Revenge Prem Vasna Series - 2 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | રિવેન્જ - પ્રકરણ - 42

Featured Books
Categories
Share

રિવેન્જ - પ્રકરણ - 42

રિવેન્જ-42

ગુરુ અઘોરનાથે અન્યાને બધી સિધ્ધી શક્તિ આપી દીધી. અને કહ્યું "હવે તું મુક્ત છે જા... તારાં કર્મો બાકી રહ્યાં છે તે તું પૂરા કરીને મારી પાસે જ પાછી આવ. અને તારાં જીવ આત્માની પાત્રતા અને માં કાળીની આસ્થાને કારણે મેં તને મદદ કરી છે શક્તિ આપી છે... તું જઇ શકે છે અને તું તારાં પ્રેમી પાસે પણ જઇને પહેલાંની જેમ જીવી શકીશ... પરંતુ આ છેલ્લી શરત પણ સાંભળી લે..એની સાથે પ્રેમ કરતાં આ શક્તિનો ખોટો ઉપયોગ થયો. અથવા તેં... મર્યાદા ગુમાવી તો તારાં પ્રેમીને તારી અસલીયત ખબર પડી જશે... તારું અસલીરૂપ જાણી લેશે અને એને પણ જીવ ગુમાવ્યો પડશે. એટલે તારે નક્કી કરવાનું કેવી રીતે વર્તવું... એનો જીવ જવો... કુદરતી એનું સમર્પણ હોવું જોઇએ... તારી ભૂલ નહીં. નહીંતર તું મારી સાધના માટે પણ કાબિલ નહીં રહે પછી તારી શું અવસ્થા થશે એ મને પણ ખબર નથી....

આ સાંભળી અન્યા થથરી ગઇ.. એની પ્રેત શરીરની આંખમાં પણ આંસુ આવી ગયાં. ગુરુજી હું કોઇ ભૂલ નહીં કરવું પણ સદાય મારાં સાથમાં રહેજો મારી રક્ષા કરજો. અને ગુરુજીએ તથાસ્તુ કહ્યું અને અન્યા એમનાં ચરણોમાં પડી ગઇ. ગુરુજીએ એને ગંગાસ્નાન કરીને જવા માટે આદેશ કર્યો અને અન્યા ગંગા ઘાટ તરફ જવા લાગી અને પાછળ વળી જોવા ગઇ અને ગુરુજી અંર્તધ્યાન થઇ ગયાં.

અન્યાં વિચારી રહી આ કોણ હતું ? કોણ મને. સિધ્ધિ શક્તિ આપી ગયું ? ગુરુજી હતાં કે એમનાં સ્વાંગમાં મારી કાળી, ખુદ હતી ? અને એણે ગંગા જળમાં પ્રવેશ કરવા સાથે એનાં પ્રેતશરીરમાં ધ્રુજારી આવી ગઇ અને શક્તિનો સંચાર થવા લાગ્યો હોય એની અનૂભૂતિ થઇ અલૌકીક શક્તિઓ જાણે એં પ્રેત શરીરમાં સ્થાપિત થઇ ગઇ અને માં નો આભાર માનીને એ ગંગામાંથી બહાર નીકળી અને એનું સ્વરૂપ જાણે દૈદીપયમાન થઇ ગયું.

અન્યા ખૂબ આનંદમાં આવી ગઇ. એ નિસંકોચ કાળી મંદિરમાં પ્રવેશી ગઇ માંનાં સ્વરૃપ સામે ઉભી રહીને સ્તુતિ કરવા માંડી અને મંદિરમાં અચાનક ઘંટારવ થવા લાગ્યો અને દર્શનાર્થી પણ અચંબામાં પડી ગયાં.

************

અન્યાની આખી રાત્રી મઠ-ગુરુજી અને ગંગાકિનારે વીતી. એનાં માટે દિવસ રાત જેવું કંઇ નહોતું પણ આખી રાત ગુરુજી સાથે વિધી માટે પુરી કરી પરોઠનાં સમયે મંદિરમાં દર્શન કરી રહી હતી અને એક સાથે મંદિરનાં બધાંજ ઘંટ ઘંટારવ કરી રહ્યાં હતાં. આવનાર દર્શનાર્થી અને ભક્તો પણ અચંબામાં પડી ગયાં કે માંનો આ શું ચમત્કાર છે સંકેત છે ?

મુખ્ય પૂજારી સમજી ગયાં જરૂર કોઇ આત્માનો પરમાત્માં સાથે મેળાપ થયો લાગે છે આજે કોઇ મોટો શુભ સંકેત છે અને મંદિરમાં સર્વત્ર રાજીપો થઈ ગયો.

મંદિરમાં દર્શન કરીને અન્યાં પોતાનાં ઘરે પહોંચી ડોરબેલ માર્યો અને સામે માં જ ઉભી હતી... રૂબી તો એકદમ ખુશ થઇ ગઇ. અન્યાને જોઇને આનંદથી ઉછળી પડી અને અન્યાને ભેટી પડી.. અરે શું સરપ્રાઇઝ છે માય બેબી તું ક્યારે આવી ? અચાનક ? કઇ ફલાઇટમાં આવી ? તેં જણાવું પણ નહીં તારાં પાપા તને લેવા આવી જતે... અન્યાએ કહ્યું "બસ માં કેટલાં પ્રશ્નો કરે છે ? હું તારી પાસે આવી ગઇને... એ પુરતું નથી ? માંડ ત્રણ દિવસની રજા લીધી છે એ લોકોનું તો શુટીંગનું પ્રેશર હતું પણ હું આવી જ ગઇ... માં હું ખૂબ ખુશ છું... કેમ છે તું ? બધુ ગોઠવાઇ ગયું ? પાપા ક્યાં ? ઓફીસ ?

રૂબીએ કહ્યું દીકરા હજી હમણાં સવાર પડી તને તો સમયનો પણ ખ્યાલ નથી પાપાતો તારાં હજી ઊંઘે છે જા ઉઠાડ સરપ્રાઇઝ આપ.

અન્યા કહે "ઓહ સોરી માં થાકને કારણે સમયનો ખ્યાલ જ ના રહ્યો. ઓકે ઓકે કંઇ નહીં સૂવા દે પછી ઉઠાવું છું. રૂબી કહે ના ઉઠાડ નહીંતર મને વઢશે કે મને ઉઠાડય નહીં. જા બેટા ઉઠાડ ખૂબ ખુશ થશે.

અન્યાએ કહ્યું ઓકે માં જઊં છું. અન્યા માંને કહીને પાપાનાં બેડરૂમ તરફ ગઇ અને ત્યાં જ સેમ ઉઠીને બહાર આવ્યા અને અન્યાને જોઇને દોડીને અન્યાને ઊંચકી જ લીધી અને વ્હાલથી બચી ભરી લીધી માય ડાર્લીંગ ડોલ.. વોટ એ સરપ્રાઇઝ અને માહોલ એકદમ આનંદભર્યો થઇ ગયો.

અન્યાની આંખોમાં પાણી આવી ગયાં અને માં-પાપા અન્યા બધાં જ ઇમોશનલ થઇ ગયાં. સેમે કહ્યું "ચલ દીકરા ડ્રોઈંગરૂમ બેસીએ શાંતિથી વાત થાય. આવી છે તો હવે અહીં જ રહે જે નથી જવાનું મુંબઇ આમ નથી ગમતું અમને અન્યાએ કહ્યું "પાપા પાપા ડોન્ટ બી ઇમોશનલ.... રોજ તો તમારી સાથે વાત કરુંજ છુંને ?

સેમે કહ્યું "નોપ દીકરા તારાં વિનાં ઘર સાવ સૂનૂ સૂનૂ અને ખાલી ખાલી લાગે છે ખબર નહીં પણ હમણાંથી તું ખૂબ મીસ થાય છે દીકરાં... હર વખત તારાંજ વિચાર આવે છે. બાય ધ વે તારું શુટીંગ કેવું ચાલે છે શું કરે છે ? રાજવીર ? એટલો સારો છોકરો રહ્યો છે તારી ચિંતા અડધી થઇ ગઇ છે.

અન્યાએ કહ્યું "પાપા શુટીંગ ચાલુ છે લગભગ અડધી ઉપરનું શુટીંગ કંપલીટ થઇ ગયું છે બાકી બધું બરોબર જ રુટીનમાં રાજવીર પણ ઓકે છે. હા. એનાં ડેડની તબીયત ઠીક નહોતી પણ હવે સારું છે.

અન્યાએ પર્સમાંથી રોકડા દસ લાખની નોટોનાં બંડલ કાઢીને પાપા સામે મૂકીને કહ્યું "પાપા આ ઇન્સ્ટોલમેન્ટ અહીં આવતાં પહેલાં રોમેરો સર પાસેથી લઇ લીધો છે લો તમને કામ આવશે. સેમ તો અન્યા સામે આશ્ચર્યથી જોઈજ રહ્યો. અરે દીકરા આટલાં બધાં પૈસા તું સાથે લઇને આવી ? ખરી છો કોઇ મુશ્કેલીમાં મુકાઇ હોય તો તારે ફલાઇટમાં સ્કેનીંગમાં કંઇ ના આવ્યું કોઇ ચેકીંગ ના થયું ?

અન્યા થોડીવાર પાપા સામે જોઇ રહી પછી બોલી તમારી દીકરી હવે મોટી અને તૈયાર થઇ ગઇ છે ક્યાંય વાંધો નથી આવ્યો. ચીલ.. પાપા એવરીથીંગ ઇઝ ઓકે માય ડેડ.

રૂબીનો અન્યાને આશ્ચર્યથી જોઇ રહી હતી....એ બોલી ઉઠી તું મારી આ નાનકડી અન્યા છે ? માય બેબી ? તું પણ જબરી છે હંસતા કહેવું પડે.. આ બધું સાંભળીને થાય છે તું તારી જાતને પણ સાચવી શકીશ આજે હું થોડી નિશ્ચિંત થઇ ગઇ... અને રાજવીર જેવો છોકરો મળ્યો છે.

અન્યા માંની વાત સાંભળીને.... થોડી ઢીલી થઇ ગઇ. પોતાનું અસ્તિત્વ જ ગુમાવી ચૂકી છું... તમારી સામે તમારી દીકરીનું પ્રેત ઉભું છે. બધાંજ આ પ્રેત શરીરનાં છલાવા છે માં એની આંખોમાં આંસુ તગતગી ગયાં. એ ઇમોશનલ થઇ ગઇ એણે વિચાર્યું... માં પાપાને પણ સાચું નહીં કહેવાય.

અન્યાને ઢીલી થયેલી જોઇને સેમ બોલ્યા ? અન્યા તો મારો દીકરો છે દીકરો મેં નાનપણથી જ એને બધી ટ્રેઇનીંગ આપી છે. વાહ આજે હું સાચેજ પ્રાઉડ અનુભવું છું કે મારી દીકરી એક દીકરાની ગરજ સારે છે. લવ યુ દીકરા..

રૂબી બોલી "સેમ તમારે અન્યા છે ત્યાં સુધી ક્યાંય જવાનું નથી નહીં ઓફીસ કે કોઇપણ કામ... સેમે કહ્યું હાં મંજૂર છે હું મારી દીકરી સાથે જ રહીશ. હરીશું ફરીશુ હોટલ બાર જ્યાં તું કહે ત્યાં જઇશું.

અન્યાએ સજળ આંખે કહ્યું "પાપા સૌ પ્હેલાં મને માં કાળીનાં મંદિર લઇ જજો ઘણાં સમયથી સાથે ગયા નથી અને પછી જીજસ પાસે પછી તમે કહેશો ત્યાં જઇશું અને હાં હું માત્ર ત્રણ દિવસની રજા લઇને આવી છું પછી મારે મુંબઇ જવુંજ પડશે.

અને ત્યાંજ અન્યાનાં મોબાઇલ પર રીંગ વાગી અને રાજે જ કરેલો "હાય અન્યા, ડાર્લીગ તું અહીંથી ગઇ પછી મને ભૂલીજ ગઇ ? ના ફોન ના કોઇ મેસેજ. ઓલ વેલ ? ક્યાં છું. અને તને ખબર છે અહીં બ્રેકીંગ ન્યૂઝ ચાલી રહ્યા છે તમારો પેલો કેમેરામેન મુસ્તાક સળગીને મરી ગયો ખરુ થઇ રહ્યુ છે બધું.

અન્યાએ કહ્યું એ બધાં ન્યુઝ છોડને... તું કેમ છે ? અરે રાજ મારાં મોબાઇલની બેટરી જતી રહેલી પછી હું ચાર્જ ના કરી શકી અને થાકેલી એટલે રેસ્ટ કર્યો પછી હમણાંજ માં પાપા સાથે બેઠી વાતો કરુ છું ત્યાં ડેડની તબીયત ઓકે છે ને ?

રાજે કહ્યું "ડાર્લીંગ ઓલ વેલ... બસ તારી યાદ આવે છે તારી જ ખોટ સાલે છે બસ તારાં આવવાની રાહ જોઊં છું મારાં હોઠ તારાં હોઠને તરસે છે અને આખું તન તારાં વિના તરફડે છે શું કરું ? અને ખાસ વાત સાંભળ-પાપાએ કહ્યું " તમે લોકો લગ્ન કરીલો... તું તારો પેરેન્ટ સાથે વાત કરી લે જે પછી શાંતિથી મળીને નક્કી કરીશું. પાપા તો ધામધુમથી પરણાવવા થનગની રહ્યાં છે મેં કીધુ અચાનક વિચાર આવ્યો તમને ? કહે તબીયત નરમ થઇ ત્યારથી નક્કી કરેલું મીસ યુ ડાર્લીંગ કંઇ નહીં તું મા પાપા સાથે વાત કર પછી ફોન કરીશ.

પ્રકરણ-42 સમાપ્ત