દોસ્તી અને પ્રેમ
ક
કહેવાય છે કે everything is fare in love and ware પણ શું તમે એ પ્રેમ ને તમારી દોસ્તી માટે થઈ અને છોડી શકો છો? શુ તમે તમારા દોસ્ત ને પ્રેમ માટે મૂકી શકો છો? કદાચ અમુક લોકો ના મત મુજબ પ્રેમ પહેલા હોય છે. અને અમુક લોકો ના કહેવા મુજબ દોસ્તી થી વધુ કંઈ જ નથી.
જિંદગી માં ક્યારેય પ્રેમ ની જંગ માં દોસ્તી ની હાર ના થવા દેવી કેમ કે જ્યારે પ્રેમ નિષ્ફળ જશે ત્યારે દોસ્ત જ સાથે હશે એ ક્યારેય એકલું મહેસુસ નહિ થવા દે. પણ જ્યારે તમે જિંદગી ના એવા રસ્તા પર આવી જાવ જ્યાં કોઈ દોસ્ત જ નથી ત્યારે તમે જોઈ શકશો કે જે પ્રેમ માટે મેં દોસ્તી કુરબાન કરી એ પ્રેમ જ મારી સાથે નથી. ત્યારે જે એકલવાયા પણું લાગશે એ ભગવાન પણ દૂર નહિ કરી શકે. કારણકે કૃષ્ણ જેટલું સુદામા માટે રડયા એનું પા ભાગ નું પણ રાધા માટે નથી રડ્યા.
આજકાલ ના યુવાનો માટે પ્રેમ એ પહેલાં આવી ગયો છે. વર્ષો જૂની દોસ્તી દાવ પર લગાવી દેશે અમુક મહિના ના પ્રેમ માટે. ભલે પ્રેમ માં બધું જ યોગ્ય હોય પણ એક દોસ્તી તોડવી એ જરા પણ યોગ્ય નથી. એક દોસ્તી તોડી ને નિભાવેલો પ્રેમ ક્યારેય સાર્થક નથી રહેતો. પ્રેમ કરવો છે તો કરો પણ પોતાના દોસ્તો ને ક્યારેય ભૂલી ને પ્રેમ ની દિશા માં આગળ વધશો તો ભગવાન પણ તમને તમારી આ ભૂલ માંથી નહીં ઉગારી શકે.
પ્રેમ અને દોસ્તી હંમેશા એક જ ત્રાજવે રખાતી હોય છે. એક પલડા પર પ્રેમ તો બીજા પર દોસ્તી, જો તમે દોસ્તી પર ધ્યાન આપશો તો પ્રેમ નારાજ થશે પણ તમે પ્રેમ પર ધ્યાન આપશો તો દોસ્ત નારાજ નહિ થાય ક્યારેય કેમ કે તેના માટે તેનો દોસ્ત ની ખુશી જ મહત્ત્વ રાખતી હોય છે. દોસ્ત પોતાના બીજા દોસ્ત માટે પોતાનો જીવ આપતા પહેલા એક સેકન્ડ વાર નો પણ વિચાર નહિ કરે જ્યારે પ્રેમ માટે કુરબાન કરતા પહેલા માતા પિતા અને દોસ્તી જરૂર યાદ આવશે.
દોસ્તી અને પ્રેમ ઘણા ગ્રંથો લખાયા છે, આ તો કંઈ જ નથી એના માટે, પણ એ ગ્રંથો ને ખાલી વાંચી નાંખવાથી કંઈ જ નથી થવાનું
એને યોગ્ય રીતે સમજી અને જીવન માં ઉતારવામાં આવે તો જ દોસ્તી અને પ્રેમ વચ્ચે ની પાતળી ભેદરેખા દૂર થશે અને પછી આપણું દિલ બોલી ઉઠશે life ho to aisi....
લોકો હંમેશા પ્રેમ ને અને દોસ્તી ને એક નજર થી જોતા હોય છે, પણ પ્રેમ અલગ છે અને દોસ્તી પણ. પ્રેમ નો કૂવો ગમે તેટલો ઊંડો હશે ગહેરો હશે પણ દોસ્તી ના દરિયા પાસે તે હંમેશા ટૂંકો જ લાગશે. પ્રેમ ને તમે શબ્દો માં વર્ણન કરી શકશો ગ્રંથો લખી શકશો, પણ દોસ્તી ને કોઈ પણ વ્યાખ્યા નહિ આપી શકો એવો કોઈ ગ્રંથ નથી કે જે દોસ્તી ની ઊંડાઈ ને માપી અને આપણી સમક્ષ લાવી શકે, તે અનુભવ માત્ર ની વસ્તુ છે.
પ્રેમ તમને અડધી રાત્રે રોવડાવશે પણ ત્યારે તમારી સાથે તમારા દોસ્ત હશે તો એ અડધી રાત્રે પણ ભલે ગાળો આપશે પણ ક્યારેય રોવા નહિ દે.રાત્રે 2 વાગ્યે મિત્ર ને કોલ કરી અને ખાલી એટલું કહેશો કે એકલું એકલું લાગતું હતું, એટલે અત્યારે કોલ કર્યો તો તમને ભલે 10 કે 20 ગાળો આપશે પણ તમને ધૂતકારી અને કટ નહી કરે પણ જો પ્રેમી ની સાથે આ કરશો તો રાત્રે જ તમને છુટા કરી દેશે i mean brekup....
પ્રેમ અને દોસ્તી ને સાથે રાખી અને આગળ વધશો તો જ જીવન માં સફળતા મેળવી શકશો બાકી તો તમારા હાથ માં છે સફળતા કે નિષ્ફળતા....