આગળ આપણે જોયું કે રાજ ગગનના જામીન મેળવવા અને કેસની મુદત પાડવા માટે પોતાની ઓફિસે જઈ બંને એટલા પ્રયત્નો કરવાની તૈયારી કરે છે આ તરફ દીદી અને રાજન કેસની મુદત કેમ પડાવવી તે બાબતે ચર્ચા કરે છે હવે આગળ........
રાજન તને ખબર છે ને હવે તારે શું કરવાનું છે . જીજ્ઞા દીદી એ પ્રશ્ન સૂચક રીતે રાજન સામે જોઈ અને પૂછ્યું.....
હા દીદી બરાબર ખબર છે . બસ તમે રજા આપો એટલે સીધો જ કામે લાગી જાવ અને સવાર સુધીમાં કામ પૂરું થઈ જશે એટલો વિશ્વાસ રાખજો .
મને તારા પર પૂરો વિશ્વાસ છે અને એટલા માટે તો આ કેશમાં કુરુક્ષેત્રના અમુક ધાર્મિક સિદ્ધાંતો જે ભગવાન કૃષ્ણે કહ્યા હતા એ જ પ્રમાણે કાર્ય કરવાની તને રજા આપુ છું......
હા દીદી આ કેશ આપણે જીતવો જ છે અને સરે એ કહેલી વાત સાબિત કરી દેખાડી છે....
કઈ વાત રાજન.......
એ જ કે સ્ત્રી એ શક્તિનું પ્રતીક છે. જો સ્ત્રી ધારે તો પુરુષને , મતલબ કે સમાજને સફળતાના શિખરો પર બેસાડી શકે છે તથા જો ધારે તો નિષ્ફળતાની ઊંડી ખાણમાં પણ પછાડી શકે છે....
એટલે એમ કે રાજન ગગન પર થયેલ આ કાવતરાં કોઇ સ્ત્રીની સંડોવણી છે એમ કહેવા માગે છે......
કદાચ હોઈ શકે ......... પરંતુ નિષ્ફળ બનેલ ગગનને સફળતાની ટોચ પર પહોંચાડવા માટે તમે તમારી શક્તિનો પ્રવાહ તો વહેતો કર્યો છે ને.....
નહિ રાજન મારે હજુ આમાં બીજી સ્ત્રીઓનો પણ સાથ લેવાનો છે .. પણ એ સમય આવ્યે જણાવીશ. અત્યારે તું તારા કામ પર લાગી જા. અને હા સવાર સુધીમાં કામ પૂરું થઈ જાય ત્યાર બાદ ગગનના કુટુંબ વિશે પણ તપાસ કરવાની છે એમ ભૂલતો નહીં.....
ભલે દીદી હું અત્યારે જાઉં છું .સવારે સમાચાર તમને મળી જશે .. બસ સફળતાના આશીર્વાદ આપો.....
ધ્યેય પ્રાપ્તિ માટે આત્મવિશ્વાસથી આગળ વધો .....સફળ થાઓ...... જાઓ......
રાજન તપોવનધામથી બહાર નીકળી પોતાની કારમાં બેસીને સીધો જ પોતાના મિત્ર ભવ્ય પાસે જાય છે.......
આ ભરત, ભવ્ય ,રજત અને રમણ પણ તપોવનધામના વિદ્યાર્થીઓ હતા. તેઓ અત્યારે રાજકીય ક્ષેત્રમાં સેવા બજાવે છે. ચારમાંથી ભરત રાજ્યકક્ષાનો મંત્રી, રમણ કોર્પોરેટર, રજત વિપક્ષ નો નેતા છે અને ભવ્ય અત્યારે પાર્ટીનો અધ્યક્ષ છે.
રાજન અત્યારે રમણ પાસે જાય છે અને ભવ્ય તથા ભરત ને ફોન કરીને રમણને ઘેર બોલાવે છે.અલબત્ત પહેલેથી જ ત્યાં ભેગા થવાનું નક્કી તો થયું જ હતું.અને નસીબ જોગે આજે ભરત અને ભવ્ય પોતાને ઘેર જ હતા એટલે બધા મળી શકે તેમ હતા.
વહેલી સવારે રાજ યોગાભ્યાસ કરી સ્નાનાદિ પતાવી પ્રાર્થનામાં બેસે છે . પરંતુ આજ તેનું ચિત્ત પ્રાર્થનામાં પરોવાતું નથી . તેના મનમાં એક જ વિચાર ચાલે છે કે ગગનના કેસમાં મુદત કેવી રીતે પડાવવી તથા ગગનના જામીન કેવી રીતે મેળવવા............
આખી રાત સતત આ જ વિચારો ચાલ્યા કરતા હતા અને આ વિચારોનો તોડ તેને મળતો ન હતો . આખરે થાકીને તેને ભગવાન પર આ બધું છોડી દીધું.....
તૈયાર થઈ પોતાની કાર લઈ રાજ અદાલતે પહોંચે છે. હજુ કોર્ટ ખુલવાને થોડી વાર હતી. એટલામાં ફરિયાદી પક્ષના વકીલ અનંતનાથન આવતા દેખાયા . રાજ તેના તરફ ચાલવા લાગ્યો. રાજ ને જોતા જ અનંતનાથન ઊભા રહી ગયા અને રાજને નિરખીને જોવા લાગ્યા...
કેમ મિસ્ટર નાથન આંખો ફાડી ફાડીને મારી તરફ જુઓ છો.... મને પહેલી વાર જુવો છો કે....
હું એ જોઉં છું કે અત્યાર સુધી એક પણ કેસ ન હારનાર ખ્યાતનામ વકીલ મિસ્ટર રાજ આ કેશ પ્રથમ દિવસે જ હારી જવાના છે . માટે કહું છું કે આ કેસમાંથી તમે હટી જાવ .... તો તમારી આબરૂ બચી જશે...... સમજ્યા મિસ્ટર રાજ.......
મિસ્ટર નાથન આ કેસ મારી આબરુ વધારવા માટે નથી લડતો. મે મારી ફરજ છે તે બજાવવાની કોશિશ કરી છે . જો ગગન કુમાર ખરેખર ગુનેગાર હશે અને હું આ કેસ હારી જઈશ તો મને જરાય અફસોસ નહીં થાય... કારણ કે ....એક સાચા વકીલની પ્રથમ ફરજ ગુનેગારને યોગ્ય સજા આપવાની છે, નહીં કે બચાવવાની.. માટે તમે આ કેસ ની ચિંતા કરો મારી નહીં . અને જો ગગનને કોઈ ફસાવ્યો હશે તો તેને હું કોઈપણ ભોગે નિર્દોષ સાબિત કરીને જ રહીશ અને તમને તો મારી ખબર જ છે....મિસ્ટર નાથન......
હા મિસ્ટર રાજ તમે તો સાચા નું ખોટું ને ખોટા નું સાચું કરી શકો ને .......કારણ કે...... તમારા મિત્રો કોણ છે .! cid ઇન્સ્પેક્ટર .....કલેકટર..... રાજનેતા .....વગેરે વગેરે......
(ગુસ્સામાં) મિસ્ટર નાથન મેં મારા કેસમાં મારી લાગવગનો ક્યારેય ખોટો ઉપયોગ કર્યો નથી ....પણ હા અમારી વિચારસરણી પ્રથમથી જ એક છે. મતલબ કે અમે જેવા સાથે તેવા બનીને કામ કરીએ છીએ, કારણકે મારા ગુરુ પરમાનંદે અમને એક જીવન મંત્ર આપ્યો છે.........
તુમ ઈતને ઊંચે મત ઉડો કી
કોઈ તુમ્હે છું ના શકે ઓર
તુમ ઇતને ડટે ભી મત રહો કી
હરકોઈ તુમ્હે ઠોકર મારે
સમજ્યા મિસ્ટર નાથન ....સાચા ખોટાની સાબિતી સમય કરશે .અત્યારે કેસ ની ચિંતા કરો નાથન સાહેબ.....
કોર્ટનો સમય થયો . ન્યાયધીશ આવ્યા...... ગગનનો કેસ શરૂ થયો ..... જરૂરી કાર્યવાહી થઈ અને પંદર દિવસની મુદત પડી.........
રાજન તથા નાથન માટે આ આશ્ચર્ય ની વાત હતી. કારણ કે .... બંનેના મનમાં એક જ વિચાર હતો કે આજે જ કેસ પૂરો થઈ જશે એમ હતું પરંતુ ફરિયાદી પક્ષ હાજર ન થતા કેસમાં મુદત પડી...
રાજન માટે આ ખુશીની વાત હતી જ્યારે નાથન માટે વિચારવાની વાત હતી .. જ્યારે ગગનના જામીન નામંજૂર થયા જે નાથન માટે ખુશીની વાત હતી તથા રાજ માટે દુઃખ ની વાત હતી........
રાજ અને મિસ્ટર નાથન એક જ વિચારે ચઢ્યા કે આખરે ફરિયાદી પક્ષ શા માટે હાજર ન રહ્યા....
રાજ કોર્ટે થી સીધો તપોવન ધામ તરફ રવાના થયો . રસ્તામાં એક જ વિચાર હતો કે આખરે ફરિયાદી પક્ષ શા માટે હાજર ન રહ્યા.... આ વિચારમાં ને વિચારમાં તપોવન ધામ નો રસ્તો કપાવા લાગ્યો ....આમ ને આમ આશ્ચર્ય અને આનંદના ભાવ સાથે રાજ તપોવન ધામ પહોંચે છે......
તપોવન ધામના કાર્યાલયમાં રાજન અને જીજ્ઞા દીદી ને બેઠેલા જોઇને રાજ ને પાછું આશ્ચર્ય થયું.... અને બોલ્યો રાજન તુ અત્યારે અહીંયા......
હા હું તો કલાક પહેલા નો આવી ગયો છું ....કેમ તને કંઈ વાંધો છે હું અહીંયા છું તેનો.....
ના ના યાર મને શું વાંધો હોય .... આતો તને અત્યારે અહીંયા જોયો એટલે આશ્ચર્ય થયું .અને આમેય આજ સવારથી મારા આશ્ચર્ય નો પાર નથી. આટલા વર્ષોની મારી વકીલાતમાં ઘણા કેસ લાડ્યો..... પરંતુ આજના કેસનું મારા માટે સાવ નવું છે .... ભલા કોઈ કેસમાં ફરિયાદી પક્ષ જ હાજર ન રહે એવું બનતું હશે ખરું ...... આજના કેસમાં આવું બન્યું તે આશ્ચર્ય સાથે હું અહીં આવ્યો અને વળી અહીંયા મેં તને જોયો...... તારે તો અત્યારે ઓફિસે હોવું જોઈતું હતું છતાં તું અહીંયા છો એટલે વધુ આશ્ચર્ય થયું ....અને હા તારે ગગન ના ફેમિલી ની તપાસ માટે જવાનું હતું તે ગયો કે નહિ..... શું છે ???? એના કુટુંબ વિશે જાણવા મળ્યું કઈ...
રાજ સવારે જ ત્યાં ગયો હતો.પણ એમના પત્ની તો એક વીક થી બાર ગયા છે એવું એમના પાડોશીએ કીધું.મે ગગન ના સસરા રહે છે ત્યાં પણ તપાસ કરી પણ એ લોકો પણ એક વીક થી બહાર ગયા એવું જાણવા મળ્યું.... ને ગગન ના મિસિસ નો મોબાઇલ બંધ આવે છે.......
રાજન આ પાછું મારા માટે આશ્ચર્ય....... બધા સાથે બહાર જાય એવું થોડું હોય.......
રાજ તારા બધા આશ્ચર્ય નો જવાબ આ રાજન છે ...........
મતલબ કઈ સમજાયું નહિ દીદી......
તારે ગગન ના કેસ માટે સમય જોઈતો હતો ને તો તને સમય મળી ગયો.....ને.....
પણ ....... ક્યાંક આ મુદત પડાવવવામાં રાજન નો હાથ છે એમ .........
હા....જીજ્ઞા દીદી થોડુ થોડુ હાસ્ય વેરતા વેરતા બોલ્યા..............
પણ કઈ રીતે..........????????
રાજને કઈ રીતે કોર્ટમાં મુદત પડાવી હશે........
ગગન નું ફેમિલી ખરેખર બહાર ફરવા ગયું હશે????????
શું ગગન રાજ સાથે કંઈ વાત કરશે????????
આ બધા જ સવાલ ના જવાબ મેળવવા માટે વાચતા રહો જીવન સંગ્રામ 2 નું આગળનું
પ્રકરણ ૪.......
આપના પ્રતિભાવ ની રાહે રાજુ સર.........