khajanani khoj - 3 in Gujarati Adventure Stories by શોખથી ભર્યું આકાશ books and stories PDF | ખજાનાની ખોજ - 3

Featured Books
Categories
Share

ખજાનાની ખોજ - 3



ખજાનાની ખોજ ભાગ 3


રામ ના ગયા બાદ ભરત કેટલો સમય એમજ બેઠો રહ્યો અને પછી એક ફોન કરી ને થોડી વાત કરી ને સુવા માટે લાંબો થયો. પણ કેમ જાણે આજે ભરત ને ઊંઘ નહોતી આવતી એ આમથી તેમ પડખા ફર્યા કરતો હતો. આખરે ઊંઘ ના આવી એટલે એ ફોન લઈ ને એક બીજો કોલ કર્યો અને કીધું કે તમે લોકો હાલ જ રામ ક્યાં જાય છે અને સુ કરે છે એની માહિતી લઈ ને આવો અને એક માણસ સતત એનો પીછો કરજો. માણસ ને રામ નો પીછો કરવાનું કહી ને ભરત સુઈ ગયો અને ઘસઘસાટ ઊંઘ પણ આવી ગઈ.
આ બાજુ રામ ભરત ના ઘરેથી નીકળી ને ફરી પેલા પેટ્રોલપંપ પર આવ્યો. ત્યાં પહોંચી ને તેના એક માણસ ભીમા ને કીધું કે તારે આજ થી ભરત ના ઘર ની બહાર પહેરો ભરવાનો છે અને તારે એના ઘરે કોણ કોણ આવે છે એની બધી ડિટેલ મને આપવાની છે. અને એમાં જરીક પણ ભૂલ થઈ તો સમજજે કે તારો એ દિવસ આખરી દિવસ હશે.
રામ ને ઘણી બધી ચિંતા હતી કે જો મારો પ્લાન સફળ થઈ જાય તો એ ખજાનાનો માલિક બની જશે અને પછી આખી જિંદગી મોજ થી જીવશે. આવા વિચારો માજ સવાર પડી ગઈ અને ખજાનાની ખોજ માં જવાનો દિવસ આવી ગયો. રામ ફટાફટ તૈયાર થઈ ને ગેરેજ પર પહોંચી ગયો. ત્યાં પહોંચી ને જોયું તો હજુ કોઈ આવ્યું નહોતું. થોડી વાર પછી શક્તિ ધમો અને સતીષ એક એક કાર લઈ ને આવી ગયા.

ધમો- 'રામ તારા કહ્યા મુજબ ત્રણ કાર અને હથિયાર આવી ગયા છે. હથિયાર મા ઓટોમેટિક રાઇફલ અને પિસ્તોલ લાવ્યા છીએ.'

સતીષ- 'મેં ત્યાંથી નીકળવાના પ્લાન વિશે માહિતી મેળવી પણ એક રસ્તા સિવાય બીજો કોઈ રસ્તો મળ્યો નથી તો આપણે એ એક જ રસ્તા ને ધ્યાન મા રાખી ને આગળનો પ્લાન બનાવવો જોઇએ જેથી આપણે સહીસલામત પાછા ફરી શકીએ.'

રામ- ' ચાલો તો બધી તૈયારી થઈ ગઈ હોય તો આપણે નીકળીએ અને આગળ જઈ ને આપણે બહાર નીકળવાના પ્લાન બનાવી લઈશું.'

રામ ને ખબર જ નહોતી કે એની પાછળ આવતા માણસો એના નથી. રામ તો એમજ વિચારતો હતો કે અમારો પીછો મારા માણસ કરે છે અને આ લોકો ને કઈ ખબર જ નથી. ભરતે મોકલેલ માણસ પણ હજુ ક્યાં છે એ ભરત ને ખબર નહોતી. તો પછી આ પાછળ આવતા માણસો કોણ હતા અને એ લોકો રામ અને એની ટિમ નો પીછો કેમ કરતા હતા?

રામ અત્યારે એક સુખદ કહેવાય એવું સપનું જોતો હતો. ખજાનો મળી જાય એટલે આ બધા ને ત્યાં જ ખતમ કરી અને ભરત ને એના ઘરે ખતમ કરી ને બધો ખજાનો હું એકલો રાખી ને આરામ થી કોઈ શાંત જગ્યાએ જઈ ને મોજથી જિંદગી જીવવી છે. આ બાજુ ભરત ને રામ ના આખા પ્લાન ની ખબર પડી ગઈ હતી અને એ રામ કરતા બે ડગલાં આગળ ચાલતો હતો. ભરત ની ઘરની બહાર ધ્યાન રાખી ને બેસેલા માણસ ઉપર ભારત ના જ બે માણસ બેઠા હતા જે ખજાનો મળી જાય પછી તરત જ રામ ના માણસ નું કાસળ કાઢી નાખે. જેથી એ પોતે મોત ના મુખ માંથી બહાર આવે. પણ ભરત ને ખબર નહોતી કે રામ નો પીછો અત્યારે કોઈક લોકો કરી રહ્યા છે અને એ કોણ છે એની ભરત ને જરીક પણ શંકા નહોતી. જો ભરત ને ખબર હોત કે રામ ની ટીમ ની પાછળ કોઈક પીછો કરે છે તો ભરત તરત જ ધમા ને આ બાબત જાણવી દીધી હોત.
ભરત ને ખબર હતી કે રામ એ લોકો સાથે ગદ્દારી કરે છે છતાં પણ એની સાથે સફર કરવાનું કારણ એ હતું કે રામ ગમે તેવા જોખમ મા પણ રસ્તો કાઢી શકવા માટે સક્ષમ છે અને એ જ એક એવો વ્યક્તિ છે જે આ ખજાના સુધી પહોંચવા માટે મદદરૂપ થઇ શકે એમ છે. ભરત એટલે જ રામ ને સાથે રાખેલો હોય છે.

હાલ તો બધા એકબીજા ને અંધારા મા રાખીને પોતપોતાની ચાલ રમતા હોય છે પણ એ લોકો ને ખબર નથી હોતી કે આ બધા પર એક બીજો વ્યક્તિ નજર રાખી ને બેઠો છે. અને એ વ્યક્તિ જો એની ચાલ પર કામિયાબ થઈ જાય તો રામ ભરત ધમો સતીષ કે શક્તિ માંથી એક પણ વ્યક્તિ જીવતી ના રહે અને બધા મોત ના મુખ મા પહોંચી જાય. કોણ હતો એ વ્યક્તિ? અને એ સુકામ આ લોકો નો પીછો કરતો હતો? કેમ એ ડાયરેકટ ખજાના સુધી નહોતો જતો?

ધમાં એ પણ જોયા હતા કે કોઈક લોકો એનો પીછો કરે છે પણ એને પણ ખબર નહોતી કે એ લોકો ભરત ના માણસો નથી છતાં પણ ધમાં એ કન્ફર્મ કરવા ભરત ને આ વાત કરી. ભરત ને ખબર પડી ગઈ કે કોઈક લોકો પીછો કરે છે અને એ લોકો રામ ના માણસ હોવા જોઈએ પણ ભરત પણ અત્યારે તો અંધારા મા જ હતો. કેમ કે રામ ના માણસો જે ગાડી માં આવવાના હતા એ ગાડી બંધ પડી ગઈ હતી અને ભરત ના માણસો એ ગાડી રીપેર થઈ ને આગળ જાય તો એનો પીછો કરવાના હતા અને એ લોકો અત્યારે એ ગાડી રીપેર થાય એની રાહ જોઈને બેઠા હતા.
ભરતે તરત જ એના માણસ દિલાવર ને ફોન કરી ને પૂછ્યું ત્યારે ભરત ખરેખર ટેનશન મા આવી ગયો. ભરત ને ખબર પડી કે મારો માણસ દિલાવર જો અત્યારે શહેર માજ હોય તો ધમાં નો પીછો કરે છે એ કોણ હશે?

રામ વિચારતો હતો કે મારા માણસ અમારી પાછળ છે.
ધમો વિચારતો હતો કે અમારા માણસ અમારી પાછળ છે.
જ્યારે ભરત ને ખબર પડી કે અમારા બન્ને ના માણસ હજુ શહેરમાં છે તો અત્યારે પીછો કરે છે એ કોના માણસ છે?
અને એ લોકો કેમ પીછો કરે છે? સુકામ અને જો એ લોકો ખજાનાની પાછળ હોય તો આગળ સુ થશે?
કોણ હશે જે અમારો પીછો સતત પડછાયાની જેમ કરે છે.
આ બધા સવાલ નો જવાબ જાણવા આગળના પાર્ટ નો ઇંતજાર જ કરવો રહ્યો.