Adhuro Prem - 5 in Gujarati Love Stories by Gohil Takhubha ,,Shiv,, books and stories PDF | અધુુુરો પ્રેમ - 5 - મનોમંથન

Featured Books
Categories
Share

અધુુુરો પ્રેમ - 5 - મનોમંથન

મનોમંથન
આકાશની ભાભીની વાત પલકના કાળજાને કાંટાની જેમ ચુભી ગ્ઈ,પલક કપડાને પડ્યા મુકીને ગુસ્સે થઈને પગ પછાડતી પછાડતી ચાલી ગ્ઈ. પોતાની મમ્મીને કહ્યું હું આજે કશુ કામ નહી કરુ મારુ તબિયત ખરાબ છે, તારે જે કરવું હોય તે કરજે મને આજે ટોકીશ નહી એટલું કહી ને પલક પોતાનો ઓરડો બંધ કરી ને પથારીવશ થઈ ગઈ. પરંતુ આજે પલક બે બાકળી હોય એવું એને લાગે છે એને કશુંય ગમતું નથી એને એ પણ ખબર નથી પડતી કે આવું કેમ થાય છે.પલકના હૈયામાં કશીક મનોમંથન શરુ થઈ ગયું છે.થોડીવારમાં પથારીમાં પડ્યા પડ્યા જાગતી આંખોમાં સપનું આવી ગયું. એણે સપનામાં જોયું કે પલક આકાશનો હાથ પકડીને એકબીજાને આલીંગન કરીને એકબીજાને પ્રેમથી ચુમી રહ્યા હતા. પલક આકાશને કહેતી હતી કે આકાશ તું મારી જીવનની આશા છે તું જ મારો પ્રેમી છે તું મારા માટે જ બન્યો છે મને તારાથી કોઈ જુદી નહી કરી શકે.તારા માટે હું આખીય દુનિયા સાથે પણ લડી લ્ઈશ આકાશ તું જરાય ચિંતા કરીશ નહી.
પલક આકાશનું માથુ પોતાના ખોળામાં લ્ઈને આકાશ ના વાળમાં હળવેથી આંગળીઓ ફેરવી રહી છે. એણે સપનામાં જોયું કે આકાશતો કશું જ નહોતો કહેતો પ્રેમનો પરાગ તો પલકના ગુલાબી ફુલ જેવા હોઠ ઉપર ઉભરી આવ્યો હતો. થોડીવારમાં પલકને ઝબકી આવીને પલક હેબતાઈ ને જાગી ગ્ઈ,પલક પોતાના બેઉ હાથને પોતાના હૈયા ઉપર રાખીને જોયું તો એનું કાળજું અનહદ ધડકી રહ્યું હતું. એનું આખુ શરીર ધૃજી હાલ્યું એને થયું કે હે ભગવાન આ હું કેવા વિચાર કરી બેઠી આ મારા હ્લદયને શું થઈ ગયું છે. મને વારંવાર આકાશનો વિચાર કેમ આવે છે કદાચ વિભાભાભીના કહેવા મુજબ મને આકાશ સાથે.................(એટલું બોલીને અટકી ગ્ઈ)હે ભગવાન અરે ના ના એવું ન જ હોય એ પોતેજ પોતાના સાથે વાતોનું મનોમંથન કરવા લાગી ગઈ.ઘડીભર ઉભી થાય ને ઘડીભર બેસી જાય તો વળી ઘડીક ઉભા થઇ ને અરીસામાં પોતાનું મોં જોવા લાગે.
તો ઘડીકમાં પથારીમાં પડીને પોતાના બંને હાથ પોતાના જ મોં પર ઢાંકી દે,
પલકને સમજાતું નથી કે આવું હું કેમ વિચારી રહી છે. પોતાની જાતને સમજાવી શક્તિ નથી. લગભગ એક પહોર આમનેઆમ "મનોમંથન"માં પસાર થઈ ગયો. પણ હજી સુધી એ આકાશની યાદીને ભુલાવી નથી શકતી. હવે એને આકાશ સાથે વિતાવેલી એક એક વાત શરૂઆતથીજ યાદ આવી રહી છે.પરંતુ હવે પલકનો જોવાનો નજરીયો તદ્દન બદલાઈ ગયો છે. પલક યાદોને તાજી કરી કરીને વારંવાર હસી પડે છે.એને આકાશ સાથે વિતાવેલી પળો ખૂબ જ ગમવા લાગી છે.ચાહે નાની નાની વાતો હોય કે પછી એકબીજાને નાની વસ્તુ માટે મારામારી કરતાં હોય, કે પછી ઉતરાયણ માં પતંગ ચગાવવા માટે એક બીજાની ચોટી કે વાળ પકડીને ઘસડતા હોય. કે પછી ચિક્કી ખાવા માટે ની ખેચાતાણી હોય. કે પછી સાથે પ્રવાસ દરમિયાન વિતાવેલી ખુબસુરત ક્ષણો હોય. પરંતુ કાલ સુધી પલકને કશુંજ યાદ આવતુ્ંં ન હતું. પરંતુ હવે એને આકાશ સાથે વિતેલી એક એક ક્ષણ યાદીમાં ગુનગુનાવી રહી છે. પલક વારે ઘડીએ મનમાં હસી રહી છે
મનોમંથન કરતાં કરતાં બપોર ચડ્યું પણ હજીયે પલક પોતાના રુમમાં જ પુરાયેલી છે,બપોરનું ભોજન બનાવવાનો વખત થયો છતાંયે હજીસુધી પલક રૂમમાંજ છે.એટલે એની મમ્મીએ દરવાજો ખોલીને કહ્યું કે પલક કેમ બેટા હજીયે તબિયત ખરાબ છે.જો થોડી રાહત હોય તો ભોજન બનાવવામાં મને થોડી મદદ કરને...જેથી પલકે કહ્યું ના મમ્મી તારે જે બનાવવું હોય તે બનાવીલે મને ડીસ્ટર્બ ના કરીશ.ઠીક છે તું આરામ કરી લે હું બનાવી લ્ઉ છું.(એટલું કહી મમ્મી જમવાનું બનાવવા ચાલી ગઈ) ને પલક ફરી આકાશ સાથે વિતાવેલી ક્ષણોને રીપીટ કરવા લાગી. એને એક પ્રવાસ યાદ આવે છે. એક સમયે બધીજ બહેનપણીઓ મળીને નાનકડો પ્રવાસ ગોઠવે છે.લગભગ આઠ બહેનપણીઓ એકલી જ હતી.પરંતુ પલકની મમ્મીએ કહ્યું કે એકલી છોકરીઓએ નથી જવાનું સાથે આકાશ ને લઈ જાવ.આકાશ પલકનો ખાસ મિત્ર હતો એટલે એણે બધીજ બહેનપણીઓ ને સમજાવી લીધી.ને કહ્યું યાર આકાશને સાથે લેવો પડશે નહીંતર મારી મમ્મી મને નહી આવવા દે.જેથી સર્વસંમતિ થી આકાશને સાથે લીધો.
દરેક વહેલી સવારે ઉઠીને તૈયાર થઇ ને પ્રાઈવેટ ગાડી બાંધી હતી એમાં નીકળી ગયા. પ્રકૃતિની આહોસમાં દરેક વ્યક્તિ એ કેમ્પ ગોઠવી ને મનોરંજન કરવા લાગ્યા, પહાડ નદીઓ, ઝરણાં, જંગલ, પોતાને પ્રકૃતિની સુંદરતા માં ગરકાવી મુક્યા.
એકદિવસ સવારે પર્વત ઉપર ક્લાઈમિંગ કરવાનું હતું તેથી દરેક બહેનપણીઓ વહેલા તૈયાર થઈ ને જરુરી ટુલ્સ સાથે ઉપર ચડવાની તૈયારી કરી લીધી.બધાજ ધીરેધીરે પર્વત ઉપર ચડવા લાગ્યા. પરંતુ પલકનો પગ અચાનક મચકોડાઈ ગયો.પલક ખુબ જ ચીખી પણ કરે પણ શું ? પલકને આમ રડતી જોઈને આકાશનું હ્લદય દ્રવી ઉઠ્યું, એણે પલકને પોતાના ખભે ઉચકીને મહામુશીબતે પલકને પર્વતની ટોચેથી નીચે ઉતારી,એ દરમિયાન આકાશ પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. અને પલકને ઉચકીને ખુબ જ થાકી ગયો હતો. છતા પણ આકાશે હીંમત દાખવીને પલકને દવાખાને પહોચાડી હતી. આજે આ આખુંય દ્રશ્ય પલકના માનસ પર છવાઈને પલકને વિચારવા મજબૂર કરી રહ્યું છે. એને લાગ્યું કે કદાચ આકાશ મને પહેલાથીજ મને પ્રેમ કરતો હશે.નહીતર કોઈ આવડા મોટા ડુંગર ઉપર થી કોઈને એકપણ પોરો ખાધા વગર કોઈને ના ઉતારી શકે.
પલકને ફરી યાદ આવે છે પોતે એક વખત ખૂબ જ બિમાર પડી હતી.ઘણી દવા કર્યા છતાંયે એને તાવ ઉતરતો ન હતો. એ સમયે પણ આકાશે પલકની ખૂબ જ સેવા કરી હતી. માથે ઠંડા પાણીમાં પલાળી ને મીઠાવાળા પોતા વારંવાર મુક્યા કરતો હતો. આખો દિવસ પલકની પાસે જ બેસી રહેતો.સમય સમયે પલકને ફ્રૃટ કાપીને આપતો ટાઈમસર મેડીસીન પણ પોતેજ આપતો હતો. આ બધુજ પલકના દિમાગને હચમચાવી રહ્યું છે.જાણે કોઈ ચકોર ચાંદને જોયા જ કરતો હોય, અને એની ચાંદની ના અમૃતરસનું પાન કરતું હોય, એમ આકાશના પલકને મદદરૂપ થવાની ક્ષણોને તાજી કરીને ફરી જીવંત કરી રહી છે...............ક્રમશઃ

( શું હવે પલકનાં હ્લદયમાં પણ આકાશ તરફ આકર્ષણ થયું છે. કે પછી પલક માત્ર વિચોરોને જ વાગોળી રહી છે..જોઇશું ભાગ :-6 આશા )