Samay ek pushp in Gujarati Magazine by Davda Kishan books and stories PDF | સમય એક પુષ્પ

Featured Books
Categories
Share

સમય એક પુષ્પ

સમય

સમય, કાલ કોઈ નો હતો, આજ કોકનો છે અને આવતી કાલે કોઈ બીજાનો હસે. સમય માથાની પાછળ પડેલી ટાલ જેવો હોય છે, આપણે માથા પર હાથ ફેરવતા એમ લાગે કે વાળ છે હજુ, પણ હકીકતે પાછળ કય જ નથી હોતું. તેમજ સમય નું પણ એવું જ છે. નક્કી કરેલ કામ કરવામાં વિલંબ થાય તો બધું જતું રહે છે અને જો કામ નિયત સમયે થાય તો સમયનું પણ માન જળવાઈ રહે. પૃથ્વી પર નું કશું જ એવું નથી કે જે કાયમી છે. જેનો જન્મ થયો છે તે મરણ પામવાનો જ, જેનું સર્જન થયું છે તેનું વિસર્જન થવાનું જ છે, જેની ઉત્પતિ થઈ છે તેનો નાશ પણ અવશ્ય થશે જ, અને જે કંઈ પણ મળ્યું છે એને ક્યારેક તો ગુમાવવું જ પડશે. હા સમય બધાને મળે જ છે, જો કે તેનો કોઈ ચોક્કસ ખ્યાલ ના આવે કે ક્યાં છે, કેવો દેખાય છે, ક્યારની રિટર્ન ટિકિટ લઈ ને આવ્યો છે, ક્યારે પરત ફરશે. જો માણસ ધારે તો કોઈ પણ રીતે અને ક્યાંય પણ પોતાનામાં ધાર્યા મુજબ નું પરિવર્તન લાવી શકે છે, પણ જેને કરવું જ નથી કંઈ તેના માટે તો વર્ષો પણ ઓછા જ ને.

"જ્યારે પોતાનામાં હકારાત્મક પરિવર્તન આવે ને તેને સમય કહેવાય" આપણે બોલતા તો હોઈએ છીએ કે મારો પણ સમય આવશે, અરે ભાઈ તેને કોણ ટ્રેન કે પ્લેન ની ટિકિટ લઈ આપવાનું ? સમય ભલભલાં ને બદલાવી આપે છે. સમય અને પરિસ્થિતિ બંને ને એક બીજા થી છૂટા ના પાડી શકાય. જો સમય લાવવો જ હોય તો કોઈ પણ પરિસ્થિતિ અનુકૂળ હોવી જ જોઇએ અને પરિસ્થિતિ અનુકૂળ બનાવવી હોય તો સમય કાઢવો જ પડશે.

જીવનના ઘણા પ્રસંગો એવા હોય છે કે જ્યાં ખૂબ જ પ્રતિકૂળ પરિસ્થિતિ હોવા છતાં પણ તેને અનુકૂળ બનાવીને પણ સફળતા મળે. હાલ નું જ ઉદાહરણ લઈએ તો રેલવે સ્ટેશન પર પોતાનું ગુજરાન ચલાવતી સ્ત્રી રાનું મંડલ તેના ટેલેન્ટ ને આધારે અત્યારે ઘણું મેળવી ચૂકી.
હા, જો આવડત અને આવડત ને બહાર લાવવાનું લક્ષ્ય રાખીએ તો કદર કરવા વાળા તો ઘણા મળી રહેશે. આ સમયે તેણી એ જાતે સમયનું સર્જન કર્યું અને પરિણામ આપની સમક્ષ છે.

"સમય બધાં ને મળે છે પોતાનું જીવન સુધારવા, પરંતુ જીવન પાછું નહિ મળે સમય સુધારવા"

અમુક પંક્તિઓ. કદાચ તમને ગમી જાય....

સમય સૌ નો આવે છે,
કોઈનો મોડો તો કોઈ નો વહેલો આવે છે,
તેને કોઈ વાહન નહિ પણ માણસ પોતે જ લાવે છે,
સમય....

કાલના ગરીબનું વર્તન આજે તવંગર ની માફક ફાવે છે,
ગઈ કાલે ઉગાવેલ છોડ આજ પુષ્પો બની સોડમ લાવે છે,
સમય......

ક્યારેક પંખા વિના સૂતા માણસને હવે એ.સી. જ ફાવે છે,
બધા પર શક કરનાર શકુની પર પણ ક્યારેક આંગળી ઉઠી આવે છે,
સમય......

અન્ન ક્ષેત્ર માં પ્રસાદી લેનાર એ માનવ,
હવે બટુક ભોજન કરાવે છે, સાચ્ચે,
સમય......

સમયનું આગમન તો પરિશ્રમ જ કરાવે છે,
કોઈ નહિ, પણ માણસ પોતે જ લાવે છે,..
સાચ્ચે..
સમય....


જો સચવાય તો સાચવી લેજો,

જો મળે તો વાપરી લેજો,

જો દેખાય તો સ્પર્શી લેજો,

જો અનુભવાય તો બીજાને કહેજો,

"તે કોઈ ની સાથે કાયમ ને માટે ક્યાં ચાલ્યો જ છે !

ઘડિયાળના કાંટા ને ભલે કેદ કરી લો પણ સમય તો તમારા થી બે ડગલાં આગળ જ હોય છે.





સમય એટલે એ પુષ્પ કે જેને ખીલતું જોવા માટે સતત પાણી પીવડવવા રૂપી મહેનત કરવી પડે. 🙏