સંજય નીતિન અને ગુડ્ડી પ્રિન્સિપાલ ની ઓફીસ માથી બહાર નીકળે છે. સંજય અને નીતિન એકબીજાની સામે જોતા જોતા કલાસ માં જાય છે.ગુડ્ડી પાછળ પાછળ આવે છે.શરમ ને કારણે કોઈ એક બીજા સાથે બોલતા નથી. નીતિનને શરમાતા શરમાતા થોડું હાસ્ય આવી જાય છે.ગુડ્ડી પણ ત્રાસી નજરે નીતિન ની સામે જોવે છે.નીતિન કહે છે આ આપણો ક્લાસ છે.
આવું કહેતા ક્લાસ ના બે-ત્રણ ટિકા-ખોળો જોય જાય છે. એટલે નીતિન ક્લાસમાં આવતાં હાલ્ફ ક્લાસ હુડીયો બોલાવે છે. અને આગળની બધી ઘટનાથી નીતિનના ફ્રેન્ડ ફોલોઅર્સ વધતા જાય છે. ન્યૂ આવેલી છોકરી ક્લાસ માં આવી ને લાસ્ટ માં બેસવા નો વારો આવે છે.
ન્યૂ તાસ ચાલુ થતા મેડમ આવે છે.અને બધાનું હોમવર્ક તપાસવા લાગે છે. અને ના કર્યું હોય તેને ઉભા રાખે છે. લાસ્ટ ત્રણ બેન્ચ નું અંકિતને ચેક કરવાનું એટલે અંકિત ગુડ્ડી ને ઉભું રહેવાનું કહે છે. બધા ને મેડમ હોમવર્ક ના કરવાનું કારણ પૂછતા પૂછતાં છેલ્લે ગુડ્ડી પાસે આવે છે. અને ગુડ્ડી કહે મેડમ ન્યુ એડમિશન છું.એટલે મેડમેં બે ત્રણ સવાલ કર્યા થોડા આગળ જઇ પૂછ્યું નામ શું છે તારું ? ગુડ્ડી બોલે એ જ પેલા નીતિન બોલે છે, મેડમ 'ગુડ્ડી' અને સાથે જ થોડીવાર પછી ગુડ્ડી બોલે છે, એકતા બધા જ હસવા લાગે છે. મેડમ પણ હસે છે. નીતિન પાસે જઈ તેની થોડી વાર અણી કાઠે છે.. ગુડ્ડી પણ હસવા લાગે છે. બે-ત્રણ વાર નીતિન સામે કાતર મારે છે. આમ એક મોજ મસ્તીથી પોતાની સ્કૂલ લાઈફ ચાલે છે.
એકતા ને બધા તાસ ની બુક બનાવવા ની બાકી હતી એટલે બધા જ શિક્ષકોએ અમુક સમય આપ્યો તેના માટે એ નીતિન પાસે બુક માંગે છે. નીતિન સંજય અને અંકિત આ ત્રિપુટી પોતપોતાની અલગ અલગ વિષયો ની બુક આપે છે. અને આ ત્રણ ની છાપ એકતા પર સારી પડી જાય છે. એકતા ને કઇ પણ કામ હોય તો, પેલા આ ત્રણ માંથી કોઈ ને પુછતી પણ એ દિલ ની સાફ હતી.પણ સંજય ને એ પેલી જ નજર માં પસંદ આવી ગયેલી અને તેને મનમાં જ તેને પોતાની સપનાની રાણી માની લીધી હતી.
પહેલી વાર નજર, પડી મારી
દીવાનો થઈ ગયો હું તારો
જેમ ચોમાસાની ઋતુ માં વરસાદ થતાં જ જમીન માંથી બીજ ઉગી આવે તેવી જ રીતે સંજયના મનમાં અંદરને અંદર પ્રેમ નો ફણગો જાણે દિવસે ને દિવસે વિકસી રહ્યો હતો.સંજય એક તરફી પ્રેમના નશા માં એક દારૂડિયા ની જેમ પ્રેમ રૂપી નશાનું સેવન કરી રહયો હતો.એકલો હોય એટલે બસ એને ગુડ્ડી ના જ સપના જોતો હતો . કોઈ ને કાઈ કહી પણ શકતો નહતો.તેમના ખાસ બને મિત્રોને પણ વાત ના કરી શક્યો . એટલો ફટૂ હતો તો ગુડ્ડી ને તો કઈ રીતે કહી શકે.
હવે તો વર્ગ માં બધા સાથે બધા સારી રીતે મળી ગયા. શેરીમાં પણ અભિષેક,સાવન,ધવલ ખેની અને ધામેલીયા ઘણા બધા મિત્રો બને છે.દરારોજ ક્લાસ માં ટેસ્ટ અને ઘણી બધી પ્રવૃત્તિ થાય છે. પણ દર વખતે અડધો ક્લાસ ગુડ્ડી ને ઈમ્પ્રેસ કરવામાં લાગી જાય છે.પણ એમાં સૌથી વધુ પ્રયત્ન સંજય અને નીતિન કરે છે. પણ સંજોગો અનુસાર વધુ લાભ અંકિત લઇ જાય છે.
સાવન,અભિષેક,ધવલ ખેની,ધવલ ધામેલીયા,નીતિન,અંકિત અને સંજય એમ સાત મિત્રોનું ગ્રુપ બની જાય છે. શેરીમાં SEVEN STAR (7 STAR) તરીકે ઓળખવામાં આવે છે.સાંજે અથવા ફ્રી પડે એટલે બધા સાતે ભેગા થતા, શેરીમાં ક્રિકેટ રમતા 12 માં ધોરણમાં આવ્યા પછી રમત બંદ કરી ખાલી બેસતા સુખ દુઃખ ની વાતો કરતા, નહિતર અગાશી પર બેસતા કોઈના ઘરે મૂવી જોતા ગેમ રમતા વગેરે કરી પોતાનો દિવસ પસાર કરતા.
ધીરે ધીરે સમય પસાર થતો જાય છે.સ્કૂલ માં ગુડ્ડી, સંજય અને નીતિન સાથે સબંધ ગાઠ થઈ રહ્યો છે. પણ એ સમયમાં છોકરી સાથે બધા ખુલી ને વાત ન કરી શકતા. બધા હોય ત્યારે વાત પણ ના કરી શકતા, સમય થોડો પાછળ હતો, એમાં પણ શિક્ષકો હોય ત્યારે તો બોલી જ શકાતું નહીં. આ સમયે લેટર આપી ને વાતો ની આપલે થતી હતી. પણ હજુ તો કોઈ ને કઇ ખબર પડતી નહતી. સંજય ના મન માં ખાલી પસંદ બેસી ગઈ હતી.આવી રીતે એક બીજા ને ઈમ્પ્રેસ કરવા અવનવા નુસખા કરતા હતા આમ હસતા ખેલતા કૂદતાં દિવસો પસાર થતા હતા.
પણ કહેવાય છે ને મિત્રના મનની વાત જાણી જાય એ જ સાચો મિત્ર, નીતિન અમુક વાતો અને સંજય ની બીહેવીયર જોઈ સમજી ગયો કે, સંજય ગુડ્ડી ને પસંદ કરે છે. અને નીતિન પણ ગુડ્ડીને એટલી જ લાઈક કરતો હતો. ક્યારેક ગુડ્ડી સાઇકલ લઈને આવતી તો ક્યારેક એકટીવા લઇ ને આવતી હતી. જ્યારે તે સાઇકલ લઈને આવતી ત્યારે, નીતિન અને સંજય બંને ઘર સુધી ગુડ્ડી પાછળ પાછળ જતા. આમ ક્યારેક, તે પાછળ જોતી અને સ્માઈલ આપતી. આ લોકો પણ એક બીજાની સામે જોઈ અંદર અંદર ખુશ થતા. પણ ત્રણેય ના ભાવ એકદમ પવિત્ર હતા. મન માં કોઈ કામના કે હવસ ની લાગણી નહતી. જ્યારે શરીરથી આકર્ષિત થઈ ને થતો પ્રેમ, પ્રેમ નથી હોતો, તેને પ્રેમ પણ નથી કહેવતો માત્ર આકર્ષણ હોય છે. અને જ્યારે જ્યારે આવા પ્રેમમાં એનાથી વધુ સારું પાત્ર મળે તો લોકો ને છોડતા પણ વાર નથી લાગતી. પણ આ નાદાન બાળકોને શુ ખબર પડે ? તે લોકો ને જ નથી ખબર કે આ સાચા મનથી બંધાયેલ પ્રેમની ગાંઠ કેટલી અડચણ લાવશે.શુ તે જે રસ્તે જય રહ્યા છે, એ રસ્તો સાચો છે ? બસ આ એક નાટક માં ભજવતા પાત્ર ની જેમ પોતાની લાઈફ જીવતા જાય છે.
હવે 7 સ્ટાર ગૃપને પણ જાણ થઈ ગઈ છે કે સંજય ને કોઈક ગમી ગયું છે.સવાર માં આખું ગ્રુપ શાળાએ જવા નીકળે છે. રસ્તામાં નીતિન ની સાઇકલ ને પંચર પડે છે.શાળાએ પહોંચવાનો સમય પાકી જતો હતો. બાજુ માં ગેરેજ હતું, પણ પંચર બનતા વાર લાગે એમ હતું. કેમ કે ગેરેજ વાળો મિકેનિક હજુ આવ્યો જ હતો. ત્યાં જ બધા ટોળું વળી ને ઉભા હતા. બધા બે જણા બેસે તો એક વધતો હતો તેવા માં જ ગુડ્ડી બાઈક લઈને આવે છે. ગુડ્ડી ઉભેલા જોઈ ને પૂછે છે, શુ થયું ₹?
નીતિન :-સંજય ની સાઇકલને પંચર પડ્યું છે, તું બેસાડી લે ને ...!
ગુડ્ડી :-લે એમાં શુ પુછવાનું હોય, બેસી જાને એમ કરી નીતિન સંજય ને તેની એક્ટિવા પાછળ બેસાડી દે છે.
એમ મિત્ર માટે જૂઠું બોલી બંનેને નજીક લાવવા સંજય ને તેની પાછળ બેસાડી એક સાચા મિત્ર નું ઉદાહરણ પૂરું પાડે છે.
સંજય ગુડ્ડી પાછળ બેસી જાય છે. બને વાતો કરતા જાય છે.થોડો થોડો સંજય અને ગુડ્ડી બને શરમાય છે.પણ વાતો માં જરાય ગેપ પડતો નથી.
સંજય ની ખુશી નો કોઈ પાર નથી, ત્યાં બધા જ મિત્રો પણ ખુશ થાય છે એક બીજા સંજયની વાતો કરે છે.આખરે બેસી ગયો વગેરે.....
ગુડ્ડી પણ સંજય ને પૂછે બાઈક ચલાવી છે.
સંજય :- કોઈ ને પાછળ બેસતો જ નથી, હું જ ચલાવું,પણ પેલી વાર તારી પાછળ બેસ્યો.
ગુડ્ડી : અમુક પરિસ્થિતિ માં અભિમાન મુકવું પડે...!
સંજય :-હમમ... એ તો છે જ ને, સમય બળવાન છે.
બંને થોડી વાર ચુપચાપ બેસી રહે છે...સંજય અંદર ને અંદર ખુશ થાય છે. સવાર સવાર નો ઠંડો પવન છે.ગુડ્ડીનો દુપટ્ટો વારે વારે મો પર આવે છે.આજુબાજુ માં બધું સ્થિર થઈ ગયું હોય અને જાણે આખી ધરતી ઉપર એ બંને જ હોય.