પ્રણય પરીક્ષા પ્રકરણ 2
સવલી ઓરડી માં ગઈ ને સફરજન કાપવા લાગી. આ બાજુ જેશીંગ નાથાની આવી સ્થિતિ થવા પાછળ નું કારણ જાણવા માંગતો હતો. નાથએ એની વાત આગળ વધારતા જેશીંગ ને કહ્યું "જેશા તંદાડે મન નેદર નૉ આયી, મન મૉ એકજ વિચાર આવે કે પચ્ચી અજાર રિપિયા ઉ ચૉથી લાવે?" એય એક મઈના માં. એ વિચાર આવતા જ રૂંગુ આઈ જતું. કાકો ય કે ક ભાઈ અવ તારી રીતે પૈસા નો બંદોબસ્ત કરી નાખજે અન સવલી ના બાપ ને આપી આવજે. બીજા દિવસ થી દાડી એ જુ તે હૉ રિપિયા મલી, પોસ દન કૉમ કર્યું તાણી પોનછી રિપિયા થયા, અવ ઑમ રાગ ની આવ એમ લાજ્યું એટલે એ દન વિહ વાળી બૅ દેશી મારી ની હુઈ જ્યો. બીજ દન ઉઠ્યો ન જોયું તો તીજે ઘેર પશવા ની પાઘડી નું નક્કી કરવા આયા તા. એય ઠેઠ ઘોડિયાર થી, પસી ખબર પડી ક પૉત્રી અજાર માં પશવા નું કોઠુ ફિટ થયું સ. ઈય તણ દન નો વદાડ અતો. પશવો એન ફુવા કનથી ઉશીના રૂપિયા લાયોતો. એદન રાતે ઉ પશવા ને કોંતા ન તૉ લેઇજયો, અમે બેયે એ દન ઈંગ્લીશ પીધો. પશવાએ જ પાયો, એ રાતે જ મોડેક થી ઉ પશવા ને ઘેર જ્યો અન એન તૉ ખાતર પાડ્યું, જેશા માર એ વકતે પચ્ચી અજાર જ જોઈતા અને પશવા ના ઘર મૉ પોત્રી અજાર રિપિયા અતા, તોયે મી પચ્ચી અજાર જ લીધા અને ઉ ઘેર આઈની ઉજી જ્યો.
પશવા ની હાહરી મૉથી બે જણા પૈશા લેવા આયા પણ ઘરમાંથી દહ અજાર જ નેકર્યા એટલે પેલા પૈશા લીધા વગર પાસા જ્યાં અન પશવા ના વિવા ની ના કેતા જ્યાં. પશવો જડ જેવો થીજ્યો તો, મની ય એમ થયું ક આ હાહરુ ખોટું થીજયું મારાથી, એટલે મકું રાતના ફરથી કોંતા ન તૉ જીયે તાણી ઉ માફી માજી ન એના પૈશા પાસા આલી દે, પણ તો હુદી મૉ તો પશવો ગૉમ મૉ ચોય મલ ની, એની ડોહી એ હોધાહોધ કરી મેલી પણ બીજા દન દૂધ ભરવા જતી સોરીઓ એ હવારે ઑઘાના ઝૉખરો મૉ થેપાડું ભરાયલું જોયું, એટલે ગૉમ મો કૅયું તે થોડાક આઘેથી પશવો ઑઘા મૉથી મરેલો મલ્યો. એણે બિચારે જીવ આલદીધો મન થયું કે આ અત્યા મીજ કરી સ પણ અવ કેવું કન?
ચાર દન ઉ ઉજયો ની ઢોરો મો પણ નતો જતો. પશવા ની વિધિ પુરી થઈ એટલે ઉ અન મારો કાકો સવલી ના બાપ પૉહણ જઇ ની પચ્ચી અજાર રિપિયા આલી આયા. પસી તો ચોરી કરવાની ટેપ પડી જી. દારૂ પીવાનો અન ચોરી કરવાની ધીમે ધીમે મારા ધંધા સવલી ને ખબર પડવા મંડી, એ મારી હાથે ઓસુ બોલતી, મલવા ય નતી આવતી. એટલે મન થયું કે જેના હારૂ આ બધું ઉપાડ્યું સ એજ મારી ની થાય તો ઉ હું કરે? એટલે પેલા વિવાની તારીખે જ બોમણ પાહી જોવડાવી ને ગોઠવી નાશ્યુ. સવલી એન બાપા ને કશું કેઈ હકે એમ નોહતી, બાકી ના રિપિયા મારી પાહે અતા એ અને થોડા શેઠ પાહીથી ઉશીના લાયો અને સવલી ના બાપ ના એંશી અજાર રિપિયા ચૂકવી દીધા અન સવલી ન માર ઘેર બેહાડી. બેળી બેળી અમારૂ ઘર હેડે એટલે એય બિચારી નવી પેણી ને આયેલી તોયે દાડીએ જવા મૉડી.
મારા ધંધા જોઈ ને રોજ જીવ બાળતી, દારૂ પીવું એ ગમે નઈ, કોઈ કોમ ધંધો મળે તો ઠીક નહીતો આપડે રાત ના રાજા. મને ચો ખબર હતી હજી આગળ શું થવાનું સ???
ક્રમશઃ.....
લેખક :- મેહુલ જોષી (બોરવાઈ, મહીસાગર)