marubhumi ni mahobbat - 18 in Gujarati Love Stories by Shailesh Panchal books and stories PDF | મરુભૂમી ની મહોબ્બત - ૧૮

Featured Books
Categories
Share

મરુભૂમી ની મહોબ્બત - ૧૮

ભાગ : 18

બાળમેર જિલ્લાના એક રેગીસ્તાની ગામડામાં મારી માશુકા ની મેડીએ હું બેઠો હતો. મારી બાજુમાં હીના બેઠી હતી. મારી સામે મહેકના પિતા સોહનજી હતાં.

મહેક પાણી લઈ ને ઉપર આવી અને મારું હદય એક ધબકારો ચુકી ગયું. એણે વ્હાઈટ નાઈટી અને ગ્રીન ટી શર્ટ પહેર્યું હતુ પરિણામે આખાય દેહમાંથી દેખાતી ઘાટીલી અંગસૃષ્ટિ મનને બહેકાવવા નું નિમિત્ત પાર પાડતી હતી. એનાં ગળામાં, હાથમાં, પગમાં બાધેલ કાળાં દોરા કોઈને પણ પહેલી નજરે વિસ્મય મા મુકી દે...

મને પણ નવાઈ લાગતી હતી કે આટલાં બધાં દોરાધાગા દેહ સાથે લટકાવી રાખવાનો શું મતલબ...? ભણેલી ગણેલી છોકરી થઈ ને આવી માન્યતાઓ નો એ શિકાર એ શું કામ થતી હતી...?

પરંતુ, મારી મુસીબત એ હતી કે મહેક મારી પત્ની નહોતી અને હું એનાં પતિની માફક વિચારતો હતો.

ગામમાં મહેક વિશે અસંખ્ય અટકળો ચાલતી હતી એનું સૌથી મોટું કારણ એ હતું કે લોકો સાથે બહું ભળતી નહોતી.. કોઈ કહેતું કે એ જેતપાલ ની પ્રેમિકા હતી... કોઈ કહેતું કે એ પુરુષો ઉપર મોહિની કરતી હતી... વળી, કોઈ કહેતુ કે એ મરી ગયેલી રાજકુમારી મૂમલ નો બીજો અવતાર છે અને પુરુષજાત પ્રત્યે નો બદલો લેવા આવી છે...

ટેકનોલોજીના આટલાં વિકાસ બાદ પણ કેટલાક ગામડાઓમાં આવી માન્યતાઓ નું ચલણ વિશેષ હોય છે.

" આ તમારી દીકરી છે ને...? " સહસા હીના એ ધારદાર સવાલ થી શરૂઆત કરી...

" જી... હા...મારી દીકરી મહેક....." સોહનજી બોલ્યા.

મહેક અમારી પાસે આવી. એણે એક નજર મારી ઉપર નાખી.બીજી જ પળે નજર હટાવીને એ હીના સામે જોઈ રહી.

" બેસ....મહેક..." હીના એ કહ્યું.

મહેક અમારી સામે બેઠી.

મારી સ્થિતિ કફોડી હતી.

મારી એ અનન્ય મહેબૂબા મારી સામે બેઠી હતી.

હું નફફટ ની જેમ એની સામે જોઈ રહ્યો.

" સ્મિત.... તે મહેકનુ ઈન્વેસ્ટીગેશન કર્યું હતું ને..." અચાનક હીના એ ધડાકો કર્યો.

મને રીતસર નો આચકો લાગ્યો.

મે મહેક ની ઉલટતપાસ ખાનગીમાં કરી હતી.. જેની જાણ મહેકના પિતા સોહનજી ને નહોતી..

" જી...નહીં... મેડમ... મહેકને આ બધામાં ખબર ન પડે.." સોહનજી હસીને બોલ્યા.

" અહીં ખબર પડવાની વાત નથી... સોહનજી.. સવાલ દેશની સુરક્ષા નો છે...એ સુરક્ષા મા ગાબડું પડ્યું છે અને ગાબડું પાડનાર માણસ તમારો મિત્ર હતો... જેતપાલ.." હીના નો તીખો સ્વર ઉચો થયો.

" પણ,મારી દીકરી ને એનાથી શું લેવાદેવા...? "

" તમે બધું મારા મોઢે સાભળવા માગો છો... સોહનજી.."

" જુઓ...બહેનજી... હું તમારો લિહાજ કરું છું પરંતુ, તમે મારી સાથે જરા અદબથી વાત કરો..." સોહનજી હવે પોતાની સહનશીલતા ગુમાવવા લાગ્યા..

" હું તમારી સાથે જે ભાષામાં વાત કરું છું એ ખુબ જ સોફ્ટ લેન્ગવેજ છે...કેમ કે હું તમારી રિસ્પેકટ કરું છું... તમે આ ગામ ની સૌથી ઈજજતદાર વ્યક્તિ છો...સો પ્લીઝ... મને સાથ આપો....હું સત્ય જાણવા માગું છું.."

" તો હું તૈયાર છું ને પણ..મારી દીકરી..."

" તમારી દીકરી ની ઉલટતપાસ થઈ ચુકી છે.."

" શું...? કયારે...? મને જાણ પણ ન કરી..."

" તમને જાણ હોવી જોઇએ ને..."

મને લાગ્યું કે હીના ધમાકો કરીને પણ શાંત નહોતી પડતી એટલે મે વચ્ચે ઞંપલાવ્યુ..

" એ વાત ની સોહનજી ને ખબર નથી.. હીના.." મે કહ્યુ.

હીના એ મારી સામે જોયું... એકપળ માટે એની આખોમા ગુસ્સો તરી આવ્યો... મારી ફરજ હતી કે મારે હીના ને બધી વાત કરીને કોમ્યુનિકેશન જાળવી રાખવું જોઈએ...

" સ્મિત... તે મહેકનુ ઈન્વેસ્ટીગેશન કર્યુ અને સોહનજી ને ખબર ના હોય એ કેમ બને...? "

" જી...મારી ઈચ્છા હતી કે આ બધું ગુપ્ત રહે.."

" પણ, શા માટે...? "

" હું નહોતો ઈચ્છતો કે ગામમાં ખોટી બદનામી થાય..? "

" તે મારી પરમિશન લીધી...? "

હીના ના સવાલ નો મારી પાસે કોઈ જવાબ નહોતો...

હીના અટકળ લગાવી જ લેવાની હતી કે સમથિંગ ઈઞ રોન્ગ....

" મહેક...બેટા...તારે મને કહેવું જોઈએ ને...આ બધુ કયારે થયું...? " સોહનજી ને પણ નવાઈ લાગી હતી.

" જી...નર્સરી મા....મિતલબેન હતાં એટલે..." મહેક બોલી.

" હા..સોહનજી... તમારી દીકરી ની અમે એકવાર પુછપરછ કરી ચુક્યા છીએ...એનું રેકોર્ડ મારી પાસે છે પણ મે હજું સુધી એ સાભળ્યુ નથી... મારે તમારી પાસે થોડાક જવાબ જોઈએ છે.. " હીના એ વાત ને ઞડપથી પલટી...

" જી...બોલો..."

" જેતપાલ નો અસ્સલ ધંધો શેનો હતો..? "

" જી...હોટેલ નો...એની પાસે ત્રણ હોટલ હતી.."

" કયાં... કયાં.... ? "

" બાળમેર, જેસલમેર અને આ ગામમાં.."

" એની નજીક ની વ્યક્તિ તમે હતાં... શું તમને કયારેય એવો અંદાજ આવેલ કે એ દેશદ્રોહી હતો...? "

" ના...એ વાત પર મને હજુય વિશ્વાસ નથી આવતો..."

" તમારા સિવાય એની નજીકમાં બીજું કોણ...? "

" કોઈ નહીં..."

" નેતા સત્યદેવજી અને જેતપાલ વચ્ચે કેવા સંબંધ હતાં "

" શરૂઆત મા સારા સંબંધ હતાં... પાછળ થી બોલવાનો પણ વ્યવહાર નહોતો.."

" પોઈન્ટ... સ્મિત... જેને જેતપાલ ભગવાન સમજતો હતો એની સાથે એના સંબંધ બગડયા હતાં.." હીના મારી સામે જોઈને બોલી.

બરાબર એ જ સમયે મહેકની અને મારી ચાર આખો મળી...એક ત્રાટક રચાયું... માય ગોડ...કેટલી સંમોહક આખો હતી એની....! ભાડમા જાય જગત આખુંય....!

" સ્મિત... તને કહું છું... તારું ધ્યાન કયાં છે..? " હીના એ ચિલ્લાઈને કહ્યું ત્યારે હું થોડો સ્વસ્થ થયો..

" યસ...આઈ નોટેડ... હીના..." મે ગળું ખોખારીને કહ્યું.

હું મારી હરકતો છુપાવવાની ગમે તેટલી કોશિશ કરતો હતો પરંતુ, એ મારી સામે હતી એટલે અસ્વસ્થ તો બન્યો જ હતો અને હીના જેવી ટેલેન્ટેડ ઓફિસર ની ચાલાક નજરમાં થી આ ચીજ બચી ન શકે...

હીના સોહજીની ઉલટતપાસ કરતી રહી...

મને વિશ્વાસ હતો કે અહીંથી બહાર નીકળી ને હીના મારી ઉલટતપાસ કરવાની હતી... મે જાણી જોઈને પગ ઉપર કુહાડી મારી હતી..

થોડીપળો માટે મારી જાતને હું કાબુમાં રાખી શકયો હોત તો એક મોટી મુસિબત ને નિવારી શકયો હોત...

મારી બેચેની, મારી અકળામણ ને હીના બરાબર સમજી ગઈ હતી... આખરે તો એ મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. મારી અંદર ચાલતી ગડમથલ ને એના સિવાય બીજું કોણ સમજવાનું હતુ.

એણે સોહજીની મુલાકાત ખુબ જ ઝડપથી પતાવી અને એ મારી સાથે નર્સરી આવવા નીકળી.

એને ખરેખર આઘાત લાગ્યો હતો.

મારી નજર પરથી એ પામી ગઈ હતી કે હું કેવાં કુડાળા મા ફસાયો છું. થોડા જ સમયમાં એનું ઉદઘાટન થવાનું હતું.

મારે હીના ને જવાબ આપવાના હતાં.

હીના મારા જેવી નહોતી.એ દેશની ચહિતી બેટી હતી.

એને મારા પ્રત્યે ગમે તેવી લાગણી હોવા છતાં જયાં દેશનો સવાલ આવશે કે આ મિશનનો સવાલ આવશે એટલે એ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે જ...એનો મને વિશ્વાસ હતો.

અને, સાચે જ નર્સરી પહોચતા જ હીના ના ખતરનાક ગુસ્સા નો મારે સામનો કરવો પડ્યો..