી કરશો તે હવે મને પણ ખ્યાલ તો હોયજ ને.!!
હમમ..ધેટ્સ રાઈટ બેટા..!!
તો હવે જલદી કહો મમ્મીજી...કે શું કીધું ?
બેટા...કોઈપણ જાત ની ચિંતા કરવા જેવું નથી, બધુ જ પરફેક્ટ મેચ થાય છે.બન્ને વચ્ચે ખુબજ સારો મન મેળ રહેશે અને ગુણાંક પણ પુરા મળી રહેછે.અદિતી તારા અને આપણાં જીવનમાં તથા આપણાં ઘરમાં શુભ લક્ષ્મી બની ને આવી રહી છે બેટા...તેનું હર હંમેશા ધ્યાન રાખજે, બીજુ હંમેશા તેને પ્રેમ અને ખુશી આપજે.જે કોઈ સ્ત્રી આપણાં ઘરમાં આવતી હોય તેનું સ્વમાન જળવાય તે જોવાની જવાબદારી તારી છે,માટે તે બાબત નું પણ ખાસ ધ્યાન રાખજે દિકરા.જીવન માં ક્યારેય અદિતી ની આંખોમાં તારા કારણે આંસુ ના આવે તેનું ખાસ ધ્યાન રાખજે, નહી તો તારી મમ્મી અંજલિ ઝવેરી પણ તારો પક્ષ નહીં જ લે.જીવનમાં ક્યારે પણ જો તારી ભુલ થઈ હશે તો, હું તારો પક્ષ નહીં લઉ.ચાહે તું ઈન્ડીયા માં રહે કે દુનિયા નાં કોઈપણ દેશ માં રહે...આપણાં ઘર ની વહુ તે મારી દિકરી જ રહેશે, તુ અને અદિતી બન્ને મારી આંખો નાં રતન રહેશો.
પ્રયાગ તેની મમ્મી ની વાત ને ખુબ ધીરજ થી સાંભળી રહ્યો હતો અને મમ્મી ને અદિતી હવે સ્વીકાર્ય છે, તે જાણીને મનોમન ખુશ હતો.
પ્રયાગે અંજુ ની વાત માં હા...ભરી..જી મમ્મી હું સમજી ગયો, અને હું તમને પ્રોમિસ કરું છું કે હું આજીવન અદિતી ને ખુશ રાખવા કટીબધ્ધ રહીશ.ક્યારેક જો કોઈ વાત માં હું એને નાં સમજી શકું અથવા તો તે મને નાં સમજી શકે તો તેવા સમયે હું પોતે જ તેને સમજવાનો પ્રયત્ન કરીશ.અને કદાચ મને નહીં સમજાય તો તમને વાત કરીશ અને તમારી સલાહ લઇશ, ક્યારેય અદિતી ની લાગણીઓ મારા લીધે ઘવાય નહીં તેનું ધ્યાન રાખીશ. હું હંમેશા તમારા જીવન જીવવા નાં નિયમોને લક્ષ્ય માં રાખીને જીવવા પ્રયત્ન કરીશ.મને ખ્યાલ છે કે તમે અદિતી નાં જીવન નો આદર્શ છો, એટલે અદિતી પણ મોટાભાગે તમારી જેમજ રહેવાનું તથા જીવવાનું પસંદ કરશે. પરંતુ મમ્મી મારાં માટે તો તમે અને અનુરાગ સર બેઉ મારા આદર્શ છો, અને મને મારાં કરતાં પણ વધારે મારા આદર્શ અને તમારા સિધ્ધાંતો પર વધારે ભરોસો છે, જે મને કયારેય મારાં માર્ગ થી ભટકવા નહીં દે.હું કોઈપણ સંજોગોમાં તમને અને અદિતી ને દુઃખ પહોંચે તેવું કામ નહીં કરૂં.
બસ બેટા....આ તારા છેલ્લા બોલેલા વાક્યમાં બધુ જ આવી જાય છે.હું તો તારી માં છું, એટલે કદાચ તું ભૂલે ચૂકે મને દુઃખ પહોંચાડે અથવા મારા મન ને ઘાવ પડે તેવું બોલે કે તેવું વર્તન પણ કરે તો પણ તને માફ કરી જ દઉ,પણ તું અદિતી ને દુઃખ નાં પહોંચે તેનું ધ્યાન રાખજે.
જી..મમ્મીજી ચોક્કસ...હું એટલું કહી શકું કે તમને તમારા દિકરા પર પ્રાઉડ ફીલ થાય તેવું જ જીવન હું જીવીશ.
બેટા...બસ...તારા બોલેલા દરેક શબ્દો પર કાયમ રહેજે...અને હું પણ તને એવાજ આશીર્વાદ આપુ છું કે તું હંમેશા તારા વિચારોમાં સમૃધ્ધ રહે.
જી મમ્મીજી....થેન્ક યુ...!!
બેટા...હવે તુ અદિતી ને પણ આ ખુશી નાં સમાચાર આપે તે પહેલાં હું એકવખત અદિતી સાથે વાત કરી લઉં ??
જી મમ્મી...જેવી તમારી ઈચ્છા...તમે અદિતી સાથે વાત કરી લો ત્યાં સુધી હું તમારી રાહ જોઉં છું.
ઠીક છે બેટા....અદિતી સાથે વાત કરીને તને ફોન કરીશ.
ઓ.કે.મમ્મીજી કહીને બન્ને છેડે થી ફોન મુકાઇ ગયા...એટલે અંજલિ એ તરતજ અદિતી ને ફોન લગાવ્યો...ત્યારે અદિતી વિચારોમાં ખોવાયેલી હતી.
અદિતી નાં મોબાઈલ પર અંજલિ મેડમ લખાઈ ને ફ્લેશ થયું અને સાથે સાથે સુમધુર સંગીત રેલાવતી રીંગ વાગી...એક રીંગ પુરી થઈ અને બીજી રીગ વાગી...ફરી ત્રીજી રીંગ...પુરી થવા આવી..હજુ પણ અદિતી વિચારમગ્ન હતી...એકદમ અદિતી ને ખ્યાલ આવ્યો કે મોબાઈલ માં રીંગ વાગી રહી છે, સફાળી હોંશ માં આવી અને પોતાનો મોબાઇલ ફોન હાથ માં લીધો, સ્ક્રીન પર અંજલિ મેડમ વાંચી ને એકવખત ફોન ઉપાડતા પહેલા અદિતી નાં હ્રદય નાં ધબકારા વધી ગયા. શું થયું હશે ?? આન્ટી નો ફોન આવશે તેવી ખબર તો હતી પરંતુ અત્યારે જ આવશે અને તે પણ પ્રયાગે આગોતરી જાણ સુધ્ધા નહોતી કરી તો તેવા સંજોગોમાં અંજલિ આન્ટી કંઈપણ પૂછે તો મારે શું જવાબમાં શું કહેવું ?? અદિતી એ કોઈ તૈયારી નહોતી કરી. ફોન પર હજુયે રીંગ વાગતી જ હતી, એકવખત તો અદિતી ને થયું કે એકવાર ફોન નથી ઉપાડવો આખી રીંગ પુરી થઈ જાય એટલે તરતજ પહેલા પ્રયાગ ને ફોન કરી ને પરિસ્થિતિ ને સમજી અને જાણી લઉં,પછી હું જ સામે ચાલીને આન્ટી ને ફોન કરી દઇશ. આ પ્રથમ વિચાર કર્યા પછી અદિતી ને વળી એક બીજો નવો વિચાર આવ્યો...નાં નાં એવુ કરું તો આન્ટી ને મારા પર જે વિશ્વાસ ઊભો થયો હશે તે પણ નહીં રહે, અને સૌથી અગત્યનું તો મારા પોતાનાં મોરલ નું શું ?? શુ હું માનસીક રીતે એટલી નબળી છું કે પ્રયાગ ના મમ્મી કે જે ભવિષ્યમાં થનારા મારા સાસુ છે...તેમની સાથે સીધે સીધી વાત પણ નાં કરી શકુ કે તેમના સવાલો નાં જવાબ પણ નાં આપી શકું ??
અદિતી એ બધો ડર અને શંકા કુશંકાઓ ને ખંખેરી નાંખી અને મોબાઈલ પર નું ગ્રીન કલર નું રિસિવ નું બટન દબાવી દીધું.
જી નમસ્તે....જયશ્રી કૃષ્ણ...અને જય અંબે....હમમમ...શું કહું?? આન્ટી ? મેડમજી કે મમ્મીજી ?? અદિતી નાં મન માં સવાલ ઉદ્દભવ્યો... આન્ટી કહીને ક્યારેય વાત નહોતી કરી અદિતી એ, મમ્મીજી કહેવાનો હજું હક નહોતો પ્રાપ્ત થયો...એટલે મેડમજી સિવાય નો કોઈ વિકલ્પ ન્હોતો બચ્યો.
જી જયશ્રી કૃષ્ણ...જય અંબે મેડમજી....અદિતી સહેજ ડરેલા અવાજમાં બોલી.
જયશ્રી કૃષ્ણ...અને જય અંબે બેટા....!!! કેમ છો દિકરા ?? તમારૂં ભણવાનું કેવું ચાલી રહ્યું છે ?? અને મારો પ્રયાગ તને પરેશાન તો નથી કરતો ને ?? અદિતી ને વ્યાવહારિક, એક સાથે ત્રણ સવાલો કરી દીધા અંજલિ એ..!
જી...આપની કૃપા થી ભણવાનું એકદમ સરસ રીતે ચાલી રહ્યું છે, હું પણ મઝામાં છું....અને હાં આપનો પ્રયાગ મને ક્યારેય પરેશાન કરતો નથી અને કરશે પણ નહી.
હમમમ....આ તમારો મારા દિકરા પર નો વિશ્વાસ બોલે છે કે તેનાં માટે નો પ્રેમ બોલે છે બેટા ??
જી....આતો મારો પ્રયાગ માટે નો પ્રેમ અને વિશ્વાસ કરતા પણ વધારે તમે તમારા પ્રયાગ ને આપેલાં સંસ્કારો નો વારસો છે, જેના પર મને અપાર શ્રધ્ધા અને અટલ વિશ્વાસ છે,તે બોલી રહ્યો છે.
અદિતી નાં જવાબ થી અંજલિ ને સંતોષ થયો. વાહ બેટા તારો જવાબ પણ લાજવાબ છે, આ ઘર ની પુત્રવધુ તરીકે નો મારો વારસો તું ખુબ સારી રીતે જાળવી શકીશ તેનો મને પૂરો વિશ્વાસ છે.અને કદાચ...આ તારો મારા પ્રત્યે નો આત્મવિશ્વાસ છે તે બોલે છે.
નાનાં....પણ એક વાત કહું મેડમજી ?? મારે તમને શું કહીને બોલાવવા ?? પપ્પા ના મેડમજી એટલે હું તો નાની હતી ત્યાર થી આપને મેડમજી થી જ "ઓળખું"છું, પરંતુ હવે....પહેલા પ્રયાગ સાથે મિત્રતા થઈ એટલે એ નાતે તમને આન્ટી પણ કહી શકું ને ??
બેટા.....એમ સાચુ જોવા જઈએ તો, હજુ તો તમે મને પુરી ઓળખી તો ક્યાં છે જ ?? તમારા પપ્પા આપણી કંપનીમાં જવાબદારી નિભાવે છે એટલે એ સંબધે તમે મને ફક્ત અંજલિ મેડમ તરીકે જાણો છો...બાકી કોઈ માણસ બીજા માણસ ને તો ક્યારેય ઓળખીજ ક્યાં શકે છે....!! જીવનમાં માણસ ને મેં માણસાઈ છોડીને સમય અનુસાર બદલાતા જોયો છે.માણસ ને ઓળખવો તે આજના સમય માં તો અસંભવ છે. હા...અને રહી મને શું કહીને બોલાવવા તો...તે સંબંધ ને તમારે જ નક્કી કરવાનો છે ને બેટા.
અદિતી નાં મનમાં ખુબજ સુંદર અનુભૂતિ નો અહેસાસ થઈ રહ્યો હતો....જી....જી...પરંતુ તેમાં તો મને અને પ્રયાગ ને સૌથી પહેલાં આપના આશીર્વાદ જોઈએને.અમારા બન્ને જણાં નું એવુ માનવું છેકે કોઈની પણ આંખોમાં આંસુ અને મન માં દુઃખ આપી ને આપણે આપણા જીવનમાં ખુશ નાં રહી શકીએ.એટલે આપનાં અને મારા પેરેન્ટ્સ નાં આશીર્વાદ અમને જરુરી છે.
બેટા...કઈ માં એવી હશે કે જેના ઘર માં તારા જેવા સમૃધ્ધ વિચારો વાળી, લાગણીશીલ અને હોંશિયાર દીકરી પુત્રવધુ બની ને આવે તો નાં ગમે ?? ચોક્કસ ગમે જ બેટા...અને તમને મારાં આશીર્વાદ પણ કહ્યાં વગર પણ હોયજ ને બેટા. આ બધુંજ આટલા વર્ષો ની મારી તપશ્ચર્યા છે તેના મૂળમાં તો મારો પ્રયાગ જ છે બેટા. એનાં માટે જ બધુ છે.તેની ખુશીમાં હું ખુશ અને તેનાં દુઃખ માં હું પણ દુઃખી...અને તેની પસંદ તે મારી પસંદ. પણ હા હું થોડીક સ્વાર્થી પણ ખરી કે જો પ્રયાગ ની પસંદ યોગ્ય નાં હોય તો હું તેને સમજાવીને અને ટકોરી ને પણ એવી ભુલ તેને નાં કરવા દઉ જેમાં તેનું ભવિષ્ય અંધકારમય હોય.
અદિતી તેની થનારી સાસુની વાત ને તથા શબ્દો ને સારી રીતે સમજવા પ્રયત્ન કરતી હતી.....જી...આપની વાત થી હું પણ સંમત છું. કોઈપણ પેરેન્ટ્સ તેમના સંતાન જો ભુલ કરતા હોય તો તેમને સાચું માર્ગદર્શન આપે જ. અને આપ પણ એજ કરો...પરંતુ મારી બાબતમાં તો આપ મને પણ કહી શકો છો.
બેટા....સૌથી પહેલાં તો તમે એ જાણી લો કે તમે મારાં ઘર ની પુત્રવધુ તથા મારા એકનાં એક વ્હાલસોયા દિકરા પ્રયાગ ની અર્ધાંગીની તથા પ્રયાગ બંગલો તથા પ્રયાગ ઈન્ડસ્ટ્રીઝ ની ભવિષ્ય ની ચેરપર્સન તરીકે મને સ્વીકાર્ય છો.તમે મારા ઘર માં તથા અમારા જીવન માં શુભલક્ષ્મી બની ને પધારો.કુમકુમ પગલે તમે આવો અને પ્રયાગ નાં તથા અમારા જીવનમાં દૂધ માં મિસ્રી ની માફક ભળી જાઓ.
અંજલિ નાં શબ્દે શબ્દે અદિતી ની આંખોમાં થી આંસુઓ વહેતા હતાં.

*************( ક્રમશ: )**********