Kalyugna ochhaya - 34 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | કળયુગના ઓછાયા - ૩૪

Featured Books
Categories
Share

કળયુગના ઓછાયા - ૩૪

મીનાબેન પોતાની વાત આગળ વધારતા કહે છે...એ દિવસે હુ આણંદ આવી...મારા આશ્ચર્ય વચ્ચે પંકજરાય રેલવે સ્ટેશને મને લેવા આવી ગયા હતા ગાડી લઈને.

મે તો ફક્ત આ ટ્રેનમાં આવીશ એવુ કહ્યું હતું...પણ એ તો ત્યાં હાજર જ હતા. મને કોઈ અજાણ્યા પુરૂષ સાથે આમ અજુગતું લાગતું હતું. તેમણે મને પરાણે તેમની ગાડીમાં બેસીને તેમના ઘરે આવવા કહ્યું.

મે ન પાડી.મે કહ્યું મારા એક ઓળખીતા છે એમના ઘરે જતી રહીશ એવું કહ્યું પણ એ માન્યા જ નહીં....અને આખરે હુ એમની સાથે ગઈ....

હુ એમની સાથે ઘરે ગયા પછી મે સામે જ દિવાલ પર ટીગાળેલા એક ફોટા પર ગઈ....એક જાજરમાન સ્ત્રી.... જોતાંવેંત જ હુ ઓળખી ગઈ કે એ એમના પત્ની છે. પેલા દિવસે હુ તેમની સાથે અહીં આવી હતી ત્યારે એમણે મને બહુ સારી રીતે સાચવી હતી. પણ અત્યારે એમના ફોટા પર એક મોટો સુખડનો હાર લગાવેલો છે....

મને બહુ દુઃખ થયું....હુ એટલા મોટા એ બંગલામાં બીજું કોઈ જોવા મળે એ આશાએ આમતેમ જોવા લાગી...પણ ઘરનુ કોઈ સભ્ય એવું કોઈ એવું દેખાયુ નહી.... ફક્ત એક બે નોકરચાકર દેખાતા હતા. મે તેમના પત્ની વિશે પુછ્યું, તેમણે કહ્યુ કે સવા વર્ષ થયું તેમને હાર્ટએટેક આવ્યો હતો અને એ મૃત્યુ પામ્યા હતા.

પછી મે તેમના સંતાનો વિશે પુછ્યું તો કહ્યું કે તેમને એક દીકરો છે પણ એ તેમના પત્ની સાથે હંમેશા માટે સેટલ થઈ ગયો છે. એટલે ઘરે હુ એકલો જ રહું છું.....

હુ થોડી મુઝાઈ ગઈ કે ઘરમાં કોઈ નથી તો મને કેમ ઘરે લઈ આવ્યા... એટલે મે તેમને ત્યાંથી જવા માટે કહ્યું....પણ પરાણે તેમને મને સાંજનું જમીને જવા માટે આગ્રહ કર્યો....

જમ્યા પછી તેમણે મને ત્યાંથી જવાની ના પાડી... રાત્રે તેમના ગેસ્ટ રૂમમાં રોકાવવા ક્હ્યું...અને કાલે નોકરી માટે મળી જાય પછી જવાનું કહ્યું...મારે સ્પષ્ટ ના કહેવી જોઈતી હતી...પણ ખબર નહી હુ કંઈ કહી જ શકી નહી....અને રાતે ત્યાં એમના ઘરે રોકાવા તૈયાર થઈ ગઈ.... ઘરમાં નોકરચાકર પણ કામ પતાવીને બધા રવાના થયા. એક પતિ-પત્ની એમના ત્યાં કામ કરતા એ બંગલાની નજીકના જ એક મકાનમાં રહેતા એટલે જતાં રહ્યાં...

મને આટલા મોટા ઘરમાં રહેવાની આદત નહોતી....અને આવડા મોટા સુખસવલતવાળા રૂમ અને એસી કે એવી પણ કોઈ આદત નહોતી... થોડીવાર હુ આમતેમ પડખા ફેરવતી રહી....હજુ તો મને ઉઘ પણ નહોતી આવી જ ત્યાં ધીમેથી કોઈએ દરવાજો ખોલ્યો....તો એ બીજું કોઈ નહોતું પણ પંકજરાય હતા....

હુ એકદમ ગભરાઈને ત્યાં બેડ પર બેસી ગઈ...એ ધીમેથી મારી તરફ આવવા લાગ્યા....અને હુ પણ એક ડરને કારણે એ વિશાળ બેડના એક ખુણા પાસે પહોંચી ગઈ... પણ ગમે તેમ એક પુરુષ પાસે મારી એક તાકાત નબળી પડી...એ મારી એકદમ નજીક આવી ગયા !!

મે આવુ કંઈ પણ કરવા ઈન્કાર કર્યો...પણ તેમણે મને જકડી દીધી...અને તેમની એક પુરુષ તરીકેની ઈચ્છા તૃપ્ત કરવા કહ્યું...મે સ્પષ્ટ ના કહી...હુ ભાગવા લાગી...પણ એમની મજબૂત બાહોમાં મને ઝકડી લીધી...તેમને મને તે મારી સાથે લગ્ન કરશે એવું કહ્યું...

કદાચ એ વખતે હિંમત કરી હોત તો કંઈ થાત નહી‌..પણ હુ વધારે કંઈ કહી ન શકી....પછી જે થયું એ કંઈ મારે તમને કંઈ કહેવાની જરૂર નથી...તમે સમજી શકો એમ છો....

બીજા દિવસે સવારે તે મને આ હોસ્ટેલ પર લઈ આવ્યા... નોકરી માટે...અને અહીં મને નોકરી અપાવી દીધી. અહીંના મેઈન માણસ સાથે એમને સારી ઓળખાણ છે એટલે એમને અહીં આવવા જવામાં કોઈ તફલીક પણ નથી પડતી...એમના સાથને કારણે મારી એક અધુરી બનેલી જિદગી જાણે બદલાઈ ગઈ....એ પછી મે ઘણીવાર તેમને લગ્ન માટે કહ્યું...પણ એ કંઈ ને કંઈ બાબતે આ વાત ટાળી દેતા હતા....

ગઈકાલે રાત્રે અનેરી આવી ત્યારે અમારે આ બાબતે જ રસાકસી ચાલતી હતી... એમાં જ હુ ઉપર આવી...આટલા કલાકો પછી હુ નીચે ગઈ પછી એમણે મને શું થયું એ વિશે પુછ્યું પણ મે પહેલાં કંઈ કહ્યું નહીં....

પણ મારા ચહેરા પર ગભરાહટ જોઈને તેમણે મને પુછતા મે બધુ કહેવાનુ કહ્યું પણ જો તે લગ્ન કરવાની હા પાડે તો !!

એમણે મને હા પાડતા મે ખુશ થઈને બધી વાત કરી દીધી....જેવી વાત કહી કે તરત એ ગુસ્સે થઈ ગયા અને કહ્યું તને ભાન પડે છે...આ બધામાં તુ મદદ કરીશ ?? તને ખબર છે વર્ષો પહેલાં આ માટે કેટલું મારૂ નુકસાન થયું છે...મારે અહીંની ધમધમતી હોસ્ટેલ બંધ કરવી પડી હતી...જો હવે તુ આ બધુ કરીશ... આમાં આ લોકોનો કંઈ પ્લાન હશે તો ફસાઈ જઈશું બધા જેલમાં સળિયા ગણતા થઈ જઈશું.

મે કહ્યું કે જો હુ એ લોકોને મદદ ન કરૂ જો કાલે તમે મારી સાથે લગ્ન કરવા તૈયાર હોવ તો...

પહેલાં તો એમણે મને થોડી આમતેમ પટાવવાની કોશિષ કરી પણ હુ ન માનતા તે ગુસ્સે થઈ ગયા...અને કહેવા લાગ્યા....તારી ઓકાત શું છે ?? હુ આટલો મોટો માણસ થઈને તારા જેવી બે કોડીની એક સ્ત્રી સાથે લગ્ન કરૂ...તો મારી ઈજ્જત નુ શું ?? આ ઉમરે મારી સમાજમાં શું વાતો થાય??

મે તેને કહ્યુ કે શું કામ તો આ બધુ કર્યું?? તો કહે....મારા રૂપિયાથી મારા શરીરની સુખ સંતોષવા તારાથી સુંદર અને આવું કોણ મળે મને....

મે આ માટે તેમના વિરુદ્ધ ફરિયાદ કરવાની વાત કરતા તે ઉશ્કેરાઈને મારા ગળું દબાવવા જતા હતા અને તમે આવી ગયા.....

આટલું બોલતા તેમને એકદમ શ્વાસ ચડી ગયો....અને તે ચોધાર આસુએ રડી પડ્યા....

રૂહી તેમને પાણી આપીને શાંત થવા કહે છે....અને કહે છે, આપણે બહુ શાંતિથી કામ લેવું પડશે......આવી બાબતોમાં પોલીસ કંઇ નહી કરી શકે કારણ કે આમાં જાણે અજાણ્યે તમારી પણ સંમતિ હતી....

મીનાબેન : તો હવે શું કરશુ??

આસ્થા : અમે એમની સાથે એકવાર વાત કરી શકીએ ?? તમને શું લાગે છે ??

મીનાબેન : એ તમને લોકોને કંઈ કરે તો એવું જોખમ કેમ લેવાય ??

રૂહી : આપણે બધા સાથે જઈએ અને મારી પાસે એક કેમેરા વાળું લોકેટ છે એટલે એમાં જો એ કંઈ કરવાની કોશિશ કરશે તો રેકોર્ડિંગ પણ હશે....આટલા બધામાં એ કંઈ કરવાની હિંમત નહીં કરી શકે જલ્દીથી.....

મીનાબેન : સારૂ‌..કહે છે અને બધા નીચે જાય છે....એ પહેલાં રૂહી તિજોરી પાસે જઈને લોકેટ લે છે અને જતા પહેલા તે કોઈને ફોન કરી દે છે....અને બધા જ એ રૂમમાં જાય છે...

                  *.       *.        *.        *.        *.

મીનાબેન ધીમેથી બહારથી દરવાજો ખોલે છે.....તો જુએ છે પંકજરાય ખુરશીમાં બેઠા ફોન પર કંઈક વાત કરી રહ્યા છે કોઈ સાથે...."તમને મદદ કરીને હજુ હુ આ બધામાંથી મુક્ત નથી થયો.‌..

સામેવાળાનો અવાજ તો સંભળાતો નથી...પણ ફરી કોઈ વાતનો જવાબ આપતા બોલતા હતા....મે મારી હોસ્ટેલનુ નામ ખરાબ ન થાય માટે તમને સાથ આપ્યો પણ આખરે મારી એ હોસ્ટેલ તો બંધ કરવી જ પડીને....અને તમે તો આટલું બધુ તમારી દીકરીએ કર્યા છતાં તમે બધા તો સુખી જ છો ને !!

ફરી થોડીવાર કંઈક વાત સાંભળ્યા પછી તે બોલ્યા, શું પેરાલિસિસ ?? આટલી નાની ઉંમરમાં કેવી રીતે થયો કેયાને ??

આ કેયાનુ નામ સાંભળતા જ બધાના મગજ જુદી જુદી દિશામાં દોડવા લાગ્યા......

બધા તો વાત સાંભળવામાં મગ્ન હતા ત્યાં જ એકદમ ઝટકાભેર આસ્થા એ પાછળથી જઈને પંકજરાયના હાથમાંથી ફોન લઈ લીધો....

પંકજરાય તો આમ અવાક થઈને ઉભા થઇ ગયા તો પાછળ ચાર છોકરીઓ અને મીનાબેન છે.....તે થોડા થોથવાઈ ગયા....અને આસ્થા સામે તો જોઈ જ રહ્યા....અને બોલ્યા....કેયા તુ અહીં?? કેવી રીતે ??

આસ્થા સાઈડમાં જઈને ફોન પર બોલી, પપ્પા.... શું થયું કેયાને?? અને આસ્થા એ ફોન સ્પીકર પર કર્યો....

સામેથી : તુ કોણ છે ?? મને પપ્પા કેમ કહે છે ??

આસ્થા : પપ્પા તમારી બે દીકરી હતી યાદ છે?? એક કેયા અને બીજી ??

સામેથી : આસ્થા....

આસ્થા : હવે મને ઓળખી પપ્પા ??

સામેથી : તુ મને ઓળખે છે ?? તારી મમ્મી એ તને આ બધુ કહ્યું છે ??

આસ્થા : હજુ સુધી તો નહોતુ કહ્યું...પણ અમુક સંજોગાવશાત મને બધી ખબર પડી... એટલે મને મમ્મીએ બધુ કહ્યું....પણ એ પછીની બધી વાત પણ મને ખબર છે હવે તો...એક દીકરીનુ ખોટું કામ છુપાવવા તમે કેટલી ખરાબ હરકત કરી....લાવણ્યા દીદી સાથે કેયાએ આટલું ખરાબ કર્યુ અને તમે એનો સાથ આપ્યો... મારામાં તમારૂ લોહી છે...પણ મને અત્યારે તમને મારા પપ્પા કહેતા શરમ આવે છે...

આસ્થાના પપ્પા :  બેટા આવું ન બોલ.તારે મારા પર જે ગુસ્સો કરવો હોય તે કર...આજે આ અનિલ જોશી હારી ગયો છે બેટા જિંદગીથી....જે કેયાની જિંદગી જેલમાં ન સબડે એના માટે મે આ બધુ કર્યું....એના જ કદાચ કરેલા કર્મોને કારણે એ અત્યારે આ દુનિયામાં આઝાદ હોવા છતાં તે બહુ ખરાબ સ્થિતિમાં છે....

આસ્થા : એ તો અમેરિકા નથી ??

અનિલભાઈ : બેટા એ તો એ પહેલાં હતી... અત્યારે તો અહીં  ઈન્ડિયા જ છે.....લાવણ્યાના મૃત્યુ પછી કેયા અને અમારા જીવનમાં બહુ ઘટનાઓ બની ગઈ છે.....

આસ્થા : શું શું થયું ??

અનિલભાઈ : બેટા એ બધુ ફોન પર કહેવું શક્ય નથી....એ જો તુ મને એકવાર મળે તો બધુ કહી શકું......

આસ્થા : તમે ક્યાં છો અત્યારે ??

અનિલભાઈ : અંકલેશ્વર.....

આસ્થા : તો તમે મને આજે મળી શકો??

અનિલભાઈ : હા બેટા ચોક્કસ....હુ ત્યાં આવીને તને કહુ....

આ બધી જ વાત મીનાબેન , પંકજરાય, અને અનેરી તો આમ બાઘાની જેમ સાભળી જ રહ્યા છે કે આ બધુ શું થઈ રહ્યું છે... કંઈ એ લોકોને સમજાતુ નથી... જ્યારે રૂહી અને સ્વરા બધુ સમજી જાય છે.....

શું થયુ એવું હશે કેયાના જીવનમાં ?? તેનો કોઈ સંબંધ લાવણ્યાના મૃત્યુ સાથે હશે ?? એ કોઈ આકસ્મિક બનાવ હશે કે તેના સાથે જાણી જોઈને બનેલી ઘટના હશે ?? મીનાબેન અને પંકજરાય આ બધુ સાંભળીને શું કરશે ?? શ્યામ આજે હોસ્ટેલમાં આવી શકશે હવે વિધિ માટે ??

જાણવા માટે વાચો કળયુગના ઓછાયા - ૩૫

બહુ જલ્દીથી ‌........‌મળીએ એક નવા ભાગ સાથે..........