કાર્તિકા ઓફિસે જવા રીક્ષા ની રાહ જોઈ રહીહતી. જોબ નો પહેલો દિવસ હતો ને તેને મોડું થઈ ગયું હતું. ત્યાં એક રિક્ષા આવતી જોઈ કાર્તિકા ઊભી રાખે છે. અંદર એક પેસેન્જર બેઠેલો હોવાથી રીક્ષા ચાલક ના પાડે છે પણ બેઠેલો તે વ્યક્તિ તેને હા પાડે છે. એટલે કાર્તિકા રીક્ષા માં બેસી તેને થેંક યુ કહ્યું. કાર્તિકા ની ઓફિસ આવી એટલે રીક્ષા નું ભાડું આપ્યા વગર નીકળી ગઈ. પાછળથી તે વ્યક્તિ રીક્ષા નું ભાડું આપી દે છે. ને તે પણ ઑફિસ બાજુ નીકળી જાય છે.
લેટ આવેલી કાર્તિકા ને ઓફિસ માં ઇન્ટરવ્યૂ માટે લેટ આવવા થી તેને અંદર જવા નથી દેતા. કાર્તિકા નિરાશ થઈ ત્યાં બેસી ગઈ. ત્યાં તેને ઓફિસ માંથી તેને બોલાવે છે. તે ઓફિસ માં ગઈ ને ઇન્ટરવ્યૂ આપ્યું ને તે પાસ થઈ. પણ તેને ખબર ન પડી આ કેવી રીતે બન્યું. કાર્તિકા બહાર આવી ને પૂછયું મારી હેલ્પ કોણે કરી. તેણે નયન પર આંગળી ચીંધી. કાર્તિકા તેની પાસે જઈ જોયું તો રીક્ષા માં સાથે હતો તે હતો.
હાય...
ઓ હાય.
ખુબ ખુબ આભાર તમારો.
કેમ?
તમે મારી જો મદદ કરી એટલે.
હા હા તો લાવો મારા પૈસા.
ક્યાં પૈસા તમારા?
ભૂલી ગયા રીક્ષા ના ભાડાના.
ઓહ સોરી તો તમે હતા એમ. તો ભાડું તો નહીં મળે પણ કોફી પીવડાવુ તો ચાલશે.
ઓકે સાંજે કોફી તમારી.
સાંજે કાર્તિકા અને નયન એક કોફી શોપ માં મળ્યા એટલે કાર્તિકાએ થેન્ક યુ કહ્યું તમે મારી ઑફિસ માં મદદ જો કરી. મને લાગ્યું તારે જોબ ની જરૂર છે એટલે બૉસ સાથે મારે સારું બને છે તો તેને કહી દીધું પેલી છોકરી ને જોબ આપજો. તો તને મળી. આમ પણ તારે જરૂર હતી જોબ ને તેવું લાગ્યું. કાર્તિકા આ મદદ માટે નયન બહાર પાર્ટી આપવા માંગતી. પણ નયન તેને ફરી કોઈ વાર કહી કોફી પીને ત્યાં ઘરે જતો રહે છે.
ઓફીસ માં બોસ ને કાર્તિકા ખુબ ગમવા લાગે છે. તે અવાર નવાર કાર્તિકાને તેની કેબીન નાં બોલાવે છે. મીઠી મીઠી વાતો કરી કાર્તિકા ને ફસાવવા ની કોશિશ કરે છે. કાર્તિકા બૉસ ની વાત મા ફસાઈ જાય છે. કાર્તિકા ને ખબર પડે છે કે બૉસ પરણિત છે તો પણ બોસ ની વાત મા આવી જાય છે.
બોસ પણ તેની પત્ની સાથે ડાઇવોર્સ કરી લેશે તે કાર્તિકા ને વહેમ હતો. હવે તેઓ બહાર પણ મળવા લાગ્યા. કાર્તિકા બોસ ને ખુબ જ પ્રેમ કરવા લાગી. તે પ્રેમમાં આંધળી થઈ ગઈ.
એક દિવસ જોબ પુરો થવાના ટાઇમ પર કાર્તિકા ને બોસ તેના કેબીન માં બોલાવે છે. કાર્તિકા કેબીન માં ગઈ તે સમયે નયન ને બોસ પાસે જવાનું થયું પણ અંદર કાર્તિકા હતી એટલે તે બહાર ઊભો રહ્યો. બોસ કાર્તિકા ને રાત્રે બીજા ઘરે આવવાનું કહે છે ને તને પ્રમોશન આપવાની લાલચ આપે છે. કાર્તિકા બોસ ને હા પાડી દે છે. બહાર ઊભેલો નયન આ બધું સાંભળી જાય છે ને તે બોસ ને મળ્યા વગર ઘરે જતો રહે છે.
બોસ તેના ઘરે કાર્તિકા ની રાહ જોઈ રહ્યા હતો. કાર્તિકા આવી એટલે તેને તેના બેંડ રૂમમાં લઈ જાય છે. ને મીઠી મીઠી વાતો કરીને તેને ટચ કરવા લાગ્યા. ત્યાં સુધી કાર્તિકા સમજી ન શકી કે બોસ નો ઇરાદો શું છે. તેને એમ હતું બૉસ પણ મને પ્રેમ કરે છે. પણ બોસ તેની હદ વટાવવા લાગ્યા તે કાર્તિકા સાથે બળજબરી કરવા લાગ્યા. કાર્તિકા બૂમ પાડી એટલે ત્યાં હાજર રહેલો નયન ત્યાં આવી કાર્તિકા બૉસ પાસે થી છોડાવે છે. હું જોઈ લઈશ કહી બૉસ ત્યાં થી નીકાળી જાય છે. તો નયન કાર્તિકા ને તેના ઘરે લઈ ગયો. કાર્તિકા રડતી રડતી સૂઈ ગઈ. નયન રાત્રે બોસ ની મિસિસ ને ફોન કરી સવારે ઑફિસે આવવાનું કહ્યું.
સવારે કાર્તિકા ઑફિસ જવા માટે તૈયાર થાય છે. નયન બધું સમજી ગયો કે કાર્તિકા ને જોબ ની બહુ જરૂર હશે તો જ તે આ પગલું ભરી શકે. નયન તેને કહ્યા વગર તેની સાથે ઓફિસે જવા નીકળ્યો. ઑફિસ માં બધા આવી ગયા હતા. ત્યાં નયન બોસ ની મિસિસ ની હાજરી માં બૉસ ની બધી પોલ ખુલી પાડે છે. બૉસની સ્ટાફ સામે બહું બદનામી થાય છે એટલે નયન અને કાર્તિકા ને જોબ માંથી કાઢી મૂકે છે.
નયન તેને ઘરે લઈ ગયો પણ કાર્તિકા રડતી રહી. નયન ઘણો મનાવે છે પણ તે રડવાનુ બંધ નથી કરતી. આખરે નયન તેને બાહોમા લઈ શાંત પાડે છે. બધુ સારા વાના થઈ જશે .એમ કહી તેને સુવડાવી દે છે.
સવારે જાગીને જોવે છે તો બોસ ની મિસિસ સામે બેઠી હતી. કાર્તિકા કઈ બોલે તે પહેલાં મૅડમ તેને કહે છે. જલ્દી ત્યાર થઈ જાવ, તમારી બંને ની મારા પપ્પા ની કંપની મા તમારી જોબ પાકી કરી છે ને સેલેરી પણ સારી. આ સાંભળી પહેલા મૅડમ ને થેન્ક યુ કહ્યું પછી કાર્તિકા નયન પાસે જઈ બોલી તું મારી સાથે જોબ કરીશ ? નયન હાં પાડે છે ને બંને તે કંપની દૂર હોવાથી તે બંને ત્યાં જોબ કરવા જાય છે. ને તે બંને સાથે જોબ કરતા કરતા એક બીજાને સમજી જાય છે ને બંને વચ્ચે પ્રેમમાં પુષ્પો ખીલવા લાગે છે.
એક દિવસ બોસ ની પત્ની નયન ની પાસે જઈ તેને લાઇક યુ કહે છે. તે કાર્તિકા સાંભળી જાય છે ને બોસ ની મિસિસ ને કહી દે હું નયન ને લાઇક કરું છું તમે નહીં. આ સાંભળી બોસ ની મિસિસ હસવા લાગે છે. ને તમને બંને ને મળાવા માટે મારે આવું કરવું પડયું. બોસ ની મિસિસ હસતાં હસતાં કાર્તિકા ને કહ્યું તું આઇ લવ યુ કહે છે કે હું. ત્યાં તો કાર્તિકા નયન ને ગળે વળગી આઈ લવ યુ કહી દે છે.
જીત ગજ્જર