લગ્ન એટલે બે આત્મા અને બે પરિવારનું મીલન. હૈયા માં હિલોળા લેતો ઉમંગ, થોડો ડર થોડી ખુસી, ઘણા બધા સપનાંઓ, એક પરિવાર દીકરી ની વિદાઈ કરેછે તો બીજો પરિવાર ઘરનિ લક્ષ્મીનું સ્વાગત કરે છે. એ ઢબુકતા ઢોલ, મંગળ ફેરાનાં સમયે વાગતી મધુર શરણાઈ ના શૂર, અને વિદાઈ વખતે વાગતાં કરુણ વાજિંત્રો, વર અને વધુ ના ગવાતાએ મંગળ ગીતો. આપણે ત્યાં લગ્ન ફક્ત લગ્ન નથી હોતા પરંતુ એક ઉત્સવ હોય છે. અને આ એવો ઉત્સવ છે જ્યાં વાર ને વિષ્ણુ અને કન્યાનેં લક્ષ્મીનું રૂપ સમજીને તેનાં પગ ધોવામાં પણ એક લાગણી રહેલી હોય છે.
થોડા દિવસો પહેલા મારે એક લગ્નમાં જાવાનું થયું, કન્યા પક્ષ તરફથી લગ્ન નું આમંત્રણ હતું. કન્યાદાનનાં સમયે દીકરી નાં માતાપિતા અને તેના ભાઈભાભી નાં ચ્હેરા પાર રહેલો અનેરો આનંદ અને પણ ખુશ કરી ગયો. કન્યાદાન વખતે ગોર મહારાજે જ્યારે લગ્ન પત્રિકા વાંચવાની શરૂ કરી ત્યારે હજાર તમામ ની આંખોની ભીનાશ જોઈને જે લાગણી થઈ બસ તેજ લાગણી ને આજે શબ્દો નું રૂપ આપું છું.
આપણા શાસ્ત્રો માં દીકરી ને લક્ષ્મીનું સ્વરુપ કહેવાયું છે. કહેવાય છે કે દીકરો તો એક કુળ ને તારે છે પણ દીકરી તો બે કુળ ને તારે છે. આવી દીકરી નું જ્યારે કન્યાદાન થતું હોય ત્યારે માં બાપ નાં હૃદયમાં થતા વજ્ર નાં ઘા ને કોઈ નથી સમજી શકતું, એક બાપ તેના હૃદય ના કટકા ને કોઈ બીજાના હાથ માં આપતો હોય છે, એક માં પોતાનો પડછાયો કોઈને અર્પણ કરે છે, એક ભાઈ કે જે ભલે બહેન સાથે ગમે તેટલી લડાઈ અને ઝગડા કર્યા હોય પણ તેને જીવ થી પણ વહાલી બહેન આજે બીજાના ઘરે વડાવતો હોય, એક ભાભી જેને તે લાડકડી નણંદ કહીને બોલાવે છે, જેની સાથે મન ભરીને વાતો કરતી હોય છે, તેવી લાડકડી ને પોતાનાથી દૂર કરે છે. આ બધા ના હૃદય પાર થતા ના ઘા ને તો કોણ સમજી શકવાનું.
જેનું જીવ ની જેમ જતન કરેલું તે અણમોલ રતન આજે બીજાને એવા વિશ્વાસ સાથે સોંપે છે કે તે અમારા કરતા પણ વધારે પ્રેમ થી તેનું જતન કરશે.
અને વિદાય ના સમયે એક દીકરી માં હૃદય ની તો વ્યથા વર્ણીવજ મુશ્કેલ હોય છે. બાપ નાં ઘરે હરણી ની જેમ ઉછળ કુદ કરતી એ દીકરીનાં પગ આજે જાણે થંભી ગયા છે. એક એક ડગલું ભરતાં આવું લગે છે કે જાણે મણ મણ નો ભાર માથા પર હોય.
દીકરી ની વિદાય નો એ પ્રસંગ આજે પણ મરી સામે જીવંત છે. જ્યારે એક દીકરી માટે પિતા ના ઘર ની ઉંબરો ઓળંગવો પણ અઘરો બની જાય છે. માં બાપ માટે પણ એ સ્વીકારવું ખુબજ અઘરું બની જાય છે કે તેનું અનમોલ રતન હવે બીજાના ઘર માં આંગણાને દિપાવસે. જતા જતા એ દીકરી પણ બે હાથ ના થાપા મારીને ભાઈને કહે છે કે લે ભાઈ આજથી બધું તારું, હવે હું આવીશ તો પણ એક મહેમાન બનીને આવીશ.
અને દીકરીનિ વિદાય બાદ જ્યારે એક બાપ ઘરમાં પગ મૂકેછે. ત્યારે લગે છે કે એક પંખીડું આવીને મારા ઘરમાં વસંત લાવીને ઉડીગયું કોઈ બીજાના માળામાં વસંત લાવવા માટે. હવે તો ઘરનું આ ખાલી આંગણું રહ્યું છે જ્યાં તેની યાદો રહીગઈ.............
મિત્રો આ મારો સૌપ્રથમ લેખ છે તો આપ સૌને નમ્ર વિનંતી છે કે લેખ કેવો લાગ્યો પ્રતિભાવ જરૂરથી આપશો.....
Jainish Kapadiya
8160027498