Super Star - 14 in Gujarati Fiction Stories by Sandip A Nayi books and stories PDF | સુપરસ્ટાર - 14

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સુપરસ્ટાર - 14

સુપરસ્ટાર 14


કબીર અને શોભિત બંને જણા કોઈ અંદર ઉછળતા દરિયાના મોજાંની જેમ ઉછળી રહ્યા હતા.આજે જયારે માર્ટિનાના ખુનીનો પર્દાફાશ થઇ રહ્યો હતો ત્યારે તેમના માટે આ પળ,આ દુનિયા,આ ધરતી આ આકાશ બધું નિસ્તેજ હતું.અનુજાના કાબિલ દિમાગ અને તેના અસરકારક કેસ સ્ટડીના લીધે જ આજે આ કેસ સમેટાઈ રહ્યો હતો.અનુજાએ આપેલા એક પર એક પુરાવા આશુતોષને જેલના સળીયાની પાછળ ધકેલી રહ્યા હતા.શોભીતના મનમાં પણ સવાલો ઘેરાઈ રહ્યા હતા કે જો આશુતોષ જ ખૂની હોય તો તેના પર હુમલો કોણે કર્યો અને તેનો જવાબ તે છેલ્લે માગશે તેની એને ખાતરી હતી.

"કબીર તારા માટે આ વાત હવે સાંભળવી મુશ્કેલ હશે પણ તારે સાંભળવી પડશે અને આ મારો એવો પુરાવો હશે કે જે સાબિતી આપશે કે કબીર જ સાચો ગુનેગાર છે,હતો અને હશે....."અનુજાએ પોતાના અસ્સીસ્ટન્ટ યશપાલ પાસે કોઈ ફાઈલ માંગતા કહ્યું.કબીર અને શોભિત બંને બસ અનુજા સામે જોઈ રહ્યા હતા.તેમના માટે પણ આ પરિસ્થતિ બસ હવે તેમના દિમાગથી હટીને વેરાઈ ગઈ હતી.અનુજાના એક-એક પુરાવા કારગર સાબિત થઇ રહ્યા હતા.શોભીત પણ અનુજા સામે જોઈને થોડીવાર માટે અંજાઈ ગયો હતો કે જાણે આ વકીલ જ છે કે ઇન્વેસ્ટિગેશન પોલીસ ઓફિસર !!!

"કબીર તું માર્ટિનાને પહેલી વખતે ક્યારે મળ્યો હતો ??"અનુજાએ કબીરને સવાલ કરતા કહ્યું.કબીર અને માર્ટિના ક્યારે મળ્યા એ તો કેમ કરીને કબીર ભૂલી શકે !!! કબીર માટે એ પળ દુનિયાની સૌથી ખુશનુમા પળ હતી.માર્ટિના અને કબીર જો મળ્યા જ ના હોત તો આજે કબીર આટલો મોટો એક્ટર ના હોત અને કદાચ તે કોઈ સિટીમાં ઘસાતો-પિટાતો હોત.....

"મને હંમેશા એ પળ યાદ છે કઈ રીતે ભૂલી શકું હું એ પળ .....જયારે હું માર્ટિનાને મળ્યો ત્યારે હું મુંબઈમાં નવો-નવો આવેલો.કોને મળવું,કોના પાસે જવું એની સુદ્ધા મને ખબર નહોતી.જયારે પહેલીવાર મેં માર્ટિનાને જોઈ ત્યારે તે પાર્ટીમાં હતી અને હું કોઈને ઓળખ્યા વિના એ જ પાર્ટીમાં હતો ત્યારે મેં પહેલીવાર માર્ટિનાને જોઈ હતી."કબીરે પોતાની વાત અનુજા સામે કરતા કહ્યું.કબીર હજુપણ એ પળ ને જીવી રહ્યો હતો જયારે તે પહેલીવાર માર્ટિનાને મળ્યો હતો.


"કબીર તારા સાથે કે માર્ટિના સાથે એ દિવસે એવું કઈ થયું હતું જે તને યાદ હોય ???"અનુજાએ કબીરને સવાલ કરતા કહ્યું.

"એવું એટલે કેવું ???"કબીરે સામે સવાલ કરતા કહ્યું.

"એવું એટલે કે કઈંક એવું જાણે કે કોઈના સાથે મગજમારી કે ઝગડો ???"અનુજાએ કબીરના સામે જોતા કહ્યું.કબીર કોઈ ઊંડા વિચારોમાં સરી પડ્યો હતો.તેના માટે માર્ટિનાના વિચારોમાંથી બહાર આવવું સહેલું નહોતું.કબીર અને માર્ટિના દુનિયાની માટે સુપરસ્ટાર હતા પણ ખુદ કઈ જ નહોતા....તેમને બસ એક નોર્મલ માણસના જેવી જિંદગી જોઈતી હતી પણ હવે માર્ટિનના ગયા પછી કબીર માટે કઈ કહેતા કંઈપણ નોર્મલ નહોતું.

"કબીર...કબીર...."શોભીતે કબીરના ખભાને બે વાર હલાવતા કહ્યું.કબીર કોઈ ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો હતો.

"કબીર મેં તને કહ્યું એ સાંભળ્યું તે ???"અનુજાએ કબીરને પૂછતાં કહ્યું.

"હા....એ દિવસે માર્ટિનાને કોઈ નેતા સાથે મગજમારી થઇ હતી અને ત્યારે હું ત્યાં જ હતો...પણ એ મગજમારી બહુ વધારે નહોતી...."કબીરે અનુજાને કહ્યું.

"કબીર તું અને માર્ટિના જે દિવસે મળ્યા અને તમારી મુલાકાત થઇ એ જ દિવસે માર્ટિનાને એક નેતા સાથે મગજમારી થઇ હતી તે નેતા બીજુંકોઇ નહિ પણ રક્ષાદરરક્ષક પાર્ટીના નેતા હતા"અનુજાએ કબીરના સામે જોતા કહ્યું.

"રક્ષાદરરક્ષક પાર્ટીના નેતા ???"કબીરે અચાનક અનુજાને પૂછી લીધું.માર્ટિનાને તે દિવસે મગજમારી થઇ હતી પણ કબીરે કઈ એ વાત બહુ ધ્યાન પર નહોતી લીધી અને જયારે આજે તેના સામે આ વાત આવીને ઉભી હતી ત્યારે કબીરને શું બોલવું એની ખબર નહોતી પડી રહી.

"કોણ હતા એ નેતા શું નામ હતું ??"શોભીતે પોતાના પાસે પડેલા ગ્લાસને પોતાના મોંઢે મુકતા કહ્યું.

"એ બીજું કોઈ નહિ પણ મોહનદાસ એટલે એમ કે ટોપીવાલા હતા.....જેમના નામના કેટલાય ડંકા આજ સુધી વાગી ગયેલા છે.નાની-મોટી મોડેલ્સને પોતાના જાળમાં ફસાવી અને રેપ કરવાના કિસ્સા તો આપણી બધાની સામે છે એના......એમ કે ટોપીવાલા એ માર્ટિના સાથે સુવાના બહુ ટ્રાય કર્યા હતા પણ માર્ટિના કદી તેના જાળમાં ફસાઈ નહોતી...."અનુજાએ પોતાના સામે રહેલી પ્રોજેક્ટર સ્ક્રીન પર એમ કે ટોપીવાલાની બધી કોન્ટેરવસી બતાવતા કહ્યું.

"તો આને અને આશુતોષને શું લેવા-દેવા ??"શોભીતે ફરી પોતાની આંખો જીણી કરતા કહ્યું.

"લેવા-દેવા છે શોભિત આશુતોષ એ આશુતોષ નહિ પણ પર્ણવ ટોપીવાલા છે અને એમ કે ટોપીવાલાનો સગો ભાણીયો....."આટલી વાત સાંભળતા જ શોભિત પોતાની ચેરમાંથી ધડામ લઈને ઉભો થઇ ગયો.કબીર પણ કઈ બોલે એ પહેલા પોતાની ચેર પર ફસડાઈ પડ્યો.આ વાત સાંભળીને ત્યાં હતી એટલી શાંતિ છવાઈ ગઈ હતી.કોઈ કઇંપણ બોલે તો શું બોલે એની કાશમક્સ હતી.

"ઈંપોસ્સીબલ...."શોભીતે પોતાની સામે રહેલા બાલ્કનીના કાચને મારતા કહ્યું.

"આ જ સત્ય છે શોભિત..."અનુજાએ પોતાના પાસે પડેલા રિપોર્ટ કબીર અને શોભિત સામે ધરતા કહ્યું.

"તો આશુતોષ મારા અને માર્ટિના સાથે બદલો લેવા આ બધું કરી રહ્યો હતો અને એટલે જ આટલા વર્ષોથી અમારા સાથે હતો."કબીરે પણ પોતાના માથે બંને હાથ ઘસતા કહ્યું.

"હા....એના મામાનો બદલો લેવા જ તે તમારા સાથે હતો.પર્ણવ એટલે કે આશુતોષ તેના મામા સાથે જ પાર્ટીમાં કામ કરતો હતો અને તારા ફેમસ થયા પછી અને તારા અને માર્ટિનાના એફેરના ન્યૂઝ સાંભળીને જ એમ કે ટોપીવાલાએ પર્ણવને આશુતોષ બનાવી તમારા પાસે બદલો લેવા મોકલ્યો હતો.તેમનો પ્લાન એટલો સખત હતો કે કોઈને પણ ખબર ના પડે પણ જયારે હું એકદિવસ મારા કોઈ કેસ પર કામ કરી રહી હતી ત્યારે એમ કે ટોપીવાલાની કેસ સ્ટડી કરવાની હતી અને ત્યારે જ એક તસ્વીર પર મારી નજર પડતા જ મારી આંખો ચોંકી ઉઠી હતી એ તસ્વીરમાં આશુતોષ તેના મામાની પાછળ ઉભો હતો અને એ જોઈને પછી મેં મારા આસીસ્ટન્ટ યશપાલને એની બધી ડિટેઈલ્સ લેવા માટે મોકલ્યો હતો અને ત્યારે મને આ જાણવા મળ્યું હતું.આ જાણીને હું પણ અચકાઈ ગઈ હતી કે આ ના હોઈ શકે પછી મેં ખુદ મારુ રિસર્ચ કર્યું હતું અને જાણવા મળ્યું હતું કે આશુતોષ જ પર્ણવ છે......"અનુજાએ પોતાની વાત પુરી કરી અને કબીર અને શોભીતના સામે તસ્વીર મુકતા કહ્યું.કબીર અને શોભિત બંને એ તસ્વીર જોઈને અચકાઈ ગયા હતા.તેમના માટે આ પરિસ્થતિ વધારે કઠિન હતી.

"પણ.....પણ.....એમ કે ટોપીવાલા ક્યાં છે ???"શોભીતે અનુજાને પૂછતાં કહ્યું.

"અત્યારે એમ કે ટોપીવાલા લંડનમાં છે અને પોતાની ફેમિલી સાથે એશ કરે છે અને આશુતોષ પણ બે દિવસ પછી લંડન જ જવાનો હતો જુવો એના વિઝા...."અનુજાએ શોભીતને વિઝા આપતા કહ્યું.

"માર્ટિનાના મર્ડર પછી પણ આશુતોષ એટલે કે પર્ણવ ભાગી શકતો હતો ને.....? તો લંડન કેમ ના ગયો......??"શોભીતે પોતાનું દિમાગ સાચા રસ્તે દોડાવતા કહ્યું.

"કેમકે જે લેપટોપમાં પોતાના વિઝાના ડોક્યુમેન્ટ્સ હતા એ લેપટોપ માર્ટિનાના મર્ડર પછી પોલીસ કસ્ટડીમાં હતું અને જ્યાં સુધી એ પેપર્સ ના મળે ત્યાં સુધી આશુતોષ એટલે કે પર્ણવ લંડન જઈ શકે એમ નહોતો..."અનુજાએ જવાબ આપતા કહ્યું.

"તો એને આ પેપર્સ મળ્યા ક્યાંથી ?"શોભીતે ફરી અનુજા સામે સવાલ કરતા કહ્યું.

"તમારા જ હવલદાર વિનુ ખરભોલેને પૈસા ખવડાવી લેપટોપમાંથી પેપર્સ લઇ લીધા..."અનુજાએ શોભીતના સામે જોતા કહ્યું.

"ઈન્સપોસ્સીબલ......બધા લેપટોપ પેપર્સ બધું મારી આંખ સામે હોય કઈ રીતે થઇ શકે મારા બધા માણસને ખબર છે કે મારી નજર હંમેશા તેના પર હોય....."શોભીતે ગુસ્સે થતા કહ્યું.

"હા...એટલે જ અશુતોષએ ખુદ પોતાને ઇજા કરીને પોતે ખૂનીએ તેના પર હુમલો કર્યો હોય એવા ભાવ સાથે નાટક કર્યું અને એ પણ તારા સામે શોભિત...તમે બહાર નીકળ્યા અને તરત અશુતોષએ પોતાના પર હુમલો કર્યો અને ખુદ નિર્દોષ સાબિત પણ થઇ ગયો અને બીજી બાજુ તમારી નજર ચૂકવી વિનુ ખરભોલેએ આશુતોષની પેનડ્રાઈવમાં પપેર્સ પણ કોપી કરી લીધા...."અનુજાએ બધી વાત શોભિત સામે કરતા કહ્યું.

"મને યકીન નથી તમારા પર....."શોભીતે સીધું જ અનુજા સામે કહી દીધું.

"તો ઠીક છે તમારા જ માણસ પાસે બોલાવીએ પછી તો યકીન થશે ને....???"અનુજાએ પણ શોભિત સામે જોતા કહ્યું.

અને ત્યાં યશપાલ વિનુ ખરભોલેને લઈને અંદર આવ્યો અને શોભીતના સામે હાજર કર્યો.

"પૂછી લો...."અનુજાએ શોભીતના સામે જોતા કહ્યું.

"આ વાત સાચી છે.....??"શોભીતે પોતાની બંને ગુસ્સે થયેલી લાલ આંખો વિનુના આંખોમાં જોતા કહ્યું.વિનુના હોઠ સિવાય ગયા હતા.શોભિત માટે પોલીસ એક ઈમાનદાર વ્યક્તિનો પરિચય આપતી હતી પણ આજે આ જોઈને શોભિત વધારે ગુસ્સે થયો હતો.

"હા.....મેંને રિસ્વત લે કે એ કામ કિયા થા....."અને તરત જ શોભિત સામે વિનુ બધું બોલી ગયો......

****

શોભીતની આંખો પણ જાણે અંધારા આવી ગયા હોય એમ તે પોતાની ડોક નીચે નમાવીને બેસી ગયો હતો.કબીરને તો શું બોલવું કે કઈ રીતે રિએક્ટ કરવું તેની પણ ખબર નહોતી પડતી.અનુજા બંનેના સામે બસ ધારી-ધારીને જોઈ રહી હતી.રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ હતી.કદીપણ ના વિચારેલા મુકામ પર આવીને ઊભેલા બધાના કદમ હવે જાણે આગળ વધવા આતુર નહોતા.....


(ક્મશ:)