અરે! સાભળ ઓ જિદગી...
વિચાર પુષ્પ :૦૧
“ આ એજ અંધકાર હતો જેનો ડર હતો
આંખોને ખોલતા જ એ તડકો થઇ ગયો “
- જવાહર બક્ષી
સાંપ્રત સમય માં જીદગી ને થોડી મહેસુસ કરીએ ત્યારે ઘણીવાર વાર થોડી અકળામણ અનુભવાય તો જરાય ખોટું નથી,કારણ કે આપણ ને એજ સમજાતું નથી કે આપણે માણસો ની વચ્ચે રહીએ છીએ કે તેઓએ ઉભી કરેલી સમસ્યાઓની વચ્ચે ? માણસ વણ ઉકેલાતી સમસ્યાઓથી સર્જાતા પ્રકાશ અને અંધકાર વચ્ચે જાણે જોલા ખાઈ રહ્યો છે ,માણસ પોતાના પ્રત્યે અસવેદનશીલ અને નિર્જીવ બાબતો પ્રત્યે સવેદનશીલ બની રહ્યો છે.
ઉત્ક્રાંતિ માને છે કે માણસ સજીવ છે પણ આજે એ ધડીયાળ માં નિર્જીવ કાટા સાથે દોડી –દોડી ને નિર્જીવ બની ગયો છે ,એ ધડીયાળનો કાટો કેમ ના હોય ? એમ જાણે મારી પાસે સમય જ ક્યાં છે? એવું બોલતો માણસ સમયના સમય પત્રક મુજબ ગોઠવાઈ ગયો છે.માણસ પોતાનું અજવાળું (જીવન) ધડીયાળ ના કાટા પાછળ ખોઈને પ્રકાશ માટે (જીવન માટે) હાફળો-ફાફડો થઇ કાલ્પનિક મંજિલ માટે બસ દોડી રહ્યો છે.
આપને બધા ને ક્યાંક પહોચવું જરૂર છે પણ ક્યાં એની ખબર કોઈને નથી, પ્રશ્ન પૂછો તો જવાબ માત્ર એટલોજ હોઈ સકે કે કોઈ મારાથી આગળ ના નીકળી જાય બસ એટલે દોડું છું. બીજા સબ્દો માં કહીએ તો ગતિ છે પણ એના ફલ સ્વરૂપ ઉન્નતી નથી કારણ કે એ મને છે કે એની પોતાની સમસ્યા અને અંધકાર માટે કોઈ દેવદૂત આવશે અને એની સમસ્યાઓ ને દુર કરશે .અને બસ એમજ પોતાની બુદ્ધી અને હાથનું કૌવત ખોઈ બેસ્યો છે અને એના દ્વારા સર્જેલી સમસ્યા માં ખુદ સમસ્યા બની ગયો છે .
આપણે યાદ રાખવું જોઈએ કે ધણીવાર ભરેલા ખીસ્સા કરતા ખાલી ખિસ્સા જીદગી માં ધણું શિખવાડી જાય છે .પણ આજના યુવાન હવેતો પોતાની કારકિર્દી માટે બીજા પાસે અભિપ્રાય લેતો થયો છે , સલાહ લેવી ખોટી બાબત નથી પણ પોતાની નિર્ણય શક્તિનો અભાવ હોવો એ દુખદ બાબતતો ખરી .એક વાર એક કાર્યક્રમ માં અમૃતા પ્રીતમ અને ઇન્દિરા ગાંધી સાથે હતા કાર્યક્રમ પૂર્ણ થતાજ એક યુવતી અમૃતા પ્રીતમ ને મળી અને કહે છે કે મારે તમારા જેવા કવ્યત્રી થવું છે મારે શું કરવું જોઈએ ત્યાજ ઇન્દિરાજી એ જવાબ આપ્યો કે જુઓ તમારી ઉમરે એ કોઈને પૂછવા નહોતા ગયા કે એમને શું કરવું જોઈએ બસ એનામે તો શરુ કરી દીધું હતું તો આપ પણ પ્રયત્ન કરો એટલે કે તમારો ઉદ્ધાર તમારે જાતેજ કરવો પડશે બીજો કોઈ આધાર નથી,
Instagram માં અટવાએલી આજ ની યુવા પેઢીને સફળતા એ માર્કેટ માં મળતા instant ઢોકળા ની જેમ જડપી જોઈએ છે પણ એને માટે અથાક પ્રયન્ન કરવાની ત્રેવળ નથી એ સફળતા ના માર્ગ ઉપર ચાલે એ પહેલાજ નિષ્ફળતા ના ડરથી અટવાઈ ગઈ છે, હજારો ઠોકરો ખાઈને પણ ઉભા થઇ ફરી દોડવાની હિંમત નથી અને હવે એ સમસ્યાઓની સામે બાયો ચડાવાની જગ્યાએ એની સાથે સમાધાન કરી લેવામાં માને છે અને એનેજ સફળતા માનતી થઇ ગઈ છે હવે એના માટે ડર સમસ્યા સામે નહી પણ સમાધાન ન થવામાં છે .
ડેવિડ અને ગોલીયથની એક વાર્તા છે જેમાં ડેવિડ એક સાહસિક છોકરો છે જે ગોલીયથ જેવા ડર રૂપી રાક્ષસ ને હરાવનાર બને છે એ ગામ ના લોકો ને સમજાવે છે રાક્ષસ આપના ડરથી મોટો નથી જો આપને ધારીએ તો એને હરાવી શકીએ એમ છીએ અને પછી શું બધા સાથે મળીને રાક્ષસને હરાવે છે આ એક બોધ વાર્તા છે જે માત્ર એટલુજ સમજાવે છે કે ડર એક મુશ્કેલીછે જો હિંમત પૂર્વક મહેનત કરવામાં આવે તો ડરના દરવાજા ને તોડીને પ્રકાશ નું સ્વાગત કરી શકાય છે.
જેમ અંધકાર સવાર ના તડકા માં અદ્રશ્ય થઇ જાયછે એમ સમસ્યાને પણ હિમત્ત પૂર્વક અને સમજણ પૂર્વક હટાવી શકાય એમ છે અને નવા પ્રકાશ તરફ ગતિ કરી શકાય છે .