Koobo sneh no - 17 in Gujarati Fiction Stories by Artisoni books and stories PDF | કૂબો સ્નેહનો - 17

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

કૂબો સ્નેહનો - 17

🌺આરતીસોની🌺
પ્રકરણ : 17

મંજરીને લગ્નમાં કોઈ જ પ્રકારની કમી મહેસૂસ ન થાય એનું ધ્યાન રાખીને અમાએ ધામધૂમથી વાજતે ગાજતે પરંતુ ખૂબ જ સાદાઈથી એના લગ્ન પૂર્ણ કરીને વિદાય આપી..
સઘડી સંધર્ષની.....

❣️કૂબો સ્નેહનો❣️

મંજરીને વિદાય પછી વિરાજને જૉબ પર પહોંચવાની ખટપટ થઈ ગઈ હતી, એને નવી નવી જૉબ હતી અને જવાબદારીઓ ઘણી હોવાથી એણે અમ્માને કહ્યું, "મારે પણ હવે નીકળવું જોઈએ અને જવાબદારી પૂર્વક જૉબનુ કામકાજ જલ્દીથી સંભાળી લેવું જોઈએ. તમે પણ એકલા અહીં રહેવું એના કરતાં સાથે જ આવો તો વધારે સારું રહેશે."

"વિરુ દીકરા તારા મનની ભાવના અને ઉત્સાહ સારો છે, પણ હવે હું અહીંયા રહીને જરૂરિયાત મંદની સેવા કરવાની વધારે પસંદ કરીશ. શહેરમાં આમેય મને નહીં ફાવે. સહુની પાસેથી લીધેલી ઉધારી રકમયે ચૂકતે કરવાની છે."

"હા અમ્મા એ તો દર મહિને પગારમાંથી ઉપાડ કપાવીને, હું બીજા જે બચશે તમને મોકલતો રહીશ. તમે ચૂકતે કરતાં રહેજો."

"અને જો વિરુ દીકરા હવે આવે ત્યારે દિક્ષા વહુને જરૂર લઈને આવજે. તારા બાપુ કેટલા ખુશ થશે, બહુ રાજી થશે. ત્યાંથી તને આશીર્વાદ આપતા રહે છે. જો કેટલા હસે છે તને જોઈને." છબી સામે હાથ કરતાં આંખોમાં ઝળઝળીયા સાથે અમ્મા બોલ્યા.

ડોકું ઉપરનીચે હલાવી વિરાજે હા પાડી અને આ વખતે ગામડેથી કંઈક નવા જ ને અનેક પ્રકારના ઉંચાઈના શિખરો સર કરવાના સપનાં બંધ મુઠ્ઠીમાં લઈને નીકળ્યો હતો.

જેમ‌ જેમ સમય જતો ગયો વિરાજ અને દિક્ષાના પ્રેમમાં નવા નવા રંગ ચઢતાં ગયાં.

દરિયો જેટલો ઊંડો અને વિશાળ છે એનાથી પણ ઊંડો કદાચ યુવાનીમાં કરેલો પહેલો પ્રેમ હોય છે. અઢી અક્ષરના પ્રેમના આ શબ્દોમાં મિઠાસ અને રટણ ભરેલું પડ્યું હોય છે.

દિક્ષાની કોફી અને વિરાજના કામ સાથે સાથે બંને વચ્ચે એક નાજૂક અંગત લાગણીઓએ હવે પગપેસારો કર્યો હતો. દિક્ષા પતંગિયાની પાંખો પહેરીને વિરાજની આજુબાજુ સતત મંડરાયા કરતી રહેતી હતી. દિક્ષા થોડાંક વધારે પડતાં લાગણીવેડા કરતી હતી, જેનાં કારણે વિરાજ રીતસર કંટાળી જતો હતો.

ક્યારેક વિરાજ સમજાવતો કે, "જો દિક્ષા પ્રેમમાં આવા ભાવુક થઈને જીવવું એ એક વેવલાવેડા કહેવાય !! જિંદગી એ એક આગળ વધવાનું નામ છે."

એકબાજુ દિક્ષાના મમ્મી-પપ્પા એનાં લગ્નની ઉતાવળ કરવા લાગ્યાં હતાં અને એના માટે છોકરાઓ શોધવા લાગ્યાં હતાં અને દિક્ષા યેનકેન પ્રકારે બહાના બનાવી સમય કાઢતી રહેતી હતી.

દિક્ષાએ ચિંતિત સ્વરે કહ્યું, "વિરાજ મારા મમ્મી-પપ્પા લગ્નની ઉતાવળ કરાવી રહ્યા છે અને તું ટાઢા કાળજે સમય કાઢે રાખે છે. તું તો જાણે જ છે મારા પપ્પાનો સ્વભાવ કેટલો તેજ મિજાજી અને કડક છે. હું આપણા વિશે કંઈજ કહી શકતી નથી એમને."

"શાંતિથી તારી મમ્મીને વાત કર, એ તારા પપ્પાને સમજાવશે."

"મમ્મીને કહું તો એ પણ મને ડરાવી દે છે કે, ‘તારા પપ્પા આ સંબંધ ક્યારેય માન્ય નહીં રાખે. એના કરતા અમે બતાવીએ એ છોકરા સાથે લગ્ન કરી ઠરી ઠામ થઈ જા."

"સારું ચિંતા ન કર. સમય જતાં હું એમને વાત કરીશ. તું ધીરજથી કામ લે. મને પરેશાન કરવાથી કોઈજ ઉકેલ આવવાનો નથી, ઉલ્ટાનો આપણા સંબંધો વચ્ચે પ્રોબ્લેમ વધી રહ્યો છે."

આટલું સમજાવ્યાં છતાં વિરાજ સાથે દિક્ષા બિન બાદલ વરસી જતી. વિરાજને દિવસમાં દસ વાર ફોન કરતી અને ફોન ન લાગે તો મેસેજનો મારો કર્યા કરતી. એકાદ વાર પણ જો વિરાજ મેસેજનો જવાબ ન આપી શકે તો એની ઓફિસે દિક્ષા પહોંચી જતી. જીવનસાથી તરીકે એનામાં પ્રેમભરી હકની લાગણી આવી જતી હતી. એના સતત આવા વર્તનથી વિરાજ કામમાં મન પરોવી શકતો જ નહોતો.©

વધુ આગળ પ્રકરણ : ૧૮ માં શું વિરાજ દિક્ષાના આ પ્રકારના વેવલાવેડાને પહોંચી વળશે કે કોઈ નવો વળાંક આવશે??

-આરતીસોની ©