Vampire - 9 in Gujarati Horror Stories by Ritik barot books and stories PDF | વેમ્પાયર - 9

Featured Books
  • तुझी माझी रेशीमगाठ..... भाग 2

    रुद्र अणि श्रेयाचच लग्न झालं होत.... लग्नाला आलेल्या सर्व पा...

  • नियती - भाग 34

    भाग 34बाबाराव....."हे आईचं मंगळसूत्र आहे... तिची फार पूर्वीप...

  • एक अनोखी भेट

     नात्यात भेट होण गरजेच आहे हे मला त्या वेळी समजल.भेटुन बोलता...

  • बांडगूळ

    बांडगूळ                गडमठ पंचक्रोशी शिक्षण प्रसारण मंडळाची...

  • जर ती असती - 2

    स्वरा समारला खूप संजवण्याचं प्रयत्न करत होती, पण समर ला काही...

Categories
Share

વેમ્પાયર - 9

"અરે, આપણે ત્યાં મળ્યા હતા. તમે, ગલત લોકોના જાળમાં ફસાઈ ગયા હતા. અમે, એ યોજના વિશે વિચારી રહ્યા હતા. અમને થયું કે, પ્લાન કારગત નીવળે એવું હોવું જોઈએ. અને માટે જ, અમે દૂર પહાડો તરફ ચાલ્યા ગયા હતા. અને જે, લોકોના જાળમાં તમેં ફસાયા હતા. એ લોકો બીજા કોઈ નહીં, એ ગામમાં ખોફ ફેલાવનાર પીસાચો હતા. માનવ શરીરની તલબ લાગી ગઈ છે. અને રક્ત વગર રહી શકતા નથી. માટે જ, તમને ફસાવવા માટે આ યોજના રચી હતી. અને તમે, એ જાળમાં ફસાઈ પણ ગયા. અને હા પીસાચો રૂપ પણ બદલી શકે છે. કોઈ પણ વ્યક્તિ ના ચેહરા ને, દિમાગમાં ઈમેજીન કરી અને, તેમના જેવા બની શકે છે. બસ એટલે જ તમે તેમના જાળમાં ફસાયા."



"ફસાયા? ફસાયા તોહ, ન કઈ શકાય. પરંતુ, અમે અમારો એક મિત્ર ખોયો. રાજ! કેટલો હોશિયાર હતો. અમે, કોલેજમાં પણ સાથે જ હતા. કોલેજ શું? અમે તોહ, શાળામાં પણ સાથે હતા. એ ચાલ્યો ગયો એવું મન માનવા તૈયાર જ નથી. એ હજુ અહીં જ છે! એવું લાગ્યા કરે છે. શું કરીએ? અંતે તેને બચાવી તોહ, ન શક્યા ને? હવે દુઃખી થઈ ને પણ શું ફાયદો?" રવિ એ કહ્યું.



"પરંતુ, આ યોજનામાં તમને અમારો સાથ આપવો જોઈએ. આ ઘટના ના કારણે તમે હિંમત ના હારો. અમે, તમારી સાથે જ છીએ."



"શું સાથે છીએ? હવે, અમે બીજા કોઈ ને ખોવા નથી માંગતા. શું ખબર આગળ મારો જ વારો હોય. હું તોહ, ચાલ્યો પણ જઉં! તોય, મને કંઈ ફર્ક નથી પડતો. પરંતુ, મારા મિત્રો ને કંઈ થઈ જાય ને! એ મને નહીં પોસાય. અરે, કેવા પીસાચો? શું પીસાચો? આ બધું ફિલ્મોમાં સારું લાગે. તેમની સામે લડવું બાળકો ની રમત નથી. એમ તેમની સામે લડી પણ ન શકાય. અરે, શા માટે જાન જોખમમાં મુકવી? અમે, હવે મદદ નહીં કરી શકીએ."



"અરે, આમ હિંમત હારી જવાય? દોસ્તીમાં મરવાની કસમો ખાઓ છો ને? તમારો દોસ્ત ચાલ્યો ગયો. એ વાતનો બદલો લેવો નથી? આ દુનિયામાં માત્ર તમે જ નથી ને? એ બધા નિર્દોષ લોકોનું શું? એમના જીવ મહત્વપૂર્ણ નથી? એમની જાન ની કંઈજ કિંમત નહીં? અરે, માનવી એક વાર મનમાં દૃઢનિશ્ચય કરી લે ને! તોહ, એ માનવી ને કોઈ પણ રોકી ન શકે."


"એક વાર તમારી વાત માની પણ લઈએ. પરંતુ, છે કોઈ પ્લાન તેમને રોકવાનો? છે પ્લાન? કેવી રીતે રોકીશું? લડાઈ કરી ને? તમે રોકી શક્યા? માટે જ માનવીઓ ની મદદ લેવા આવ્યા છો ને? બોલો છે કોઈ રસ્તો?" નયન એ કહ્યું.



"હા! રસ્તો છે. અને આપણે એમનો જ પ્લાન આજમાવીશું. કારણ કે, એમને લાગશે કે, આપણે કંઈક જુદું કરીશું. પરંતુ, આપણે એમનો જ પ્લાન વાપરીશું. અને જેવી તેમની સેના ઉપર આવશે! ત્યારે જ તેમના મુખીયાં પર હુમલો કરીશું. અમારામાં મુખીયાં મતલબ કે, સામ્રાજ્ય ના રાજ. રાજાને મારી ને રાજ્ય હાંસિલ કરી શકાય છે. પરંતુ, એ રાજા લાખો ખરાબ વ્યક્તિઓ ભેગા થાય ને, એવો એ એક વ્યક્તિ હોય છે. મતલબ કે, એક નાનકડી ભૂલ પર એ તમારા ટુકડે ટુકડા કરી નાખે. બસ, ત્યાં એવા જ રાજાઓ રાજ કરે છે."



"ચલો, અમે તમારો સાથ પણ આપીએ. પરંતુ, એવા વ્યક્તિ ને મારવો શક્ય છે ખરો?" નયન એ પ્રશ્ન કર્યો.


"શક્ય છે. અને નથી પણ. કારણ કે, એ વ્યક્તિ ને મારવા માટે એક હથિયાર ની જરૂરત પડે. પરંતુ, એ હથિયારને શોધવું શક્ય જ નથી. એ હથિયાર એવી વ્યક્તિ જ શોધી શકે જે, ખરેખર કંઈક કરવા માંગતી હોય. જે પીસાચ ન હોય. અને ત્યાં જઈ અને કોઈ પીસાચ ની બલી ચઢાવે. અને એ પણ ખરાબ જાતિનો પીસાચ. તમે, એ હથીયાર જબરદસ્તી કરી મેળવી ન શકો. અને ત્યાં નીચે કોઈ સામાન્ય માનવી જઈ જ ન શકે. કારણ કે, પીસાચો તેમને જોવે તેવા મારી જ નાખે. કારણ કે, એ હથિયાર ત્યાં ખરાબ પીસાચોના સામ્રાજ્યમાં રહેલો છે.

આમ, અમે તોહ મેળવી ન શકીએ. પરંતુ, તમારા માંથી કોઈ આ રિસ્ક લઈ શકે. પરંતુ, તમે તૈયાર હોવ તોહ! બોલો તૈયાર છે કોઈ?"


"હું તૈયાર છું. આ કાર્ય મારા માટે જ બન્યું છે. હું બ્લેક મેજીસીએન છું. અને પીસાચ નથી માનવી છું. હું ત્યાં ના એક પીસાચને વશમાં કરી લઈશ. અને ત્યારબાદ, તેની બલી પણ ચડાવી દઈશ. અને એ કાર્ય અદ્રશ્ય થઈ ને કરીશ. આમ, આપણું કાર્ય પણ થઈ જશે. જીવસૃષ્ટિ પણ બચી જશે. અને ખરાબ પીસાચોનું અંત આવશે.".

આમ, પ્લાન અંગે ચર્ચા થઈ ગઈ હતી. રાજ નથી રહ્યો એનું મનમાં દુઃખ પણ હતું. પરંતુ, તેનો જીવ ગયો એ વાત નો બદલો પણ લેવાનો હતો. શું થવાનું છે આગળ? એ જાણવા માટે વાંચતા રહો.

ક્રમશઃ